Category Archives: Ek Bija Ne Gamta Rahiye

જો ચલે, તો જાં સે ગુઝર ગયે…

કેટલાય મહિનાઓના સંઘર્ષ પછી જિંદગી ધીરે ધીરે નોર્મલ થઈ રહી છે. મોલ, થિયેટર્સ અને બેન્કવેટ હોલ ખૂલી રહ્યા છે ત્યારે સિનેમા જોવાનો એક્સપિરિયન્સ  લગભગ અઢાર મહિના પછી ફરી પાછો તાજો થઈ રહ્યો છે. અંધારા થિયેટરમાં હોરર ફિલ્મ જોતા હાથમાં પોપકોર્ન અટકી જાય, ઈમોનલ સીન જોતા આંખોમાં પાણી આવે અને હસી હસીને બાજુવાળા પર ઢળી પડવાની […]

સૈનિકનું સન્માનઃ દેશનું બહુમાન

‘યા તો તિરંગા લહેરા કે આઉંગા, યા તિરંગે મેં લિપટ કે આઉંગા…’ ગયા અઠવાડિયે રજૂ થયેલી ભારતીય લશ્કરસાથે જોડાયેલી બે કથાઓ પર આધારિત ફિલ્મોમાં બંને હીરો આ ડાયલોગ બોલે છે. ‘ભૂજ’ અને ‘શેરશાહ’ નામની આ બેફિલ્મોમાં ભારતીય લશ્કરની બે ગૌરવવંતી કથાઓ આપણી સામે રજૂ કરવામાં આવી છે. ફિલ્મો કેવી છે એ વિશે ચર્ચાકરવાને બદલે એક […]

લગ્ન એટલે ‘બળાત્કાર’ને સત્તાવાર મંજૂરી ?

‘કાયદેસરના લગ્નમાં જો પતિ પત્ની સાથે એની ઈચ્છા વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધે છે તો એને બળાત્કાર  ન કહેવાય…‘ છત્તીસગઢ હાઈકોર્ટના આ વિવાદાસ્પદ ચૂકાદા પછી દેશભરની પરિણિત મહિલાઓ માટે એક વિચિત્ર સવાલ ઊભો થયો છે. લગ્ન થયા હોય એથી પુરૂષને શારીરિક સંબંધ બાંધવાની છૂટ બાય ડિફોલ્ટ મળી જાય છે ? સ્ત્રીની ઈચ્છા કે અનિચ્છાનું મહત્વ સ્વયં […]

કેન વી સ્ટાર્ટ અ ફ્રેશ ?

બે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં સામાન્ય રીતે, મનભેદ, મનઃદુખ કે સમસ્યા ઊભી થયા વગર રહેતી નથી. ભાગ્યે જકોઈ બે મિત્રો, યુગલ, માતા-પિતા અને સંતાન વચ્ચે મનદુઃખ નહીં થયું હોય! આપણે બધા જુદા જુદા અભિપ્રાય ધરાવીએછીએ. જુદી માનસિકતા અને જુદી માન્યતા આપણને એકબીજા સાથે દલીલ કરવા, ઝઘડવા કે ક્યારેક નારાજ થવા સુધીલઈ જાય છે. આપણે જોઈ રહ્યા […]

પ્રાણ અને અન્નઃ સ્વસ્થ શરીરના બે પૈડાં

જ્યારથી કોરોના બજારમાં આવ્યો છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે ઓર્ગેનિક, ઈમ્યુનિટી, એક્સરસાઈઝ,હેલ્થ, કંટ્રોલ, હિલીંગ જેવા શબ્દો વારંવાર વપરાય છે. જે લોકો તદ્દન બેદરકાર અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવ જ આળસુ હતાએવા લોકોએ પણ વજન ઉતારવાનું શરૂ કર્યું છે, પ્રાણાયમ, વૉક અને એક્સરસાઈઝ ઉપર ફોકસ કરવા માંડ્યું છે. આજકાલપ્રાણાયામનો બહુ પ્રચાર થવા લાગ્યો છે. ગયા […]

શું આપણે ક્રૂર અને વિકૃત થઈ રહ્યા છીએ…

બિહારના એક ગામમાં સાત જણાંએ મળીને 19 વર્ષની એક છોકરીનો બળાત્કાર કર્યો. એ પછી છોકરીની લાશનેગામના ચોરે લટકાવી દેવામાં આવી. લાશ ઉપર પાટિયું મારવામાં આવ્યું, ‘આ ગામમાં જે વધુ પડતી બહાદુરી બતાવવાનોપ્રયાસ કરશે એની આ જ સ્થિતિ થશે.’ છોકરીના માતા-પિતા ત્રણ દિવસ ચોરે બેસીને રડતા રહ્યા. પોલીસને બોલાવવાનોપ્રયાસ નિષ્ફળ ગયો. અંતે બળાત્કારીઓની માફી માગીને એ […]

અધિકાર: જાણો, અને માંગતા શીખો

ભારત અને પાકિસ્તાન વચ્ચે દર વર્ષે એવા લોકોનો વિનિમય થાય છે જે ખોટી રીતે ફસાયેલા માછીમારો કે ઘેટા-બકરા ચારનારા લોકો છે, જેમણે ભૂલમાં બોર્ડર ક્રોસ કરી નાખી હોય અને પકડાઈ ગયા પછી એમને જાસૂસ કે આઈકાર્ડવગરના આતંકવાદી માનીને પૂરી દેવામાં આવ્યા હોય ! આવા અનેક કિસ્સા અખબારોમાં અને મીડિયામાં પ્રકાશિત થતારહે છે. યસ ચોપરાની આખરી […]

કોરોનાનો આભારઃ સૌને સમજાયું સંબંધોનું મૂલ્ય

અમદાવાદ એરપોર્ટ ઉપર એક ભાઈ બેચેનીથી આંટા મારી રહ્યા છે. ડીલે થઈ રહેલી ફ્લાઈટ મને પણ અકળાવે છે. પરંતુ એ ભાઈ વધુઅકળાયેલા અને બેચેન લાગે છે. એમની આંખોમાંથી વારે વારે આંસુ સરી પડે છે. એ દર પાંચ મિનિટે ફ્લાઈટની ડિટેઈલ્સ પૂછવા કાઉન્ટરતરફ દોડી જાય છે… થોડીવાર પછી મને લાગ્યું કે મારે એમની સાથે વાત કરવી […]

સ્ત્રી: બ્રોકન બટ બ્યુટીફૂલ

ઓટીટી પ્લેટફોર્મ પર એક સિરીઝ ખૂબ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. એની ત્રીજી સિઝન હમણાં જ રજૂથઈ છે, ‘બ્રોકન બટ બ્યુટીફૂલ’ આ સિરીઝની વાર્તાઓ તૂટેલા સંબંધ છતાં વ્યક્તિત્વ અને આત્મસન્માનને જાળવીને માણસકઈ રીતે આગળ વધી શકે એની કથા કહે છે. સંબંધ તૂટવો એ વ્યક્તિની પીડા હોઈ શકે, પરંતુ તૂટેલો સંબંધ એ માણસનીનિષ્ફળતા સાથે જોડવાનો […]

મુન અને મોનસુનઃ મુડ સ્વીંગ્ઝનું મેનેજમેન્ટ

ચોમાસાની ઋતુમાં મોર કળા કરે છે. વૃક્ષો લીલાછમ થઈ જાય છે. જ્યાં સુકીભઠ્ઠ જમીન દેખાતી હતી ત્યાં પણઘાસની ચાદર પથરાઈ જાય છે… વરસાદ આપણા બધા માટે જીવાદોરી છે. અનાજ પાકે, ભૂગર્ભ જળનો સંગ્રહ થાય અનેનદી-તળાવમાં પણ પાણી ઉમેરાય… આવી ઋતુમાં માણસનું મન બે રીતે રિએક્ટ થાય છે. કેટલાક લોકોને ઘેરાયેલા વાદળોવરસાદની ઋતુ એની સાથે જોડાયેલો […]