આમ તો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ યુનિવર્સિટી અનેઈન્સ્ટાગ્રામ, ફેસબુક માનસિક ત્રાસ ફેલાવવાનું જ કામ કરે છે. અત્યાર સુધી ગામનાચોરા પર બેસીને લોકો જે કરતાં હતા એ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં થાય છે.બીજાની પંચાતને હવે પોસ્ટ અને નિંદા અને અપમાનને હવે ટ્રોલિંગ કહેવાય છે! આજ સોશિયલ મીડિયાએ કેટલાય ખોવાયેલા મિત્રોને ભેગાં કર્યા છે, તો કેટલાય […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
માણસ માત્ર ‘સુખી’ થવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સુખની, સગવડની અનેસંતોષની સૌની પોતપોતાની વ્યાખ્યાઓ છે, અને દરેક પોતાની વ્યાખ્યામાં રહીને પોતાનાસુખને શોધે છે. એવી જ રીતે, ‘દુઃખ’ની પણ સૌની આગવી વ્યાખ્યા છે. મોટાભાગના લોકોનેજોઈએ ત્યારે સમજાય કે, એમની પાસે જે છે એમાં એ સુખી નથી! પત્ની હોય કે પતિ, પોઝિશનહોય, પૈસા હોય કે પ્રવૃત્તિ, […]
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ આ મંત્ર બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયમાંથી છે અને ઈશાવાસ્યોપનિષદનાશાંતિ પાઠનો ભાગ છે. એનો અર્થ છે કે, સચ્ચિદાનંદ, પરમાનંદ, પરમબ્રહ્મ, પુરુષોત્તમપરમાત્મા-એ તેજ જેનો આપણે સૌ અંશ છીએ એ સદા પરિપૂર્ણ છે. એની પૂર્ણતા આપણનેપૂર્ણતા તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે, પરંતુ આપણે અંશ છીએ માટે આપણે પૂર્ણ નથી. આજગત એ જ પરમબ્રહ્મના તેજથી પૂર્ણ છે […]
એ 38 વર્ષના હતા, જ્યારે હું એમને પહેલી વાર મળી… ને, હું 16ની.એમને જોતાં જ હું ડઘાઈ ગયેલી. 1916નો એ ઉનાળો હતો. મારા પિતાજીનું દાર્જીલિંગમાં ઘરહતું. મારા પિતા ‘જે’ ક્લાયન્ટ હતા. એમણે ‘જે’ને ઈન્વાઈટ કરેલા-રજાઓ ગાળવા. અમે બે જણાંપહેલી વાર ત્યાં મળેલાં. એમ.સી. ચાગલા એ વખતે ‘જે’ને આસિસ્ટ કરતા. દાર્જીલિંગમાં એ પણહતા. અમારો સંબંધ વિકસતો […]
કોઈ અત્યંત નિકટની વ્યક્તિ આપણી સાથે જુઠ્ઠું બોલે, આર્થિક રીતે નુકસાન પહોંચાડે, વિશ્વાસતોડે કે આપણા વિશે આપણે કહેલી કોઈ અંગત વાત બીજાને કહી દે… ત્યારે દુઃખ થાય, થવું જ જોઈએકારણ કે આપણે માણસ છીએ. આપણે બધા આવી પરિસ્થિતિમાંથી ક્યારેક ને ક્યારેક પસાર થયા જ છીએ.દરેક વખતે દરેક વ્યક્તિ આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં જુદો જુદો પ્રતિભાવ આપે […]
‘કોન્ડોમ એટલે શું?’ બાર વર્ષના એક બાળકે જાહેરાત જોઈને માને પૂછ્યું. ટીવી જોઈરહેલા મા અને પિતા બંને ઝંખવાઈ ગયા, ‘એ તો છે ને…’ શું જવાબ આપવો એ એમને સૂઝ્યોનહીં. આડી-તેડી, ગોળ ગોળ વાત કરીને એમણે એ વખતે તો વાત ટાળી દીધી, પરંતુ બાર વર્ષનાબાળકે ‘કોન્ડોમ’ શબ્દ પર સર્ચ કર્યું અને એ પોર્નના ચક્કરમાં પડી ગયો. […]
‘અરે! એ તો અમારા મહેમાન છે, ચોર નથી. તમે એમને ખોટા હેરાન કર્યા.’ કહીનેપાદરીએ બાજુમાં ઊભેલા ઊંચા-પહોળા ચીંથરેહાલ યુવાનના ખભે હાથ મૂક્યો, ‘ભાઈ, તમે ડીશલઈ ગયા, પણ આ ચાંદીના, મીણબત્તીના સ્ટેન્ડ તો ભૂલી ગયા, જે મેં તમને ભેટ આપ્યાં છે.’આ ચાર વાક્યોએ એક માણસની જિંદગી બદલી નાખી… અને એમાંથી ઉદભવી એક અમરકથા, ‘લા મિઝરેબલ.’ ફ્રેન્ચ […]
નીટ, કેટ, જીઈઈના પરિણામો આવે, સીએ ફાઈનલ અને યુપીએસસીના પરિણામોઆવ્યા ત્યારે અખબારોમાં ઉત્તમ માર્ક લઈને સફળ થયેલા વિદ્યાર્થીઓના નામ આવે, ફોટાછપાય, એમના વખાણ થાય, એ કેવી રીતે, કેટલા કલાક ભણતા હતા અને એમના માતા-પિતાએકેટલો ભોગ આપ્યો, એમણે કઈ રીતે તૈયારી કરી આ વિશેની વિગતો પણ એમના ઈન્ટરવ્યૂમાંપૂછાય… સફળતાની આ સમાજ કદર કરે છે, બલ્કે કિંમત […]
થોડા વખત પહેલાં ઝિનત અમાન અને નિતુ સિંઘ એક જાણીતા ચેટ શોમાં સાથેઉપસ્થિત રહ્યા. બંને જણાંએ પોતાના સમયના સિનેમા અને એની સાથે જોડાયેલાં અનુભવોનીવાત કરી. નિતુ સિંઘે કહ્યું, ‘હું કંઈ સમજી શકું એ પહેલાં તો મારા લગ્ન થઈ ગયેલાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંહીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરી અને જે પહેલો બોયફ્રેન્ડ મળ્યો એ જ મારો પતિ બન્યો… […]
વિખ્યાત ગ્રીક ફિલોસોફર ડાયોજિનસનો નિયમ હતો કે, પાણી પીવા અને ભોજન લેવા માટે વાપરીશકાય એટલું જ પાત્ર પોતાની પાસે રાખવું. એક દિવસ એમણે એક ભરવાડને હાથનો ખોબો વાળીને પાણીપીતાં જોયો, એ પછી બ્રેડને હાથમાં લઈને ખાઈ રહેલા એ ભરવાડને જોઈને એમણે નક્કી કર્યું કે,એમણે આ પાત્ર પણ સાથે ન રાખવું જોઈએ! આમ જોવા જઈએ તો […]