મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આપણી નજર સામે છે. ભારતીય જનતા પક્ષ છએમહાનગરપાલિકામાં સરસાઈથી પોતાની બેઠકો મેળવી ચૂક્યો છે. આપણેને આશ્ચર્ય ન થવું જોઈએ કે કોંગ્રેસને કેટલીક પાલિકામાં ઝીરો બેઠક મળી છે, એની સામે ‘આપ’ને વિરધ પક્ષ સુધી પહોંચવાની એક સીડી મળી છે. લોકોના ચૂકાદા અથવા મતદારનો અભિપ્રાય આપણી સામે ઉઘડીને આવ્યો છે. નવાઈની વાત એ છે […]
Author Archives: kaajal Oza Vaidya
ફેબ્રુઆરીનો આખો મહિનો કેટલાક લોકો ‘પ્રેમના મહિના’ તરીકે ઉજવી નાખે છે. મોટાભાગના લોકોને ઉજવણી કરવા માટે એક યા બીજું બહાનું જોઈતું હોય છે… પ્રેમ હોય કે માતૃત્વ, પિતૃત્વ હોય કે આભાર માનવાનો એક ખાસ દિવસ… આપણે બધા તહેવારપ્રેમી લોકો છીએ. આમાં માત્ર ભારતીય લોકોની વાત નથી. વિશ્વભરમાં માણસ માત્ર ખુશ રહેવાનું કોઈ બહાનું શોધ્યા કરેછે. […]
છેલ્લા થોડા સમયથી, ખાસ કરીને કોરોના પછી લગભગ દરેક માણસ ફિલોસોફર બની ગયો છે… દરેકે પોતાના જીવનને નવેસરથી જોવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં ભૂલ હતી કે ખોટું હતું એ બદલીને દરેકે પોતાની જિંદગીમાં કંઈક ફેરફાર કર્યો છે. દોડતો માણસ શાંત થયો છે અને આળસુ, રોજની જિંદગી જીવનારા માણસને તકલીફ અથવા સમસ્યાના સમયમાં જરૂર પડશે માટે […]
છેલ્લા થોડા સમયથી અખબારોમાં ત્યજાયેલા બાળકના મૃત્યુના સમાચાર આપણે સહુ વાંચી રહ્યા છીએ. નવજાત બાળક રડી-રડીને મૃત્યુ પામ્યું, પ્લાસ્ટિકની થેલીમાં લટકાવેલું નવજાત બાળક મળ્યું, કચરાના ઢગલા પાસેથી મૃત્યુ પામેલું બાળક મળ્યું, તો મંદિરના પગથિયાં પાસે ત્યજાયેલું બાળક મળી આવ્યું, આવા સમાચાર અવાર-નવાર મળતા રહે છે. આપણે બધા આપણી વાતચીતમાં ક્યારેક એનો ઉલ્લેખ પણ કરીએ છીએ, […]
વિતેલા વર્ષમાં કોરોનાએ કોઈ ઉત્સવ આનંદથી ઉજવવા દીધો નહીં. ગણેશ ચતુર્થી હોય કે ઉત્તરાયણ, સરકારી નિયંત્રણો અને કરફ્યુએ સહુની મજા બગાડી. હવે જ્યારે થિયેટર્સ ખુલ્યા છે ત્યારે પણ પંદરથી વીસ ટકા હાજરી જોવા મળે છે. આ સ્થિતિમાં એરકન્ડિશન, સ્ટાફ અને મેઈન્ટેનન્સનો ખર્ચો કાઢવો થિયેટરના માલિકો માટે અઘરો છે. કોરોનાની રસી બજારમાં હોવા છતાં હજી એ […]
“અન્યાય અને અત્યાચાર સહન કરવો એ પણ ગુનો છે.” ગાંધીજીએ જ્યારે આ કહ્યું, ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે એમના પોતાના જ દેશમાં આવનારા વર્ષોમાં મુંગે મોઢે અન્યાય અને અત્યાચાર સહન કરનારા માણસોની સંખ્યા વધતી જશે. ક્યારેક આપણને નવાઈ લાગે એટલી હદે આપણે બધા જ અન્યાય અને અત્યાચાર સહન કરતાં શીખી ગયાં છીએ ! […]
‘બદમાશ દિલ મેરી સુને, ન જીદ પે અડા… બદમાશ દિલ તો ઠગ હૈ બડા…’ સ્વાનંદ કિરકિરે રચિત ‘સિંઘમ’ ફિલ્મનું આ ગીત બહુ લોકપ્રિય થયું હતું. કોઈપણ ગીત કે ફિલ્મ જ્યારે લોકપ્રિય થાય છે ત્યારે એના અનેક કારણ હોય છે. એમાંનું એક કારણ એ છે કે એ ફિલ્મની વાર્તા, પાત્રો કે ગીતના શબ્દો સાથે ક્યાંક દરેક […]
આજે 7 ફેબ્રુઆરી, એક અમેરિકન અભિનેતા એશ્ટીન કોશરનો આજે જન્મ દિવસ છે. એમને યાદ કરવાનું કારણ એ છે કે એશ્ટીન કોશર પોતાના દેખાવ અને સ્ટાઈલને કારણે જાણીતા છે. પોતાનાથી 15 વર્ષ મોટી જાણીતી અમેરિકન એસ્ટ્રેસ ડેમી મૂર સાથે લગ્ન કર્યા હતા. છ વર્ષ સુધી એ લગ્ન ટક્યા. એ પછી બંને જણા એક વર્ષ જુદા રહ્યા […]
ગયા અઠવાડિયાના અખબારોમાં વિધર્મી યુવક દ્વારા એક યુવતીને ભોળવીને એની સાથે સંબંધો બાંધવાના સમાચાર પ્રકાશિત થયા. સવાલ કોઈ એક ધર્મના વ્યક્તિ કે વિધર્મીનો નથી, સવાલ છે આપણાં સૌની માનસિકતાનો. ખાસ કરીને સ્ત્રીનો… એ સ્ત્રીએ બળાત્કારની ફરિયાદ કરી છે ! નવાઈની વાત એ છે કે એ સ્ત્રી પેલા યુવક સાથે અનેક હોટેલમાં અને બહારગામ પણ ગઈ […]
જિંદગીની કોઈ એક સવારે, કે સાંજે… કે અડધી રાત્રે અથવા ખરા બપોરે આપણને કોઈ પૂછે કે “તમે જે છો, તે ન રહેવું હોય તો તમે શું બનો ?” લગભગ દરેક વ્યક્તિનો જવાબ આ સવાલ વિશે જુદો જ હોય ! કોઈને જે છે તે નથી રહેવું, તો કોઈને જે છે તે જ રહેવું છે… કોઈકને કોઈ […]











