Author Archives: kaajal Oza Vaidya

એક ડોસી, ડોસાને હજુ વહાલ કરે છે… એ કોઈ ગુનો કરે છે?

‘બીજું કઈ થઈ શકે એમ જ નહોતું. અમારી પાસે કોઈ રસ્તો જ નહોતો…’ એક રેકોર્ડિંગમાં સુરતના એક ભાઈ પોતાના મિત્રોને કહે છે, ‘આ વસ્તુ કરવાની જ હતી ને કરવી જ પડે એમ હતી… અમારું શું થશે એ કંઈ નક્કી નથી’. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરતમાં બનેલી એક ઘટનાએ ચકચાર જગાવી હતી. કેટલાક લોકોએ એને સમાજ […]

વેદવાણી : આપણી પ્રોત્સાહનની પરંપરાનો નિચોડ

છેલ્લા થોડા સમયથી આપણે જાણે કે રિગ્રેસીવ જગતમાં પ્રવેશી રહ્યા છીએ. એક અંધકાર યુગ જાણે ફરી શરૂ થયો હોય એમ આપણી વિચારશક્તિ, સમજણશક્તિ અને સહનશક્તિ કુંઠિત થતી જાય છે. આપણે બધા આગળ વધવાને બદલે ધીમે ધીમે પાછળની તરફ ખસી રહ્યા છીએ. આપણી ટેલિવિઝન સીરિયલ હોય કે સમાજની માન્યતાઓ…. આપણે બધા ‘વિકાસ’ની વાતો કરીએ, પણ મન […]

હું ખોટા પુરુષને નહીં, ખોટા શહેરને પરણી હતી.

કાશ! મને એવું સમજાયું હોત કે હું એક મહોરું માત્ર હતી. આઈપીએલની શતરંજ ખૂબ મોટી હતી. મારી સમજણ અને પહોંચબંને એના માટે ઘણા ટૂંકા પડ્યા. મેં આઈપીએલનું બિડિંગ કરીને એમની પ્રોક્સી (એમને બદલે) કરી. ત્યારે, મને કલ્પના પણનહોતી કે આવડી મોટી રકમ માટે શશી થરૂર ફક્ત મારો ઉપયોગ કરી રહ્યા છે. એ વખતે મેં માની […]

પાંચ પેઢીની લોકપ્રિયતા… વૈભવ અને વારસો

સૈફઅલી ખાન પટૌડી અને કરીના કપૂરને ત્યાં જન્મેલું બીજું સંતાન, પુત્ર- ચાર-પાંચ દિવસમાં એક મહિનાનો થશે. શર્મિલા ટાગોર અને મન્સુરઅલી ખાન પટૌડીનો આ પૌત્ર, ક્રિકેટર બનશે કે એક્ટર એવી અટકળ મિડિયાએ અત્યારથી લગાવવાની શરૂ કરી દીધી છે ! કરીના કપૂરના મોટા દીકરા તૈમૂરઅલી ખાનના ફોટા સતત વાઈરલ થતા રહે છે. એ નાનકડા બાળકને કદાચ ખબર […]

તેરી લાડકી મૈં, છોડુંગી ના તેરા હાથ…

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક પતિ-પત્ની ભાડેથી રહેવા આવ્યા. બંને જણા નોકરી કરતા હતા એટલે એમની નાનકડી દીકરીને સાચવવા માટે એમણે પડોશીને વિનંતી કરી. પડોશમાં રહેતા કિશોરભાઈ અને હંસાબહેન સ્નેહાળ દંપતી હતા. એમને પોતાને બે દીકરીઓ હતી. પોતાના સંતાનોની સાથે એમણે પડોશીની દીકરી વીરા ઉર્ફે તમન્નાને સાચવવાની જવાબદારી લીધી… તમન્નાના માતા-પિતા વચ્ચે ડિવોર્સ થયા, મા અન્ય […]

દાંડી: માર્ચનો મીડિયા મહોત્સવ

1930ની 12મી માર્ચે ભારતના ઈતિહાસનું એક મહત્વનું પાનું લખાયું. મોહનદાસ કરમચંદ ગાંધીએ સાબરમતી આશ્રમથી એ દિવસે નવસારી નજીક આવેલા દાંડીના દરિયાકિનારા તરફ જવા માટે 79 લોકોને લઈને કૂચ કરી. દાંડીના દરિયાકિનારે એમણે મીઠું પકવ્યું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયાને લૂણો લાગ્યો! તે દિવસે ગાંધીજીએ કહ્યું હતું, “યાદ રાખજો, આ જિંદગીભરની ફકીરી છે…. જે મનુષ્ય સત્યપરાયણ રહે […]

મારુ મૃત્યુ ભારતના અખબારો માટે ચટપટા સમાચાર હતું…

17 જાન્યુઆરી 2014, ના દિવસે રાત્રે સાડા આઠ વાગે મને મૃત જાહેર કરવામાં આવી… આ ખૂબ નાટકીય ઘટના હતી.BBCના સમાચારમાં કહેવામાં આવ્યું કે શશી થરૂર નામના મિનિસ્ટરના પત્ની લીલા પેલેસ હોટેલના રૂમ નંબર 345માં મૃત્યુપામેલી હાલતમાં મળી આવ્યા… જેવા આ સમાચાર બ્રેક થયા કે મીડિયા અને પોલીસ એકસાથે તૂટી પડ્યા. નામ : સુનંદા પુષ્કરસ્થળ : […]

નો આયેશા ! માફ કરી શકાય, મરી ન શકાય…

“ડિયર ડેડ, અપનો સેં કબ તક લડેંગે? કેસ વિડ્રોઅલ કર લો. અબ નહીં કરના… આયેશા લડાઈ કે લિએ નહીં બની હૈ…પ્યાર કરતે હૈં આરિફ સે. ઉસે પરેશાન થોડી ના કરેંગે ? અગર ઉસે આઝાદી ચાહિએ તો ઠીક હૈ, વો આઝાદ રહે. અપની જિંદગી તો યહીં તક હૈ… મૈં ખુશ હું કી મૈં અલ્લાહ સેં મિલુંગી […]

વુમનહૂડનું સેલિબ્રેશનઃ કોઈને અપમાનિત કરવાનો અધિકાર નથી

આવતી કાલે વુમન્સ ડે… સ્ત્રીઓનો દિવસ ! દર વર્ષે કેટલીયે સ્ત્રીઓ કહે છે, “સ્ત્રીઓનો એક જ દિવસ શા માટે ? વર્ષના બધા દિવસો સ્ત્રીના કેમ નહીં ?”અહીં સવાલ એ થાય છે કે સ્ત્રી તરીકે આપણે સહુ કોઈ એક દિવસ કે આખું વર્ષ… શું ઉજવીએ છીએ? સાધારણ ભારતીય સ્ત્રી કેટલા વર્ષ જીવે છે ? આપણે એની […]

ક્યા કહેના હૈ, ક્યા સુનના હૈ…

“બેટા ! આવી રીતે રોજ ખાવાનું બગડે એ સારું નહીં. તું સમયસર જણાવી દેતો હોય તો…” મમ્મીએ ધીમેથી કહ્યું.“કાલથી મારું ખાવાનું નહીં બનાવતી…” દીકરાએ જવાબ આપ્યો.“હું એમ નથી કહેતી… બગડે નહીં એટલા માટે…” માનો સ્વભાવ અને માતૃત્વએ ફરી એકવાર પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો.“હા, હા એટલે જ કહું છું. હું મારી વ્યવસ્થા કરી લઈશ.”* “બેટા ! […]