Category Archives: Ek Bija Ne Gamta Rahiye

સમય આપે એ નવરા નથી હોતા…

‘શું કરે છે? ફોન કેમ નથી ઉપાડતા ?’ એક વ્યક્તિ બીજાને પૂછે છે… ‘મારી પાસે એક કલાક ફ્રીહતો, એટલે મને લાગ્યું કે, તારે ત્યાં આવીને ચા પીઉં!’ પણ એ જ વ્યક્તિ જ્યારે સામે ફોન કરે છે ત્યારેએમની પાસે સમય નથી હોતો… આપણે એવું માની લઈએ છીએ કે, આપણે માટે જો આપણા મિત્ર,પ્રિયજનનું મહત્વ આપણા કામ […]

જો ચલા ગયા ઉસે ભૂલ જા…

38 વર્ષની કેટરિના કૈફ અને 33 વર્ષના વિકી કૌશલના લગ્ન આનંદ અને શાંતિથી પૂરા થઈ ગયા.સલમાન ખાન એ લગ્નમાં હાજર ન રહ્યા, પણ એમણે ઉદાર દિલે બંને જણને રેન્જ રોવર ગાડી ભેટઆપી. બીજી તરફ, કેટરિનાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરે પણ હીરાનો સેટ ભેટ આપ્યો, પરંતુલગ્નમાં હાજર ન રહ્યા. એક સમયે રણબીર કપૂર અને કેટરિના લિવઈનમાં […]

મથુરાનગરપતિ, કાહે તુમ ગોકુલ જાઓ…

‘તુમરી પ્રિયા અબ પૂરી ઘરવાલી, દૂધ નાવન ઘીવું દિનભર ખાલી…’ ગઈકાલ સુધી જે પ્રેમિકાહતી એ આજે કોઈની પત્ની છે. દૂધે નહાય છે, પરંતુ કરવા માટે એની પાસે કશું નથી (જીવવાનું કોઈકારણ નથી). ‘બિરહ કે આંસુ કબ કે પોંછ ડાલે, અબ કાહે દરદ જગાઓ…’ જે ગઈકાલ સુધી તમને મિસકરતી હતી કે જેને તમારા વગરનું જીવન અસહ્ય […]

‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન અપમાનજનક છે?

કોરોના પછી આજુબાજુમાં રહેતા લોકોને એકબીજા સાથે દોસ્તી થવા લાગી છે, અથવા કદાચકરવી પડી છે. સૌને સમજાયું છે કે, પડોશી સાચા અર્થમાં પહેલો સગો છે… આવા સમયમાં કોઈક વ્યક્તિસાથેના સંબંધોમાં શું સંબોધન કરવું,એવી સમસ્યા ક્યારેક આપણને મૂંઝવી નાખે છે. એમાંય ખાસ કરીને,60થી ઉપર અને 65થી નીચેના લોકોને ‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન બહુ ગમતું ન હોય […]

માણસ અને મ્યુઝિયમઃ આજ અને ઈતિહાસ

14 ડિસેમ્બર, રાજ કપૂરનો જન્મદિવસ. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમનો જન્મદિવસધામધૂમથી ઊજવાતો. આર.કે. સ્ટુડિયોમાં13 ડિસેમ્બરની રાત્રે બોલિવુડના મોટામોટા સ્ટાર્સરાજસા’બને જન્મદિવસની શુભેચ્છા આપવા ઊમટી પડતા. એ સિવાય આર.કે.ની હોળી, રાજસા’બજીવ્યા ત્યાં સુધી એક અનોખો પ્રસંગ બની રહેતી. આર.કે.ની હોળીમાં નિમંત્રણ મળે એ સ્ટારનુંસદભાગ્ય કહેવાતું… 17 સપ્ટેમ્બર, 2017… બપોરે 2.20, આર.કે. સ્ટુડિયોમાં લાગેલી ભયાનક આગની […]

બેક ટુ સ્કૂલઃ મજા કે સજા ?

22 માર્ચ, 2019… આખો દેશ, દુનિયા એક સાથે બંધ થઈ ગયાં. લોકો પોતાના ઘરમાં પૂરાયાઅને સાથે જ શાળા-કોલેજો પણ બંધ થઈ ગઈ. હવે, અઢી વર્ષ કરતાં વધુ સમય પછી શાળાઓ ખૂલીછે. મોટાભાગના બાળકો શાળા, મિત્રો અને સમૂહજીવન ભૂલવા લાગ્યા હતાં. ઓનલાઈન શિક્ષણ એટલુંબધું કોઠે પડી ગયું હતું કે હવે તૈયાર થઈને, યુનિફોર્મ પહેરીને સ્કૂલબેગ, વોટરબેગ […]

‘સાંભળી’; શકીએ તો ‘સંભાળી’ શકીએ

‘અત્યારે નહીં…’ ‘શરૂ ના કરીશ…’ ‘એકની એક વાત કેટલીવાર કહીશ ?’ ‘ચૂપ રહે…’ ‘બકવાસ ના કર…’ ‘જસ્ટશટ અપ’ આ શબ્દો આપણે કેટલીવાર કહ્યા અને સાંભળ્યા છે. સામાન્ય રીતે કોઈપણ માણસ અણગમતી વાત, કેઅણગમતા સૂરમાં આપણે ન સાંભળવી હોય એવી વાત શરૂ કરે એટલે આપણે એને તરત જ બંધ કરવાનો પ્રયત્ન કરીએછીએ. આ વર્તન સ્વાભાવિક છે. […]

છોડ દે સારી દુનિયા કિસી કે લિયે…

1983થી 1995… એક એવી અભિનેત્રીની કારકિર્દી જેણે બાર વર્ષમાં 72 ફિલ્મો કરી. સુભાષઘાઈની ફિલ્મમાં નવા હીરો સાથે એને રજૂ કરવામાં આવી, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, સનીદેઓલ, રિશી કપૂર જેવા અનેક ‘એ’ લિસ્ટેડ એક્ટર્સ સાથે અને ‘એ’ લિસ્ટેડ ડિરેક્ટર્સ સાથે કામ કરીનેએણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી ! એ હદ સુધી કે 2016માં જ્યારે એમની સુપરહિટ ફિલ્મની સિક્વલબનતી […]

શાસ્ત્ર અને સમજઃ રિવાજ અને કુરિવાજ

વિશ્વભરમાં ફાયનાન્સિયલ વર્ષ, ચોપડા કે ઈન્કમટેક્ષના કાગળો પહેલી એપ્રિલથી શરૂ થાય છે.આમાં કોઈ મજાક છે-કે કોઈ અજાણતાં જ થઈ ગયેલી રમૂજ છે, એવો વિચાર આવ્યા વગર રહેતો નથીકારણ કે, પહેલી એપ્રિલ વિશ્વભરમાં ‘એપ્રિલફૂલ’ તરીકે ઉજવાય છે. એકબીજાને મૂરખ બનાવવાનો,આનંદ લેવાનો આ દિવસ આખા વિશ્વમાં ફાયનાન્સિયલ વર્ષની શરૂઆતનો દિવસ પણ છે ! પરંતુ,ભારતીય કેલેન્ડર અને ભારતીય […]

સંવેદનાઃ અન્યની અને મારી જુદી છે ?

‘સંવેદના’… આ શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ. કવિતાથી શરૂ કરીને સાદા સંવાદમાં, ભાષણમાં અનેલેખનમાં ‘સંવેદના’ની વાતો અવારનવાર વાંચવા મળે છે. સંતાન ધાર્યું કરે તો માતા-પિતાની સંવેદનાઉપર ઉઝરડો પડે, પતિ કે પત્ની જો જરાક અપેક્ષા વિરૂધ્ધ વર્તે કે પોતાના ગમા-અણગમા ખુલ્લા દિલેવ્યક્ત કરે તો જીવનસાથીની સંવેદના ઘવાય, કોઈ જરાક પોતાની મરજી કે ઈચ્છાથી પોતાના અંગતવિચારો કે […]