Category Archives: My Space

‘ના’ પાડતાં શીખો તો કદાચ નિરાશ થશો, નિષ્ફળ નહીં…

‘જિંદગીમાં ના પાડતાં શીખજે. હું એ ન શીખ્યો એટલે આજે અહીંયા જિંદગીની કગાર પર ઊભો છું. હું તને વિનંતી કરું છું કે આપણા કોઈ પણ સગાં પર વિશ્વાસ નહીં કરતો, સિવાય કે તારા કાકા ધીરુભાઈ.’ અમદાવાદ, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હિમાંશુ વરિયા નામના એક વ્યાપારીએ પોતાના દીકરાને આપઘાત કરતા પહેલાં આ વીડિયો મેસેજ મોકલ્યો હતો. એમણે […]

સેન્ડવીચની ચોરીઃ માનસિક વિકૃતિ કે મજા?

પારસ શાહ લંડનના કેનેરી વ્હાર્ફમાં સિટી બેન્કની મુખ્ય ઓફિસમાં કામ કરતા એક ગુજરાતી, જેનો વાર્ષિક પગાર એક મિલિયન પાઉન્ડ એટલે નવ કરોડ રૂપિયાથી પણ વધારે… એણે પોતાની નોકરી ગુમાવી છે કારણ કે એ સ્ટાફ કેન્ટીનમાંથી સેન્ડવીચની ચોરી કરતો હતો. બાથ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવ્યા પછી બ્રિલિયન્ટ કારકિર્દી હોવા છતાં સાવ સેન્ડવીચ જેવી ચીજની ચોરી એમણે […]

સ્વાતંત્ર્યની પહેલી શર્ત સલામતી છે…

28મી ડિસેમ્બરે ‘દિવ્ય ભાસ્કર’માં એક સમાચાર પ્રકાશિત થયા હતા. સગા પિતા, પુત્રી પર ચાર વર્ષ સુધી બળાત્કાર કરતા રહ્યા. પુત્રીને પિતાથી બચાવવા માટે માસીના ઘરે મોકલવામાં આવી તો ત્યાં માસાએ એ છોકરીનો ગેરલાભ લીધો. મા અને માસી બંને જણાં દીકરીને આ દુષ્કર્મમાંથી બચાવવાને બદલે પિતાને અને માસાને મદદ કરતા રહ્યા ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે એક […]

બંધારણનો અર્થઃ વ્યર્થ કે સમર્થ

ભરચક રસ્તા પર રોન્ગ સાઈડથી આવતી એક ગાડી સીધી આવી રહેલા એક ટુવ્હીલરને અથડાય છે. ચાલક સ્ત્રી પડી જાય છે. સદભાગ્યે ઝાઝું વાગ્યું નથી. વાહન ચલાવી રહેલી સ્ત્રી નીચે ઉતરીને રોન્ગ સાઈડ આવી રહેલા માણસને કંઈ કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ માણસ નીચે ઉતરીને માફી માંગવાને બદલે ગાળાગાળ કરી મૂકે છે. ભદ્ર અને સજ્જન […]

ફેમસ થવું છે ? ટ્રોલ કરો…

છેલ્લા થોડા સમયથી લગભગ દરેક માણસને પ્રસિધ્ધિની એક વિચિત્ર પ્રકારની ઘેલછા લાગી છે. બિલ્ડિંગના વોચમેન, લારી ખેંચનારા કે કન્સ્ટ્રક્શન લેબર જેવા લોકોને પણ પ્રસિધ્ધિનું મહત્વ સમજાવવા લાગ્યું છે. સૌને પોતાનો ચહેરો મોબાઈલ ફોનમાં જોવાનો શોખ અને સાથે સાથે બીજા પણ પોતાનો ચહેરો જુએ એવી એક વિચિત્ર પ્રકારની જીદ ઊભી થવા લાગી છે. એક જમાનામાં કોણ […]

અબ વહી હર્ફે-જુનૂ (ઉન્માદ) સબ કી જબાં ઠહરી હૈ, જો ભી ચલ નિકલી હૈ, વો બાત કહાં ઠહરી હૈ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો છે. આખા દેશની યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓએ એ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કર્યા. કેન્ડલ લાઈટ કરીને જેએનયુના વિદ્યાર્થીઓ પરત્વે પોતાનું સમર્થન પ્રકટ કર્યું. યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા થઈ હોય એવો આ પહેલો દાખલો નથી. નવનિર્માણ સમયે પણ તોડફોડ અને હિંસાની ઘટનાઓ બની હતી. ગરમ-યુવાન લોહી જ્યારે પોતાની વાત શબ્દોમાં કહેવા […]

પાઈ હવાઓં મેં ઉડને કી વો સઝા યારોં…

‘મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. મારી મિલ્કતનો અડધો ભાગ માતા-પિતા અને બહેન વચ્ચે વેચી દેવામાં આવે જ્યારે બાકીનો અડધો ભાગ મારા ત્રણ વર્ષના દીકરા કિયાન માટે રાખવામાં આવે…’  37 વર્ષના એક બિઝી અને સફળ કહી શકાય એવા એક્ટરનું આત્મહત્યા પહેલાંની ચિઠ્ઠીમાં એણે આ વાત લખી છે. કુશલની મમ્મી એની આત્મહત્યા પછી દીકરાના મિત્રનો હાથ […]