Category Archives: Aaina Ma Janamteep

પ્રકરણ – 24 | આઈનામાં જનમટીપ

‘હું પ્રેમ કરું છું એને.’ મંગલસિંઘે કહ્યું. આઉટ હાઉસના દરવાજાની વચ્ચોવચ્ચ ઊભેલા ભાસ્કરભાઈ, જમીનપર પડેલો લોહીલુહાણ પાવન અને મંગલસિંઘને રોકવાનો પ્રયત્ન કરી રહેલી શ્યામા બધા જ આ સાંભળીને સ્તબ્ધથઈ ગયા, પરંતુ એકલો મંગલસિંઘ એકદમ સ્વસ્થ અને શાંત હતો. એણે શ્યામા સામે જોયું, શ્યામાની આંખોમાં એકઅવિશ્વાસ અને વિચિત્ર પ્રકારનો ઉચાટ હતો. મંગલના ચહેરા પર સ્મિત આવ્યું, […]

પ્રકરણ – 23 | આઈનામાં જનમટીપ

દિલબાગે જે રીતે સરેન્ડર કર્યું એનાથી પીઆઈ સાવંતને નવાઈ લાગી. એ કશું બોલ્યો નહીં. થોડીવાર ગૂંચવણમાં ઊભોરહ્યો પછી સાવંતે ખૂણામાં જઈને ફોન લગાવ્યો, ‘સાહેબ આ તો સરેન્ડર કરે છે!’‘હોંશિયાર છે.’ અવિનાશકુમારના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘બેસાડી લો.’ એણે કહ્યું.‘નંતર?’ સાવંતે પૂછ્યું, ‘પછી શું કરીએ?’‘પછીની વાત પછી…’ અવિનાશકુમારે કહ્યું, ‘હાથમાં આવ્યો છે તો લઈ લો.’ […]

પ્રકરણ – 22 | આઈનામાં જનમટીપ

‘આ દાક્તરણીને ત્યાં પનાહ તો લીધી છે, પણ હું તને કોઈ મુશ્કેલીમાં નહીં મૂકાવા દઉં એટલું યાદ રાખજે.’ મંગલસિંઘનીબાજુમાં સૂતેલા દિલબાગે દીકરા તરફ જોઈને કહ્યું, ‘સારી બુધ્ધિ વાપરી તેં… આ છોકરી તારી વાતમાં આવી ગઈ. આપણનેઆનાથી સેફ જગ્યા ના મળી હોત.’‘તમે જો કન્ફેશન કરવાની વાત કરતા હો તો હું એ બાબતમાં સીરિયસ છું.’ મંગલસિંઘે પિતાની […]

પ્રકરણ – 21 | આઈનામાં જનમટીપ

‘આ બધું શું છે?’ ઘરમાં દાખલ થઈ રહેલા દિલબાગ સહિતના બીજા બે માણસો અને મંગલસિંઘને જોઈનેભાસ્કરભાઈના હોશ ઊડી ગયા, ‘આ લોકો…’‘આ લોકો થોડો સમય અહીં જ રહેશે.’ શ્યામાએ જે રીતે કહ્યું એનાથી ભાસ્કરભાઈ સમસમીને રહી ગયા. શ્યામા જેરીતે ટેકો આપીને મંગલસિંઘને ઘરમાં લઈ આવી એ જોઈને ભાસ્કરભાઈનું મગજ છટક્યું. એ કશું બોલ્યા નહીં પણ એમનીઆંખોમાં […]

પ્રકરણ – 20 | આઈનામાં જનમટીપ

‘શીટ!’ અવિનાશકુમારના પગ નીચેથી ધરતી સરકી ગઈ, ‘તમે શું હજામત કરતા હતા? એમ કેવી રીતે લઈ ગયો.’ એણેપૂછ્યું, ‘કેટલા માણસો લઈને આવેલો?’‘ત્રણ.’ અવિનાશના માણસે ધ્રૂજતા અવાજે કહ્યું. પછી ઉમેર્યું, ‘મને ગોળી વાગી છે.’‘ડૉક્ટર છે ને ત્યાં?’ અવિનાશને અત્યારે એની ફરિયાદમાં રસ નહોતો, ‘કહે એને, ગોળી કાઢીને ટાંકા લઈ લે.’‘સાહેબ…’ પેલો માણસ કઈ કહેવા ગયો, પણ […]

પ્રકરણ – 19 | આઈનામાં જનમટીપ

અવિનાશકુમારને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, શ્યામા સીધી દિલબાગ સુધી પહોંચી જશે. અહીંથી દિલબાગનાબે માણસો મુરલી અને શાનીની સાથે શ્યામાએ નાર્વેકરની મદદ લઈને દિલબાગના ફોન પર આવેલા છેલ્લા ફોનને ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો. અવિનાશકુમારે પસંદ કરેલા લોકલ માણસો કદાચ એટલા સ્માર્ટ નહોતા એટલે સીમકાર્ડ તોડીને ફેંકવાને બદલે એમણે એ ફોન ચાલુ રાખ્યો. નાર્વેકર માટે આટલું જ […]

પ્રકરણ – 18 | આઈનામાં જનમટીપ

હાઈવે પરના ઢાબામાં બેઠેલો દિલબાગ થોડી વાર તો નાના બાળકની જેમ રડતો રહ્યો. એ પછી એણે એનાલોકલ કોન્ટેક્ટ્સને ફોન કરવાનું શરૂ કર્યું. પાંચ-છ ફોનમાં દિલબાગને સમજાઈ ગયું કે, એના પોતાના એવા માણસોજેને દિલબાગ વિશ્વાસુ, જાંનિસાર માનતો હતો એ લોકો પણ રાહુલ તાવડે પાસે પૈસા લઈને વેચાઈ ચૂક્યા હતા.કોઈકે મા બિમાર હોવાનું બહાનું કાઢ્યું તો કોઈકે […]

પ્રકરણ – 17 | આઈનામાં જનમટીપ

મંગલસિંઘને આપેલા ઈન્ટ્રાવિનસ એનેસ્થેસિયાની અસર ઓછી થવા લાગી હતી. એણે આંખો ખોલી ત્યારેઝુમ્મર લટકતી કોઈ હવેલી જેવા મકાનની પોપડા ઉખડેલી છત જોઈને એનું મગજ સતેજ થયું. હજી એનેસ્થેસિયાનીઅસર સાવ ઓછી નહોતી થઈ, એટલે ફરી એની આંખો મીંચાઈ ગઈ. એણે મહાપ્રયત્ને આંખો ખોલીને પૂછ્યું, ‘હુંક્યા છું?’રાહુલ તાવડેના માણસે મંગલસિંઘની પલ્સ ચેક કરી. આંખોના પોપચા ઊંચા કરીને […]

પ્રકરણ – 16 | આઈનામાં જનમટીપ

સફેદ રંગની અલ્કાઝાર ગાડીમાં બેહોશ મંગલસિંઘ પાછળની સીટમાં પગે ફ્રેક્ચર અને હોસ્પિટલના કપડાંપહેરીને પડ્યો હતો. આગલી સીટમાં બેઠેલો માણસ વારેવારે પાછળ ફરીને જોઈ રહ્યો હતો. મંગલસિંઘને સિટબેલ્ટબાંધીને એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે, એ હલે તો પણ સીટ પરથી લસરીને નીચે ન પડે. પાછળની સીટ ખોલીને સેવન સીટર ગાડીમાં પાછળ બેઠેલો એક માણસ સતત મંગલસિંઘ […]

પ્રકરણ – 15 | આઈનામાં જનમટીપ

શ્યામાના લાંબાચોડા ભાષણ પછી મંગલસિંઘનું મગજ હચમચી ગયું હતું. એણે અત્યાર સુધી અપમાનિતકરેલી અનેક છોકરીઓ, પિતાના ધંધામાં અટવાયેલી, પીડાયેલી અનેક સ્ત્રીઓનાં ચહેરા એની નજર સામે આવતાહતા. શ્યામાનો ચહેરો નજર સામે આવશે એ દરેક વખતે આ ભયાનક સ્મૃતિની પીડા એનો પીછો નહીં છોડે એમંગલસિંઘ સમજી ચૂક્યો હતો. એણે થોડે દૂર ઊભેલી નર્સને બોલાવી. નર્સ નજીક આવી. […]