Category Archives: Kalash

માતા-પિતા છે, ત્યાં સુધી નડે ને પછી ક્યાંય નહીં જડે!

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા.આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ.રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો.યૌવને વિધવા, પેટે બાળકો કંઈ, સાસરેસાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી.વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,પુત્રોના ભાવિની સામું […]

પ્રેમ એટલે પ્રેમઃ હોલિવૂડ અને બોલિવૂડનો સેમ!

‘ધ રોમેન્ટિક્સ’ નામની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ યશ ચોપરાના જીવન અને એમની ફિલ્મોઉપર બનાવવામાં આવી છે. આદિત્ય ચોપરા, જે સામાન્ય રીતે ક્યારેય જાહેરમાં આવતા નથી એમનાઈન્ટરવ્યૂ સહિત બોલિવૂડની હસ્તીઓ જેવા કે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન,આમિર ખાન, રિતીક રોશન, સલિમ ખાન, સૂરજ બરજાત્યા, અનિલ કપૂર, રણબીર કપૂર, જ્હોનઅબ્રાહમ, જુહી ચાવલા, કાજોલ, કેટરિના કૈફ, રિશી કપૂર, […]

દોસ્તોં સે પ્યાર કિયા દુશ્મનો સે બદલા લિયાજો ભી કિયા, હમને કિયા… શાન સે

ચઢતી લહર જૈસે ચઢતી જવાનીખિલતી કલી સા ખિલા રૂપજાને કબ કૈસે કહાઁહાથોં સે ફિસલ જાયે જૈસેઢલ જાએ ચઢી ધૂપहरि ॐ हरि… રંબા હો…, ઉરી બાબા…, તુ મુજે જાન સે ભી પ્યારા હૈ…, વન ટુ ચા ચા ચા…થી શરૂકરીને હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘દ્રશ્યમ-2’ના ટાઈટલ સોન્ગમાં તમને બધાને યાદ હશે, આઅવાજ. ‘પ્યારા દુશ્મન’ નામની ફિલ્મ, […]

દિલ ધડકને દો…

નવરાત્રિના આઠ દિવસમાં 108 એમ્બ્યૂલન્સ સેવાને હાર્ટની સમસ્યાને લગતા 750કોલ આવ્યા છે. માત્ર એક સપ્તાહમાં 25થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યો છે જેમાં 13થી 35 વર્ષનાલોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે છે. તબીબો પોતપોતાનું મંતવ્ય આપી રહ્યા છે જેમાં, કોવિડથીશરૂ કરીને બદલાઈ રહેલી જીવનશૈલી સુધીના અનેક કારણો તપાસવામાં આવી રહ્યા છે, પરંતુ માત્રનવરાત્રિ જ નહીં, છેલ્લા થોડા […]

અંગદાનઃ જીવનદાન; આ નવરાત્રિએ જીવનથી જીવનનો દીપ પ્રગટાવી.

કોવિડના સમયમાં બે વર્ષ સુધી નવરાત્રિ ન થઈ શકી. ગયે વર્ષે લગભગ દરેક માણસે નવરાત્રિને પૂરેપૂરાઆનંદથી માણી… ગુજરાત અને મુંબઈની નવરાત્રિમાં આસમાન-જમીનનો ફેર છે. મુંબઈની નવરાત્રિ સાત-સાડાસાતે શરૂ થઈને રાત્રે દસ વાગ્યે બંધ થઈ જાય છે. કેટલીક જગ્યાએ એમની પાસે બાર વાગ્યાની પરમિશન છે, પરંતુસતત વ્યસ્ત રહેતા મુંબઈગરાઓ મોડી રાત સુધી જાગીને ‘વર્કિંગ ડેઈઝ’માં નવરાત્રિ […]

પુરુષમાં રહેલ રાક્ષસનો નાશ કરે, એ દરેક સ્ત્રી દુર્ગા છે

અમૃતા પ્રિતમની એક નવલકથા ‘નાગમણિ’માં એક સંવાદ છે… જેમાં એનો હીરો કુમાર એનેબેફામ ચાહતી નાયિકા અલકાને કહે છે, ‘હું એ સ્ત્રી પાસે જતો, એને વીસ રૂપિયા આપતો અને મારાશરીરની તરસ છીપાવીને પાછો ફરતો.’ ‘મને પણ વીસ રૂપિયા આપી દે. માની લે હું એ જ સ્ત્રી છું.’ અલકા કહે છે.‘પણ એ સ્ત્રીનો કોઈ ચહેરો કે નામ […]

ઓનલાઈન એપ્સઃ નવી પેઢી આળસુ બને છે, જૂની પેઢી છેતરાય છે

‘ત્રીસ રૂપિયાની વસ્તુ મંગાવવા માટે પંદર રૂપિયા કેમ ખર્ચવાના?’ જૂની પેઢી પૂછે છે.‘એટલું પેટ્રોલ ના બળે?’ નવી પેઢીનો ઉત્તર છે, ‘એટલો ટાઈમ નથી બગડતો?’‘પણ, ચાલીને જા ને…’ જૂની પેઢી કહે છે.‘તારે વસ્તુ લાવવાથી કામ છે કે હું ચાલીને જાઉં એનાથી?’ સંવાદ પૂરો થઈ જાય છે… ડિજિટલ ઈન્ડિયાની પ્રધાનમંત્રીની હાકલને યુવા પેઢીએ ખૂબ આનંદથી વધાવી લીધી […]

બદનામી મંજૂર હૈ, બદમાશી નહીં…

સોશિયલ મીડિયાએ આપણને સહુને ‘પ્રસિધ્ધ’ થવાનું એક વિચિત્ર વ્યસન લગાડ્યું છે.લગભગ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં બનતી રોજિંદી ઘટનાથી શરૂ કરીને, પોતાની ફિલોસોફી,સમજણ, નુસ્ખા કે આવડતને ઘણા બધા લોકો સુધી પહોંચાડવાનો એક શોખ જાગ્યો છે. એમાંફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટા સાધન નહીં, પણ હથિયાર બની ગયા છે. સારી વાત તો લખાય જછે, પરંતુ એની સામે કોઈપણ વ્યક્તિને […]

ક્લિવેજ, ઑફ શોલ્ડર, સાઈડ સ્લિટ અને ક્રોપ ટોપ… વેચાય છે!

તેનાં નેત્રો શરદના કમલ સમાન છે, શરદકમળની સુગંધ ધારણ કરે છે અને શરદના કમલ પરબિરાજતી લક્ષ્મી સમાન તેનું સૌંદર્ય છે. (33) હે રાજા! આવી સુંદર કેડવાળી, ચારુગાત્રી પાંચાલી દ્રૌપદીને દાવમાં મૂકી, હે શકુનિ! હું રમું છું.(37) મહાભારતમાં દ્યુત પર્વમાં દ્રૌપદીને દાવ પર લગાડતા પહેલાં સ્વયં એમના પતિ, ધર્મરાજપોતાની પત્નીનું વર્ણન કરે છે, જાણે કોઈ ‘વસ્તુ’ને […]

વાત કરશો તો વાત ‘વધશે’ નહીં

‘તાલી’ એક એવી વ્યક્તિની બાયોપિક છે જેણે પોતાના અસ્તિત્વના સ્વીકાર માટે સમાજનીસામે પડકાર ફેંક્યો. આજે એ જ ગૌરી સાવંત દેશ-વિદેશમાં જઈને પોતાના અનુભવો અને જીવનનીચર્ચા કરે છે. ‘ટેડ ટૉક’ જેવા સન્માનનીય પ્લેટફોર્મ પર પણ એમણે પોતાની વાત રજૂ કરી છે.એલજીબીટીનો વિષય સમજણ અને સંયમ માગી લે એવો વિષય છે, પરંતુ છેલ્લા થોડા વખતથીસિનેમા અને ઓટીટી […]