થોડા વખત પહેલાં અભિયાનના સંસ્થાપક અવિનાશ પારેખે અનેક પ્રસિધ્ધ અને લોકપ્રિય
વ્યક્તિઓને આમંત્રિત કર્યાં હતા, એમણે એક વક્તવ્યની સીરિઝ કરેલી જેનો વિષય હતો ‘જો આ મારું
છેલ્લું ભાષણ હોય તો…’
આવતીકાલે, 30 જાન્યુઆરી છે. મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન. દિલ્હીમાં પ્રાર્થના સભામાં
જતી વખતે એમને નથ્થુરામ ગોડસેએ ગોળી મારી. બાપુ આપણને છોડી ગયા, એટલે એ દિવસે
એમનું ભાષણ ન થયું, પરંતુ આગલી સાંજે 29 જાન્યુઆરીએ, એ જ સ્થળે એમણે પોતાનું અંતિમ
ભાષણ આપ્યું હતું.
શું હતું એ ભાષણ? ‘નવજીવન’ પ્રકાશનના પુસ્તક ‘દિલ્હીમાં ગાંધીજી’ના બીજા ભાગમાં
મનુબહેન ગાંધીની નોંધ ઉપરથી આપણને આ ભાષણની વિગતો મળી છે. ભાષણ તો ઘણું મોટું છે,
પરંતુ આવતીકાલે જ્યારે ગાંધીજીના નિર્વાણને 74 વર્ષ પૂરાં થાય છે ત્યારે આગલી સાંજના એમના
એ અંતિમ ભાષણના કેટલાક અંશ વાગોળીએ.
ભાઈયો ઔર બહનો-
કહનેકી ચીજેં તો કાફી પડી હૈં. મગર આજકે લિયે 6 ચુની હૈં. 15 મિનિટમેં જિતના કહ
સકૂંગા કહૂંગા. દેખતા હૂં કિ મુઝે યહાં આનેમેં થોડી દેર હો ગઈ હૈ. વહ હોની નહીં ચાહિયે થી.
“સુશીલાબહેન બહાવલપુર ગઈ હૈ, ઉસ બારેમેં થોડી ગૈરસમઝ હો ગઈ હૈ. વહ વહાંકે દુઃખી લોગોંકો
દેખને ગઈ હૈ. દૂસરા કોઈ અધિકાર તો હૈં નહીં, ન હો સકતા થા. ફ્રેન્ડ્સ સર્વિસકે લેસલી ક્રોસ સાહબકે સાથ વહ
ગઈ હૈ. મૈંને ફ્રેન્ડ્સ યુનિટમેંસે કિસીકો ભેજનેકા સોચા થા, તાકિ વહ વહાંકે લોગોંકો દેખે, મિલે ઔર મુઝે હાલત
બતા દે. ઉસ સમય સુશીલાબહનકે જાનેકી બાત નહીં થી. લેકિન જબ ઉસને સુના કિ વહાં પર સૈકડોં આદમી
બીમાર પડે હૈં તબ ઉસને સુના કિ વહાં જાઊં ક્યા? મુઝે બહુત અચ્છા લગા. વહ આખિર કુશલ ડૉક્ટર
હૈ.”
“અભી બન્નુકે કુછ ભાઈ-બહન મેરે પાસ આ ગયે થે. શાયદ ચાલીસ આદમી થે. વે પરેશાન
તો થે મગર ઐસી હાલત નહીં થી કિ ચલ ન સકે હોં. કિસીકી અંગુલીમેં ઘાવ લગે થે, કહીં કુછ થા
કહીં કુછ થા, ઐસે થે. મૈંને તો ઈનકા દર્શન હી કિયા ઔર કહા કિ જો કુછ કહના હો બ્રજકૃષ્ણજીસે
કહ દેં. લેકિન ઈતના સમઝ લેં કિ મૈં ઉન્હેં ભૂલા નહીં હૂં. વે સબ ભલે આદમી થે. ઉનકા ગુસ્સેસે ભરા
હોના સ્વાભાવિક થા, મગર વે મેરી બાત માન ગયે. એક આદમી થે, વે શરણાર્થી થે યા કૌન થે, મૈંને
પૂછા નહીં. ઉન્હોંને કહા, ‘તુમને બહુત ખરાબી કર દી હૈ. ક્યા ઔર કરતે હી જાઓગે? ઈસસે બેહતર
હૈ કિ જાઓ. બડે મહાત્મા હો તો ક્યા હુઆ? હમારા કામ તો બિગાડતે હી હો. તુમ હમેં છોડ દો,
હમેં ભૂલ જાઓ, ભાગો.’ મૈંને પૂછા, કહાં જાઊં? પીછે ઉન્હોંને કહા, ‘હિમાલય જાઓ.’ તો મૈંને ડાટા.
વે મેરે જિતને બુજુર્ગ નહીં, વૈસે તો બુજુર્ગ હૈ. તગડેહૈ, મેરે જૈસે પાંચ સાત આદમિયોંકો ચટ કર
સકતે હૈં. મૈં તો મહાત્મા રહા, કમજોર શરીર-ઘબરાહટમેં પડ જાઊં તો મેરા ક્યા હાલ હોગા? તો મૈંને
હંસકર કહા, ક્યા મૈં આપકે કહનેસે જાઊં? કિસકી બાત સુનૂં? કોઈ કહતા હૈ, યહીં રહો, કોઈ કહતા
હૈ, જાઓ. કોઈ ડાંટતા હૈ, ગાલી દેતા હૈ, કોઈ તારીફ કરતા હૈ. તો મૈં ક્યા કરું? ઈશ્વર જો હુકમ
કરતા હૈ વહી મૈં કરતા હૂં. આપ કહ સકતે હૈં, આપ ઈશ્વરકો નહીં માનતે. તો કમ સે કમ ઈતના તો
કરેં કિ મુઝે અપને દિલકે અનુસાર કરને દેં. આપ કહ સકતે હૈં કિ ઈશ્વર તો હમ હૈં તબ પરમેશ્વર કહાં
જાયેગા? ઈશ્વર તો એક હૈં. હાં, યહ ઠીક હૈ કિ પંચ પરમેશ્વર હૈ, મગર યહ પંચકા સવાલ નહીં.
દુઃખીકા બેલી પરમેશ્વર હૈ. લેકિન દુઃખી ખુદ પરમાત્મા નહીં. જબ મૈં દાવા કરતા હૂ કિ હરએક સ્ત્રી
મેરી સગી બહન હૈ, લડકી હૈ, તબ ઉનકા દુઃખ મેરા દુઃખ હૈ. આપ ક્યોં માનતે હૈં કિ મૈં આપકા દુઃખ
નહીં જાનતા? આપકે દુઃખમેં હિસ્સા નહીં લેતા? હિન્દુઓ ઔર સિખોંકા મૈં દુશ્મન હૂં ઔર
મુસલમાનોંકા દોસ્ત હૂં? ઉસ ભાઈને મુઝે સાફ સાફ કહ દિયા. કોઈ ગાલી દેકર લિખતે હૈં, કી વિવેકસે
લિખતે હૈં કિ હમેં છોડ દો, ચાહે હમ જહન્નમમે જાયે. તુમકો હમારી ક્યા પડી હૈ? તુમ ભાગો. લેકિન
મૈં કિસીકે કહનેસે કૈસે ભાગ સકતા હૂં? કિસીકે કહનેસે મૈં ખિદમતગાર નહીં બના. કિસીકે કહનેસે
મિટ નહીં સકતા. ઈશ્વરકી ઈચ્છાસે મૈં જો બના હૂં, બના હૂં. ઈશ્વરકો જો કરના હોગા કરેગા.
ઈશ્વર ચાહે તો મુઝે માર સકતા હૈ. મૈં સમઝતા હૂં કિ મૈં ઈશ્વરકી બાત માનતા હૂં. મૈં હિમાલય ક્યોં
નહીં જાતા? વહાં રહના તો મુઝે પસંદ પડેગા. ઐસા નહીં કિ મુઝે વહાં ખાના પીના ઓઢના નહીં
મિલેગા-વહાં જાકર શાંતિ મિલેગી. મગર મૈં અશાંતિમેંસે શાંતિ ચાહતા હૂં. નહીં તો ઉસ અશાંતિમેં મર
જાના ચાહતા હૂં. મેરા હિમાલય યહાં હૈ. આપ સબ હિમાલય ચલેં તો મુઝકો ભી અપને સાથ લેતે
ચલેં.”
માણસને ખબર નથી હોતી, કે એ ક્યારે આ જગત છોડી જશે… 30મીએ સાંજે ચાર વાગ્યે
વલ્લભભાઈ પટેલ પોતાની પુત્રી મણિબહેન સાથે ગાંધીજીને મળવા પહોંચ્યા અને સાંજે પાંચ વાગ્યા
સુધી એ બાપુની સાથે જ હતા.
બીજી તરફ, સવા ચાર વાગ્યે ગોડસે અને એના સાથીઓ કોનોટ પ્લેસ માટે એક ઘોડાગાડી
ભાડે કરી, ત્યાંથી બીજી ઘોડાગાડી કરી અને બિરલા હાઉસથી થોડેક દૂર ઉતરી ગયા…
ગાંધીજીએ સાંજે બકરીનું દૂધ, કાચી ગાજર, બાફેલા શાક અને સંતરા ખાધા. નથ્થુરામ
ગોડસેએ મગફળી ખાધી…
એ સાંજે પ્રાર્થના શરૂ થાય એ પહેલાં ત્રણ ગોળીઓ મોહનદાસ કરમચંદ ગાંધીના શરીરની
આરપાર નીકળી ગઈ, આ દેશના એક એવા નેતાના પ્રાણ લઈને… જેને કારણે આપણે આઝાદીનો
અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ.