બીજા દિવસે સવારે શિવ દરવાજો ખોલીને બહાર નીકળ્યો ત્યારે એણે જોયું કે, એના બેડરૂમની બહારઓમના બે વિશ્વાસુ માણસો સુધાકર અને જ્હોન ભરેલી બંદૂકે ઊભાં હતા. શિવ અકળાઈ ગયો. એ સ્વતંત્રમિજાજનો બેપરવાહ અને પ્રમાણમાં ડેરિંગ છોકરો હતો. આવી રીતે રૂમની બહાર બે માણસોને ઊભેલા જોઈને એનેગુસ્સો ચડી ગયો.એક તો આખી રાતનો ઉજાગરો હતો, ઓમનો પત્તો મળતો […]
Category Archives: Aaina Ma Janamteep
છોકરીઓની ડિલિવરી પછી પહેલું કામ મોટાભાઈને શોધવાનું હતું. જરૂર નહોતી તેમ છતાં ખાલી બસચલાવી રહેલા શિવે સાંઈને ફોન કર્યો, ‘પતી ગયું છે. હું નીકળું છું.’ સામાન્ય રીતે શિવ ઓમને જ પોતાના કામ અનેલોકેશનની માહિતી આપતો. આજે એણે સાંઈને ફોન કર્યો એટલે સાંઈને નવાઈ લાગી.એણે શિવને પૂછ્યું, ‘ભાઈને કહ્યું?’‘હમમ…’ શિવે જવાબ આપવાનું ટાળ્યું. એ ખરેખર ચિંતામાં […]
ટેબલ પર કોકેઈન પાવડરની બે લાઈનો કરેલી હતી. હાથમાં પકડેલા ક્રેડિટ કાર્ડથી એ લાઈનને સરખી કરીનેસાંઈ અસ્થાનાએ પોતાના હાથમાં પકડેલી બે હજાર રૂપિયાની હવે નહીં ચાલતી નોટની ભૂંગળી નાક પાસે લીધી. એકશ્વાસે એણે કોકેઈનની એ આખી લાઈન પોતાના એક નસકોરામાં ઉતારી અને પછી બીજા નસકોરા પાસે ભૂંગળી લઈજઈને બીજી લાઈન પણ શ્વાસમાં ખેંચી લીધી. માથું […]
મુંબઈ ઈન્ટરનેશનલ પર ઊભેલા મંગલસિંઘનો જીવ તાળવે ચોંટ્યો હતો. એને ભયાનક પરસેવો થઈ રહ્યોહતો. એણે સિક્યોરિટીને ચેક કરવા આપેલા પાસપોર્ટ અને ટિકિટને સિક્યોરિટીનો માણસ જરા વધુ ઝીણવટથી તપાસીરહ્યો હતો. કોઈપણ એક સેકન્ડે પકડાઈ જવાની માનસિક તૈયારી સાથે મંગલસિંઘે આંખો મીંચી, પણ બીજી જ સેકન્ડેસિક્યોરિટીના માણસે એને કહ્યું, ‘મુજે તો લગા તુમ કોઈ પિક્ચર કે હીરો […]
મલેશિયાના તમન દુત્તા વિસ્તારના એક સુંદર બંગલાના સ્વિમિંગ પુલ પાસે ચાર જણાં બેઠાં હતા. એમાંનાત્રણ જણાંના ચહેરા એકમેક સામે એટલા મળતા આવતા હતા કે એ ત્રણ ભાઈઓ છે એ વાત જણાયા વગર રહે નહીં.સૌથી મોટો ભાઈ સ્કાય બ્લ્યૂ રંગના અરમાનીના સૂટમાં, રોલેક્સ ઘડિયાળ અને કાર્ટિયરના ચશ્મા પહેરીને બેઠો હતો.ટેબલ ઉપર સિંગલ મોલ્ટના ક્રિસ્ટલ ગ્લાસ હતો. […]
સવારે મંગલ ઊઠ્યો ત્યારે શૌકત અને પંચમ ઓલરેડી નાસ્તો કરવા પહોંચી ગયા હતા. મંગલને ખાસ ખાવાનીઈચ્છા નહોતી. એને પૂરેપૂરો સાથ અને સહકાર મળી રહેવાનો છે એવી જાણ હોવા છતાં મનમાં ક્યાંક ભય અનેઉદ્વેગનું દ્વંદ્વ ચાલતું હતું. નાહી-ધોઈને એણે જેલનો ધોયેલો યુનિફોર્મ પહેર્યો. ઘડિયાળમાં પોણા દસ થયા હતા.પંચમ અને શૌકત આરામથી બેરેકમાં દાખલ થયા. આજુબાજુમાં બીજા […]
શ્યામા આખી રાત સૂઈ શકી નહોતી. એણે પોતાના લિસ્ટમાં આવી શકે એવા બધા લોકોને તપાસી જોયા.એવું કોણ હોઈ શકે જેને દિલબાગને મારી નાખવામાં જ રસ હોય. કોર્ટના આંગણામાં આટલા પોલીસની હાજરીમાંદિલબાગને ઉડાવી શકે એ માણસ ચોક્કસ પાવરફૂલ અને વગદાર હોવો જોઈએ, એટલું તો શ્યામાને સમજાતું હતું, પણએની નજર સામે જેટલા ચહેરા કે મગજમાં જેટલા નામ […]
શ્યામાની વાત સાંભળીને ભાસ્કરભાઈ ડરી ગયા હતા. દિલબાગને એ મરાવવા માગતા હતા એ વાત સાચી,પરંતુ એમનો માણસ સૂરિ તો પોતાનું નિશાન તાકે તે પહેલાં દિલબાગ કોઈ બીજાની ગોળીનું નિશાન બની ગયો હતો.અર્થ એ હતો કે, દિલબાગનો જીવ લેનાર માણસ કોઈ જબરજસ્ત ગેંગસ્ટર કે પોતાની વગ અને પહોંચ ધરાવતોમાણસ હતો. શ્યામા આવા કોઈ લફરાંમાં પડે એ […]
‘બાઉજી…’ મંગલનું ગળું ભરાઈ આવ્યું, પણ એ રડ્યો નહીં. જાળીની બીજી તરફ બેઠેલી શ્યામા એને જોઈરહી હતી. મંગલના ચહેરા પર કશુંક અત્યંત કિંમતી, પ્રિય ગૂમાવી દીધાનો ખાલીપો હતો, પણ આંખમાં આંસુ નહોતાં.એણે શ્યામા તરફ જોયું. એ સાવ ચૂપ હતો. પંદર મિનિટની એકાંત મુલાકાત મળી હતી શ્યામાને. એ પણ એનાપિતાના મૃત્યુના સમાચાર આપવા માટે. દસ મિનિટ […]
નાર્વેકરે માથું ઊંચક્યું ત્યારે દિલબાગની લોહીલુહાણ લાશ પડી હતી. બાજુમાં એનો કોન્સ્ટેબલ પણ ડચકાંખાઈ રહ્યો હતો. ઝૂકી ગયેલા ઓફિસોમાં ભરાઈ ગયેલા, આંખો મીંચીને ઊભા રહી ગયેલા કે જમીન પર સૂઈ ગયેલાલોકો જીવતા માણસો નહીં, પણ જાણે ચિત્રોમાં દોરેલા હોય એવા સ્તબ્ધ અને સ્થિર ઊભા હતા. સૌના ચહેરા પરઆઘાતનો એવો ભયાનક ભાવ હતો જેમાંથી બહાર નીકળતા […]