“જો તમે આજે ડીનર કરી લીધું છે તો ખેડૂતનો આભાર માનો.” પરિણીતી ચોપરાએ આ ટ્વિટ કરીને આપણા સહુની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણા દેશમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની આત્મહત્યા દુઃખદાયક સમાચાર બનીને અખબારના પાના ઉપર કાળી શાહીમાં છપાતા રહ્યા છે. આપણે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ. આપણા ઘરમાં આવતા શાકભાજી, અનાજથી શરૂ કરીને આપણા […]
Author Archives: kaajal Oza Vaidya
દશેરાના દિવસે હરિવંશરાય બચ્ચનના નામનો ચોક પોલેન્ડના ‘વ્રોક્લો’ શહેરમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યાં વસતા ભારતીય પરિવારોએ સિટી કાઉન્સિલને વિનંતી કરીને બચ્ચન સાહેબ માટે આ ચોકનું નામકરણ કરાવ્યું. બચ્ચન સાહેબે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પોલેન્ડમાં એક ચોકને મારા પિતાનું નામ આપવામાં આવ્યું. આનાથી મોટા આશીર્વાદ દશેરાના દિવસે મને શું મળી શકે ! મારા પરિવાર માટે આ […]
“મને સંઘર્ષની કોઈ નવાઈ જ નથી. મારા પિતા મીઠાભાઈ કનોડિયા મિલમાં કામ કરતા. અમે દોઢ વર્ષની ઉંમરે મા ગુમાવી. આજે મારી માનો કોઈ ફોટો મારી પાસે નથી. ‘મા’ના નામે યાદ કરું તો મને મહેશભાઈ જ યાદ આવે છે.” 19મી ઓગસ્ટે, સાંજે, એમની બર્થડેના આગલા દિવસે નરેશ કનોડિયા સાથેના ઈન્સ્ટાગ્રામ ચેટમાં આ કહેતાં કહેતાં એમનું ગળું […]
ગઈકાલે એક શાકભાજીવાળાની દુકાન પાસે થોડા લોકો ટોળે વળ્યા હતા. ત્રણ-ચાર યુવાન છોકરાઓ પોલીસ સાથે દલીલ કરી રહ્યા હતા. માસ્ક વગર બહાર નીકળેલા એ છોકરાઓ દંડ ભરવાની ના પાડતા હતા. પોલીસ એમને દંડ ભર્યા વગર જવા દેવા તૈયાર નહોતી. ટોળે વળેલા લોકોમાં થોડા છોકરાઓના પક્ષે હતા તો થોડા પોલીસના પક્ષે… એ છોકરાઓમાંથી એક યુવાને કહ્યું, […]
આજે દશેરા ! ફાફડા-જલેબીની હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, દુકાને ઊભા રહીને ફાફડા-જલેબી ખાવાની એક આખી પરંપરા જાણે આજે અધૂરી રહી ગઈ ! રાવણ પણ બાળવામાં નહીં આવે, કેટલાંય વર્ષોથી દિલ્હીમાં ભજવાતી ‘રામલીલા’ પણ આ વર્ષે ભજવાઈ નથી. જાણે કે એક નવા યુગનો પ્રારંભ થયો છે. જેમાં પરંપરાગત રીતે પૂતળાં બાળવાને બદલે ભીતર રહેલા રાવણને […]
“હું આવું માનું છું…” અથવા “મને આવું લાગે છે…” જેવા વાક્યોનો પ્રયોગ આજકાલ ઓછો થવા લાગ્યો છે. મોટાભાગના લોકો “આમ જ હોય” અથવા “આ જ રીતે જોઈ, વિચારી કે જીવી શકાય” એવા આગ્રહ સાથે જીવતા થયા છે. આપણી પાસે આપણા પ્રિકન્સિવ્ડ વિચારો છે, જે આપણને ઉછેર સાથે, અનુભવો સાથે મળ્યા છે. આ વિચારો અથવા આપણી […]
તમે નસીબદાર હો અને ઈશ્વરે તમને તમારી જરૂરિયાતથી વધારે ભોજન આપ્યું હોય તો બીજાને અપમાન ન લાગે એ રીતે એની સાથે ભોજન વહેંચવું, એ માનવધર્મ છે . થોડા દિવસથી એક પાકિસ્ જાહેરખબર સોશિયલ મીડિયા પર બહુ વાઈરલ થઈ છે. ‘દસ્તક’ નામની ફૂડ પ્રોડક્ટની આ જાહેરખબરમાં ખાવાનું, ફૂડ જે રીતે વેડફાય છે એની વાત બહુ સંવેદનશીલ […]
બહારથી લોખંડી, હિંમતવાળી અને મજબૂત દેખાતી સ્ત્રીની ભીતરમાં ક્યાંક અત્ત ઋજુ, યં સંવેદનશીલ અને કોઇનો આધાર શોધતી અત્યંત પ્રેમાળ સ્ત્રી પણ વસતી હોય છે! પાપુએ ફિરોઝને કહું, ‘તમે અહીંયા આવીને કેમ નથી રહેતા?’ ફિરોઝે તોછડાઇ પૂર્વક જવાબ આપેલો, ‘મને મ્યુઝિયમ માં રહેવાની ફાવટ નથી.’ પાપુ એ દિવસે જમતાં જમતાં ડાઇનિંગ ટેબલ છોડીને ચાલી ગયેલા ફિરોઝે […]
એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ […]
નામ : સંજના કપૃર સ્થળ : મુંબઈ, મહારાષ્ટ્ર સમય : ૨૦૧૯ ઉમર : ૫૧ વર્ષ ૧૯૬૨માં પૃથ્વીરાજના મગજમાં પાર્લે-જૂહુના કિનારે આવેલા બે વિશાળ રમણીય પ્લોટ વસી ગયા. શહેરથી એ પ્લોટ દૂર હતા, પણ જગા ખૂબ શાંત અને સુંદર હતી. ૧૯૬૨માં પૃથ્વીરાજે એ પ્લોટ્સ ૧૦ વર્ષના ભાડાપટ્ટે રાખવાનો નિર્ધાર કર્યો. કુટુંબના માણસો, મિત્ર-સંબંધીઓ અને ખુદ તેમના […]











