Category Archives: Madhurima

ટિટોડી અને દરિયોઃ માણસ અને સિસ્ટમ

સાગરને તીર એક ટટળે ટિટોડી,ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે,ટટળી કળેળતી કાઢે છે રીસ. ટિટોડીના ઈંડાંની આ કથા ગુજરાતી માધ્યમમાં ભણેલા ઘણા બધા લોકો શાળાના પાઠ્યપુસ્તકમાંભણ્યા હશે. ત્રિભુવનદાસ લુહાર, ‘સુંદરમ્’ની આ કવિતામાં સાથે મળીને દુનિયાની કોઈપણ તાકાત સામેલડી શકાય એનો અદભૂત મોટિવેશનલ સંદેશો છે. તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ […]

ટેકનોલોજીનો ત્રાસઃ બધાને, બધું જાણવું જ છે

‘અમદાવાદમાં છો?’ સામેની વ્યક્તિ ફોન ઉપર પૂછે છે.‘ના બહાર છું’ જવાબ મળે છે.‘ક્યાં?’ એ ફરી પૂછે છે.‘બહારગામ’ જવાબ ટાળવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ હવે સહેજ ચીડાયેલી છે.‘ક્યારે આવવાના?’ સામેની વ્યક્તિના સવાલો હજી પત્યા નથી.‘તમારે કામ શું છે એ કહોને…’ જવાબ આપનાર વ્યક્તિની ધીરજ ખૂટે છે.‘જરા મળવું ‘તું’ સામેની વ્યક્તિ કહે છે.‘બોલો ને…’ જવાબ આપનાર વ્યક્તિ નમ્રતાથી […]

લગ્નમાં આત્મા નહીં, શરીર પણ અનિવાર્ય છે

લગ્ન પહેલાં એક છોકરી કન્ફ્યુઝ છે, લગ્ન પછી એ પતિ સાથે ઈમોશનલી કે શારીરિક રીતેપૂરેપૂરી જોડાઈ શકતી નથી-અપરાધભાવમાં સતત સફાઈ કર્યા કરે છે (ઓસીડીની અસર) એનો પતિ જેએક નોર્મલ માણસ છે, લગ્નજીવન વિશે એણે કલ્પેલી લગભગ બધી જ બાબતો એના લગ્નજીવનમાંમિસિંગ છે. બીજી તરફ, જેના સપનાં ચૂરચૂર થઈ ગયાં છે એવો એક સ્પોર્ટ્સમેન, આર્થિક જવાબદારીઉપાડતી […]

ગલતી જીવન કા હિસ્સા હૈ, ઇસકે બિના અધૂરા હર કિસ્સા હૈ

કોન્ટ્રોવર્સી-સનસનાટી, જેમની પ્રકૃતિ છે, બેફામ સ્ટેટમેન્ટ કરી દેવા એ જેમનો સ્વભાવ છે, ધર્મનિરપેક્ષતાનો દાવો કરીને જે જાણે-અજાણે સનાતન ધર્મ-ભારતીયતા અને હિન્દુત્વનો વિરોધ કરે છે, છતાંફિલ્મમેકર કે દિગ્દર્શક તરીકે જેમનું નામ આદરથી લેવું પડે એવા મહેશ ભટ્ટ આજે 73 વર્ષ પૂરા કરે છે.દીકરી આલિયા ભટ્ટના લગ્ન કપૂર ખાનદાનમાં થઈ ચૂક્યા છે, એ મા બનવાની છે અને […]

“ધર્મ” એટલે માનવીય સંબંધની ગૂંચવણનો ઉકેલ

આજના સમયમાં દરેક ઘરમાં મતમતાંતર અને જનરેશન ગેપ જોવા મળે છે. 1995 પછીજન્મેલી પેઢી, 2000ની અને એ પછીની પેઢી-એની સામે 60ના દાયકામાં જન્મેલા માતા-પિતા,એમના પણ માતા-પિતા… જુદી જુદી માનસિકતાઓ અને આગવા સંઘર્ષમાંથી સૌ પસાર થાય છે. નવીપેઢીની ચેલેન્જિસ કદાચ જૂની પેઢીને સમજાતી નથી, તો જૂની પેઢીની મહેનત અને એમણે કાળી મજૂરીકરીને પોતાના પછીની પેઢીને આપેલી […]

પ્રોફેશન કે પર્સનલ ઈમોશનઃ પસંદગી કરવાની આવે તો?

‘મારે તમારી સાથે કામ નથી કરવું’ એક ટેલેન્ટેડ વ્યક્તિ બીજી ટેલેન્ટેડ વ્યક્તિને કહે છે… ‘મનેકામ ખોવાનું પોષાશે, પરંતુ મિત્ર ખોવો નહીં પોષાય.’ આમ જોવો તો આ વાક્યમાં ઈગો-અહંકારસંભળાય, પરંતુ જો સરવા કાને ધ્યાનથી સાંભળીએ તો આ વાક્ય એક મેચ્યોર, સમજદાર વ્યક્તિનુંહોવાની ખાતરી થાય. મોટેભાગે વ્યવસાયિક મતભેદ બે પ્રતિભાશાળી, બુધ્ધિશાળી લોકો વચ્ચે થાય એ સહજ અનેસ્વાભાવિક […]

પોર્નોગ્રાફીઃ ઈન્ટરનેટના માધ્યમથી પ્રસરી રહેલું વ્યસન

‘આપણા શરીરનું સૌથી સેક્સી, સંવેદનશીલ અંગ કયું છે?’ આવો સવાલ કોઈ પૂછે તો એનાજવાબમાં સામાન્ય રીતે આપણે બધા શરમાઈએ, ગૂંચવાઈએ, પરંતુ એનો જવાબ બહુ સરળ છે-ત્વચા!સૌથી સંવેદનશીલ ત્વચા છે. જેની ઉપર સ્પર્શની અનુભૂતિથી શરીરના અંગેઅંગ જાગી ઊઠે છે. રજનીશકહે છે કે, ‘સંભોગની લાગણી બે પગ વચ્ચે નહીં, બે કાન વચ્ચે હોય છે-મગજમાં અને સાચું પૂછો […]

‘દેવના દીધેલ’ જો દુઃખના દેનાર બની જાય તો…

‘મારા બે સંતાનો વિદેશ રહે છે. મારી પત્નીના મૃત્યુ પછી હું સાવ એકલો પડી ગયો એટલે મેં 68વર્ષની ઉંમરે કોન્ટ્રાક્ટ મેરેજ કર્યાં. મારા સંતાનો મારી સાથે બોલતા નથી.’ આ એક વૃધ્ધ વડીલનો ઈમેઈલછે. એમણે બીજી વિગતો પણ લખી છે, પરંતુ મહત્વની બાબત એ છે કે એમના સંતાનો સાથે રાખવા કેસાથે રહેવા તૈયાર નથી, પરંતુ એમને […]

ઓછી હાઈટઃ પુરુષનો કોમ્પ્લેક્સ છે?

‘જીસકી બીવી છોટી ઊસકા ભી બડા નામ હૈ, ગોદ મેં ઊઠાલો બચ્ચે કા ક્યા કામ હૈ?’નું ગીત‘લાવારિસ’માં અમિતાભ બચ્ચને ગાયું અને પછી અમેરિકા અને ભારતના સ્ટેજ શો દરમિયાન એ જયાજીને પોતાનાહાથમાં ઉપાડી લેતા… છ ફૂટ બે ઈંચની હાઈટ ધરાવતા બચ્ચન સાહેબ એક પડછંદ અને વિરાટ વ્યક્તિત્વછે, બીજી તરફ જયાજી પાંચ ફૂટની આસપાસ ઊંચાઈ ધરાવે છે… […]

સુશ્મિતા અને લલિતઃ જૈસે કો તૈસા મિલા?

‘બેટર હાફ’ અને ‘પાર્ટનર ઈન ક્રાઈમ’ જેવા શબ્દો સાથે આઈપીએલના પાયોનિયર લલિતમોદીએ સુશ્મિતા સેન સાથેના પોતાના સંબંધોનો જાહેર એકરાર કર્યો છે… હજી હમણા જ થોડા મહિનાપહેલાં સુશ્મિતા સેને એના બોયફ્રેન્ડ-મોડલ રોહમાન શોલ સાથે પોતાના સંબંધોનો છેડો ફાડ્યો એનીજાહેરાત કરતી ઈન્સ્ટા પોસ્ટ લખી હતી. અંગત જીવનના સંબંધોને જાહેરમાં લાવીને ઈન્સ્ટા પોટ્સનાવ્યૂઝ કે લાઈક્સ વધારવાનો આ કીમિયો […]