Category Archives: Vama

મંદી, મોંઘવારી, યુધ્ધ અને ચૂંટણી…

આજકાલ રશિયા બહુ ચર્ચામાં છે. હજી યુક્રેન પરના હુમલા અટક્યા નથી. યુએનનીદરમિયાનગીરી છતાં એકસરખા આતંક અને મૃત્યુના ઓળા યુક્રેન પર ઝળુંબે છે ત્યારે થોડી પાછળનજર કરવા જેવી છે. રશિયન સરકાર અથવા સરકાર સાથે જોડાયેલા વ્યક્તિઓને યાદ કરીએ તોએમાં સૌથી પહેલું નામ બોરિસ નિકોલાયવિચ યલ્તસીનનું લેવું પડે. સોવિયત યુનિયનની કોમ્યુનિસ્ટપાર્ટીના સભ્ય હોવા છતાં 1991માં એમણે રશિયામાં […]

પ્લાસ્ટિકઃ એક ડગલું વિનાશ તરફ રોજેરોજ

થોડા વખત પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરતો હતો. એક ગાયના પેટમાંથીસાડા પાંચ કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું… એ વીડિયો જોતા કોઈને પણ દયા અને અરેરાટીનીલાગણી થાય, પરંતુ પ્લાસ્ટિક ફેંકવાનું આપણે છોડી શકતા નથી. આપણી આસપાસની દુનિયામાંપ્લાસ્ટિકના વપરાશનો હિસાબ લગાવીએ તો આઘાત લાગે એવા આંકડા આપણી સામે આવે.રોજની 14,600 બોટલ્સ ફેંકી દેવાય છે. 15 લાખ કરતાં […]

લોજિકની બહાર, તર્કને હરાવે તેવાં સત્યો

अवतारा हयसंख्येया हरे सत्त्वनिधेद्विजाः ।यथाविदासिनः कुल्याः सरसः स्युः सहस्त्रशः ।। (श्रीमद् भागवत्, 9.6.26) જેમ વિશાળ સરોવરમાંથી નાના નાના અનેક ઝરણા નીકળે છે એમ પરમતત્વ ઈશ્વરનાઅસંખ્ય અવતારો થાય છે. આમ તો 10 કે 24થી વધુ અવતાર હોઈ શકે છે, પરંતુ 10 કે 24આપણી જાણમાં છે (ઉપલક્ષણથી ગણાવ્યા છે). આપણી પરંપરામાં અવતારોની ગણના બે રીતે થાયછે, દશાઅવતાર […]

ઉત્સવની પ્રાર્થના અને પ્રાર્થનાનો ઉત્સવ

આખું વિશ્વ બે વિભાગમાં વહેંચાય છે, પૂર્વ અને પશ્ચિમ… આ ભૌગોલિક વહેંચણી નથી,વિચારધારાઓની વહેંચણી છે. પાશ્ચાત્ય વિચાર, વિજ્ઞાન અને આધુનિકતા સાથે જોડાયેલો છે,જ્યારે પૂર્વ અધ્યાત્મ અને આસ્થા સાથે પોતાનું અસ્તિત્વ શોધે છે. પૂર્વને અનેક સંતો મળ્યા. સંતોપશ્ચિમ પાસે પણ છે, પરંતુ પૂર્વના સંતોની અભિવ્યક્તિ આગવી અને અંગત છે. દાદુ દયાલ, રહીમ,જ્ઞાનેશ્વર, નરસિંહ, બુલ્લેશાહ અને કબીર, […]

એસી કોઈ મૌજ નહીં, જિસકો કોઈ ખોજ નહીં, કોઈ ના કોઈ તો, હર કિસી કો લગતા હૈ પ્યારા

રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા ‘સમાપ્તિ’ ઉપર આધારિત ફિલ્મ ‘ઉપહાર’નું આ ગીત છે.સમાપ્તિની નાયિકા મૃણમયીના લગ્ન નાની ઉંમરે થઈ જાય છે. જમીનદારના ઘરમાં પરણીને આવેલીબ્રાહ્મણની દીકરી મૃણમયી હજી ગામના છોકરાંઓ સાથે રમે છે, આંબા પર ચઢીને કેરી તોડે છે…કલકત્તા ભણીને આવેલો એનો પતિ એનાથી મોટી ઉંમરનો છે. એને પ્રેમ, લગ્ન, સંબંધ અને શરીરસમજાય છે જ્યારે મૃણમયી […]

મધર ઈઝ નોટ એ જેન્ડરઃ એ સંવેદના છે

‘યે બચ્ચેં હમેં સમજતે ક્યા હૈ…’ ન્યૂયોર્કના રસ્તા પર ચાલતી શ્રીદેવી એના ફ્રેન્ચ મિત્રનેહિન્દીમાં કહે છે. એનો એક આખો મોનોલોગ એની સાથે સાથે ચાલી રહેલો એનો મિત્ર સમજે કેનહીં, પણ એ હિન્દીમાં કહેવાયેલી વાતના ઈમોશન્સ-સંવેદનાઓ ચોક્કસ સમજે છે. એવી જ રીતે,આપણે બધા એકબીજાને કહીએ કે નહીં, પરંતુ એક મા બીજી માની સંવેદના, સમસ્યા કે સ્નેહનીવાત […]

ગુજરાતઃ વિકાસ અને વિવાદ

“શું ખબર ગુજરાતના?” અને હવે, “ખુશ ખબર”ના શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવતીગુજરાત સરકારની ડોક્યુમેન્ટરી ફિલ્મો સિનેમા થિયેટરમાં ફિલ્મોની પહેલા બતાવવામાં આવે છે.જેમાં ડેવલપમેન્ટ અને સરકારી યોજનાઓના અમલીકરણની વાત લોકો સુધી પહોંચે એવો પ્રયાસભાજપની સરકાર કરી રહી છે. આપણે બધા ‘વિકાસ’ શબ્દની મજાક કરીએ છીએ. આપણાવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘અચ્છે દિન આયેંગે’ અથવા ‘વિકાસ’ના વચનો સાથે […]

લોભિયા હોય ત્યાં… ધૂતારા શું કામ ભૂખે મરે?

એ વાત હજી બહુ જૂની નથી થઈ, જ્યારે સિનેમાના સ્ટાર્સ નાના પડદા પર-ટેલિવિઝન પરઆવતાં અચકાતા હતા. ટેલિવિઝન સીરિઝ કે શોમાં આવવાનો અર્થ એવો થતો કે એ સ્ટારનીસિનેમાની કારકિર્દી હવે પૂરી થવામાં કે લપેટાઈ જવામાં છે! બચ્ચન સાહેબે ‘કૌન બનેગા કરોડપતિ’થીટેલિવિઝનના પડદે આગમન કર્યું. એ પછી શાહરુખ, સલમાન અને હવે કંગના રણોત સુધી સૌનેટેલિવિઝનના નાના પડદા […]

શ્રીકૃષ્ણ-રુક્મિણી વિવાહઃ બે હૃદય અને સંસ્કૃતિનો સુભગ સમન્વય

આપણે ઉત્સવપ્રિય છીએ. ભારતીય જનસમાજ ઉત્સવ ઊજવવાનું કારણ શોધી કાઢે છે.આપણે જન્મની સાથે સાથે મૃત્યુને પણ (અગિયારમું, બારમું, તેરમું) ઊજવીને આપણા સનાતનધર્મની તત્વજ્ઞાનની અને જીવનની સાથે સાથે મૃત્યુના સ્વીકારની અદભુત પરંપરાને માણીને ઉછર્યાછીએ. જન્મ, યજ્ઞોપવિત, લગ્ન કે સિમંત, જેવા અનેક પારિવારિક ઉત્સવોની સાથે સાથેતારીખિયામાં આવતા ઉત્સવો પણ આપણે માટે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા […]

હર એક બાત પે કહેતે હો તુમ, કી… તુ ક્યા હૈ?, તુમ્હી કહો કી યે અંદાઝે ગૂફ્તગુ ક્યા હૈ!

‘એક સેલ્ફી લઈએ?’ એક ભાવક, વાચક કે શ્રોતા અત્યંત સ્નેહથી પૂછે છે. બને ત્યાં સુધી ‘ના’પાડવાનું મારા સ્વભાવમાં નથી, પરંતુ શ્રીનાથજીના મંદિરની નિશ્રામાં કે એ ભૂમિ પર સેલ્ફી લેવી મનેયોગ્ય નથી લાગતી. ના પાડવાથી, ભાવકને અણગમો થાય છે! ક્યારેક એરપોર્ટ પર, થિયેટરનાવોશરૂમમાં કે (આશ્ચર્ય થાય, પરંતુ) કોઈના બેસણામાં પણ ક્યારેક સેલ્ફી લેવાની વાત આવે ત્યારેદુઃખ […]