Category Archives: DivyaBhaskar

રખડતાં ઢોરઃ જીવલેણ બીમારી

કચ્છથી પાંચ ગૌસેવક પગપાળા દ્વારિકા પહોંચ્યા. એમની સાથે 25 ગાયો પણદ્વારિકાધીશના મંદિરમાં પ્રવેશી અને 450 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવેલી ગૌમાતાઓનેમંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી. એટલું જ નહીં, પૂજારીઓએ ગૌમાતાને ઉપવસ્ત્રપહેરાવીને એમનું સન્માન કર્યું. ગયા અઠવાડિયે બનેલી આ ઘટનાની સામે આપણી આસપાસ-ખાસકરીને શહેરોમાં છૂટી મૂકી દેવાતી ગૌમાતા દ્વારા બનતા જીવ હત્યા અને અકસ્માતના કિસ્સાઓ વિશેપણ આપણે […]

એકલી હોય તો આંગળી, ભેગા હોય તો હાથ!

સુરતના એક કાર્યક્રમમાં સંચાલન કરી રહેલા મનીષભાઈએ એક સરસ વાત કહી, ‘ચાર આંગળીઓઅને અંગુઠા વચ્ચે એક દિવસ ઝઘડો થયો. સહુ પોતપોતાનું મહત્વ સાબિત કરવા લડવા લાગ્યા. અંગુઠાએકહ્યું હું સૌથી જાડો, હું સૌથી મોટો. હું કહું એટલે કોઈને ઓલ ધ બેસ્ટ… ગુડલક મળે અને હું ઊંધો થઈ જાઉંતો એ ઝીરો થઈ જાય-હારી જાય. પહેલી આંગળીએ કહ્યું, […]

બ્રાન્ડેડ શિક્ષણઃ વધતું ફ્રસ્ટ્રેશન

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો જેમાં નારાયણ મેડિકલ કોલેજ અનેઆંધ્ર પ્રદેશ સરકારને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારીને ન્યાયમૂર્તિ એમ.આર. શાહ (ગુજરાતી) અનેસુધાંશુ ધુલિયાએ એક ટકોર કરી, શિક્ષણ નફો કમાવા માટેનો ધંધો નથી. શાળા હોય કે કોલેજ, ઉચ્ચશિક્ષણ હોય કે પ્રાથમિક શિક્ષણ, ટ્યુશન ફી હંમેશાં પરવડે એટલી હોવી જોઈએ. આ એક સાચાઅર્થમાં ક્રાંતિકારી […]

બરબાદે ગુલિસ્તાં કરને કો, બસ એક હી ઉલ્લુ કાફી હૈ…

રવિવાર, 30 ઓક્ટોબરની સાંજે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો. મૃત્યુ પામેલાનો આંકડો150ની આસપાસ ફરે છે, સાથે ફરે છે વાઈરલ થયેલા અનેક વીડિયો! પુલ કેવી રીતે તૂટ્યો, એમાંએન્જિનિયરિંગ ખામી હતી, દસનો પાસ બારમાં અને પંદરનો સત્તરમાં વેચાયો જેવી અનેક બાબતોવિશેના વીડિયો ફરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મોરબીની મુલાકાત લીધી અને ત્યારે ફાટેલા ગાદલાબદલીને નવા મૂકવામાં આવ્યા. કુલર […]

હારવાની હિંમત છે?

હમણા જ એક પુસ્તક હાથમાં આવ્યું છે. જેની 20 લાખથી વધારે કોપી વેચાઈ ચૂકી છે.બિલી પી.એસ.લીમ નામના લેખકનું આ પુસ્તક ‘ડેર ટુ ફેઈલ’ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.મલેશિયાના આ લેખકનું પુસ્તક 22થી વધારે ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ ચૂક્યું છે અને ન્યૂયોર્ક ટાઈમ્સેઆ પુસ્તકના વખાણ કર્યા છે. જીવનની કેટલીક સાદી વાતો શીખવતું આ પુસ્તક સાઉથ ઈસ્ટ એશિયામાંથયેલા […]

સરદારઃ વોટ બેન્ક નહીં, વ્યવહારુ રાજકારણ

સરદાર પટેલ એક અત્યંત વ્યવહારુ અને દૃઢ નિશ્ચયી, પ્રામાણિક રાજકારણી હતા.1947માં દેશ આઝાદ થયો, એ સમયે દેશના બે ભાગલા થયા. પાણીથી ભરપૂર નહેરો અને ફળદ્રુપજમીનનો પશ્ચિમ પંજાબનો ભાગ પાકિસ્તાનમાં ગયો. એટલું જ નહીં, શીખ અને હિન્દુઓ પર ખૂબઅત્યાચાર થયો. માસ્તર તારાસિંગે અકાલી જૂથના આગેવાન તરીકે જેહાદ ઊઠાવી, પણ એમાં તોવેરઝેર વધ્યું. સરદાર સાહેબે તારાસિંગને નજરકેદમાં […]

ફિલ ફ્રી, ફ્લાય ફ્રી… ઉંમર? એટલે શું?

’60 વર્ષની થવા આવી, તો ય નાની છોકરીની જેમ ઉછળકૂદ કરે છે. વેખલાની જેમ હસે છે…કેવા કલર પહેરે છે! આવા ટૂંકા કપડાં શોભતા હશે?’ આવું આપણે સૌ સ્ત્રીઓએ ઘણીવાર સાંભળ્યું છે,કહ્યું પણ હશે! એની સામે ’60ના થવા આવ્યા પણ લાગતા નથી, હી ઈઝ ઓલવેઈઝ યંગ એન્ડએનર્જેટિક, કેટલા ફિટ છે! કોઈ પણ રંગ શોભે છે…’ આવું […]

મહિલા અને યુવા મતદારોઃ જાણો, વિચારો અને નિર્ણય કરો

દિવાળી પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે, પરંતુ એની તૈયારીતો છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહી છે. કેન્દ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી છે. મેટ્રોપૂરી કરી દેવામાં આવી. વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને ગુજરાતને અનેક પેકેજીસનો લાભમળવા લાગ્યો એટલે ગુજરાતની ચૂંટણી હવે હાથવેંતમાં છે એવું તો સૌ સમજી જ ગયા છે. ફક્તસત્તાવાર જાહેરાત થાય […]

ટિટોડી અને દરિયોઃ માણસ અને સિસ્ટમ

સાગરને તીર એક ટટળે ટિટોડી,ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે,ટટળી કળેળતી કાઢે છે રીસ. ટિટોડીના ઈંડાંની આ કથા ગુજરાતી માધ્યમમાં ભણેલા ઘણા બધા લોકો શાળાના પાઠ્યપુસ્તકમાંભણ્યા હશે. ત્રિભુવનદાસ લુહાર, ‘સુંદરમ્’ની આ કવિતામાં સાથે મળીને દુનિયાની કોઈપણ તાકાત સામેલડી શકાય એનો અદભૂત મોટિવેશનલ સંદેશો છે. તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ […]

33 લાખ શૌચાલયની સિલસિલાબંધ સ્ટોરીઃ સ્વચ્છતામાં શાણપણ

‘મોઈ આમ ને આમ મરવાની, આજ ચાર દા’ડા થયા તે પેટમાં ચૂંકાતું નથી? આ બધીઓનિરાંતે જાય છે તે દેખતી નથી?’ ખુલ્લામાં જવાનું, ખાડીની બીજી બાજુ જતાં તો સવલીને ટાઢ ચડી જાય. બે દહાડા પહેલાંજ ગગડી ગગડીને ઝીંકાયેલો. લપસણા કાદવિયા રસ્તા, ગંદા પાણીની નીકો કૂદતાં ઓળંગતાં ઠેઠદૂરનાં ઝાડીઝાંખરાં લગી જવું પડે. ત્યાં યે પાછું ગોબરું કાદવિયું […]