Category Archives: My Space

પર્યાવરણઃ ભીતરનું અને બહારનું

મહાભારતમાં ઉત્તંક મુનિની કથા આવે છે. આચાર્ય વેદ એની પરીક્ષા કરે છે. રાણીના ખોવાઈગયેલા કુંડળ લેવા એને મોકલે છે. ત્યાં ઉત્તંક એક વિચિત્ર દૃશ્ય જુએ છે. तंत्रमेके युवती विरुपे अभ्याक्रामं वयतः षण्मयूखम् ।प्रान्या तंतूस्तिरते धत्ते अन्या नापवृंजाते न गमाते अंतम् ।।तयोरहं परिनृन्त्योरिव न विजानामि यतरा परस्तात् ।पुमानेनद्वयत्युद्रृणात्ति पुमानेनद्विजभाराधि नाके ।। (અથર્વવેદ, 10-7-42, 43) વિરુદ્ધ રૂપવાળી […]

રંગભેદઃ ડાળીઓ કાપવાથી મૂળ નહીં મરે

વિશ્વની મહાસત્તા મનાતા અને આધુનિક ગણાતા અમેરિકામાં ડલાસની કોપેલ હાઈસ્કૂલમાંએક અમેરિકન છોકરાએ શાન નામના એક ભારતીય છોકરાને માર્યો, એનું ગળું દબાવવાની કોશિશકરી અને જમીન ઉપર નાખીને ઘસડ્યો. એ ઘટનાએ અમેરિકામાં ચકચાર જગાવી છે. રેસિઝમનોઆ પહેલો કિસ્સો નથી. આજથી થોડા દિવસ પહેલાં બફેલો સ્ટેટમાં એક આફ્રિકન વ્યક્તિએ સ્ટોરમાંઘૂસીને આડેધડ ગોળી ચલાવી, દસ અમેરિકનોને મારી નાખ્યા હતા. […]

અમેરિકન ડ્રીમઃ ઝળહળતું અને જીવલેણ

જે લોકો અમેરિકા ગયા હશે એ બધાને ખબર હશે કે, સૌથી ભયાનક અને ડરાવનારી ક્ષણબોર્ડર સિક્યોરિટીના ઓફિસરના સામે ઊભા રહેવાની હોય છે. લિગલ વિઝા સાથે અમેરિકાનાએરપોર્ટ પર ઉતરેલા કોઈપણ વિદેશી નાગરિકને કાચની કેબીનની અંદર બેઠેલા બ્લ્યૂ યુનિફોર્મ પહેરેલાઓફિસર જે નજરે જુએ છે, એ નજર એક્સ-રે જેવી હોય છે. એવી જ રીતે, વિઝા લેવા માટેએમ્બેસીની ઓફિસમાં […]

સેલ્ફ વિશે વિચારવું, એ “સેલ્ફિશ” છે?

‘મધર્સ ડે’ના દિવસે માનો મહિમા કરવામાં આવે છે. આપણને બધાને એવું શીખવવામાંઆવ્યું છે કે, ‘મા ત્યાગની મૂર્તિ છે, બલિદાનની દેવી છે, એણે તો છોડતાં જ શીખવાનું, સંતાનકુસંતાન બની શકે, પણ માતાએ ક્યારેય કુમાતા નહીં બનવાનું…’ આ બધું એક મર્યાદા સુધી સાચું છે,પરંતુ એ મર્યાદા જ્યારે ઓળંગાઈ જાય એ પછી પણ જો ‘મમ્મી’ ત્યાગ, બલિદાન, ક્ષમાની […]

ગુજરાતઃ ઈન્હેં ન ભૂલના, ભુલાના

આજે, પહેલી મેના દિવસે ગુજરાતના સ્વતંત્ર રાજ્યને અસ્તિત્વમાં આવ્યાને 62 વર્ષ પૂરાંથાય છે ત્યારે નવી પેઢી માટે ગુજરાતના જન્મથી શરૂ કરીને આજ સુધી વિતેલા ઈતિહાસ પર એકનજર નાખવી લાઝમી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈ રાજ્યમાંથી છૂટા પડ્યા. બ્રિટિશશાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માંબોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે […]

વી આર ધ વર્લ્ડઃ વી આર ધ ચિલ્ડ્રન…

આપણે બધા જ્યારે પોતપોતાના ઘરોમાં બંધ હતા ત્યારનો સમય યાદ કરો. 2019નોઉનાળો આપણને આટલો આકરો નહોતો લાગ્યો એટલું જ નહીં, 2019નો વરસાદ પણ વધુ અનેસપ્રમાણ હતો. અર્થ એ થયો કે, બિનજરૂરી પોલ્યુશન જો બચાવી શકીએ તો પર્યાવરણ સાચવીશકાય એમ છે. આંખો મીંચીને વાપરવામાં આવતા પ્લાસ્ટિક વિશે કોઈ દિવસ વિચારી જોજો. લગભગ દરેકવસ્તુ પ્લાસ્ટિકમાં પેક કરવામાં […]

મન, મળી ગયું એની મેળે… મેળામાં!

રૂક્મિણી પત્ર લખીને સદેવ નામના બ્રાહ્મણને આપે છે. સદેવને રસ્તામાં દંડકવન થઈનેભૃગુકચ્છ (ભરૂચ) થઈને જ્યારે પસાર થતો હોય છે ત્યારે રોકવામાં આવે છે. એ પત્રમાં શું છે એજાણીને શિશુપાલનો જાસુસ એને માહિતી પહોંચાડે છે. બ્રાહ્મણને મારી ન શકાય માટે એની હત્યાથતી નથી, જેથી સદેવ નામનો એ બ્રાહ્મણ અંતે પત્ર લઈને દ્વારિકા પહોંચે છે.આ વિશ્વનો પ્રથમ […]

બાકી કુછ બચા, તો મહેંગાઈ માર ગઈ…

પેટ્રોલ, ડિઝલ, કઠોળ, ઈલેક્ટ્રોનિક્સ વાહન, તેલ, ખાંડ, લોખંડ, સિમેન્ટ… આ લિસ્ટઆપણે ઈચ્છીએ ત્યાં સુધી લંબાવી શકાય એમ છે. છેલ્લા એક હજાર દિવસમાં થયેલા ભાવવધારાનોગ્રાફ કાગળની બહાર નીકળી જાય એટલો ઊંચો છે. કોરોનાએ હજી પોરો ખાધો છે, કશું પૂરું થયુંનથી. ચાઈના અને મધ્ય યૂરોપમાંથી હજી કોરોનાના કેસીસ સંભળાયા કરે છે. જૂનમાં ચોથો વેવઆવવાની આગાહીઓ કે અફવાઓ […]

અગર તુમ્હે અપને ધર્મ કા જરા સા ઈલ્મ હોતા, તો કિસી બેગુનાહ પર તુમ્હારા જુલ્મ ના હોતા…

નડિયાદની યુવતિ ઉપર લવ જેહાદમાં થયેલા અત્યાચારોની કથા આપણે સાંભળતા રહ્યા…આ કથા પહેલીવાર નથી કહેવાઈ ને કદાચ એની એકલીની છે, એવું પણ નથી. એક વ્યવસ્થિતષડયંત્રમાં યુવતિઓને ફસાવીને એમના ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલે છે. સ્કૂલ કેકોલેજમાં ભણતી સગીર કે પુખ્ય યુવતિઓ ફિલ્મો અને ટેલિવિઝન જોઈને મનોમન કોઈ રોમેન્ટિકપ્રેમની કલ્પના કરે છે, આમાં એમનો વાંક […]

મિસિંગ-ખોવાયેલા-ગૂમશુદાઃ ખતરો વધી રહ્યો છે

આંગણામાં રમતું બાળક અચાનક જ ન મળે કે શાક લેવા ગયેલી પત્ની, કોલેજ ગયેલી દીકરીપાછી જ ન ફરે તો પરિવારની શી હાલત થાય એની કલ્પના આ લેખ વાંચીને આવી શકે એમ નથી,છતાં કેટલાક આંકડા પર નજર નાખીએ તો સમજાય કે, આપણે કેવા ટાઈમબોમ્બ પર બેઠા છીએ! 21મી માર્ચના અખબારમાં વિધાનસભામાં થયેલી ચર્ચા દરમિયાન 1145 મહિલાઓનાં […]