Category Archives: Abhiyan

વાત એક રાતની । પ્રકરણ – 26

ફરી એકવાર ઘરનો બેલ વાગ્યો ત્યારે બાલ્કનીની બહાર દેખાતા દરિયાના પાણી ચાંદીની જેમચમકવા લાગ્યા હતા. સૂરજ માથે ચઢી આવ્યો હતો. માધવ બેચેન હતો. એ મનોમન ઈચ્છતો હતો કે,કબીર કોઈપણ રીતે એના ઘરમાંથી જાય, પરંતુ કબીરે નક્કી કરી લીધું હતું કે, જ્યાં સુધી વૈશ્નવીઆંખો ન ખોલે ત્યાં સુધી એ માધવના ઘરમાંથી નહીં જાય.એકવાર માધવ અકળાયો પણ […]

વાત એક રાતની । પ્રકરણ – 25

માધવને દરવાજાની બહાર ઊભેલો જોઈને નારાયણની આંખોમાં પાણી આવી ગયાં, ‘આ ગયેસા’બ?’ એણે પૂછ્યું, એનાથી કહેવાઈ ગયું, ‘મેડમ કી તબિયત બહુત ખરાબ હૈ…’ એનું વાક્ય પૂરુંથાય એ પહેલાં એને બારણાની વચ્ચેથી હટાવીને માધવ અંદરની તરફ દોડ્યો.માધવ બેડરૂમમાં દાખલ થયો. આંખો મીંચીને સૂતેલી વૈશ્નવીનો ચહેરો તદ્દન સફેદ થઈ ગયોહતો. ઊંઘની ગોળીઓ બહાર કાઢવા માટે કબીરે જે […]

વાત એક રાતની । પ્રકરણ – 24

મયૂરભાઈએ ફોન પર જે કહ્યું એનાથી વૈશ્નવી ડઘાઈ ગઈ. જે વાતની ત્રણ જણ સિવાયકોઈને ખબર નહોતી એ ડીલ, એ ઘટના, એ રાતના સમાચાર મયૂરભાઈ પાસે કઈ રીતે પહોંચ્યા એવૈશ્નવીને સમજાતું નહોતું છતાં, માધવની ‘ઓકાત’ પર મયૂરભાઈએ કરેલી કમેન્ટના જવાબમાંવૈશ્નવીએ કહી જ નાખ્યું, ‘ઔકાત તો બંનેની સમજાઈ ગઈ, પપ્પા.’ વૈશ્નવી પણ એમની જ દીકરીહતી, ‘માધવ એની […]

વાત એક રાતની । પ્રકરણ – 23

બે રાતના ઉજાગરા પછી માંડ પથારીમાં પડેલો માધવ લગભગ 12 કલાક ઊંઘ્યો. એની ઊંઘઊડી ત્યારે અમરેલી ગામના રસ્તાઓ પર અંધારું ઉતરી ચૂક્યું હતું. એ ઉપરથી નીચે ઉતર્યો ત્યારેરમણભાઈ ચોકમાં બેસીને માળા કરી રહ્યા હતા. સવિતાબેને તુલસી ક્યારે પ્રગટાવેલો દીવો આછોઆછો ટમટમતો હતો. ઘરના મંદિરમાં કરેલી અગરબત્તીની સુગંધ છેક ચોક સુધી આવતી હતી. માધવઆવીને પિતાની બાજુમાં […]

વાત એક રાતની । પ્રકરણ – 22

‘ભગવાન પણ જો કોઈને ત્યાં રહી આવેલી પોતાની પત્નીને સ્વીકારતાં અચકાય તો તમારીદીકરી તો એની મરજીથી આખી રાત કોઈને ત્યાં રહી આવી. ઝેર પીને મરી ગઈ હોત તો પૂરા માન-સન્માનથી ઘરની વહુ તરીકે અગ્નિદાહ દીધો હોત અમે… પણ, એને તો આ બધું ગમતું જ હશે બાકીકોઈ જાય?’ કહીને સવિતાબેને પૂરી તાકાતથી હથોડો માર્યો, ‘મને તો […]

વાત એક રાતની । પ્રકરણ – 21

અમરેલીના કેરિયા રોડ વિસ્તારમાં આવેલા નાનકડા બંગલી જેવા મકાનના ચોકની ડેલીનોડોકાબારી જેવો દરવાજો ખુલ્લો હતો. ખુલ્લા દરવાજામાંથી દાખલ થયેલો માધવ એની મા,સવિતાબેનને ભેટીને રડી રહ્યો હતો. સવિતાબેને રડતા માધવની પીઠ પર હાથ ફેરવતાં કહી નાખ્યું,‘મને તો ખબર જ હતી… એ મયૂર પારેખની દીકરી એક દિવસ તને રાતે પાણીએ રોવડાવશે, પણ એદિવસ આટલો જલ્દી આવશે એવું […]

વાત એક રાતની । પ્રકરણ – 20

કબીર જાગ્યો ત્યારે રૂમમાં ડાર્ક કર્ટન્સને કારણે અંધારું હતું. એને સમયની ખબર ન પડી.બાજુમાં પડેલો સેલફોન ઊઠાવીને એમાં ઘડિયાળ જોઈ ત્યારે સાંજના ચાર વાગ્યા હતા. એ.સી. બંધકરીને એણે કર્ટન ખોલ્યા, સાંજના નમતા તડકાનું અજવાળું રૂમમાં ધસી આવ્યું. રાતનો હેન્ગઓવરહજી કદાચ ઉતર્યો નહોતો, સૂરજના કિરણ આંખમાં પડતાં જ એને માથું દુઃખવા લાગ્યું. કાચની મોટીફ્રેન્ચ વિન્ડોઝ પાસે […]

વાત એક રાતની । પ્રકરણ – 19

‘તારે જ જાણવું હતું ને?’ થપ્પડ ખાધા પછી ગાલ પંપાળી રહેલી વૈશ્નવીની આંખનો એકખૂણો પણ સૂઝી ગયો હતો, બંને આંખોમાંથી આંસુ વહીને ગાલ પરથી સરકી ગયાં, પરંતુ એનીઆંખોમાંથી આક્રોશનું તેજ સહેજ પણ ઝાંખું પડ્યું નહીં, ‘તું મને અહીં મૂકીને ગયો, એ પછીની ક્ષણેક્ષણની, રજેરજ વિગત આપું તને. સિનેમાની જેમ બધું તું લગભગ જોઈ શકે એવી […]

વાત એક રાતની । પ્રકરણ – 18

‘વૈશ્નવી મેં તને જોઈ એ દિવસથી હું તને પ્રેમ કરું છું. તારા વગર જીવી નહીં શકું…’વૈશ્નવીનો હાથ પકડીને ઘૂંટણીયે બેઠેલો કબીર કહી રહ્યો હતો.‘હું માધવની પત્ની છું.’ વૈશ્નવીએ કહ્યું.‘કોણ માધવ? જે તને વેચીને જતો રહ્યો. પાંચ કરોડ રૂપિયા માટે જેણે સપ્તપદીના સાતવચન ગિરવે મૂકી દીધા? સુખ-દુઃખમાં સાથે રહેવાની પ્રતિજ્ઞાની કિંમત જેણે પાંચ કરોડ રૂપિયા આંકી,એ […]

વાત એક રાતની । પ્રકરણ – 17

માધવ દેસાઈની ગાડી જ્યારે કબીર નરોલાના બંગલાના ગેટમાંથી અંદર દાખલ થઈ. નાનકડોડ્રાઈવ-વે અને સાઈડમાં ઊભેલી અનેક દેશી-વિદેશી ગાડીઓને વટાવીને માધવની ગાડી છેક ઘરનાદરવાજા પાસે આવીને ઊભી રહી. કબીરનું હૃદય ધક્ધક્ કરવા લાગ્યું. એના ઘરના મુખ્ય દરવાજાનીસાઈડમાં લાગેલા મોનિટરમાં લગભગ 32 જેટલા જુદા જુદા કેમેરાની ગ્રીડ હતી. દરેક કેમેરો કોઈકરૂમ, કોઈક પેસેજ, બહારનો કે અંદરનો ભાગ, […]