Category Archives: janmabhoomi phulchhab

મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા…

1946ની સાલમાં મુંબઈની લોકલ ટ્રેનમાં બે સ્ટ્રગલર સાથે પ્રવાસ કરતા હતા. એકનું નામહતું, વસંતકુમાર શિવશંકર પદુકોણ, અને બીજાનું નામ ધરમદેવ આનંદ… બંને જણાં અભિનેતાબનવા મુંબઈ આવ્યા હતા. એક કલકત્તાથી ને બીજો લાહોરથી ! એમાંનો એક, ધરમદેવ રૂપાળો અનેનમણો હતો. ફુગ્ગો પાડીને વાળ ઓળતો, એનું સ્મિત મોહક હતું. એને અભિનેતા બનવાની તકપહેલાં મળી. પ્રભાત ટોકીઝની ફિલ્મ […]

હાય ! ક્યા ચીજ હૈ જવાની ભી !

‘રાત ભી નીંદ ભી કહાની ભી…’ ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ જગજીતસિંઘે પોતાના અવાજમાં ગાઈને અમર કરી દીધી.  ‘ખલ્ક ક્યા ક્યા મુઝે નહીં કહેતી, કુછ સૂનું મૈં તેરી જબાની ભી. દિલ કો અપને ભી ગમ થે દુનિયા મેં, કુછ બલાએં કી આસમાની ભી, હાય ક્યા ચીઝ હૈ જવાની ભી.’  એમનું મૂળ નામ રઘુપતિ સહાય, 1896માં જન્મેલા આ કવિ […]

જાતિય સતામણીઃ હવે માત્ર સ્ત્રીની નહીં…

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી, એ પરાણે પોર્ન ફિલ્મો કરાવતા હોવાની ફરિયાદ એક-બે અભિનેત્રીઓએ પણ કરી. શિલ્પાએ જાહેરમાં અજાણ્યા હોવાનો દાવો કર્યો અને બે-ત્રણ મહિના પછી પોતાનું નોર્મલ જીવન શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો.   થોડા વખત પહેલાં હેશટેગ મી ટુની એક મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી. જુદા જુદા ક્ષેત્રની સ્ત્રીઓએ […]

શિક્ષક સરકારી કર્મચારી છે, પણ…

એક શિક્ષકનો ઈમેઈલ મળ્યો છે. પોતાનું નામ નહીં લખવાની એ બહેને વિનંતી કરી છે, ‘અમે સરકારી શાળાના શિક્ષકો છીએ, પરંતુ અમારી પાસે શિક્ષણ ઉપરાંત બીજું કેટલુંય સરકારી કામ કરાવવામાં આવે છે. શિક્ષક તરીકે જ્યારે અમે બીજા બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરતા હોઈએ ત્યારે અમારા પોતાના બાળકને ટાઈમ ન આપી શકાય એ કેવું ? […]

શ્રીકૃષ્ણ ઉવાચઃ આપણે સમજ્યા છીએ ?

જન્માષ્ટમી… કૃષ્ણ જન્મનો ઉત્સવ ! “જ્યારે જ્યારે ધર્મનું અપમાન થશે, સાધુઓને તકલીફ થશે ત્યારે ત્યારે રાક્ષસોનો વિનાશ કરવા અને ધર્મને મજબૂત કરવા હું જન્મ લઈશ.” કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે. આ, ગ્રંથ-શ્રીમદ્ ભગવદ્ ગીતા, મહાભારતના ભિષ્મપર્વમાં સમાવી લેવામાં આવી છે. ગીતાના સાતસો જેટલા શ્લોક છે, જેમાં ક્યાંય ‘હિન્દુ ધર્મ’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, […]

કલા, વ્યવસાય નથી ?

અમેરિકામાં વસતા એક મિત્ર પરિમલ મહેતાના દીકરાએ બારમું ધોરણ પાસ કર્યા પછી ભરત નાટ્યમશીખવાની ઈચ્છા પ્રગટ કરી. થોડા દિવસ તો ઘરના બધા જ એ વિશે વિચારતા રહ્યા… અમેરિકામાં ભણતો છોકરોએન્જિનિયરિંગ, મેડિસિન કે બીજી કોઈ કારકિર્દી પસંદ કરવાને બદલે ખૂબ સારા ગ્રેડ હોવા છતાં, નૃત્યમાં કારકિર્દીબનાવવાનું નક્કી કરે તો એક સામાન્ય ગુજરાતી પરિવાર વિચારમાં પડે એ […]

આઝાદી, સ્વતંત્રતાઃ હુઝ લાઈફ ઈઝ ઈટ, એની વે ?

ભારત આઝાદ છે, વિશ્વનું સૌથી મોટું લોકશાહી તંત્ર છે છતાં, આપણે ગરીબી, બેકારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવાસામાન્ય પ્રશ્નોને હજી સુધી સંપૂર્ણપણે હલ કરી શક્યા નથી. નવાઈની વાત એ છે કે, સરકાર ગમે તેટલો પ્રયાસ કરે તેમ છતાં,ભારતીય ગણતંત્ર સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે જાણે કે કટિબધ્ધ હોય તેમ સતત સરકારી નિયમો અને કાયદાનુંઉલ્લંઘન કરતું રહ્યું […]

સજના હૈ મુજે, ‘સજના’ કે લિયે…

1973માં રીલીઝ થયેલી, નૂતન, અમિતાભ બચ્ચન અને પદ્મા ખન્નાની કાસ્ટ સાથે બનેલી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ, સુધેન્દુરોય દિગદર્શિત ‘સૌદાગર’માં રવિન્દ્ર જૈનના શબ્દો અને સંગીત સાથેનું એ ગીત ખૂબ લોકપ્રિય થયેલું. આશા ભોંસલેના અવાજમાંગવાયેલું આ ગીત, ‘પાની પડે તન પે તો સોલા નિકલે, જાને કૈસી અગન મેં બદલ જલે… દિનભર કી થકન ઉતાર લૂં, હર અંગ કારંગ […]

કર્મનો સિદ્ધાંતઃ આજના યુવાવર્ગ માટે કન્ફ્યૂઝન છે.

व्यामिश्रेमेव वाक्येन बुद्धिं मोहयसीव मे।तदेकं वद निश्चित्य येन श्रेयोडहमाप्नुयाम्।। શ્રીમદ ભગવત ગીતાનો ત્રીજો અધ્યાય અર્જુનની મૂંઝવણથી શરૂ થાય છે. એ પૂછે છે, કૃષ્ણને, ‘જો તમે બુદ્ધિને સકામ કરતાંશ્રેષ્ઠ માનતા હોવ તો પછી મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરણા આપો છો? આપના દ્વિઅર્થી ઉપદેશથી મારી મતિ મૂંઝાઈગઈ છે. મને જણાવો કે તમે ખરેખ શું […]

સ્વરાજ્ય માઝા જન્મસિદ્ધ હક્ક આહે…

આજે જ્યારે પત્રકારિત્વ વિશે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે, મીડિયાના અસ્તિત્વ માટે એક અવિશ્વાસની લહેર આખાદેશમાં ફેલાઈ છે ત્યારે પાછા ફરીને જોઈએ તો સમજાય કે પત્રકારત્વ એ ભારતીય જનસમાજમાં અત્યંત સન્માનીય કામગણવામાં આવતું હતું. જે સમયે ટેલિફોન કે રેલવે પણ સાવ પ્રાથમિક દશામાં હતાં ત્યારે અખબાર એકમાત્ર એવું સાધન હતું જેઆખા દેશના ખબર જનસામાન્ય […]