Category Archives: Aaina Ma Janamteep

પ્રકરણ – 7 | આઈનામાં જનમટીપ

‘પાપુ!’ ત્રણ રાતના ઉજાગરા પછી ઘસઘસાટ ઊંઘી ગયેલી શ્યામાને જોઈને ભાસ્કરભાઈ પાછા વળતા હતા, પણ કાચી નિંદરમાં સૂવા ટેવાયેલી શ્યામાની આંખ ખૂલી ગઈ. એને જાગેલી જોઈને ભાસ્કરભાઈ એની નજીક આવ્યા, શ્યામાના માથે હાથ ફેરવીને એમણે કહ્યું, ‘શ્યામુ આઈ એમ પ્રાઉડ ઓફ યુ’. કાઉચમાં બેઠી થઈની શ્યામા પિતાના ગળે વળગી પડી. અત્યાર સુધી રોકી રાખેલા આંસુ […]

પ્રકરણ – 6 | આઈનામાં જનમટીપ

શ્યામા આઈસીયુનો દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ ગઈ. હતપ્રભ જેવો દિલબાગ ત્યાં જ ઊભો હતો.જિતો ધીરેથી દિલબાગ પાસે આવ્યો, ‘ચલે બાઉજી’ એણે હતી એટલી હિંમત એકઠી કરીને પૂછ્યું. દિલબાગે કશુંબોલ્યા વગર ચાલવા માંડ્યું. લિફ્ટ લેવાને બદલે એણે સડસડાટ સીડીઓ ઉતરવા માંડી. દિલબાગનું મગજ ભયાનકતેજ અને ધારદાર હતું. જો શફક ગાડીમાં ન મળી તો એ ક્યાં […]

પ્રકરણ – 5 | આઈનામાં જનમટીપ

એમએચ 1 એમએસ 9999 મર્સિડિસ જી ક્લાસ એસયુવી ગાડી જુહુતારા રોડ પર રસ્તાની વચ્ચોવચ ઊંધીપડી હતી. દોઢ દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો હતો. મુંબઈ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું હતું. ટ્રાફિક વધુ ને વધુઅઘરો બની રહ્યો હતો ત્યારે રસ્તા પર પડેલા આ તોતિંગ હાથીને તરત હટાવવા માટે 100 પર આઠ-દસ ફોન આવીચૂક્યા હતા. સામેની ફૂટપાથ […]

પ્રકરણ – 4 | આઈનામાં જનમટીપ

આજે જે નિઃસહાય, બેહોશ અને સંપૂર્ણપણે નિર્દોષ દેખાઈ રહ્યો હતો એ મંગલસિંઘ યાદવે ડૉ. શ્યામા પરબળાત્કાર કર્યો હતો. એના પિતાની પહોંચ અને ધાકને કારણે મંગલસિંઘ નિર્દોષ પૂરવાર થયો. દેશભરના મીડિયામાં એઘટના એટલી ચૂંથાઈ કે થોડાં અઠવાડિયાં તો શ્યામા માટે કોઈ રેસ્ટોરાં, સિનેમા થિયેટર કે મૉલમાં જવું અસંભવ બનીગયું હતું. સોશિયલ મીડિયા, ન્યૂઝ મેગેઝિન્સના કવર અને […]

પ્રકરણ – 3 | આઈનામાં જનમટીપ

શ્યામાની નજર સામે સૂતેલો મંગલ, અત્યારે તો બેહોશ હતો. એના શરીર પર મોનિટર્સના વાયર અને નસોમાંનળીઓ હતી. ગઈકાલે રાત્રે એ આવ્યો ત્યારે કોઈને ખાતરી નહોતી કે એ બચી જશે. ફેફસાંમાં કાચના ટૂકડા અનેછાતીમાં પેસી ગયેલા સ્ટિયરિંગ પછી ડૉ. શ્યામાએ એને બચાવ્યો તો ખરો, પરંતુ અત્યારે એની સામે જોઈ રહેલીશ્યામાને એ રાત, એ રાતની ભયાનકતા અને […]

પ્રકરણ – 2 | આઈનામાં જનમટીપ

“કિલ હીમ…” પાવન કહી રહ્યો હતો. એના અવાજમાં કોઈ રાક્ષસી ઉદ્વેગ હતો. સેલફોન હાથમાં પકડીને ઊભેલી શ્યામા બસ, સાંભળી રહી હતી. ડૉ. રાજેશ, ડૉ. શિરીન,પાવન અને ડૉ. પરેશના શબ્દો એકબીજાની સાથે અથડાતાં હતા જાણે. બે પત્થર ઘસાય એમ એ બધાશબ્દો એકબીજા સાથે ઘસાતા હતા અને તણખા ઝરતા હતા શ્યામાની ચારેતરફ. એનું મગજ ગોળગોળ ઘૂમતું હતું. […]

પ્રકરણ – 1 | આઈનામાં જનમટીપ

શ્યામાએ આંખો ખોલી. ડૉક્ટર્સ રૂમના આછા બ્લ્યૂ રંગના પ્રકાશમાં ધોળી દિવાલો પણ ભૂરીદેખાતી હતી. આખા રૂમ ઉપર જાણે ભૂરા રંગની ચાદર ઢાંકી દીધી હોય એમ ફર્નિચર, વસ્તુઓ,કારપેટ, ફર્શ બધું જ બ્લ્યૂ રંગનું દેખાતું હતું. શ્યામાએ ટેબલ પર પડેલા મોબાઈલને હાથમાં લઈનેસમય જોયો, બેને દસ…એ.એમ. હોસ્પિટલની કાચની મોટી બારીઓ પર લગાવેલી ફિલ્મને કારણે બહારનો પ્રકાશ ભીતરઆવતો […]