Category Archives: Rasrang

દીકરી ન જન્મે એવું ઈચ્છે જ, કારણ કે…

ડીપીએસના શિક્ષિકા રીચાબહેન દીક્ષિતનો કિસ્સો હજી જૂનો થયો નથી, ત્યારે માતા-પિતાદીકરાની ઈચ્છા શું કામ રાખે છે એના કારણોમાં થોડા લોજિકલી ઉતરવું જોઈએ. દીકરો માતા-પિતાનું વૃધ્ધત્વ પાળશે, એમની કાળજી રાખશે એવી કોઈ ખાતરી કે ગેરસમજ છે ? દીકરો કમાશે,અને પોતે રિટાયર્ડ થઈ શકશે, એવું માનતા માતા-પિતા સામે વૃધ્ધાશ્રમોની સંખ્યા ચેતવણી છે. દીકરોવંશ રાખશે, એવું માનતા માતા-પિતા […]

સ્ટાર્ટઅપઃ ગેટ સ્ટાર્ટેડ… ઈટ વર્કસ !

કોરોનાની બીજી લહેર પૂરી થઈ ગઈ છે અને નવા નવા વાયરસની ખબરો આપણા સુધી પહોંચીરહી છે ત્યારે લગભગ દરેક વ્યક્તિ આર્થિક રીતે નાની, મોટી સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુઓનલાઈન શોપિંગમાં ન માની શકાય એ ઝડપે વધારો થઈ રહ્યો છે. શાકભાજીથી શરૂ કરીને મેક-અપનોસામાન, ફર્નિચર અને રેસ્ટોરન્ટના પ્રમાણમાં ભોજનની પણ હોમ ડિલીવરી વધી રહી છે. […]

આપણા સૌમાં અસૂર છે… છે જ !

વલસાડ જિલ્લા નજીક દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર છોકરા ઉપર ચોરીનો આરોપમૂકીને એને એક ટોળાંએ અમાનવીય રીતે માર્યો. એટલું ઓછું હોય એમ એનો વીડિયો વાયરલ કરવામાંઆવ્યો… એ પહેલાં 10 ડિસેમ્બરે બિહારમાં એક 50 વર્ષના માણસને આ જ રીતે મારી નાખવામાંઆવ્યો, 20 જૂને ત્રિપુરામાં ત્રણ જણાં, મે 29એ છત્તીસગઢમાં બે જણાં… આવા કેટલા કિસ્સાઆપણને રોજે રોજ […]

નાગાલેન્ડ અને હેલિકોપ્ટર હાદસો સંબંધ કે અકસ્માત માત્ર ?

 નાગાલેન્ડના 14 લોહીયાળ મૃત્યુની હજી કળ વળે એ પહેલાં સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટર હાદસાએ ફરી ચોંકાવી દીધાછે. સમગ્ર રાષ્ટ્ર માટે આ આઘાતની ઘટના તો છે જ, પરંતુ સાથે સાથે મીડિયાએ ઉઠાવેલો સવાલ પણ મહત્વનો છે. આ દેશની સેનાના અધ્યક્ષ જે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હતા, એ જો સલામત ન હોય તો આપણે સૌ કઈ […]

ભૂલનું બીજ, ગુન્હાનું વૃક્ષઃ જવાબદાર કોણ ?

‘એક માણસને કેટલી જમીન જોઈએ ?… છ ફૂટ !’ લિયો ટોલ્સટોયની આ કથા આપણેઅનેકવાર કહી છે, સાંભળી છે, પરંતુ જીવનમાં ઉતારી શક્યા નથી ! એક ગામમાં એક માણસપહોંચ્યો. એને જમીન ખરીદવી હતી. ગામના મુખીએ કહ્યું કે, ‘સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તમેજેટલી જમીન પર ચક્કર લગાવી શકો એટલી જમીન તમારી થઈ જશે…’ એ માણસ રાત્રે ઊંઘમાં જચક્કર […]

શિક્ષક એટલે ‘સરકારી નોકર’ કે…?

શિક્ષકો સાથે સંવાદ કરવાના મારા પ્રયાસ અને સી.આર. પાટીલની જાહેરાતથી સારું એવુંટ્રોલિંગ થયું… કાજલ ઓઝા વૈદ્ય શિક્ષકો સાથે સંવાદ કેવી રીતે કરી શકે ? ત્યાંથી શરૂ કરીને બીજાઘણા સવાલો ઊભા થયા ત્યારે એક વિચાર એવો આવ્યો કે, કોઈપણ વ્યક્તિને બીજી વ્યક્તિ સાથેસંવાદ કરવા માટે સમ-વેદના સિવાય બીજી કઈ લાયકાતની જરૂર પડે ? દેશનું ભવિષ્ય જે […]

‘સ્પા’ અને ‘હમામ’ : અનીતિનો ધીકતો વ્યાપાર

ગુજરાતી સામાન્ય રીતે વ્યાપારી પ્રજા તરીકે ઓળખાય છે. પૈસા કમાવા એ મોટાભાગનાગુજરાતીઓનો ‘શોખ’ છે. વ્યાપારના સમયે ગુજરાતી કોઈ મસાજ પાર્લર, ‘સ્પા’ કે હમામનાવેઈટિંગમાં બેઠેલો દેખાય તો સહજ રીતે નવાઈ લાગે. જોકે, હવે આ બહુ આશ્ચર્યજનક દૃશ્ય નથીરહ્યું. યુવાન અને આધેડ વયના કેટલાય પુરૂષો આવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા ‘સ્પા’ કે‘મસાજ પાર્લર’માં જોવા મળે છે. એની સાથે […]

જવાહર જિદ્દી હતા, ને સરદાર સમજદાર ?

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ મોતીલાલ નેહરુનો આજે 132મો જન્મદિવસ છે.નેહરુ અને સરદાર વિશે અનેક લોકોએ પોતપોતાના મંતવ્યો પ્રગટ કર્યા છે. એમની વચ્ચેના સંબંધોખરેખર શું અને કેવા હતા એ વિશે તો એમના સિવાય બીજું કોઈ સત્તાવાર રીતે કહી શકે નહીં, પરંતુએમની વચ્ચેના કેટલાક પ્રગટ સંવાદના અંશો વાંચતા આપણને કેટલીક બાબતો સમજાય… જેનાથીસરદારની સમજદારી અને નેહરુના કેટલાક […]

સરદારઃ વક્તવ્ય અને વ્યક્તિત્વ

તા. 6.11.1936ના રોજ, સુરતમાં સરદારે આપેલા ભાષણમાં એમણે કહ્યું હતું કે, “વ્યક્તિચૂંટણી જીતાડી શકતી નથી. પક્ષના ઉમેદવારોનું કામ અને એમણે કરેલા પ્રજા કલ્યાણના નિર્ણયો જચૂંટણી માટે મહત્વના હોય છે…” કોઈ પંડિત જવાહરલાલને ગુજરાતમાં બોલાવવાની સૂચના કરે છે.તેમને શાને માટે બોલાવીએ? ચૂંટણી માટે ? તો તો તમારી અને મારી લાજ ન જાય ? આટલું સહનકર્યું, આટલી […]

કોપીરાઈટ : કાયદો છે પણ…

સંગીતકાર ખેમચંદ પ્રકાશ જેમણે 1939થી 1952 સુધી હિન્દી સિનેમાને ઉત્તમ સંગીતનીભેટ આપી. એમના કેટલાક ગીતો આજે પણ સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સ્મૃતિ છે, એવા આસંગીતકારને જ્યારે એક વિદેશી કંપનીએ રોયલ્ટીના પૈસા મોકલ્યા ત્યારે ખેમચંદ પ્રકાશ તો આજગતમાં નહોતા, પરંતુ શોધખોળ કરતા ખબર પડી કે એમના પત્ની મલાડ સ્ટેશન પર ભીખ માગતાહતા ! ‘મુજરીમ’ નામની […]