Category Archives: Rakt – Virakt

રક્ત – વિરક્ત | પ્રકરણ – 30

‘મૂંગી મરીશ, તો કોઈ તારું કંઈ નહીં બગાડી શકે, પણ જો જીભડી ચલાવી તો તને ખબર જ છે કે તારું શુંથશે!’ કહીને ઋતુરાજે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. ફોન મૂક્યા પછી ઋતુરાજનું મગજ પાંચ ગણી ઝડપે ચાલવાલાગ્યું. મોહિની ડરીને જો શામ્ભવી સામે બધું બકી નાખે તો એ રાત્રે પોતે જે રીતે ચિત્તુને બંગલાની બહાર લઈજઈને જે […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 29

દત્તુના ખભે હાથ ફેરવી રહેલો રઝાક એક રીતે નિશ્ચિંત હતો. દત્તાત્રેયની સામે એના લાડકા ભાઈ ચિત્તુનામૃત્યુના સમાચાર કન્ફર્મ કરવાની અઘરી જવાબદારીમાંથી રઝાક છૂટી ગયો એ વાતે એણે અલ્લાહનો આભાર માન્યો.ચિત્તુ હવે ખરેખર આ દુનિયામાં નથી, એ વાત જાણ્યા પછી દત્તાત્રેય નાના બાળકની જેમ રડ્યો-સારું એવું રડી લીધાપછી એણે બે હાથ જોડીને રાધાને પૂછ્યું, ‘મને આખી […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 28

એક તરફ, અમદાવાદથી રાધાને લઈને ગાડી નીકળી જે દત્તાત્રેયનો ખાસ માણસ માન્યા ચલાવતો હતો નેબીજી તરફ, રઝાક પણ પોતાની ગાડી લઈને નીકળ્યો, સતારા જવા. દત્તાત્રેયના સ્વભાવ અને પ્રકૃતિને રઝાક બરાબરજાણતો હતો. રાધાને પૂછપરછ કરવાના ઉશ્કેરાટમાં દત્તાત્રેય જો એને મારી નાખે તો છેલ્લી કડી, કમલનાથ ચૌધરીનીમહત્વની વીકનેસ એમના હાથમાંથી નીકળી જાય… આવું ન થાય એ માટે […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 27

‘તું? તું અહીંયા શું કરે છે?’ શામ્ભવીને પોતાના રૂમમાં નિરાંતે બેઠેલી જોઈને મોહિની ચોંકી.‘પ્રાઈવેટ જેટ કેવી રીતે ઊડાડવું એ શીખવા આવી છું.’ શામ્ભવી હસી…‘ગેટ આઉટ!’ મોહિની ઉશ્કેરાઈ ગઈ. એ બાથરૂમમાંથી જસ્ટ બહાર નીકળી હતી. શોકિંગ પિન્ક કલરનોવિક્ટોરિયા સિક્રેટનો બાથરોબ એના શરીર પર જેમતેમ લપેટાયેલો હતો. એના વાળ એવા જ રંગના સુંવાળા ટોવેલમાંઉપરની તરફ બાંધેલા હતા. […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 26

રઝાકે બધા અંકોડા મનોમન ગોઠવ્યા. એ પછી એણે દત્તુભાઉને ફોન કર્યો. બંને વચ્ચે લગભગ 10 મિનિટસુધી વાતચીત થઈ. દત્તુભાઉએ આખી વાત સમજવાનો પ્રયત્ન કર્યો, પછી એમણે રઝાકને પૂછ્યું, ‘જીવંત આહે કી યાલોકાંદ્વારે મારલે ગેલે માઝા ભાઉ?’‘ખોટો દિલાસો નહીં આપું, સાહેબ.’ રઝાકે હિંમત ભેગી કરીને કહી દીધું, ‘હું માનું છું ત્યાં સુધી એ રાત્રે જ…’એણે ઊંડો […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 25

રાધાએ પોતાનો નાનકડો પટારો ઊઠાવ્યો. છ-સાત સાડીઓ, થોડાક ફોટોગ્રાફ્સ, ભગવદ્ ગીતા, લગ્નનુંઆલ્બમ અને રોજિંદા વપરાશની થોડી ચીજવસ્તુઓ-ચેક કરીને એની જેલ ટ્રાન્સફરની તૈયારી કરવામાં આવી. એ આજેલમાં છે એ વિશે કોઈ પુરાવા નહોતા એટલે પેપરવર્ક તો કંઈ હતું જ નહીં, માત્ર એક જેલથી બીજી જેલ જતીવખતે એની સલામતીની કાળજી લેવા સિવાય બીજું કશું કરવાનું નહોતું. પોતાના […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 24

જુહાપુરા વિસ્તારમાં પોતાની બહેનના ઘેર બેઠેલા રઝાક અબ્દુલ્લા ગુસ્સામાં બાબાસાહેબને ગાળો દઈ રહ્યોહતો, ‘કમીના હૈ સાલા. મેરા બચ્ચા, મેરા ભાઈ સબ બંધ હૈ… નહીં તો હું કોઈ દિવસ ન આવત.’‘પણ, એને આટલા વર્ષે અચાનક એના ભાઈને શોધવાની ધૂનકી કેમ ભરાઈ?’ માથે દુપટ્ટો નાખીને બેઠેલીએની બહેને ચાની સાથે તાજા કબાબ તળ્યા હતા.‘એ જ નથી સમજાતું.’ રઝાકે […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 23

શામ્ભવીને ઈન્ટરોગેશન રૂમમાં છોડીને રાધા હાંફળી-ફાંફળી પોતાના બેરેકમાં પાછી ફરી. શામ્ભવીનું ઝનૂનજોઈને એ સમજી ગઈ હતી કે, હવે સત્ય શોધ્યા વગર એની દીકરી જંપવાની નથી. એ સાચે જ ડરી ગઈ હતી. જેદિવસે શામ્ભવી સત્ય સુધી પહોંચી જશે એ દિવસે સત્યનો રાક્ષસ એની દીકરીને ગળી જશે એ વિચાર માત્રથી રાધાધ્રૂજી ઊઠી હતી.બેરેકમાં જઈને એ પોતાના નાનકડા […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 22

મુંબઈના જુહુ, પવનહંસ એરપોર્ટ ઉપર એક સિક્સ સીટર પ્રાઈવેટ જેટ ઉડવાની તૈયારીમાં હતું. એમાં ચારજણાં હતા. એક માણસ, જે બાકીના ત્રણનો બોસ-સાહેબ દેખાતો હતો એણે ખાદીના સફેદ લેંઘો-ઝભ્ભો પહેર્યાહતા. પગમાં કોલ્હાપુરી ચપ્પલ સાથે એ સાદગીની મૂર્તિ દેખાતો હતો. એના જમણા હાથના કાંડામાં રુદ્રાક્ષનીમાળાઓ લપેટાયેલી હતી અને ડાબા હાથમાં લેધર બેલ્ટ સાથે ભારતીય બનાવટની મોટા ડાયલની […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 21

‘એ છોકરી નહીં માને.’ આ કહેતાં કહેતાં મોહિની ધ્રૂજી રહી હતી, ‘બધું બરબાદ થઈ જશે. પદ્મનાભને જેલમાંજવું પડશે. એ પછી ચૌધરી રેસિડેન્સમાં મારે માટે જગ્યા નહીં રહે… હું રસ્તા પર આવી જઈશ, બરબાદ થઈજઈશ… કોણ જાણે કયા કાળમાં એ છોકરી આ ઘરમાં પાછી આવી છે, જ્યારથી આવી છે ત્યારથી સમસ્યાઓ પરસમસ્યાઓ ઊભી કરે છે. મન […]