મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી તો મધ્ય પ્રદેશમાં બે નાના બાળકોનેપેશાબ પીવાની અને પેટ્રોલના ઈન્જેક્શન આપવાની ઘટના સામે આવી. દોઢ વર્ષની બાળકી પરબળાત્કાર કરનારને ફાંસીની સજા થઈ તો ટ્રેનમાં નિર્દોષ પ્રવાસીને ગોળી મારીને એની હત્યા કરવાનોકિસ્સો ચર્ચાએ ચડ્યો છે… ટૂંકમાં, માણસ જાણે ધીમે ધીમે પોતાની સંવેદના ખોઈને કોઈ અસુર કેરાક્ષસની જેમ વર્તવા માંડ્યો છે. […]
Author Archives: kaajal Oza Vaidya
મરીઝ સાહેબનો આ શે’ર જિંદગીની એક એવી ફિલોસોફી છે જે આપણને સૌને જીવવાનો એકજુદો જ અભિગમ-પર્સપેક્ટિવ કે વિચાર આપે છે. મોટાભાગના લોકોને દુનિયાની બહુ પરવાહ હોય છે.‘લોકો શું કહેશે’ એ વિચારી વિચારીને મોટાભાગના લોકો પોતાના વાણી, વર્તન અને વ્યવહાર સતત ચેકકર્યા કરે છે. મજાની વાત એ છે કે, આપણે ગમે તેટલા પરફેક્ટ રહેવાનો પ્રયત્ન કરીએ […]
અવિનાશકુમારને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, શ્યામા સીધી દિલબાગ સુધી પહોંચી જશે. અહીંથી દિલબાગનાબે માણસો મુરલી અને શાનીની સાથે શ્યામાએ નાર્વેકરની મદદ લઈને દિલબાગના ફોન પર આવેલા છેલ્લા ફોનને ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો. અવિનાશકુમારે પસંદ કરેલા લોકલ માણસો કદાચ એટલા સ્માર્ટ નહોતા એટલે સીમકાર્ડ તોડીને ફેંકવાને બદલે એમણે એ ફોન ચાલુ રાખ્યો. નાર્વેકર માટે આટલું જ […]
મારી તબિયત હવે અવારનવાર કથળતી રહે છે. આંખે મોતિયો આવ્યો છે. ક્ષય જેવીજીવલેણ બીમારીમાંથી મહાપરિશ્રમે, મારી પત્ની અને પરિવારની લાજવાબ સેવાને પ્રતાપે બેઠો થયોછું. મરવા વાંકે જીવી રહ્યો છું. અત્યારે 72મું ચાલે છે. જીવનમાં એક કરતાં પણ અધિક બહુમાન પામ્યો છું,મને તો એમ કે હું મૃત્યુંજય વરદાન પામ્યો છું,વિચારું છું – છતાં એકાન્તમાં તો એમ […]
નામઃ સુધા ચંદ્રનસ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈસમયઃ 2023ઉંમરઃ 57 વર્ષ હજી હમણાં જ શુટિંગમાંથી પાછી ફરી છું… મેક-અપ ઉતારતા અરીસામાં જોયું ત્યારે જાણેવિતેલા દિવસોનો એક પ્રવાસ મારી નજર સામેથી પસાર થઈ ગયો. લગભગ રોજ આવું થાય છે,મોડી રાત્રે નાયગાંવ કે ફિલ્મ સિટીના સ્ટુડિયોથી પાછી ફરતી હોઉં ત્યારે મુંબઈનો ટ્રાફિક અને રોજબદલાઈ જતું આ શહેર જોઈને […]
હાઈવે પરના ઢાબામાં બેઠેલો દિલબાગ થોડી વાર તો નાના બાળકની જેમ રડતો રહ્યો. એ પછી એણે એનાલોકલ કોન્ટેક્ટ્સને ફોન કરવાનું શરૂ કર્યું. પાંચ-છ ફોનમાં દિલબાગને સમજાઈ ગયું કે, એના પોતાના એવા માણસોજેને દિલબાગ વિશ્વાસુ, જાંનિસાર માનતો હતો એ લોકો પણ રાહુલ તાવડે પાસે પૈસા લઈને વેચાઈ ચૂક્યા હતા.કોઈકે મા બિમાર હોવાનું બહાનું કાઢ્યું તો કોઈકે […]
‘જૂન 3, 1897… હવે આ સંબંધ મારા પત્રોમાં પડઘાશે. હંમેશાં સંભળાતો રહ્યો છે તેમ ક્યારેકસ્પષ્ટ, સૌ સાંભળી શકે તેમ અને ક્યારેક ધીમી સરગોશીની જેમ, માત્ર તું જ સાંભળી શકે એ રીતે! હવે આસંબંધ જુદો છે. મારા તમામ ગીતોમાં, મારા શબ્દોમાં અને એ શબ્દોની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં હવે તુંડોકાય છે. હું પળેપળ પ્રતીક્ષા કરું છું […]
નામઃ જૉન ઓફ આર્કસ્થળઃ રૂઆન, ફ્રાંસસમયઃ 24 મે, 1431ઉંમરઃ 19 વર્ષ ફ્રાંસ, મારો દેશ, મારું વતન, મારી જન્મભૂમિ… મેં મારા દેશની સ્વતંત્રતા માટે જીવજોખમમાં મૂક્યો. આટલો રક્તપાત કર્યો. મરણિયા પ્રયાસ કરીને ચાર્લ્સ સાતમાને પાટવી કુંવરમાંથીકિંગ ઓફ ફ્રાંસ બનાવ્યા. મારે બદલામાં કંઈ જ નહોતું જોતું. મારા દેશની સ્વતંત્રતા અને મારીજન્મભૂમિની મુક્તિ એ જ મારે માટે કોઈપણ […]
કેન્દ્રિય ગૃહ વિભાગે સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સ્વીકાર્યું છે કે, રાજ્યમાં દરવર્ષે લગભગ 1500થી વધુ છોકરીઓ લાપતા થાય છે જે 18 વર્ષથી નાની છે. ગુજરાતમાં 2017માં1528, 2018માં 1680, 2019માં 1403, 2020માં 1345 અને 2021માં 1474 છોકરીઓગૂમ થઈ હતી. આ સત્તાવાર રીતે નોંધાયેલી ફરિયાદના આંકડા છે. આ સિવાય નાના ગામોમાં કેઆદિવાસી વિસ્તારોમાં ગૂમ થયેલી છોકરીઓ […]
રૂક્મિણીને રાધાની ઈર્ષા થાય ત્યારે આપણને એક સવાલ થાય, રાધાને તો કૃષ્ણ મળ્યો નથી…રૂક્મિણી એને પતિ તરીકે પામી, તો પછી રાધા પાસે એવું શું છે-જેનાથી રૂક્મિણીને ઈર્ષા થાય! ઘણીવારબે બહેનપણીઓમાં એક મધ્યમવર્ગીય, સાવ ગરીબ હોય તેમ છતાં એનો ઘરનો આનંદ, શાંતિ, સ્નેહ અનેપારિવારિક સંપ જોઈને એક કરોડપતિ બહેનપણીને એની ઈર્ષા થાય… ત્યારે એક સવાલ થાય […]