“મા. આ એક જ શબ્દ બધું જ કહી જાય છે. લવ યુ મા, હેપ્પી બર્થ ડે.” 9 એપ્રિલ, 2019ના દિવસે અભિષેક બચ્ચને પોતાના ટ્વિટર પર જયા બચ્ચનને એમના 71મા જન્મદિવસે અભિનંદન આપતા આ ટ્વિટ કર્યું હતું. આ પહેલાં પણ પોતાના ઈન્ટરવ્યૂઝમાં અને ખાસ કરીને “કોફી વીથ કરણ”માં અભિષેક બચ્ચને પોતાની મમ્મી સાથે સ્પેશિયલ રિલેશનશીપ વિશે […]
Author Archives: kaajal Oza Vaidya
28મી ડિસેમ્બરે ‘દિવ્ય ભાસ્કર’માં એક સમાચાર પ્રકાશિત થયા હતા. સગા પિતા, પુત્રી પર ચાર વર્ષ સુધી બળાત્કાર કરતા રહ્યા. પુત્રીને પિતાથી બચાવવા માટે માસીના ઘરે મોકલવામાં આવી તો ત્યાં માસાએ એ છોકરીનો ગેરલાભ લીધો. મા અને માસી બંને જણાં દીકરીને આ દુષ્કર્મમાંથી બચાવવાને બદલે પિતાને અને માસાને મદદ કરતા રહ્યા ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે એક […]
હૈ. યે ભી મેરી નારાજગી ઔર બગાવત કા એક પ્રતીક હૈ. 1979 મેં હલી બાર શે’ર કહતા હૂઁ ઔર યે શે’ર લિખકર મૈંને અપની વિરાસત ઔર અપને બાપ સે સુલહ કર લી હૈ.” જાંનિસાર સાહેબ જાણીતા શાયર મજાઝની બહેન, સાફિયાને પરણ્યા હતા. બે દીકરા, જાવેદ અને સલમાન… (સલમાન અખ્તર હવે અમેરિકામાં બહુ જાણીતા સાઈક્યાટ્રીસ્ટ છે […]
ભરચક રસ્તા પર રોન્ગ સાઈડથી આવતી એક ગાડી સીધી આવી રહેલા એક ટુવ્હીલરને અથડાય છે. ચાલક સ્ત્રી પડી જાય છે. સદભાગ્યે ઝાઝું વાગ્યું નથી. વાહન ચલાવી રહેલી સ્ત્રી નીચે ઉતરીને રોન્ગ સાઈડ આવી રહેલા માણસને કંઈ કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ માણસ નીચે ઉતરીને માફી માંગવાને બદલે ગાળાગાળ કરી મૂકે છે. ભદ્ર અને સજ્જન […]
દ્રોણ પોતાના શિષ્યોને કહે છે, ‘ગુરુદક્ષિણામાં મને દ્રુપદની હાર જોઈએ છે. એને બાંધીને લઈ આવો. મારા પગમાં નાખો.’ પાંડવો દ્રુપદને બાંધીને લઈ આવે છે. કામ્પિલ્યનગર દ્રુપદ પાસેથી લઈ લેવામાં આવે છે. આ અપમાન દ્રુપદ ક્યારેય ભૂલતા નથી ! એની દીકરી દ્રોપદી રાજ્યસભામાં થયેલા અપમાનને બદલે દુર્યોધનની જાંઘ ચીરવાનું વચન માંગે છે, પોતાના પતિ પાસે. ત્યાં […]
છેલ્લા થોડા સમયથી લગભગ દરેક માણસને પ્રસિધ્ધિની એક વિચિત્ર પ્રકારની ઘેલછા લાગી છે. બિલ્ડિંગના વોચમેન, લારી ખેંચનારા કે કન્સ્ટ્રક્શન લેબર જેવા લોકોને પણ પ્રસિધ્ધિનું મહત્વ સમજાવવા લાગ્યું છે. સૌને પોતાનો ચહેરો મોબાઈલ ફોનમાં જોવાનો શોખ અને સાથે સાથે બીજા પણ પોતાનો ચહેરો જુએ એવી એક વિચિત્ર પ્રકારની જીદ ઊભી થવા લાગી છે. એક જમાનામાં કોણ […]
14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, કમોરતા પૂરાં થાય અને સૂર્ય ઉત્તર તરફ ખસવાનું શરૂ કરે… આપણે પતંગ ચઢાવીએ છીએ, તલ અને ગોળ ખાઈએ છીએ. મજા કરીએ છીએ, પણ કોઈ દિવસ કોઈએ એ દિવસનું મહત્વ ભીષ્મના મૃત્યુના દિવસ તરીકે યાદ રાખ્યું નથી, પરંતુ મહાભારત, અથવા કુરુક્ષેત્રના યુદ્ધની શરૂઆત જો ગીતા જયંતિથી ગણીએ તો માગસર મહિનાની શુક્લ પક્ષની […]
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો છે. આખા દેશની યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓએ એ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કર્યા. કેન્ડલ લાઈટ કરીને જેએનયુના વિદ્યાર્થીઓ પરત્વે પોતાનું સમર્થન પ્રકટ કર્યું. યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા થઈ હોય એવો આ પહેલો દાખલો નથી. નવનિર્માણ સમયે પણ તોડફોડ અને હિંસાની ઘટનાઓ બની હતી. ગરમ-યુવાન લોહી જ્યારે પોતાની વાત શબ્દોમાં કહેવા […]
कैसी तेरी खुदगर्ज़ीना धुप चुने ना छांवकैसी तेरी खुदगर्ज़ीकिसी ठोर टीके ना पाऊँ बन लिया अपना पैगम्बरतार लिया तू सात समंदरफिर भी सुखा मन के अंदरक्यूँ रह गया… અમિતાભ ભટ્ટાચાર્યની ટૂંકી કારકિર્દીમાં એમને ત્રણ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. નવી પેઢીને સમજાય અને એમની લાગણીઓ સાથે અનુસંધાન થઈ શકે એવાં નવા ઈમોશન અને નવી ભાષાના ગીતો […]
‘મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. મારી મિલ્કતનો અડધો ભાગ માતા-પિતા અને બહેન વચ્ચે વેચી દેવામાં આવે જ્યારે બાકીનો અડધો ભાગ મારા ત્રણ વર્ષના દીકરા કિયાન માટે રાખવામાં આવે…’ 37 વર્ષના એક બિઝી અને સફળ કહી શકાય એવા એક્ટરનું આત્મહત્યા પહેલાંની ચિઠ્ઠીમાં એણે આ વાત લખી છે. કુશલની મમ્મી એની આત્મહત્યા પછી દીકરાના મિત્રનો હાથ […]