Category Archives: My Space

દીદી અને મોદીઃ બંને જિદ્દી ?

બંગાળની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષની ગણતરીને ઊંધી પાડીને દીદીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી ચૂકીછે. એ પછી થયેલા અંદરોઅંદરના તોફાન અને સામસામેની આક્ષેપબાજી હજી પૂરી થઈ નથી. ‘યાસ’ વાવાઝોડાએબંગાળ અને ઓરિસ્સાને તહસનહસ કરી નાખ્યું તેમ છતાં, રાજકીય પક્ષોની સાઠમારી પૂરી થતી નથી ! વાવાઝોડાનાનીરિક્ષણ વખતે પ્રધાનમંત્રીએ ‘દીદી’ને આમંત્રણ ન આપ્યું એ વિશે દીદી નારાજ છે. એમણે […]

સમયથી પહેલાં લખાયેલું સાહિત્ય, સમયથી વહેલા જીવેલા સર્જક

“ આપણે બુદ્ધિશાળીઓ’ એમ કહીને કોઈ વાતની શરૂઆત કરે છે ત્યારે મને હસવું જ આવે છે. હુંજાણું છું કે બુદ્ધિનો આધાર સંપૂર્ણતયા સ્વીકારવાનું આપણું ગજું હોતું નથી. પરંપરાનો, રૂઢ રીતિનીતિનોઆશ્રય લીધા વિના આપણે ઝાઝાં ડગલાં ભરી શકતાં નથી. બુદ્ધિને પ્રાપ્તિમાં રસ નથી, શોધમાં રસ છે.આપણે તો અમુકતમુક પામવા માટે બુદ્ધિનો છળ તરીકે ઉપયોગ કરવા તરત […]

ना पुण्य से डरती हूँ ना पाप से डरती हूँ, मैं तो सिर्फ अपने आप से डरती हूँ.

23મી મે, 2020, કે 23મી મે, 2021… અખબાર ઉપર લખેલી તારીખ વાંચીએ તો સમજાય કે,એક વર્ષ વીતી ગયું છે. ગયા વર્ષે મે મહિનાના લોકડાઉનમાં આપણે બધા આ જ સ્થિતિમાં ફફડતા અનેતરફડતા બેઠા હતા. આ વર્ષે પણ આપણે એ જ સ્થિતિમાં બેઠા છીએ. એક વર્ષમાં પડેલા આર્થિક ફટકાનેપહોંચી વળતાં કદાચ એક દાયકો નીકળી જવાનો છે. બાળકોનું […]

દુઃખ પારાવાર… મૂઈ આ સરકાર !

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગેબળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’ !રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા અમરેલીના એક કવયિત્રીએ જબરજસ્ત મરશિયો લખ્યો છે… ફેસબુક ઉપર વાઈરલ થયો, એટલું જનહીં લગભગ દરેક માણસે એના વિશે ‘કંઈક’ લખ્યું છે, એટલે મને થયું કે, હું નહીં લખું તો રહી જઈશ […]

જીત કી આશા મેં યે દુનિયા જુઠી બાજી ખેલે, જબ ચાહે વો ઉપરવાલા હાથ સે પત્તે લે લે…

એક ગરીબ માણસ એક દિવસ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૈસાવાળા લોકો પોતાનાપૈસાના જોરે આગળ જઈ રહ્યા હતા. એ માણસ જેટલીવાર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો એટલીવારએને મંદિરના પૂજારી પાછળ ધકેલી દેતા. એ માણસ સારા એવા સમય સુધી મંદિરમાં પ્રવેશવાની મથામણકરતો રહ્યો. પછી નિરાશ થઈને પાછો જતો હતો ત્યારે એને એક વ્યક્તિ મળી. એ વ્યક્તિએ […]

દિલ ના-ઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ, લમ્બી હૈ ગ઼મ કી શામ, મગર શામ હી તો હૈ

આપણે બધાં એક વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ચારે તરફ નિરાશા અને નાકામી, મૃત્યુ અનેબીમારી, સરકારની અસફળતા કે ઈનફ્રાસ્ટ્રક્ચરનો અભાવ… આર્થિક સંકડામણ અને સતત થઈ રહેલા અપમૃત્યુ…સવાલો અનેક છે, જવાબ કદાચ કોઈની પાસે નથી. આ મહામારી માનવસર્જિત છે કે કુદરતનો કહેર છે એ વિશે પણઆપણે હજુ નિશ્ચિતપણે કશું કહી શકતા નથી. રોજ સમાચાર જોઈને […]

કીધર કો ભાગ રહી હૈ ઈસે ખબર હીં નહીં, હમારી નસ્લ બલા કી જહીન કુછ તો હૈ

ગયા અઠવાડિયે અખબારોમાં પ્રકાશિત થયેલા એક સમાચારે આખા અસ્તિત્વને હચમચાવી નાખ્યું… એક દોઢ વર્ષનીદીકરીને ગળે ટૂંપો દઈને એનું ખૂન કર્યા પછી માએ આત્મહત્યા કરી ! આમ તો આ સમાચારમાં કશું નવું નથી. છેલ્લા કેટલાંયસમયથી આપણે આવા સમાચારો વાંચતાં જ રહીએ છીએ. આ પહેલાં પણ બે ભાઈઓએ પોતાના આખા પરિવારોને મોતનામોઢામાં ધકેલી પોતે પણ આત્મહત્યા કરી […]

નીમ હકીમ, ખતરે જાન…

છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કહેરમાં સતત વધારો નોંધાય છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અંશતઃલોકડાઉન, ‘બ્રેક ધ ચેઈન’ની શરૂઆત થઈ છે. આ પરિસ્થિતિ વહેલી-મોડી ગુજરાત સુધી આવશે એવા ભયમાં બધા ફફડી રહ્યાછે. હોસ્પિટલની સામે ઊભેલી 20-25 એમ્બ્યુલન્સની લાઈન કે ખુટવા માંડેલા બેડ્સ, સુરતમાં પીગળી રહેલી સ્મશાનનીચીમની કે કબ્રસ્તાનમાં જગ્યા ખુટવાને કારણે અગ્નિદાહની છૂટ આપી રહેલા […]

રિલીઝ થાય તો રિલીફ થાય…

કોરોના શરૂ થયો ત્યારે, સહુ માનતા હતા કે આ થોડા વખતની રમત છે. ત્રણ મહિનાના લોકડાઉન પછી સહુને સમજાયું કે આસહેલાઈથી પીછો છોડે એવી બીમારી નથી. લગભગ 11 મહિના સુધી ડરીને, સહેમીને, સાવધાની રાખીને જીવ્યા પછી, ઉત્સવોઊજવવાનું ટાળ્યા પછી અચાનક જ ચૂંટણી જાહેર થઈ. ટોળેટોળા જાહેર સભાઓમાં ભેગાં થયા અને કોરોનાનો એક નવો સ્ટ્રેઈનશરૂ થયો. […]

ગર્ભપાતઃ કાયદો, ગેરકાયદો… ફાયદો, ગેરફાયદો

મહાભારતના 115મા અધ્યાય (આદિપર્વ)માં કુંતિએ પુત્રને જન્મ આપ્યો એ જાણીને દુઃખમાં મુઢ બનેલી ગાંધારીએપોતાના પતિ ધ્રૃતરાષ્ટ્ર જાણે નહીં તેમ બે વર્ષ સુધી પોતાના ગર્ભમાં સેવેલી માંસપેશીને ક્રોધમાં પ્રહાર કરીને બહાર કાઢી… એજ્યારે માંસપેશીને ફેંકી દેવા નીકળી ત્યારે દ્વૈપાયન મુનિએ એને ઘી અને વનસ્પતિથી ભરેલા સો કુંડા તૈયાર કરાવવાનું કહ્યું.માંસપેશીના 101 ટુકડા કરીને પ્રત્યેક ટુકડાને એ […]