‘હું ધર્મને જીવનની કળા કહું છું. ધર્મ કોઈ પૂજાપાઠ નથી. ધર્મને મંદિર કે મસ્જિદ સાથેકંઈ લેવાદેવા નથી. જીવનમાં હજાર પાંખડીઓવાળું કમળ ખીલે. તમારી ભીતર એવી સુંદરભાવભંગિમાંઓ જાગે. મીરાંનું નૃત્ય અને ચૈતન્યના ભજન પ્રગટ થાય એવા કલાત્મક ઢંગથીપ્રસાદપૂર્ણ રીતે જીવવું એ જ ધર્મ છે.’ આ ઓશોના શબ્દો છે. એ જ્યારે જીવંત હતા ત્યારે અનેએ પછી પણ […]
Author Archives: kaajal Oza Vaidya
શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવારશ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથીજોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાનીત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ એક કથા જોડાયેલીછે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસેઓરિસ્સામાં રહેતા […]
મલ્ટીનેશનલમાં કામ કરતી એક સ્ત્રી ફ્લાઈટમાં પ્રવેશ કરતી વખતે એક માણસને મળેછે. એ માણસ પોતાની ઓળખાણ એનઆઈઆઈ બિઝનેસમેન તરીકે આપે છે. દુબઈ, સિંગાપોર,મલેશિયા અને હોંગકોંગમાં એના બિઝનેસ છે. એવી માહિતી સાથે કેટલાક પૂરાવા પણ રજૂ કરે છે!અત્યંત નમ્ર, સાલસ અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા એ માણસની સાથે એની ઓળખાણ થાય છે.ધીમે ધીમે પ્રેમ પણ થાય છે. […]
હજી તો શામ્ભવી હમણાં જ ઘરમાં દાખલ થઈ હતી. ચાર વર્ષે ઘેર પાછી ફરેલી દીકરી સાથે સરખી વાતચીતશરૂ થાય એ પહેલાં જ બાપ-દીકરી વચ્ચે ચકમક ઝરી ગઈ. શામ્ભવીએ પોતાના ભવિષ્યના પ્લાન વિશે ચર્ચા શરૂ કરીએ પહેલાં તો કમલનાથે એની વાત કાપી નાખી…ડાઈનિંગ રૂમમાંથી નીકળેલી શામ્ભવી સડસડાટ પગથિયાં ચડીને પોતાના રૂમમાં ગઈ. હજી ત્યાં મૂકેલી બેગ્સપર […]
સૂરજ હજી આકાશમાં દેખાયો નહોતો. સૌરાષ્ટ્રમાં જેને ‘મ્હોં સુઝણું’ કહે તેવું અજવાળું થઈ ગયું હતું. પૂર્વનુંઆકાશ લાલ હતું. કોઈપણ ક્ષણે સૂરજદાદા દેખા દેવાની તૈયારીમાં હતા. મુંબઈ શહેરમાં ટ્રાફિક શરૂ થઈ ગયો હતો.આમ પણ મુંબઈ ભાગ્યે જ ઊંઘે છે, સવારના ત્રણથી ચાર-સાડા ચાર કદાચ દોઢેક કલાક માટે સહેજ પોરો ખાતું આશહેર ચોવીસ કલાક ટ્રાફિકમાં શ્વાસ લે […]
નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ કેવી નવાઈની વાત છે! શરૂઆતના વર્ષોમાં મારે મારું લખાણ મારા નામ વગર પ્રકાશિત કરવુંપડ્યું અને સમય જતાં ફક્ત મારું નામ જ વેચાવા લાગ્યું. જ્યારે નામ વગર પ્રકાશન થતું હતું ત્યારેકોઈ આર્થિક આવક નહોતી એમ કહું તો ચાલે અને જ્યારે નામ સાથે આર્થિક આવક થવા લાગી […]
થોડા સમય પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો. મંદિરમાં ચોરી કરનાર એક માણસનેલકવો થયો એણે ચોરી કરેલા પૈસાની સાથે એક પત્ર મૂકીને પોતાની ચોરીની કબૂલાત કરી અનેજીવનમાં ક્યારેય ચોરી નહીં કરવાનો નિયમ લીધો… કોઈની પણ શ્રધ્ધા વિશે કદી કશું કહેવાનું નજ હોય, પરંતુ સવાલ એ છે કે, આ એક પ્રસંગ (કદાચ સાચો પણ હોય) ઉપરથી […]
આ લખાય છે ત્યારે ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે અથવા ચોમાસાના વાદળઘેરાવા લાગ્યા છે. વરસાદ ફિલ્મી ગીતોથી શરૂ કરીને, કવિતા, રોમેન્સ, ફાઈટ અને રહસ્યસુધી તમામ જગ્યાઓએ પોતાનો કિરદાર નિભાવે છે. જૂન-જુલાઈથી શરૂ કરીને ઓક્ટોબરમહિના સુધી આખો દેશ આકાશમાંથી વરસતા અમૃતની પ્રતીક્ષા કરે છે. દુઃખની વાત એ છેકે, આપણે બધા જ આકાશમાંથી આવતા પાણી ઉપર આધારિત […]
‘અમે અમુક ધર્મના, અમુક પંથમાં માનીએ છીએ એટલે અમે એ જ ધર્મના બીજાપંથના મંદિરોમાં ન જઈએ.’ કહીને શાળામાંથી એક મંદિરની મુલાકાતે જતી ટ્રીપમાંથી પોતાનાદીકરાનું નામ કેન્સલ કરવાની વાલીએ વિનંતી કરી. શાળાની ટ્રીપ બીજી અનેક જગ્યાઓએ પણજવાની હતી, સાથે આ મંદિર પર એનો હિસ્સો હતું, પરંતુ એમનું સંતાન ‘એ’ મંદિરમાં નહીં જાય, એવાહઠાગ્રહ સાથે એમણે દીકરાને […]
ન્યૂયોર્કથી દુબઈ થઈને અમદાવાદ પહોંચેલી ફ્લાઈટમાંથી ઉતરીને બહાર આવી રહેલા મુસાફરો તરફ કમલનાથમટકુંય માર્યા વગર જોઈ રહ્યા હતા. એમની સાથે ઊભેલું બોડીગાર્ડ્ઝનું ટોળું પણ હાથમાં શામ્ભવીના ફેવરિટઓર્કિડના ફૂલનો ગુલદસ્તો, ચોકલેટનું પેકેટ લઈને ‘બેબી’ની પ્રતીક્ષા કરી રહ્યું હતું. થોડે દૂર ઊભેલો શિવ હજીકમલનાથની નજરે નહોતો ચઢ્યો. એની નજર પણ એરપોર્ટના એક્ઝિટ ગેટમાંથી બહાર આવતા લોકો તરફ […]