Mon | Tues | Wed | Thur | Fri | Sat | Sun |
---|---|---|---|---|---|---|
26 | 27 | 28 | 29 | 30 | 31 | 1 |
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 1 | 2 | 3 | 4 | 5 | 6 |
About Kaajal
Kaajal Oza Vaidya – A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women.
Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza – a renowned journalist, respected for his sharp views and ethical contribution to Gujarati journalism, and media world at large, for more than five decades.
Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha – a leading Gujarati weekly.
Less than a decade since, her 56 books adorn bookshelves around the world; many with unprecedented number of reprints for Gujarati language. Her works include essays, letters, novels, short story collections, drama and also a collection of poems. Her columns, printed in leading Gujarati newspapers, hold a mirror up to contemporary society. While Kaajal invariably writes in her mother tongue Gujarati, many of her works have been translated in more than five languages.
Distinct characters, lucid expressions and radical thoughts have constantly extended her readership. Without fear of being judged, Kaajal pours pure emotions on the paper. The fire within distinguishes Kaajal from her contemporaries. Her language is simple and her subjects vary from human relationships, mythological interpretations to contemporary national and international topics. Though she has never claimed to be a rebel herself, Kaajal wishes to reconstruct the set norms with positive changes. There is an ownership of truth and strength in her essays and articles. Widely read, her prolific works have inspired readers, and have served as eye-openers for many.
Kaajal Oza Vaidya is a name equally respected and well received in theater, television and cinema worlds for over a decade. Her TV shows, plays and feature films have won many accolades. Kaajal also serves as a visiting faculty for creative writing at Gujarat University.
An orator with finesse, unambiguity and precision, Kaajal’s speaks simply and honestly, touching the listeners’ very core. She speaks on many subjects ranging from mythology & literature to parenting, education & current topics. “Life” at large is her domain. Audiences relish her words as she elevates their feeling of self-esteem and independence. Kaajal has delivered lectures and attended seminars across the length and breadth of the nation and the globe – wherever there is Gujarati-, Hindi- or English-speaking audience.
Her unique sense of dressing and winsome demeanor has established her as an idol for many a young girl. Kaajal has a great connect and fan following among youth and women, and she continues to inspire them. Men readers appreciate her for her unbiased and objective views.
ગુજરાતી પત્રકારત્વમાં જેમનું નામ ખૂબ આદરથી લેવાય છે એવા દિગંત ઓઝાની પુત્રી કાજલને વિચારોની સ્પષ્ટતા અને પ્રામાણિકતા વારસામાં મળ્યા છે. દિગંત ઓઝા પોતાના સમયના પહેલા પ્રોફેશનલ એડિટર્સમાં ગણાય છે. એમની વિચારશીલ અને તીખી કલમ અડધી સદી કરતાં વધુ સમય સુધી ગુજરાતી પત્રકારત્વને ઉત્તમ રાજકીય લેખો અને માહિતીસભર કૉલમ્સ આપતી રહી છે.
કાજલનું લેખન પ્રામાણિક અને સ્પષ્ટ છે. એના સમકાલીન લેખકોએ બહુ ટૂંકા ગાળામાં કાજલની કલમ અને લોકપ્રિયતાને વિસ્તરતી જોઈ છે અને આવકારી છે. 2005માં ટૂંકી વાર્તાઓનો સંગ્રહ `સંબંધ… તો આકાશ’ કાજલનું પહેલું પ્રકાશિત પુસ્તક, એ પછી કવિતાસંગ્રહ `શેષયાત્રા’. `ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી નવલકથા `યોગ વિયોગ’થી કાજલ વાચકો સુધી પહોંચી અને પહેલી જ નવલકથાથી લોકપ્રિય થઈ. એક દાયકા કરતાં ઓછા સમયમાં 56થી વધુ પુસ્તકો આપીને કાજલે ગુજરાતી સાહિત્યમાં નિબંધો, પત્રસાહિત્ય, નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, નાટકો અને કવિતાઓ સહિત ફિલ્મની સ્ક્રીપ્ટ અને ટેલિવિઝન સિરિયલ જેવા વિવિધ વિષયોમાં પ્રદાન કર્યું છે. ગુજરાતીના કોઈ લેખકે ભાગ્યે જ જોઈ હોય એટલી આવૃત્તિઓ કાજલના પુસ્તકોએ જોઈ છે.
સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે કાજલ પાસે વિશાળ વાચક વર્ગ છે. એમાં તમામ ઉંમરના વાચકોનો સમાવેશ થાય છે. સમાજના નિશ્ચિત નિયમોને વળોટીને, વિવેચક કે વાચકના જજમેન્ટ પર આધારિત રહ્યા વગર કાજલ વિશુદ્ધ સંવેદનાઓને આલેખતી રહી છે. જિંદગીના અનુભવ અને એમાંથી મળેલા સાદા જ્ઞાનને કાજલે પોતાના વાચકો સાથે વહેંચ્યું છે, વહેંચતી રહી છે. કાજલની ભાષા સરળ છે અને એનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોના નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધી વિસ્તરે છે. કાજલ ક્યારેય કોઈ `ક્રાંતિકારી મહિલા’ કે `ફેમિનિસ્ટ’નું લેબલ સ્વીકારતી નથી, પરંતુ સમાજના જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતી રહી છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા કાજલના લેખોમાં સમાજ માટે આઇનો છે અને સ્વયં પ્રત્યેની ઇમાનદારી છે. પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી કાજલની વિવિધ કૉલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે.
નાટક, સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં પણ કાજલનું પ્રદાન નોંધપાત્ર છે. કાજલે લખેલી અનેક ટેલિવિઝન સિરિયલ્સ અને નાટકોને અનેક ઍવૉર્ડ મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ડેવલપમેન્ટલ કમ્યુનિકેશનના ડિપાર્ટમેન્ટમાં કાજલ વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે ક્રિએટિવ રાઇટિંગ ભણાવે છે.
કોઈ પણ પ્રકારની ગૂંચવણ વગરના સ્પષ્ટ અને સ્વતંત્ર વિચારોને કારણે કાજલના વક્તવ્યો લોકપ્રિય છે. સાદી ભાષા છતાં હૃદયમાં ઊતરી જાય એવી સીધી વાત કાજલના વક્તવ્યોની ખાસિયત છે. પુરાણો, મહાકાવ્યો, ઇતિહાસથી શરૂ કરીને માનવીય સંબંધો, બાળઉછેર, શિક્ષણ કે આજના મહત્ત્વના સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ સહિત સાહિત્યના વિષયો ઉપર કાજલના વક્તવ્યો દેશમાં અને વિદેશમાં યોજાતા રહે છે. `માણસ’, `મન’ અને `જીવન’ કાજલના વક્તવ્યોનું હાર્દ રહ્યું છે. કાજલના વક્તવ્યો પછીની પ્રશ્નોત્તરી એના શ્રોતાઓ માટે સ્વયં સાથેનો સંવાદ શરૂ કરવાની એક નવી જ દિશા ઉઘાડી આપે છે.
તદ્દન આગવી, મૉડર્ન અને બોલ્ડ ઇમેજ ધરાવતી કાજલની વેશભૂષામાં સાડી એની બ્રાન્ડ બની ગઈ છે. ટીનએજ યુવતીઓ અને સ્ત્રીઓ માટે કાજલ એક ફૅશન આઇકોન છે. સ્ત્રીઓ અને યુવાનોનો બહોળો પ્રસંશક વર્ગ ધરાવતી કાજલના વાચકોમાં પુરુષોની સંખ્યા પણ બહુ વિશાળ અને નોંધનીય છે.
સાથે મળીને કોફી કે ચા પીવી… લાંબા વોક પર જવું… એકબીજાને સ્પર્શ કરીને મોડી રાત સુધી વાતો કરવી, ગમતી ફિલ્મો જોવી, સારું સંગીત સાંભળવું કે ક્યારેક એકબીજાને હળવી માલિશ કરવી, સહસ્નાન કરવું, બાથટબમાં સામસામે બેસીને વાતો કરવી- જેવી ઘણી પ્રવૃત્તિઓ છે કે જે હનીમુનને સાચા અર્થમાં હનીમુન બનાવે છે.
Works
- All
- AUDIO BOOKS
- EDITED WORKS
- DRAMA
- ESSAYS AND ARTICLES
- LETTERS
- NOVELS
- POETRY
- SHORT STORIES
- TRANSLATION
-
Purna-Apurna | પૂર્ણ-અપૂર્ણજેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતો હશે. પુરુષની પૂરેપૂરી માનસિકતા ધરાવતું સ્ત્રીનું શરીર કે સ્ત્રીની સંપૂર્ણ માનસિકતા અને નજાકત ધરાવતું પુરુષનું શરીર બહુ નવાઈની વાત નાથી. આપણા સમાજનો, આપણી દુનિયાનો અને આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ એ જ જગતનો હિસ્સો છે, આવા લોકો. `ગુજરાતીમાં કશું નવું લખાતું નથી, રીસર્ચ થતું નથી.'નાં મહેણાંને ટાળીને લખાયેલી એક ટ્રાન્સસેક્સ્ક્સ્યુઅલ વિષયની નવલકથા.
Buy NowPurna-Apurna | પૂર્ણ-અપૂર્ણ
જેમ માણસથી ભૂલ થાય એમ ક...
-
Dhummasne Pele Par | ધુમ્મસને પેલે પારઅમેરિકાની ભૂગોળ ખૂંદવાની સાથે સાથે માણસના મનની ગલીઓમાં ભટકતાં ભટકતાં સર્જાયેલી આ નવલકથા મારા હૃદયની ખૂબ નજીક છે. છેલ્લા દસ-બાર મહિનામાં તમામ જાહેર કાર્યક્રમોમાં મને એક પ્રશ્ન અચૂક પુછાતો રહ્યો, ‘આ કલ્યાણી એટલે તમે જ?’ ‘આ કલ્યાણીના પાત્રમાં તમે ક્યાંક તમારી જાતને જુઓ છો?’ અનેક વાચકો પત્રો-ઈમેલ્સ અને એસએમએસ અને ફેસબુક દ્વારા મારામાં—કાજલ ઓઝા વૈદ્યમાં કલ્યાણીને—તો કલ્યાણીમાં લેખક કાજલને શોધતા રહ્યા...
Buy NowDhummasne Pele Par | ધુમ્મસને પેલે પાર
અમેરિકાની ભૂગોળ ખૂંદવ...
-
Vahli Mummy! Vahla Pappa! | વહાલી મમ્મી! વહાલા પપ્પા!તમે જો માતા–પિતા બનવા માગતાં હો કે બની ચૂકયાં હો તો એક વાત હંમેશાં યાદ રાખજો કે તમારા સંતાનને આ વિશ્વમાં લાવવાનો નિર્ણય તમારો હતો, એનો નહીં! એને એક સારી વ્યક્તિ, એક સારા નાગરિક બનાવવાની ફરજ તમારી છે અને તમે જો એમ નથી કરતા, અથવા કરવામાં અસફળ જાવ છો તો તમે એટલો મોટો ગુનો કરો છો કે જેની કોઈ માફી જ નથી!
Buy NowVahli Mummy! Vahla Pappa! | વહાલી મમ્મી! વહાલા પપ્પા!
તમે જો માતા–પિતા બનવા ...
-
Blue Book 2 | બ્લ્યૂ બુક 2પુરુષ જે નથી કહી શક્યો, જે નથી કહેતો એ વાતો એના હૃદયની સિક્યૉરિટી તોડીને, ભીતર દાખલ થઈને જોવાનું નક્કી કર્યું હતું. આ દેશના વડાપ્રધાનની સિક્યૉરિટી માટે કેટલાક નિયમો છે... એ નિયમો એક પુસ્તકમાં છે, ઑફિસરે આ પુસ્તક પોતાની હાઈ સિક્યૉરિટીમાં રાખવાનું હોય છે. પુસ્તક ‘ધ બ્લ્યૂ બુક’ તરીકે ઓળખાય છે. પુરુષ બ્લ્યૂ રંગથી ઓળખાય છે... દીકરો આવે તો બ્લ્યૂ કાર્ડ, બ્લ્યૂ ગિફ્ટ આપવામાં આવે છે. અમે પણ આ પુસ્તકને ‘બ્લ્યૂ બુક’ નામ આપ્યું. બે ભાગમાં પ્રકાશીત થયેલ આ પુસ્તક ‘બ્લ્યૂ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશ્માથી જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયત્ન છે.
Buy NowBlue Book 2 | બ્લ્યૂ બુક 2
પુરુષ જે નથી કહી શક્યો, ...
-
Blue Book 1 | બ્લ્યૂ બુક 1પુરુષ જે નથી કહી શક્યો, જે નથી કહેતો એ વાતો એના હૃદયની સિક્યૉરિટી તોડીને, ભીતર દાખલ થઈને જોવાનું નક્કી કર્યું હતું. આ દેશના વડાપ્રધાનની સિક્યૉરિટી માટે કેટલાક નિયમો છે... એ નિયમો એક પુસ્તકમાં છે, ઑફિસરે આ પુસ્તક પોતાની હાઈ સિક્યૉરિટીમાં રાખવાનું હોય છે. પુસ્તક ‘ધ બ્લ્યૂ બુક’ તરીકે ઓળખાય છે. પુરુષ બ્લ્યૂ રંગથી ઓળખાય છે... દીકરો આવે તો બ્લ્યૂ કાર્ડ, બ્લ્યૂ ગિફ્ટ આપવામાં આવે છે. અમે પણ આ પુસ્તકને ‘બ્લ્યૂ બુક’ નામ આપ્યું. બે ભાગમાં પ્રકાશીત થયેલ આ પુસ્તક ‘બ્લ્યૂ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશ્માથી જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયત્ન છે.
Buy NowBlue Book 1 | બ્લ્યૂ બુક 1
પુરુષ જે નથી કહી શક્યો, ...
-
Samvad Ekbijano | સંવાદ એકબીજાનો...articles that help you remind and reassure you about your own happiness. To be published very soon...
આજના સમયમાં કમ્યુનિકેશનનાં સાધનો બહુ વધ્યાં છે. બધાં કહે છે કે દુનિયા નાની થઈ ગઈ છે. ગ્લોબલી લોકો એકબીજાની નજીક આવ્યા છે, પણ એક વાર ફરી વિચારીએ તો સમજાય કે ખરેખર મન એકબીજાથી દૂર થઈ ગયાં છે. જેને ગઈ કાલ સુધી શેરીના નાકે રોજ મળતા હતા એને વૉટ્સઍપ કરીને બર્થડે વિશ કરીએ છીએ આપણે? પતિ-પત્ની એક જ ઓરડામાં બેસીને પોતપોતાના મોબાઇલ પર, પોતપોતાના મિત્રો કે સ્વજન સાથે વાત કરે છે, ને એકબીજા સાથે વાત નથી કરતા. આવું થાય છે? સંતાન અને માતાપિતા પોતપોતાના રૂમમાં પોતપોતાનાં ટીવી જુએ છે... ડાઇનિંગ ટેબલ પર સંતાન એના વૉટ્સઍપમાં અને પિતા એના બિઝનેસમાં બિઝી છે? તો સંવાદ ક્યાં છે? આ પુસ્તક ‘સંવાદ એકબીજાનો’ મારા વાચકના હાથમાં પહોંચે ત્યારે ભીતરના સંવાદની સાથે, સ્વજન સાથેનો સંવાદ પણ સાધી શકે એવી મારી શુભેચ્છા છે.
Buy NowSamvad Ekbijano | સંવાદ એકબીજાનો...
articles that help you remind and reassure you about your ow...
-
Shabda Ekbijano | શબ્દ એકબીજાનો...articles that help you remind and reassure you about your own happiness. To be published very soon...
આપણે સામાન્ય રીતે સાંભળવા ટેવાયેલા નથી. માત્ર કહેવું જ ગમે છે... હવે જો બંને જણા કહેવાનું જ નક્કી કરે તો કોણ કોનું સાંભળે? જ્યારે સાંભળતા નથી ત્યારે સમજતા પણ નથી... ને સમજતા નથી માટે સંબંધનું મૂલ્ય કરી શકતા નથી. આ પુસ્તક ‘શબ્દ એકબીજાનો’ આપણી જીભની સાથે સાથે આપણી શ્રવણેન્દ્રિયને પણ જગાડવાનું કામ કરે એવો મારો પ્રયાસ છે. અંગ્રેજીમાં ‘ટુ હિયર’ અને ‘ટુ લીસન ટુ’ આવાં બે ક્રિયાપદ છે. એક સાંભળવું અને બીજું ધ્યાનથી સાંભળવું... હું ઇચ્છું છું કે આપણે સૌ એકબીજાને ધ્યાનથી સાંભળીએ, પછી સમજવા માટે પ્રયત્ન નહીં કરવો પડે એની મને ખાતરી છે.
Buy NowShabda Ekbijano | શબ્દ એકબીજાનો...
articles that help you remind and reassure you about your ow...
-
Draupadi | દ્રૌપદીAwakening the women from ancient scriptures... This Draupadi is ‘Today’s Draupadi’ and is still alive somewhere in you… and in me too.
સ્ત્રીઓને પુરાણોનાં પાનાંઓમાંથી જગાડીને સદીઓથી એમની આંખો પર છવાઈ ગયેલાં ઊંઘનાં આવરણ હટાવીને મારે કશુંક એવું કહેવું છે, જેમાં એ સ્ત્રીઓ તો છે જ — સાથે સાથે થોડીક હું છું, થોડાક તમે છો અને થોડીક આપણી સહભાગે વહેંચાતી સમસંવેદનાઓ છે. આ દ્રૌપદી ‘આજની’ છે — હજી જીવે છે ક્યાંક, તમારા અને મારામાં પણ...!
Buy NowDraupadi | દ્રૌપદી
Awakening the women from ancient scriptures... This Draupadi...
-
Mari Mammi, Mara Pappa | મારી મમ્મી, મારા પપ્પાcollection of thought that help the parents bond with their kins in a more meaningful and lasting bond. A guide to parenting with a 'heart over head' approach.
આ પુસ્તક માતા-પિતાના મનમાં એક વિચાર મૂકવાનો પ્રયાસ છે. એવા વિષયો કે વાતો — જેમના વિશે કદાચ એમણે વિચાર્યું જ નહીં હોય એ બધું એમની સામે મૂકીને એક એવો પ્રયત્ન કર્યો છે, જેનાથી માતા-પિતા અને બાળકની વચ્ચે એક સંવાદ-ડાયલોગ સર્જાઈ શકે. બહુ મોડું થઈ જાય એ પહેલાં જો સંતાન સાથેના સંબંધોમાં સીરિયસ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો જિંદગીનાં પાછલાં વર્ષોમાં મળતું સ્નેહ, સન્માન અને સલામતીનું પેન્શન છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહી શકે છે.
Buy NowMari Mammi, Mara Pappa | મારી મમ્મી, મારા પપ્પા
collection of thought that help the parents bond with their ...
-
Sangath Ekbijano | સંગાથ એકબીજાનોa tenth milestone in the series... 'ekbijano...' this book is result of our journey together... our partnership...
બે જણાંને એક જ દિશામાં જવું હોય અને સાથે સાથે ચાલી નીકળે એને ‘સંગાથ’ કહેવાય. આ સંગાથ એટલે સધિયારો, આ સંગાથ એટલે સલામતી, આ સંગાથ એટલે સાથે સાથે રસ્તો કાપવાની સાઝેદારી. આ પુસ્તકનું નામ ‘સંગાથ’ એટલા માટે છે, કારણ કે આ ‘એકબીજાને’... મણકાનું દસમું પુસ્તક છે. કહેવાય છે કે દરેકનો ‘દસકો’ આવે છે. એ દસકામાં માણસ શ્રેષ્ઠ આપે છે ને શ્રેષ્ઠ પામે છે. ...
Buy NowSangath Ekbijano | સંગાથ એકબીજાનો
a tenth milestone in the series... 'ekbijano...' this book i...
-
Marji Ekbijani | મરજી એકબીજાનીarticles that try and help you find your inner space, which is within you but for some obscure reason you are not able to find.
ઘણી વાર એવું બને કે આપણી નજર સામે પડેલી વસ્તુ પણ આપણને ન દેખાતી હોય. આપણે બધું જ ઊથલપાથલ કરી નાખીએ તેમ છતાં આપણને એ વસ્તુ ન દેખાય, પણ બીજો માણસ આવીને તરત જ આપણને એ વસ્તુ શોધી આપે. હું કદાચ આવો જ પ્રયત્ન કરું છું. બધું જ ઊથલપાથલ કરી નાખ્યા પછી પણ મારા વાચકને સામે જ પડેલું જે સુખ અથવા શાંતિ અથવા મૌન અથવા એકાંત અથવા સમજ નથી દેખાતી, એ હું દાખલ થઈને એમના હાથમાં મૂકી આપવાનો પ્રયત્ન કરું છું.
Buy NowMarji Ekbijani | મરજી એકબીજાની
articles that try and help you find your inner space, which ...
-
Shraddha Ekbijani | શ્રદ્ધા એકબીજાની...articles that help you remind and reassure you about your own happiness.
આપણે જેટલી વાર કહીએ કે હું ખુશ છું, મજામાં છું, સ્વસ્થ છું — એ દરેક વખતે આપણે એ સાંભળતા હોઈએ છીએ. સાંભળેલી વાત મનમાં રજિસ્ટર થાય છે. એ રજિસ્ટ્રેશન સમયસમયાંતરે રિકોલ અને રિમાઇન્ડ થાય છે. આ રિમાઇન્ડર્સ કે રિકોલ થવાની પ્રક્રિયા આપણને ખરાબ સમયમાં ‘પોઝિટિવિટી’ તરીકે મદદ કરે છે.
Buy NowShraddha Ekbijani | શ્રદ્ધા એકબીજાની...
articles that help you remind and reassure you about your ow...
-
Satya Ekbijanu | સત્ય એકબીજાનુંarticles helping you to search your inner truth.
સત્યને અનેક પરિમાણ છે. દસ દિશામાં ફેલાયેલા આકાશ જેવું અસ્તિત્વ છે એનું. પોતાપણામાંથી શરૂ થઈને પોતાના જ હોવામાં પૂરું એવું એક અસીમ, અનાદિ, અનંત અસ્તિત્વ... સત્યની શોધ જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ પૂરી થાય છે! માણસની જિંદગીનાં બે સત્યો ક્યારેય બદલાતાં નથી — એક જન્મ અને એક મૃત્યુ. ખરેખર તો આ બંને બિંદુઓની વચ્ચેનો પ્રવાસ એટલે ‘જિંદગી’.
Buy NowSatya Ekbijanu | સત્ય એકબીજાનું
articles helping you to search your inner truth.
Sukh Ekbijanu | સુખ એકબીજાનુંhappiness is also longing to meet you... you just need to take a step towards it. articles that help you take that extra step.‘વામા’, ‘પ્રાણવાયુ’ અને ‘મધુરિમા’ની સાથે સાથે લખાતા રહેલા લેખોમાંથી પસંદ કરેલા કેટલાક લેખોનો સંગ્રહ. ખરું પૂછો તો સુખ એક દોઢ ફૂટ દૂર જ સમાંતર ચાલતું હોય છે, તમારી રાહ જોતું, તમે એને હાથ લંબાવીને અડી લો — અવાર-નવાર એ માટે સતત તૈયાર ટુકડે ટુકડે ને ટીપે ટીપે માણી લેવાનું સુખને, આખેઆખું સુખ પાણીપુરીની જેમ કોઈ તૈયાર કરીને આપે ને તમે મોઢામાં મૂકીને એનો સ્વાદ લો એવું શક્ય જ નથી. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે, આપણને સુખ સતત જોઈએ છે, એક સરખું — અવિરત અટક્યા વગરનું, મશીનની જેમ ચાલવું જોઈએ સુખ! સુખ એટલે આ પળ....સુખ એટલે હમણાં મળ્યું તે!
Buy NowSukh Ekbijanu | સુખ એકબીજાનું
happiness is also longing to meet you... you just need to ta...
Smile | સ્મિતphoto-book compiled in three different languages… a perfect gift...
ત્રણ ભાષામાં સંકલિત કરાયેલી સર્વપ્રથમ ફોટો બુક. પરિકલ્પના અને સંકલન દ્વારા દૃશ્ય અને શબ્દને નજીક લાવી જીવનના વિવિધ વિષયોને એકબીજા સાથે સાંકળતી ભેટ આપવા લાયક ઉત્તમ પુસ્તિકાઓ.
Smile | સ્મિત
photo-book compiled in three different languages… a perfec...
Tear | આંસુphoto-book compiled in three different languages… a perfect gift...
ત્રણ ભાષામાં સંકલિત કરાયેલી સર્વપ્રથમ ફોટો બુક. પરિકલ્પના અને સંકલન દ્વારા દૃશ્ય અને શબ્દને નજીક લાવી જીવનના વિવિધ વિષયોને એકબીજા સાથે સાંકળતી ભેટ આપવા લાયક ઉત્તમ પુસ્તિકાઓ.
Tear | આંસુ
photo-book compiled in three different languages… a perfec...
Prayer | પ્રાર્થનાphoto-book compiled in three different languages… a perfect gift...
ત્રણ ભાષામાં સંકલિત કરાયેલી સર્વપ્રથમ ફોટો બુક. પરિકલ્પના અને સંકલન દ્વારા દૃશ્ય અને શબ્દને નજીક લાવી જીવનના વિવિધ વિષયોને એકબીજા સાથે સાંકળતી ભેટ આપવા લાયક ઉત્તમ પુસ્તિકાઓ.
Prayer | પ્રાર્થના
photo-book compiled in three different languages… a perfec...
Kiss | ચુંબનphoto-book compiled in three different languages… a perfect gift...
ત્રણ ભાષામાં સંકલિત કરાયેલી સર્વપ્રથમ ફોટો બુક. પરિકલ્પના અને સંકલન દ્વારા દૃશ્ય અને શબ્દને નજીક લાવી જીવનના વિવિધ વિષયોને એકબીજા સાથે સાંકળતી ભેટ આપવા લાયક ઉત્તમ પુસ્તિકાઓ.
Kiss | ચુંબન
photo-book compiled in three different languages… a perfec...
Heartbreak Pachhini Savar | હાર્ટબ્રેક પછીની સવારstories published in various periodicals.
જુદાં જુદાં સામયિકોમાં લખાયેલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ.
Heartbreak Pachhini Savar | હાર્ટબ્રેક પછીની સવાર
stories published in various periodicals.
Samjan Ekbijani | સમજણ એકબીજાની...Many a times while listening to other’s problems, we find answers for our questions...જિંદગીના દાખલામાં રીતના માર્ક બધાને મળે જ છે, પણ તાળો મળે ત્યારે જ દાખલો સાચો કહેવાય છે... કેટલાકની જિંદગીમાં તાળો મેળવવાનો સમય વીતી જતો હોય છે, તો કેટલાકને પોતાની ભૂલ એવા સમયે સમજાય છે જ્યાં દાખલો ફરીથી ગણવાની તક હજી બાકી હોય છે... ‘એકબીજાને ગમતાં રહીએ’ એ એક એવી કોલમ છે જ્યાં દાખલાની રીત વિશે ચર્ચા કરવાને બદલે સાચો તાળો મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનું મેં નક્કી કર્યું છે!
Buy NowSamjan Ekbijani | સમજણ એકબીજાની...
Many a times while listening to other’s problems, we find ...
Saath Ekbijano | સાથ એકબીજાનો...collection of simple and straight efforts to resolve the problems faced in relationship by two individuals...ક્યાં ખાડો છે, ક્યાં ટ્રેપ છે, ક્યાં ફસાઈ શકાય અને ક્યાંથી સરળતાથી નીકળી શકાય... ક્યાં રસ્તો બંધ છે અને કયા રસ્તે જિંદગી સહેલાઈથી સામે મળી શકશે એવી સાદી વાતો ‘વામા’ (જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર)ના આ લેખોમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. આ કોઈ એક સ્ત્રી કે પુરુષને ઉદ્દેશીને લખાયેલા લેખો નથી, આ બે વ્યક્તિઓના સંબંધોમાં પડતી ગૂંચને ઉકેલવાના સહજ અને સાદા પ્રયાસોની એક નોંધપોથી છે.
Buy NowSaath Ekbijano | સાથ એકબીજાનો...
collection of simple and straight efforts to resolve the pro...
Sneh Ekbijano | સ્નેહ એકબીજાનોIt is easy to get into a relationship but difficult to live them and more difficult to sustain themઆ લેખો સાથે જીવવામાં મદદ કરે છે! કોઈ પણ બે માણસોને સાથે જીવવા માટે જે સમજદારી, સ્નેહ કે સરળતાની જરૂર પડે એ બાબતોને પોતાની અંદર રોપવામાં કે ઉગાડવામાં આ લેખો મદદ કરી શકે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંબંધો બાંધવા સહેલા છે, નિભાવવા અઘરા છે અને ટકાવવા તો એથીયે અઘરા છે. આ લેખો એવો પ્રયાસ કરે છે કે બને ત્યાં સુધી એકબીજાને પ્રેમ કરતી બે વ્યક્તિઓ એકબીજાથી દૂર ન થાય અને જો દૂર થવાનો નિર્ણય કરે તો પણ એમની વચ્ચે એક મિત્રતા કાયમ રહી શકે.
Buy NowSneh Ekbijano | સ્નેહ એકબીજાનો
It is easy to get into a relationship but difficult to live ...
Mausam Ekbijani | મોસમ એકબીજાની...Instead of concentrating on what is lacking in emotional relationship, if we focus on what can we gain out of it then probably that relationship becomes more healthy and securely...જિંદગીના દરેક તબક્કે આપણે જે ઇચ્છીએ તે આપણને નથી મળતું એ સત્ય સહુ સમજે છે. વાતચીતમાં કે સલાહ દરમિયાન આ સત્યનું આપણે પુન:ઉચ્ચારણ પણ કર્યા કરીએ છીએ, તેમ છતાં આ સત્ય સ્વીકારતા નથી! માણસમાત્રને શોધ છે ‘સાચા પ્રેમની’... ‘સાચા સંબંધની’... શબ્દમાં વ્યક્ત થતી દરેક લાગણી સાચી નથી હોતી અને દરેક સાચી લાગણી શબ્દમાં વ્યક્ત થઈ શકતી નથી આટલું સમજી લઈએ...સ્વીકારી લઈએ તો કદાચ ‘એકબીજાને ગમતાં રહીએ’. આ પુસ્તક ‘દિવ્ય ભાસ્કર’ની ‘મધુરિમા’ પૂર્તિમાં પ્રકાશિત થતી કોલમ ‘એકબીજાને ગમતાં રહીએ’ના લેખોનો સંગ્રહ છે.
Buy NowMausam Ekbijani | મોસમ એકબીજાની...
Instead of concentrating on what is lacking in emotional rel...
Shukra-Mangal | શુક્ર મંગળThis is a book which keeps you glued with every page. This is an extra ordinary thriller which portrays the turns and throws of the equations of relationship and scattered them with the enmity of underworld and romance…
પાને-પાને જકડી રાખતી, સંબંધોનાં સમીકરણોને ઉથલાવી-પલટાવી અને વેરવિખેર કરી નાખતી અંડર વર્લ્ડ સાથે જોડાયેલા વેર અને પ્રણયની એક જબરજસ્ત થ્રીલર.
Buy NowShukra-Mangal | શુક્ર મંગળ
This is a book which keeps you glued with every page. This i...
Sannata Nu Sarnamu | સન્નાટાનું સરનામુંHere all the characters feel pity for themselves. They regret on their own bad-luck and misfortune. They are living with their own shortcomings by becoming one with them. Emptiness is their fate. Being unsuccessful their destiny! This is an aloof story of the feelings of women…the feelings which are coming out by knowing the demarcation line between ego and self-esteem.
અહીં બધાં જ પાત્રો પોતે જ પોતાની દયા ખાય છે... પોતાના દુર્ભાગ્ય પર અફસોસ કરે છે, પોતાના અભાવ સાથે એકાકાર થઈને જીવે છે. ખાલીપો એમનું ભાગ્ય છે, વિફળતા એમની નિયતિ! અહમ્ અને સ્વમાન વચ્ચેની ભેદરેખા ઓળંગીને બહાર નીકળી જતી સ્ત્રીનાં સંવેદનોની એક એકલવાયી કથા.
Buy NowSannata Nu Sarnamu | સન્નાટાનું સરનામું
Here all the characters feel pity for themselves. They regre...
Satya – Asatya | સત્ય-અસત્યThis is an emotional novel and distinctive novel, which first confuses and then solves Satyajit’s truths and fallacies…બિનજરૂરી રીતે ફક્ત શોખ માટે કે વાતને ટાળી જવા માટે જૂઠું બોલતો સત્યજીત... પ્રિયંકા અને આદિત્યની આ પ્રણયકથા સાવ જુદી રીતે આકાર પામે છે. કૃષ્ણએ મહાભારતમાં કહ્યું હતું, ‘મિથ્યા અને અસત્ય વચ્ચે તફાવત છે.’ સત્યજીતના સત્ય અને અસત્યને એકબીજા સાથે તાણાવાણામાં ગૂંથીને સર્જાતી એક આગવી સંવેદનશીલ નવલકથા
Satya – Asatya | સત્ય-અસત્ય
This is an emotional novel and distinctive novel, which firs...
Dariyo Ek Taras No | દરિયો એક તરસનોThere are very few novels written on the question of psychology in Gujarati language. Everyone has some extent of personality disorder. Dariyo Ek Taras No is a novel of districted – disordered – scattered personalities, one such jigsaw where so many pieces of jigsaws are lost. The empty space between our desires and the truth of relationships means Dariyo Ek Taras No.
માનસશાસ્ત્રના પ્રશ્નો પર નવલકથાઓ ગુજરાતી ભાષામાં ઓછી લખાઈ છે. ‘પર્સનાલીટી ડિસઓર્ડર’ ઓછાવત્તા અંશે બધામાં હોય છે. ‘દરિયો એક તરસનો’ વિક્ષિપ્ત-વિખંડિત-વિખરાયેલાં વ્યક્તિત્વોની એક એવી જીગ્સો છે જેના કેટલાક ટુકડાઓ ખોવાઈ ગયા છે. આપણી ઇચ્છા અને સંબંધના સત્ય વચ્ચેની ખાલી જગ્યા એટલે ‘દરિયો એક તરસનો’.
Buy NowDariyo Ek Taras No | દરિયો એક તરસનો
There are very few novels written on the question of psychol...
Lilun Sagapan Lohinun | લીલું સગપણ લોહીનુંShailaraj & Sikandar….one blood but no relation! A journey from enmity to affection….which takes turns one after other in which a beautiful story about human relations come alive. A novel which existed on the pages of Gujarati newspaper ‘Sandesh’ and loved by the readers.
શૈલરાજ અને સિકંદર... લોહી એક ને સગપણ કાંઈ નહીં! વેરમાંથી વહાલ સુધીના વિસ્તૃત પ્રવાસની વેદના એક પછી એક એવા વળાંક લે છે જેમાં માણસના માણસ સાથેના સંબંધની એક સુંદર વાર્તા સર્જાય છે. ‘સંદેશ’ના પાના ઉપર વાચકોની સાથે વહેતી રહેલી નવલકથા.
Buy NowLilun Sagapan Lohinun | લીલું સગપણ લોહીનું
Shailaraj & Sikandar….one blood but no relation! A jou...
Pot Potani Pankhar (Part 1 & 2)Karan…who wants to search his existence who is leaving between Anahita and Shivangi. In this search of existence, this trio is going on the way which is filled with questions, relations and truths….the confusions of all make them live together…an emotional novel of relationship which flows with the time.Pot Potani Pankhar (Part 1 & 2)
Karan…who wants to search his existence who is leaving bet...
Tara Vina Shaher Ma | તારા વિનાના શહેરમાંA journey of Radhika’s life who is running away from herself….there comes lots of stages in her journey….but the destination can’t be seen….an effort to achieve love can bring so much of pain? A novel which is praised by the readers of Mumbai Samachar.
જાતથી ભાગતી રાધિકાના પ્રવાસની એવી વાત જેમાં પડાવ તો અનેક આવે છે, પરંતુ મંઝિલ ક્યાંય મળતી નથી. પ્રેમ પામવાનો પ્રયત્ન ખરેખર આટલી બધી પીડા આપતો હશે? ‘મુંબઈ સમાચાર’ના વાચકોએ વખાણેલી નવલકથા.
Buy NowTara Vina Shaher Ma | તારા વિનાના શહેરમાં
A journey of Radhika’s life who is running away from herse...
Tran Pedhi Ni Kavita | ત્રણ પેઢીની કવિતાRecited by poetess Panna Nayak, Kaajal Oza Vaidya & Aesha Dadawala, these poems are full of lives. these poems are like bridge between loved ones & close ones.
કવયિત્રી પન્ના નાયક, કાજલ ઓઝા વૈદ્ય અને એશા દાદાવાલાના સ્વમુખે કાવ્ય પઠન.
Tran Pedhi Ni Kavita | ત્રણ પેઢીની કવિતા
Recited by poetess Panna Nayak, Kaajal Oza Vaidya & Aesh...
Prem Patro | પ્રેમપત્રોa personal dialogue read in public... Ankit Trivedi and Kaajal Oza voice the feelings of lovers separated over four decades trying to bridge the distance...
અહીં એક એવો અંગત સંવાદ જાહેરમાં વંચાયો છે, જે આપણા બધા માટે સાવ જાણીતો સંવાદ છે. બંધ આંખે કે ટોળાની વચ્ચે એકાદ ક્ષણ માટે એકલા પડીને આપણે બધાએ આ સંવાદ અનુભવ્યો છે. (અંકિત ત્રિવેદી અને કાજલ ઓઝા વૈદ્યના અવાજમાં આ પત્રો 40 વર્ષ સુધી એકબીજાથી દૂર રહેલા પ્રિયજનનું અનુસંધાન છે.)
Prem Patro | પ્રેમપત્રો
a personal dialogue read in public... Ankit Trivedi and Kaaj...
Tara Chahera Ni Lagolag | તારા ચહેરાની લગોલગin the effort to reach to each other, Aditya, Nisha & Aakash communicate only through letters… one stormy love triangle arising from the letters written to each other.
આદિત્ય, નીશા અને આકાશ એકબીજાંની સાથે ફક્ત પત્રોમાં વાત કરે છે... એકબીજા સુધી પહોંચવાના પ્રયાસમાં એક ન સમજાય તેવી અસમંજસતા સર્જાય છે. એકબીજાને લખાતા પત્રોમાંથી સર્જાતો એક ઝંઝાવાતી પ્રણયત્રિકોણ.
Tara Chahera Ni Lagolag | તારા ચહેરાની લગોલગ
in the effort to reach to each other, Aditya, Nisha & Aa...
Tane Zindagi! | તને, જિંદગી...letters written to dear life... There is a dialogue with our own self in these letters... 30 letters one for each day of the month...
જિંદગીને સંબોધીને લખાયેલા એવાં પત્રો જેમાં આપણાં સૌની જિંદગીને ક્યાંક ને ક્યાંક વણી લેવાઈ છે. સ્વયં સાથેનો સંવાદ છે આ પત્રોમાં. ‘હું’ને બદલે ‘અમે’ વાપર્યું છે એનું એકમાત્ર કારણ એ છે કે આ વાત ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે સહુને સ્પર્શે તેવી વાત છે. મહિનાના ત્રીસ દિવસના ત્રીસ પત્રોમાંથી કોઈ પણ એક પત્ર ખોલીને વાંચવામાં આવે તો એમાંથી એકાદ વાક્ય તો એવું મળી જ આવે, જેની સાથે વાંચનારનો અંગત સંબંધ સ્થપાઈ જાય.
Tane Zindagi! | તને, જિંદગી...
letters written to dear life... There is a dialogue with our...
Vahli Aastha | વ્હાલી આસ્થાThe letters written by a father to a daughter… an effort to express the changing shades of this relationship... these letters give voice to the feelings of a father’s heart.
પિતાએ પુત્રીને લખેલા પત્રો એક નાજુક સંબંધના બદલાતા રંગોને આલેખવાનો પ્રયાસ છે. સ્ત્રીલેખકે લખ્યા હોવા છતાં આ પત્રો એક પિતાના હૃદયની લાગણીઓને વર્ષોવર્ષ વાચા આપે છે. 7થી 25 વર્ષની ઉંમર સુધી પુત્રીને સંબોધીને લખાતા પિતાના આ પત્રોમાં દરેક પિતાએ પોતાની પુત્રીને કહેવાની વાતો છે.
Vahli Aastha | વ્હાલી આસ્થા
The letters written by a father to a daughter… an effort t...
Priya Naman | પ્રિય નમનThe letters between a husband and wife starting from their first marriage anniversary till the 25th
લગ્નની પહેલી એનીવર્સરીથી પચ્ચીસમી એનીવર્સરી સુધી પતિ-પત્નીના એકબીજાને લખાતા રહેલા પત્રો. જે સંબંધોનાં સત્યોથી શરૂ કરીને અપેક્ષાઓની પીડા સુધી વિસ્તરે છે. લાગણીઓના એવા તાણાવાણા જેમાં દરેક વાચક પોતાના લગ્નજીવનનું પ્રતિબિંબ તો નિહાળી જ શકશે, પરંતુ ક્યાંક પોતાને પ્રશ્નો પૂછીને પરિસ્થિતિ સુધારી શકશે તો ક્યાંક સંવેદનાઓના પ્રવાહમાં વહેતાં વહેતાં પોતાનાં વીતેલાં વર્ષોમાં ભીંજાશે પણ ખરાં
Priya Naman | પ્રિય નમન
The letters between a husband and wife starting from their f...
Love | પ્રેમphoto-book compiled in three different languages… a perfect gift...
ત્રણ ભાષામાં સંકલિત કરાયેલી સર્વપ્રથમ ફોટો બુક. પરિકલ્પના અને સંકલન દ્વારા દૃશ્ય અને શબ્દને નજીક લાવી જીવનના વિવિધ વિષયોને એકબીજા સાથે સાંકળતી ભેટ આપવા લાયક ઉત્તમ પુસ્તિકાઓ.
Love | પ્રેમ
photo-book compiled in three different languages… a perfec...
Premni Paanch Bhasha | પ્રેમની પાંચ ભાષાDr Gary Chapman’s world’s bestseller ‘The 5 Love Languages’ …a true way to tell your loved ones tale of your heart…
ડૉ. ગેરી ચૅપમૅનના વર્લ્ડ બેસ્ટ સેલર ‘ફાઇવ લવ લેંગ્વેજીસ’નો અનુવાદ. તમારા પ્રિયજનને હૃદયની વાત કહેવાનો સાચો અને સરળ રસ્તો.
Premni Paanch Bhasha | પ્રેમની પાંચ ભાષા
Dr Gary Chapman’s world’s bestseller ‘The 5 Love Langu...
Jeevansathi | જીવનસાથીtranslation of Shobha De’s best-seller ‘Spouse’ - a beautiful book written on marital relationship. A must read for those wanting to keep romance alive in their marriage.
શોભા ડેના બેસ્ટ સેલર ‘સ્પાઉસ’નો અનુવાદ. લગ્નસંબંધો ઉપર લખાયેલું સુંદર પુસ્તક. આ પુસ્તક એવા લોકો માટે છે જે લગ્નના નશાને જીવનભર સાચવી રાખવા માંગે છે.
Jeevansathi | જીવનસાથી
translation of Shobha De’s best-seller ‘Spouse’ - a be...
I Love You | આઈ લવ યુThis book is not a magic wand but lists equations born out of experiences which can give your marriage little fertiliser, little water and little sunlight.
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે એનાં લગ્ન આદર્શ હોય. ભાંગી ગયેલા, તૂટી ગયેલા લાગતા, મૃત:પ્રાય થઈ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઈ શકે છે. જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડા સમાધાનની. આ પુસ્તક જાદુની લાકડી નથી. અનુભવમાંથી જન્મેલાં સાદાં સમીકરણો છે જે લગ્નને થોડું ખાતર, થોડું પાણી, થોડો તડકો જરૂર પૂરો પાડી શકશે.
I Love You | આઈ લવ યુ
This book is not a magic wand but lists equations born out o...
Ekbijane Gamta Rahiye | એકબીજાને ગમતાં રહીએfirst ever collection of articles in Gujarati which discussing love and marriage in a different way...‘સંદેશ’નાં પાનાં ઉપર ‘સંબંધોનાં સમીકરણ’ નામે ઉકેલાતી રહેલી સમસ્યાઓનો એક એવો સંગ્રહ, જે સુખી થવાની નાની નાની ફોર્મ્યુલાઝ તમારા સુધી લઈને આવે છે. ગુજરાતી ભાષામાં પ્રેમ અને પરિણયની છણાવટ કરતો પહેલો મૌલિક લેખસંગ્રહ.
Buy NowEkbijane Gamta Rahiye | એકબીજાને ગમતાં રહીએ
first ever collection of articles in Gujarati which discussi...
Get Well Soon | ગેટ વેલ સૂનThis is a simple formula which can be useful to all young & old, to improve the relations, to make life more interesting. There is an questionnaire with every chapter, the honest answers to it will take you towards the new light.
મન સાથે જોડાયેલી કેટલીક સર્વસામાન્ય સમસ્યાઓ વિશેના લેખો. મોટા ભાગના સહુ જે વાતને જાણે છે, પણ સમજી શકતા નથી એવી સાદી વાતોની સમજણપૂર્વક કરાયેલી છણાવટ. નાના-મોટા સહુને ઉપયોગી નીવડે તેવી, સંબંધો સુધારવાની, જિંદગીને વધુ રસપ્રદ બનાવવાની સાવ સરળ ફોર્મ્યુલા. દરેક પ્રકરણ સાથે એક એવું પ્રશ્નપત્ર જેના પ્રામાણિક જવાબો તમને એક નવા અજવાળા સાથે જોડી દેશે.
Get Well Soon | ગેટ વેલ સૂન
This is a simple formula which can be useful to all young &a...
Man Minus Thi Plus | મન — માઇનસથી પ્લસIt’s important to come out of the list of expectation and understand the relation. To help you make the list of complaints smaller, here is a collection of some simple and useful small things that you are easy to adopt.
લાગણીનાં બંધનોમાં બંધાતા પહેલાં કે સંબંધમાં પ્રવેશતા પહેલાં સમજવાં જ જોઈએ એવાં કેટલાંક સત્યોની નાનકડી હેન્ડબુક! અપેક્ષાઓના લિસ્ટની બહાર નીકળીને સંબંધને સમજવાની, ફરિયાદોના લિસ્ટને ટૂંકું કરવા માટેની સાવ સરળ, છતાં ખૂબ જ ઉપયોગી એવી નાની નાની વાતોનો એવો સંગ્રહ જે આપણે બધા જ જાણીએ છીએ; જરૂર છે તો માત્ર એને ઓળખીને આવકારવાની.
Man Minus Thi Plus | મન — માઇનસથી પ્લસ
It’s important to come out of the list of expectation and ...
Searchlight | સર્ચલાઇટThese articles are ‘Food for Thoughts’આ લેખો અણસમજમાંથી પ્રગટેલી એક એવી સમજ છે, જે કદાચ કોઈના અંધરાઈ રહેલા રસ્તાઓ ઉપર પ્રકાશ પાથરીને એમને દિશા બતાવી શકે. આ લેખો ‘ફૂડ ફોર થોટ’ છે, વિચાર માટેનું અમૂલ્ય ભાથું...
Buy NowSearchlight | સર્ચલાઇટ
These articles are ‘Food for Thoughts’
Perfect Husband | પરફેક્ટ હસબન્ડTwo Gujarati plays: 'Perfect Husband' & 'Vaat Ek Raatni'
પરફેક્ટ હસબનડ... વાત એક રાતની... ગુજરાતી ભાષાનાં બે એવાં નાટકો, જે રંગમંચ પર ધૂમ મચાવી ચૂક્યાં છે.
Perfect Husband | પરફેક્ટ હસબન્ડ
Two Gujarati plays: 'Perfect Husband' & 'Vaat Ek Raatni'
Sheshyatra | શેષયાત્રાThe first and solitary poetry collection chiefly voicing women's feelings
એકમાત્ર કવિતાસંગ્રહ, જે મનની પીડામાંથી ઉદ્ભવતી સ્ત્રી-સંવેદનાની કવિતાઓને ઉજાગર કરે છે.
Sheshyatra | શેષયાત્રા
The first and solitary poetry collection chiefly voicing wom...
Kaajal Oza Vaidya’s Stories | કાજલ ઓઝા વૈદ્યની વાર્તાઓshort stories of different type and different voice!
આ ટૂંકી વાર્તાઓનો બીજો સંગ્રહ છે. ત્રણ લઘુનવલ અને બીજી ટૂંકી વાર્તાઓ સાથે આ સંગ્રહમાં જુદા પ્રકારની, જુદા અવાજની ટૂંકી વાર્તાઓ સંકલિત કરવામાં આવી છે.
Buy NowKaajal Oza Vaidya’s Stories | કાજલ ઓઝા વૈદ્યની વાર્તાઓ
short stories of different type and different voice!
Sambandh... To Aakash! | સંબંધ... તો આકાશ!short stories revolving around man-woman relationships
સ્ત્રી-પુરુષના સંબંધોને આવરી લેતી બાર ટૂંકી વાર્તાઓ, જેમાં મા-દીકરાથી શરૂ કરીને લગ્નેતર સંબંધ સુધીના આકાશને કલમથી આંબવાનો એક સંનિષ્ઠ પ્રયાસ પ્રત્યેક વાર્તામાં વિસ્તરે છે.
Buy NowSambandh... To Aakash! | સંબંધ... તો આકાશ!
short stories revolving around man-woman relationships
Ek Saanj Na Sarname | એક સાંજને સરનામેA story of love with the setting sun…and effort to write a definition of love in a new perspective. The emotions of women from different places and their sentiments….with these sentiments a new eras story is woven in vivid shades.
આથમતી સંધ્યાએ પાંગરતા પ્રણયની એક એવી વાત, જેમાં પ્રેમની વ્યાખ્યા નવેસરથી લખવાનો પ્રયાસ છે. અનેક જુદાં સ્થળ અને સંવેદનોમાં જીવતી સ્ત્રીઓના મનોભાવોના તાણાવાણા ગૂંથીને બનાવેલું એક ભાતીગળ પોત એટલે નવા સમયની નવલકથા.
Buy NowEk Saanj Na Sarname | એક સાંજને સરનામે
A story of love with the setting sun…and effort to write a...
Parijat Nu Parodh | પારિજાતનું પરોઢA story of such a human being who is sitting on a thorn of religion, who is trying to change the basic definition of religion from the roots. ‘Religion is love or love is only religion?’ A story of two lovers from different religions who ask this questions to everyone
ધર્મની ગાદી પર બેઠેલા એક એવા માણસની કથા જે ધર્મની વ્યાખ્યા ધરમૂળથી બદલવા માગે છે. ‘ધર્મ પ્રેમ છે કે પ્રેમ જ ધર્મ?’ એ સવાલ સૌને પૂછતી એક વિધર્મી પ્રેમીઓની સ્વધર્મ કથા.
Buy NowParijat Nu Parodh | પારિજાતનું પરોઢ
A story of such a human being who is sitting on a thorn of r...
Chal (Part 1 -2) | છલNiyati & Revati – an interesting story of lookalike twin sisters and their contrast lives.
નિયતિ અને રેવતી... એક જેવી દેખાતી બે ટ્વીન બહેનોની તદ્દન જુદી જિંદગીની રસપ્રદ વાર્તા.
Buy NowChal (Part 1 -2) | છલ
Niyati & Revati – an interesting story of lookalike tw...
Maun Raag | મૌન રાગAnjali is her own prisoner! Anjali and her agony….Annirudh & Akhsay walking along side, a story which spreads from the married life to the relationship of past.
અંજલિ પોતે જ પોતાની કેદી છે! અંજલિ અને એની આ પીડા... સાથે સાથે વહેતા અનિરુદ્ધ અને અક્ષયની બંધ હોઠોમાં કહેવાતી લગ્નજીવનથી લંબાઈને ભૂતકાળના પ્રેમસંબંધ સુધી ફેલાતી વ્યથા-કથા.
Buy NowMaun Raag | મૌન રાગ
Anjali is her own prisoner! Anjali and her agony….Annirudh...
Madhyabindu | મધ્યબિંદુAn emotional story of a woman’s love who lives two lives between husband and lover. A true dialogue which comes straight from heart. The first bold Guajarati novel which touched deeply the readers of Guajarati newspaper ‘Divyabhaskar.’
જે સ્ત્રીને પતિ અને પ્રેમીની વચ્ચે બે જિંદગી જીવતાં આવડે છે એવી સ્ત્રીના પ્રણયની સંવેદનશીલ અને છતાં હૃદયમાંથી નીકળતી સાચી વાત. ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને સ્પર્શી ગયેલી પહેલી બોલ્ડ ગુજરાતી નવલકથા.
Buy NowMadhyabindu | મધ્યબિંદુ
An emotional story of a woman’s love who lives two lives b...
Yog Viyog (Part 1 – 2 - 3) | યોગ-વિયોગ‘Yog-Viyog’ is a story which detangles confused weaves of relationships. An astonishing novel which kept the readers glued till 76th chapter on the pages of forth night magazine ‘Chitralekha’. Two editions in Gujarati in a very short span of time.
ચાર સંતાન અને પચ્ચીસ લાંબાં એકલતાનાં વર્ષો... આ કોઈ ફિલ્મની વાર્તા કે નવલકથા નથી, જિંદગી છે, ઝેર જેવી કડવી અને સોયની જેમ પેસી જાય એવી તીણી... સંબંધોના તાણાવાણા ગૂંથતી, ઉકેલતી... ઘૂંચવાતી અને ફરી ઉકેલતી એક લાગણીભીની સંવેદન કથા.
Buy NowYog Viyog (Part 1 – 2 - 3) | યોગ-વિયોગ
‘Yog-Viyog’ is a story which detangles confused weaves o...
Krishnayaan | કૃષ્ણાયનThree women of Lord Krishna’s life… Radha, Rukmini and Draupadi – Lover, Wife and Friend… a dialogue straight from the heart with the god who lived life being human. Originally written in Gujarati and translated in English, Hindi & Marathi. In Gujarati the novel’s five editions came out just in three years.કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ. રાધા, રુક્મિણી અને દ્રૌપદી — પ્રેયસી, પત્ની અને મિત્ર... માણસ થઈને જીવી ગયેલા ઈશ્વર સાથે પોતાના મનની વાત કરે છે. અંગ્રેજી, મરાઠી, હિન્દી ભાષામાં અનુવાદિત અને ગુજરાતીમાં પાંચ વર્ષમાં અગિયાર આવૃત્તિ જીવી ચૂકેલી ધબકતી નવલકથા.
Buy NowKrishnayaan | કૃષ્ણાયન
Three women of Lord Krishna’s life… Radha, Rukmini and ...
જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સત્ય તો નજીક આવવાનું જ નથી. અહંકાર હઠાવી નહીં શકાય, માત્ર સરળતા પ્રગટ કરવાની છે અને સ્વીકાર કેળવવાનો છે. સ્વીકાર, એ બાબતનો કે આકાશ બીજાની બારીમાંથી પણ દેખાય છે… અને તમારું આકાશ જોવાની આવડત એનામાં ન પણ હોય, અને સરળતા આવશે, સ્વીકાર આવશે એટલે સત્ય તો સાથે જ આવશે આવો મારો અનુભવ છે.
Other Works
- All
- KAAJAL ... THE SCRIPT WRITER
- KAAJAL ... THE ACTRESS
-
Script-WriterKaajal started her writing carrier with renowned actor-director Shafi Inamdar, her debut script was 'GURU BRAHMA' - a play in Gujarati. She has given a number of popular plays on her plate after that. 'PERFECT HUSBAND" was performed in Hindi and English almost all over the world starring Suraj Thaper and Poonam Dhhillon. Her recent play 'SILVER JUBILEE"was well appreciated in USA and UK. Her soap 'EK DAAL NA PANKHI" on DD ran for more than 1700 episodes. Kaajal has also written scripts for many Hindi and Gujarati tv shows. Cinema and tv films written by kaajal have been very popular and well received by viewers. Kaajal teaches creative writing as a visiting faculty with Gujarat university and other colleges.
Script-Writer
Kaajal started her writing carrier with renowned actor-direc...
-
ActressIn the initial days of her carrier Kaajal worked in a couple of plays in Mumbai and Ahmedabad. She is a fine actress and has also worked in some of the popular television serials like "Ek Daal na Pankhi" and "Sagpan Ek Ukhanu". Recently she traveled in USA with as a lead actress in a play 'SILVER JUBILEE'. She also happens to the the author for the same. Kaajal has won best actress award in south-east Asia film festival. She has done quite a few ads and ramps... Kaajal does relish acting or modelling as a part of her work but writing is and has always been her first love!
Actress
In the initial days of her carrier Kaajal worked in a couple...
સપનાં ક્યારેય કોઈની સરખામણીથી નથી પેદાં થતાં. સપનાં હંમેશાં માણસની ભીતર જીવતા કોઈ એવા પ્રદેશની પેદાશ છે, જ્યાં બીજા કોઈને પ્રવેશવાની છૂટ નથી હોતી.
Store
- All
- MUGS
- EBOOKS
-
Searchlight | સર્ચલાઇટ
Buy this eBook on e-Shabda now…...
-
Dariyo Ek Tarasno | દરિયો એક તરસનો
Buy this eBook on e-Shabda now…...
-
Purna-Apurna | પૂર્ણ-અપૂર્ણ
Buy this eBook on e-Shabda now…...
-
Shukra-Mangal | શુક્ર મંગળ
Buy this eBook on e-Shabda now…...
-
Maun Raag | મૌન રાગ
Buy this eBook on e-Shabda now…...
-
Dhummasne Pele Par | ધુમ્મસને પેલે પાર
Buy this eBook on e-Shabda now…...
-
Mari Mummy Mara Pappa... | મારી મમ્મી, મારા પપ્પા...
Buy this eBook on e-Shabda now…...
-
Sannatanu Sarnamu | સન્નાટાનું સરનામું
Buy this eBook on e-Shabda now…...
-
Madhyabindu | મધ્યબિંદુ
Buy this eBook on e-Shabda now…...
-
Sambandh. . . To Aakash! | સંબંધ. . . તો આકાશ!
Buy this eBook on e-Shabda now…...
-
Parijatnu Parodh | પારિજાતનું પરોઢ
Buy this eBook on e-Shabda now…...
-
Kaajal Oza Vaidya ni Vartao | કાજલ ઓઝા વૈદ્યની વાર્તાઓ
Buy this eBook on e-Shabda now…...
-
TARA VINANA SAHERMA | તારા વિનાના શહેરમાં
Buy this eBook on e-Shabda now…...
-
Lilun Sagapan Lohinun | લીલું સગપણ લોહીનું
Buy this eBook on e-Shabda now…...
-
Ek Sanjne Sarname | એક સાંજને સરનામે
Buy this eBook on e-Shabda now…...
-
Kaajal Oza Vaidya 12 Novels
Buy this eBook on e-Shabda now…...
-
Chhal | છલ
Buy this eBook on e-Shabda now…...
-
Vahli Mummy! Vahla Pappa!
Buy this eBook on e-Shabda now…...
-
Yog-Viyog | યોગ-વિયોગ
Buy this eBook on e-Shabda now…...
-
Krishnaayan | કૃષ્ણાયન
Buy this eBook on e-Shabda now…...
-
Draupadi | દ્રૌપદી
Buy this eBook on e-Shabda now…...
-
Blue Book 2 | બ્લ્યૂ બુક ૨
Buy this eBook on e-Shabda now…...
-
Blue Book 1 | બ્લ્યૂ બુક ૧
Buy this eBook on e-Shabda now…...
-
Kaajal Oza Vaidya eBooks
Buy this eBook on e-Shabda now…...
-
Sukh Ekbijanu eBook | સુખ એકબીજાનું
Buy this eBook on e-Shabda now…...
-
Sneh Ek Bijano eBook | સ્નેહ એકબીજાનો
Buy this eBook on e-Shabda now…...
-
Shradhdhha Ekbijani | શ્રદ્ધા એકબીજાની...
Buy this eBook on e-Shabda now…...
-
Searchlight eBook | સર્ચલાઇટ
Buy this eBook on e-Shabda now…...
-
Saath Ek Bijano eBook | સાથ એકબીજાનો...
Buy this eBook on e-Shabda now…...
-
Sangath Ekbijano eBook | સંગાથ એકબીજાનો
Buy this eBook on e-Shabda now…...
-
Samjan Ek Bijani eBook | સમજણ એકબીજાની...
Buy this eBook on e-Shabda now…...
-
Mausam Ek Bijani eBook | મોસમ એકબીજાની...
Buy this eBook on e-Shabda now…...
-
Marji Ekbijani eBook | મરજી એકબીજાની
Buy this eBook on e-Shabda now…...
-
Ekbijane Gamta Rahiye eBook | એકબીજાને ગમતાં રહીએ
Buy this eBook on e-Shabda now…...
-
Satya Ekbijanu eBook | સત્ય એકબીજાનું
Buy this eBook on e-Shabda now…...
આ આપણી સંસ્કૃતિની એક બહુ નવાઈની વાત છે કે જમાઈને સાચા અર્થમાં દીકરો ગણનાર ઘણાં કુટુંબો મળી આવશે, પરંતુ પુત્રવધૂને સાચા અર્થમાં દીકરી ગણનાર ઘણાં ઓછાં કુટુંબ જોવા મળે છે.
Gallery
- All
- IMAGES
- VIDEOS
પૃથ્વી પર જ્યાં ઊભા રહીએ ત્યાં બધેથી આકાશ દેખાય છે… પણ આપણે જે બારીમાંથી જોઈએ એટલી જ બારીમાંથી દેખાતો ટુકડો ‘આપણું આકાશ’ બની જાય છે.
Contact Us
- Phone079 26767334
- Add 308, Super Plaza, Nr. ‘Sandesh’ Press, Vastrapur,
Ahmedabad-380 015 Gujarat State - E-mailkaajalozavaidya@gmail.com