Category Archives: My Space

બંધારણનો અર્થઃ વ્યર્થ કે સમર્થ

ભરચક રસ્તા પર રોન્ગ સાઈડથી આવતી એક ગાડી સીધી આવી રહેલા એક ટુવ્હીલરને અથડાય છે. ચાલક સ્ત્રી પડી જાય છે. સદભાગ્યે ઝાઝું વાગ્યું નથી. વાહન ચલાવી રહેલી સ્ત્રી નીચે ઉતરીને રોન્ગ સાઈડ આવી રહેલા માણસને કંઈ કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ માણસ નીચે ઉતરીને માફી માંગવાને બદલે ગાળાગાળ કરી મૂકે છે. ભદ્ર અને સજ્જન […]

ફેમસ થવું છે ? ટ્રોલ કરો…

છેલ્લા થોડા સમયથી લગભગ દરેક માણસને પ્રસિધ્ધિની એક વિચિત્ર પ્રકારની ઘેલછા લાગી છે. બિલ્ડિંગના વોચમેન, લારી ખેંચનારા કે કન્સ્ટ્રક્શન લેબર જેવા લોકોને પણ પ્રસિધ્ધિનું મહત્વ સમજાવવા લાગ્યું છે. સૌને પોતાનો ચહેરો મોબાઈલ ફોનમાં જોવાનો શોખ અને સાથે સાથે બીજા પણ પોતાનો ચહેરો જુએ એવી એક વિચિત્ર પ્રકારની જીદ ઊભી થવા લાગી છે. એક જમાનામાં કોણ […]

અબ વહી હર્ફે-જુનૂ (ઉન્માદ) સબ કી જબાં ઠહરી હૈ, જો ભી ચલ નિકલી હૈ, વો બાત કહાં ઠહરી હૈ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો છે. આખા દેશની યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓએ એ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કર્યા. કેન્ડલ લાઈટ કરીને જેએનયુના વિદ્યાર્થીઓ પરત્વે પોતાનું સમર્થન પ્રકટ કર્યું. યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા થઈ હોય એવો આ પહેલો દાખલો નથી. નવનિર્માણ સમયે પણ તોડફોડ અને હિંસાની ઘટનાઓ બની હતી. ગરમ-યુવાન લોહી જ્યારે પોતાની વાત શબ્દોમાં કહેવા […]

પાઈ હવાઓં મેં ઉડને કી વો સઝા યારોં…

‘મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. મારી મિલ્કતનો અડધો ભાગ માતા-પિતા અને બહેન વચ્ચે વેચી દેવામાં આવે જ્યારે બાકીનો અડધો ભાગ મારા ત્રણ વર્ષના દીકરા કિયાન માટે રાખવામાં આવે…’  37 વર્ષના એક બિઝી અને સફળ કહી શકાય એવા એક્ટરનું આત્મહત્યા પહેલાંની ચિઠ્ઠીમાં એણે આ વાત લખી છે. કુશલની મમ્મી એની આત્મહત્યા પછી દીકરાના મિત્રનો હાથ […]