Category Archives: Vama

હીરો અને એન્ટિ હીરોઃ રોમેન્સ અને હિંસા હવે હાથ પકડીને ચાલે છે

હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’ અને થોડા વખત પહેલાં આવેલી ‘કબીર સિંઘ’ જેવીફિલ્મોએ આપણી સામે એક એવા હીરોની છબી ઊભી કરી જે ‘સિનેમાના હીરો’ની ઈમેજ કરતાંસાવ જુદી હતી. પ્રેક્ષકોએ આ બંને ફિલ્મોને ખૂબ આવકારી… એક રીતે જોઈએ તો નવાઈ લાગે તેમછતાં, જય વસાવડાએ પોતાના લેખમાં જેને ‘દેશી’ કહીને વખાણી તેવી છબી આપણને ગમવા લાગીછે […]

ચૂંટણીનો ચકચાર, કોરોનાનો હાહાકાર…

કોરોનાના આંકડા ડરાવી નાખે એ રીતે વધી રહ્યા છે. વાઈબ્રન્ટ સમીટ કેન્સલ થઈ અને લગ્નસમારંભો પણ સરકારે ઘટાડેલી મહેમાનોની સંખ્યાના કારણે કેન્સલ થઈ રહ્યા છે તેમ છતાં, પાંચરાજ્યોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે… બીજી તરફ, કોરોનાની ત્રીજી લહેર પોતાનું જોર બતાવી રહીછે. એ બંનેની વચ્ચે અર્થતંત્રને પડેલો માર અને શેરબજારની અનિશ્ચિતતા, વિશ્વભરમાંથી આવનારાફંડિંગ વિશે પણ […]

સ્વતંત્રતા માત્ર સંવિધાનના પાનાંઓ ઉપર નથી, ઈતિહાસના પાનાં ઊથલાવો…

ભારતીય સંવિધાન 72 વર્ષ પૂરાં કરી રહ્યું છે. આ 26મી જાન્યુઆરીએ ભારતનું પોતાનું બંધારણ રચાયાના 72 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે જ્યારે બીજી તરફ, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતના એવા કેટલાક નહીં જાણીતા આઝાદીના લડવૈયાઓના જીવન ઉપર એક શો જામનગરના જાણીતા દિગ્દર્શક વિરલ રાચ્છે દિગ્દર્શિત કર્યો હતો. કલકત્તાની ગુજરાત ક્લબ દ્વારા નિર્મિત […]

દીકરો વંશ છે તો દીકરી અંશ છે; દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે

દર અઠવાડિયે અખબારોમાં એકાદ ભારતીય દીકરી વિધર્મી યુવકની જાળમાં ફસાયાનાસમાચાર વાંચવા મળે છે. સોશિયલ મીડિયા અને ટેલિવિઝનમાં પણ આવા સમાચારો ખૂબ વાયરલથાય છે. આવા છોકરાઓને શોધીને એમના ઉપર દબાણ વધારવાનો પ્રયાસ સરકાર કરતી રહે છે. એમાટેના કાયદા પણ ઘડવામાં આવ્યા છે તેમ છતાં, આવા કિસ્સા ઘટતા નથી એ આશ્ચર્યની વાત છે.વક્તવ્ય માટે બોલાવતી સંસ્થાઓ પણ […]

ઈસ બુલંદી પે બહુત તન્હા હૂં; કાશ, મૈં સબ કે બરાબર હોતા

ઉત્તર પ્રદેશના બદાયૂંમાં વસતા તાહિર ફરાઝ એક કોમળ હૃદયના ગઝલકાર છે. પાલતું જીવો,પ્લાન્ટ્સ અને માણસો સાથે એમની સંવેદનાઓ આસાનીથી જોડાય છે. એમની કવિતાઓ (ગઝલો)સામાન્ય રીતે સંબંધો અને લાગણીઓને ખૂબ ઋજુતાથી અભિવ્યક્ત કરે છે. હરિહરનના અવાજમાંગવાયેલી અને સ્વરબદ્ધ થયેલી એમની ગઝલ, ‘કાશ, ઐસા કોઈ મંઝર હોતા, મેરે કાંધે પે તેરા સરહોતા…’ ખૂબ લોકપ્રિય થઈ છે. એમાંનો […]

‘હું + તું = આપણે’… લગ્નજીવનના 25 વર્ષના હિસાબની પાસબુક

પ્રિય નમન,આજે આપણાં લગ્નને બરાબર એક વર્ષ પૂરું થયું. આ પત્ર તને લખું છું ત્યારે વીતેલું એક વર્ષ મારી નજર સામે આવીને ઊભું રહી જાય છે. હુંતને પહેલી વાર મળી ત્યારે મનોમન નક્કી કરીને આવી હતી – દાદી અને મમ્મીનો આગ્રહ છે એટલેતને મળવું, પણ એવું ભયાનક વર્તવું કે તું જ મને લગ્નની ના પાડી […]

દસ્તાવેજી ફિલ્મોઃ માહિતીની સાથે મનોરંજનનું અદ્ભૂત માધ્યમ

હવે પાકિસ્તાનમાં અમૃતસર જિલ્લાનું કોટલા સુલ્તાન સિંઘ ગામ… એ ગામમાં રોજ એકફકીર આવતો. એ ફકીર રસ્તા પરથી ગાતો ગાતો પસાર થાય ત્યારે એક નાનકડો છોકરો એની પાછળદોડતો. એ છોકરો આબેહૂબ ફકીરના ગીતની નકલ કરી શકતો. એક દિવસ એ છોકરો ગાતો હતો ત્યારેએ ફકીરે સાંભળ્યું. છોકરા પાસે એક ગીત ફકીરે ગવડાવ્યું. છોકરાએ ગાયું અને ફકીરે આશીર્વાદઆપ્યા, […]

બદલ રહી હૈ જિંદગી, બદલ રહે હૈં હમ…

મનોરંજન અથવા સિનેમા ભારતીય જનજીવનનો અભિન્ન હિસ્સો છે. ભારતીય લોકોસિનેમા ઉપરથી પોતાની ફેશન કે જીવનશૈલીને બદલતા જોવા મળ્યા છે. છેલ્લા બે વર્ષથી આસિનેમાનો વ્યવસાય બદલાઈ રહ્યો છે. મોટાભાગના લોકો હવે ઈન્ટરનેટ અને ઓટીટીના માધ્યમસાથે જોડાયા છે. સિનેમા થિયેટર્સ ખૂલ્યા છે, પરંતુ ફિલ્મોને જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી.આના બે કારણો છે. એક, કોરોનાના સમય દરમિયાન ઘરમાં […]

રજનીકાન્તઃ 70 વર્ષે પણ સુપરસ્ટાર

‘સુપરસ્ટાર’ સિનેમાના સ્ક્રીન પર લખેલું વંચાય છે… પછી આર.એ.જે.એન.આઈ… એકપછી એક અક્ષરો આવે છે. પદ્મ વિભૂષણ ‘રજનીકાન્ત’ ! એમની ફિલ્મ રિલિઝ થવાની હોય ત્યારે 50ફૂટના કટ આઉટ લાગે છે. લોકો એને ભગવાનની જેમ પૂજે છે. એ હોસ્પિટલમાં હતા ત્યારે કેટલાયલોકોએ ખાવાનું છોડી દીધેલું… જન્મે મૂળ મરાઠી, શિવાજીરાવ ગાયકવાડ. એમનો પરિવારબેંગ્લોરમાં વસતો એટલે કન્નડ પણ બોલી […]

વેદવાક્યઃ જીવનની સાદી, સીધી સમજ

રસ્તા ઉપર એક ગાડી અને એક સ્કુટરને હળવી ટક્કર થાય છે. કોઈ કશું સમજે તે પહેલાં બંનેજણાં હાથોહાથની મારામારી પર આવી જાય છે… આવું દૃશ્ય આપણે સૌએ અવારનવાર જોયું છે.પત્નીનો ઊંચો અવાજ કે ફરિયાદ, બાળકની કચકચ કે પડોશીનો હસ્તક્ષેપ હવે સીધો જ ઝઘડામાંપરિણમે છે અને ઝઘડાને મારામારી સુધી પહોંચતાં જરાય વાર નથી લાગતી. લોકોનો ગુસ્સોઅનેકગણો […]