Author Archives: kaajal Oza Vaidya

કોરોનાઃ હવામાં નથી એટલો મગજમાં છે…

કોરોના વાઈરસ (કોવિદ-19) આખી દુનિયાને ધ્રુજાવી રહ્યો છે. આ લખાય છે ત્યારે અમેરિકાએ એની રસી શોધી કાઢી છે અને ભારતમાં એક દર્દીને સાજો કરીને ઘેર મોકલી આપવામાં આવ્યો છે એવા સમાચાર આપણા સુધી આવી ગયા છે… 12 રાજ્યો અત્યાર સુધીમાં કોરોનાની ઝપટમાં છે. સ્કૂલ, કોલેજ, થિયેટર, મોલ અને ક્લબ્સ બંધ કરી દેવાઈ છે. સેન્સેક્સ પડી […]

નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે…

ઉત્તર ગુજરાતમાં વિસનગર પાસે ભાલક ગામની નાથ બાઈ જન્મે મુસલમાન પણ મહંત શ્રી જગમાલજીના સમયમાં એમણે પોતાની ભક્તિથી હિન્દુ-મુસલમાનના ભેદને ધોઈને સ્વયંને ઈશ્વરમાં ઓતપ્રોત કરી નાખી. સ્ત્રી થઈને સમાધિ લીધી. આજે પણ લોકો એમને સતી નાથ બાઈ તરીકે યાદ કરે છે. (લલ્લુભાઈ રબારીના પુસ્તક આપણા સંતોનું દર્શન) માં આ વાત વાંચી ત્યારે ભીતર કશુંક જબરજસ્ત […]

ગલ્લાથી ગળા સુધી… દર વર્ષે 10 લાખ કતલ

પાનના ગલ્લાની બાજુમાં હું ઉબરની પ્રતિક્ષા કરું છું. સોળ વર્ષથી નાના લાગતા બે છોકરા ટુ વ્હીલર પર સ્કૂલનો યુનિફોર્મ પહેરીને આવે છે. બેમાંથી એક છોકરો સિગરેટ ખરીદે છે. પાનના ગલ્લાવાળો બીજાને પૂછે છે, ‘આજે તારે નથી જોઈતી?’ પ્રમાણમાં સહેજ સામાન્ય ઘરનો લાગતો છોકરો ઝંખવાણું હસીને ના પાડે છે, ‘આજે પૈસા નથી…’ પાનવાળો એને કહે છે, […]

મમ્મીના કંટાળાનો રંગ… ઘૂંટાઈને ઘેરો થયો છે

“હું તમારા બધાથી કંટાળી ગઈ છું. બધું આમનું આમ મૂકીને જતાં રહેવાનું મન થાય છે.” આ વાક્ય લગભગ દરેક ટીનએજર સંતાનથી શરૂ કરીને આજે પાંત્રીસના થઈ ગયેલા દીકરા કે દીકરીએ સાંભળ્યું જ હશે. મમ્મી, મા, અમ્મા, મોમ… સતત જિંદગીના જુદા જુદા રંગોમાંથી પસાર થાય છે. દીકરી તરીકે ખુશીના, આનંદના ગુલાબી રંગમાંથી, પછી લગ્નનો લાલ રંગ, […]

વુમન્સ ડેઃ સેલિબ્રેશન કે ડિપ્રેશન?

“આપકી પહેલી પિક્ચર ‘તુમ બીન’ થી… વેરી રોમેન્ટીક પિક્ચર ! ફીર ઉસકે બાદ આપને બનાઈ મુલ્ક, ગુલાબ ગેંગ, આર્ટીકલ-15 ઔર થપ્પડ… ઐસા ક્યા હો ગયા સર, કી પ્યાર સે વિશ્વાસ ઉઠ ગયા ?” કપિલ શર્માના શોમાં આવેલા અનુભવ સિન્હાને પૂછાયેલો આ સવાલ આમ તો કપિલ શર્માએ હસતાં હસતાં પૂછ્યો, પરંતુ આ સવાલની પાછળ રહેલો મર્મ […]

પ્રકૃતિ મૃદુઃ પરિસ્થિતિમાં વજ્ર…

મહિલા જેલના થોડા દ્રશ્યો… સત્યાવીસ વરસની એક છોકરી એના દોઢ વર્ષના બાળક સાથે જેલમાં રહે છે. એ બાળકનું બીજું કોઈ નથી, એટલે એને મા સાથે રહેવાની પરવાનગી મળી છે. બાળક ખૂબ નાનું હતું ત્યારે આ છોકરી, સુનયનાએ એના પતિની હત્યા કરી. એને જેલ થઈ. સુનયના બાર ડાન્સર હતી. બાર બંધ થયા પછી એનો પતિ એને […]

જરા મુલ્ક કે રહબરોં કો બુલાઓ યે કુચે, યે ગલિયાં, યે મંજર દિખાઓ…

‘ઈસ ગલી સે પહેલી બાર ડોલી ઉઠેગી. મેં ચાહતી હું, હર વો લડકી જો યહાં મર કર જિંદા હે ઉસકી આંખોમેં યે સપના બરકરાર રહે…’ એક તવાયફ માગણી કરે છે કે જો તવાયફના લગ્ન થવાના હોય તો એની ડોલી એ જ ગલીમાંથી પસાર થવી જોઈએ ! ‘પાકિઝા’ નામની ફિલ્મમાં બદનામ મનાતી ગલીમાંથી ડોલીમાં બેસીને એક […]

એ મારું કામ નથી…

એક ઉબર ટેક્ષી આવીને ઊભી રહે છે. પ્રૌઢ ઉંમરના એક મહિલા એમાં પોતાની બેગ ગોઠવવાનો પ્રયાસ કરે છે. ટેક્ષીવાળો યુવાન છોકરો આરામથી બેઠો છે. પ્રૌઢ મહિલા એને ઉતરીને બેગ મૂકવામાં મદદ કરવાની વિનંતી કરે છે. ઉબરનો ડ્રાઈવર અત્યંત નફ્ફટાઈથી જવાબ આપે છે, “એ મારું કામ નથી.” એક જાહેર સમારંભમાં યુવાન છોકરો બૂફે ટેબલ પર ઊભો […]

વક્ત કે સિતમ કમ હસીં નહીં…

છેલ્લા ઘણા સમયથી માંદગીના બિછાને પડેલા સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહજીએ ટ્વીટર પર અમિતાભ બચ્ચનની માફી માગી છે. જયા બચ્ચન સાથેના વિવાદમાં અમરસિંહે કરેલી કોમેન્ટ વિશે એમણે અફસોસ વ્યક્ત કર્યો છે… એમણે લખ્યું છે કે, “આજે મારા પિતાની મૃત્યુતિથી છે. બચ્ચન સાહેબ છેલ્લા કેટલાય વર્ષોથી આ દિવસે મને મેસેજ કરે છે. મેં એમને જવાબ નથી આપ્યો, […]

શ્વાસ અને વિશ્વાસઃ એક વાર જાય તો…

‘પારકા માણસની શું ફરિયાદ કરું ? મને તારામાં જ વિશ્વાસ નથી… ‘ એક પ્રિયજને બીજી વ્યક્તિને આ વાત કહી. સાંભળનારને એમને થોડી વાર માટે ઝટકો લાગ્યો, પીડા થઈ, આંખમાં પાણી આવી ગયાં પણ પછી એવું સમજાયું કે સામેની વ્યક્તિ જે કહી રહી છે એ એની સચ્ચાઈ છે. આમ જોવા જઈએ તો, કેટલા લોકો આવું સત્ય […]