Category Archives: Rasrang

અશ્લીલ ફિલ્મો અને પોર્ન સાહિત્યઃ અધ્યતન નશો છે ?

‘મેં રાજ કુન્દ્રા હું ? મેં ઉસકે જેસી લગતી હું ?’ કહીને શિલ્પા શેટ્ટી પોતાના હોથ ઉપરઝીપ બંધ કરવાનો અભિનય કરે છે… 28 સપ્ટેમ્બરે વાઈરલ થયેલા આ વીડિયોમાં શિલ્પા શેટ્ટીનાચહેરા પર સ્મિત દેખાય છે. પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના વખતે કે બાળકોને લઈને બહારનીકળેલી શિલ્પા શેટ્ટી મજાથી ફોટો પડાવે છે. એણે પોતાના શૂટ પણ ફરી શરૂ […]

જન્મતારીખ એકઃ વ્યક્તિત્વ અનેક

અખબારોમાં છેલ્લા થોડા સમયથી ભૂત-ભૂવા વશીકરણની જાહેરાતો પ્રકાશિત થવા લાગી છે. આપણનેનવાઈ લાગે એ હદે અંધશ્રદ્ધા અને વહેમ સમાજમાં ઘૂસી ગયા છે. આપણે માની ન શકીએ એવા,ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ, સ્ટાર્સ અને રાજકારણી, ગુરૂ-ગ્રહો અને કુંડળીઓના અજ્ઞાનમાં અટવાય છે. ભારતીય સંસ્કૃતિમાંજ્યોતિષને ‘શાસ્ત્ર’ તરીકે આદર મળે છે. ગ્રહોના ગણિત અને નક્ષત્રોના પ્રવાસને કારણે માનવજીવન પર થતીઅસર વૈજ્ઞાનિક રીતે સાબિત […]

નવા અને યુવા: અસંતુષ્ટ અને અટકળો

એક આખું અઠવાડિયું અટકળો અને ધમાધમી વચ્ચે પૂરું થયું છે. પ્રધાનમંડળની યાદી અને શપથવિધિ પૂરી થઈ છે. જૂના અસંતુષ્ટો અને નવા પ્રધાનો સાથે ગુજરાત ફરી એકવાર આવી રહેલી ચૂંટણી માટે સજ્જ થયું છે. આવા સમયમાં મતદાર માટે પણ પસંદગીની એક નવી તક ઊભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં ધારેલા ફેરફારો કરીને ગુજરાતને એક નવી […]

હેપ્પી ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’

હાં રે દોસ્ત ! હાલો દાદાજીના દેશમાં,પ્રેમસાગર પરભુજીના દેશમાં…સમી સાંજે દાદાને દેશ પ્હોંચશું,એના પાંખાળા ઘોડા ખેલાવશું,પછી પરીઓને ખોળે પોઢી જશું. મેઘાણીની આ કવિતા, ‘દાદાજીના દેશમાં’ 1922માં લખાયેલી કવિતા છે. ભારતીય પરિવારોમાં ‘દાદાજીઅને દાદીમા’, ‘નાનાજી અને નાનીમા’ નું મહત્વ શબ્દોમાં આંકી શકાય એના કરતાં ઘણું વધારે છે. જે બાળકોપોતાના દાદા-દાદી કે નાના-નાનીના ખોળામાં ઉછર્યાં છે એમના […]

બેડ એન્ડ વર્સ્ટઃ ખરાબ અને વધુ ખરાબ…

‘રામાયણ’માં સુવર્ણમૃગની કથા આવે છે… રાવણના મામા મારિચ રૂપ બદલીને રામને પોતાની કુટિયાથી દૂર લઈ જવા છળ કરે છે, પરંતુ એની પહેલાંની એક કથા એ છે કે, રાવણ પોતાના મામાને જ્યારે આ કામ કરવાનું કહે છે ત્યારે મારિચ એને સમજાવે છે કે, ‘આજથી વર્ષો પહેલાં ફણા વગરનું તીર મારીને જે રામે મને યોજનો દૂર ફેંકી […]

ઘર ફૂટે ઘર જાયઃ સતયુગનું શ્રીલંકા ને કલિયુગનું અફઘાનિસ્તાન

ભારતના સ્વતંત્રતા દિવસની સવારે જે ખબર આપણા સુધી પહોંચી એમાં અફઘાનિસ્તાનની ગુલામીના સમાચાર હતા. ગઈકાલ સુધી જે તાલિબાન સામે અમેરિકા લડતું હતું એણે પોતાનું લશ્કર ત્યાંથી પાછું બોલાવ્યાના થોડા જ દિવસોમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો… 17મી ઓગસ્ટે તાલિબાનના ઝબીઉલ્લાહ મુઝાહિદે સરકાર બનાવવાનું વચન આપ્યું, પરંતુ સાથે જ સ્ત્રીઓ માટેના ફતવા જારી કરવામાં આવ્યા ! […]

જિસકી લાઠી ઊસકી ભેંસ… ને લાઠી વગરનાનું શું ?

બુધવારના અખબારમાં એક સમાચાર વાંચ્યા, પત્નીના બ્યૂટી પાર્લરના સામે બેસી ચેનચાળા કરતા કેટલાકયુવાનોને જ્યારે પતિ ઠપકો આપવા ગયો ત્યારે એ યુવાનોએ ભેગા થઈને પતિ અને બ્યૂટી પાર્લર ચલાવનારાબેનના દીકરાને માર્યાં ! ‘ઊલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવી આ વિચિત્ર પરિસ્થિતિમાં એક સ્ત્રી અને નાગરીકતરીકે મને સવાલ થાય છે કે, આપણે મહિલાઓની સલામતી વિશે અનેક વાતો […]

ગણતંત્ર એટલે ગણવું કે ગણગણવું નહીં…

“રંડી…” ગુજરાતી ફિલ્મોના એક જાણીતા અભિનેતા હિંદી ફિલ્મોની એક જાણીતી બિન્દાસ્ત અભિનેત્રીનેહાલોલના લકી સ્ટૂડિયોમાં ગાળ બોલે છે. આ ગાળનો અર્થ શું અને આટલા પ્રસિધ્ધ માણસ શું બોલ્યા એનીસમજ નહોતી મને… પરંતુ એ અભિનેત્રી એ ત્યારે આપેલો જવાબ મારા મગજમાં ફીટ બેસી ગયેલો. ગાળ સાંભળ્યા પછી એ અભિનેત્રી સહેજ હસી હતી, અદબવાળીને સ્ટુડિયોના ફોયરમાં જ્યાં અનેકલોકો […]

ગ્લોબલ ગુજરાતીઃ સંપત્તિ નહીં, સ્પોર્ટ્સ, લાડ નહીં, લશ્કર…

ભારતને હોકીમાં બ્રોન્ઝની ભેટ આપનાર હોકી ટીમને સૌએ અભિનંદન આપ્યા. કેટલાં વર્ષો પછીઓલમ્પિકમાં ભારત પાસે પોતાની પીઠ થાબડી શકાય એવું પ્રદર્શન જોવા મળ્યું છે. આખી હોકી ટીમમાં એક પણગુજરાતી છોકરી નથી… એ વાત નવાઈ લાગે એવી નથી ? શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ માં પણ આખાદેશમાંથી આવેલી હોકી ટીમમાં હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને છેક […]

જીવન કી બગિયા મહેકેગી…

બુધવાર, 21 જુલાઈ… ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલીવાર મૃત્યુશૈયા પર પડેલા પતિના સ્પર્મનાસેમ્પલ મેળવીને એના બાળકની મા બનવાની ઈચ્છા રજૂ કરતી અરજી દાખલ કરવામાં આવી… 2020માં પરણેલાઆ પતિ-પત્ની યુવાનના પિતાના હૃદયના ઓપરેશન માટે કેનેડાથી અમદાવાદ આવ્યા હતા. પિતાની સેવા કરતાયુવાનને કોરોના થયો. ઓર્ગન ફેલ્યોર થવા લાગ્યા ત્યારે પત્નીએ એના સંતાનની મા બનવાના નિર્ધાર સાથે હાઈકોર્ટપાસે પરમિશન […]