છેલ્લા થોડા સમયથી બોલિવુડમાં જેટલું પણ કામ થયું છે એમાંની મોટાભાગની સફળફિલ્મોમાં દક્ષિણથી અભિનેતાઓને આમંત્રિત કરવા પડ્યા છે… વાર્તાઓ પણ દક્ષિણ કે હોલિવુડથી‘પ્રેરિત’ હોય, અથવા જૂની હિન્દી ફિલ્મની રિમેક કરવાનો પ્રયત્ન ફરી ફરીને કરવામાં આવે છે. માત્રબોલિવુડમાં જ નહીં, બલ્કે ગુજરાતી ફિલ્મોમાં પણ ક્યાંક ક્યાંક ‘હિન્દી’ કે ‘દક્ષિણ’ જેવી ફિલ્મોબનાવવાનો પ્રયત્ન જોવા મળે છે ત્યારે […]
Author Archives: kaajal Oza Vaidya
રાજ્યસભાની વચ્ચે જે દ્રૌપદીએ કુરુવંશના અનેક વડીલો અને દુર્યોધનને સવાલ પૂછ્યો હતો કે,‘મારા પતિ પહેલાં મને હાર્યા કે પોતાની જાતને?’ ત્યારે એનું અપમાન કરવામાં આવ્યું હતું. એ જ દ્રૌપદીએવર્ષો સુધી એક પણ સવાલ પૂછ્યા વિના સતત એ જ પાંચ પતિઓની સેવા કરી હતી એ વિશે કોઈએઉલ્લેખ સુધ્ધાં કર્યો નહીં. એક સ્ત્રીએ જ એની સાસુ કુંતીએ […]
મલેશિયાના તમન દુત્તા વિસ્તારના એક સુંદર બંગલાના સ્વિમિંગ પુલ પાસે ચાર જણાં બેઠાં હતા. એમાંનાત્રણ જણાંના ચહેરા એકમેક સામે એટલા મળતા આવતા હતા કે એ ત્રણ ભાઈઓ છે એ વાત જણાયા વગર રહે નહીં.સૌથી મોટો ભાઈ સ્કાય બ્લ્યૂ રંગના અરમાનીના સૂટમાં, રોલેક્સ ઘડિયાળ અને કાર્ટિયરના ચશ્મા પહેરીને બેઠો હતો.ટેબલ ઉપર સિંગલ મોલ્ટના ક્રિસ્ટલ ગ્લાસ હતો. […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ હું 1974માં દિલ્હીમાં બેસીને જોઉં છું ત્યારે સમજાય છે કે, આઝાદીના અઢી દાયકા પછીપણ ભારતીય સ્ત્રીની સ્થિતિ કંઈ બહુ સુધરી નથી. ઘરેલુ હિંસા અને અત્યાચારમાંથી પસાર થતીભારતીય સ્ત્રી સતત દબાયેલી અને કચડાયેલી અવસ્થામાં જીવે છે. આવી સ્ત્રીઓને જગાડવા માટેસૌથી પહેલું કામ શિક્ષણ અને […]
અમિતાભ બચ્ચનને એક કાર્યક્રમમાં મળવાનું થયું ત્યારે મેં એમને પૂછેલું, ‘સર! થકતેનહીં હો?’ એમણે હસીને જવાબ આપેલો, ‘અગર ઘર પર બૈઠ ગયા તો થકુંગા ઔર ઘરવાલોં કોજ્યાદા થકા દુંગા.’ જેને આપણે સદીના મહાનાયક તરીકે ઓળખીએ છીએ એ અમિતાભ બચ્ચન,લતા મંગેશકર, રતન તાતા, આનંદ પંડિત કે એવા કેટલાંય નામ લઈ શકાય જેમણે સફળતાના શિખરોસર કર્યા પછી […]
‘હું સ્વીકાર કરું છું કે, ફિલ્મ ‘આદિપુરુષ’ના મારા સંવાદ લેખનને કારણે ભારતીય જનસામાન્યનીભાવનાને આઘાત લાગ્યો છે. હું મારા તમામ ભાઈ-બહેન, પૂજ્ય સાધુસંતો અને શ્રીરામના ભક્તો સામેહાથ જોડીને બિનશરતી ક્ષમા માગું છું. ભગવાન બજરંગ બલી આપણા સૌ પર કૃપા કરે. આપણે એકઅને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરી શકીએ એવી શક્તિ ભગવાનબજરંગ […]
સવારે મંગલ ઊઠ્યો ત્યારે શૌકત અને પંચમ ઓલરેડી નાસ્તો કરવા પહોંચી ગયા હતા. મંગલને ખાસ ખાવાનીઈચ્છા નહોતી. એને પૂરેપૂરો સાથ અને સહકાર મળી રહેવાનો છે એવી જાણ હોવા છતાં મનમાં ક્યાંક ભય અનેઉદ્વેગનું દ્વંદ્વ ચાલતું હતું. નાહી-ધોઈને એણે જેલનો ધોયેલો યુનિફોર્મ પહેર્યો. ઘડિયાળમાં પોણા દસ થયા હતા.પંચમ અને શૌકત આરામથી બેરેકમાં દાખલ થયા. આજુબાજુમાં બીજા […]
નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21સમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ હું જે પ્રકારના પરિવારમાં ઉછરી એમાં મને ભારતમાં-ગુજરાતમાં વસતી સ્ત્રીઓની સાચીસ્થિતિ વિશે જાણ ન થઈ શકી. એ માટે મારા માતા-પિતાનો આભાર માનું છું, પરંતુ જ્યારે ગાંધીજીસાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે, રાજકીય દ્રષ્ટિએ બહેનો ઉલટથી બહાર આવી હતી, પરંતુસામાજિક દ્રષ્ટિએ […]
1979માં રિપન કપૂર નામના ઈન્ડિયન એરલાઈન્સમાં કામ કરતા એક પરસરને વિચારઆવ્યો કે, આ દેશમાં બાળકો માટે કંઈ કામ કરવું જોઈએ. 50 રૂપિયાના ફંડ સાથે એમના છ મિત્રોએભેગા થઈને ‘ક્રાય’ (CRY) નામની સંસ્થાની સ્થાપના કરી. ‘ચિલ્ડ્રન રાઈટ્સ એન્ડ યુ’ નામની આસંસ્થા બાળકોના અધિકારો માટે કામ કરે છે. શિક્ષણ, સુરક્ષા અને સમાજમાં એમને મળવું જોઈતુંસ્થાન, બાળમજૂરી, બાળકો […]
છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે કે, બાળકનું બાળપણ ખોવાતું જાય છે. સાવ નાનકડુંબાળક પોતાના જેટલો જ બોજ ઉંચકીને સ્કૂલે જાય છે. વધારાની પ્રવૃત્તિઓ, કરાટે, સંગીત, ચિત્ર,નૃત્ય… અને ટ્યુશન્સમાંથી એને એના બાળપણ માટે સમય નથી રહ્યો. એક સમય હતો કે, બાળપણનું બાળપણ એના જીવનની સૌથી અગત્યની વસ્તુ હતી. દરેક માતા-પિતા એવું કહેતાં સાંભળવા મળતા, ‘હજી […]