આજથી નવું વર્ષ શરૂ થાય છે. 2022 પૂરું થયું અને 2023… શરૂ થાય છે ત્યારે માત્ર એકનવું વર્ષ નહીં, પરંતુ 365 નવા કોરા કાગળ આપણને સૌને મળે છે. એક નવી નક્કોર કોરી ડાયરીજેના બધા જ દિવસો હજી ભરવાના બાકી છે. આ દિવસોને સૌ પોતાની રીતે ભરશે. કોઈકએપોઈન્ટમેન્ટથી અને કોઈક ડિસએપોઈન્ટમેન્ટથી… કોઈક વ્યવસાયથી તો કોઈક વ્યવહારથી, […]
Category Archives: Vama
આપણે બધા નવા વર્ષની તૈયારીમાં લાગી ગયા છીએ. સ્કૂલમાં વેકેશન અને સાથે સાથેપરિવારના પારિવારિક પ્રવાસનું આયોજન પણ ક્યારનું થઈ ગયું છે… ડિસેમ્બરમાં જે ઠંડીનીઆપણને અપેક્ષા હતી એ હજી સુધી અનુભવાતી નથી, એ વાતે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણનીચિંતા કરનારા લોકોએ નવેસરથી ચેતવણી ઉચ્ચારવાની શરૂ કરી છે. નલિયા અને ભૂજમાં ડિસેમ્બરની22મી તારીખ સુધી 32 સેલ્સિયસ ગરમી હોય […]
પ્લીઝ, થેન્ક યૂ, સોરી જેવા શબ્દો સામાન્ય રીતે વાતચીતમાં મેનર્સ માનવામાં આવેછે. ભણેલા, અંગ્રેજી બોલતા કે સોફેસ્ટિકેટેડ મનાતા કે પોતાની જાતને માનતા લોકો આવા શબ્દોનોપ્રયોગ વારંવાર કરે છે, પરંતુ જો ધ્યાનથી નોંધ્યું હોય તો સમજાય કે એ સોફેસ્ટિકેટેડ, ભણેલા લોકોઆવા શબ્દોનો પ્રયોગ પોતાનાથી ઉપરના કે બરાબરના લોકો સાથે જ કરે છે. વેઈટર, સામાનઉપાડનાર, ડોમેસ્ટિકહેલ્પ, ડ્રાઈવર […]
‘દેખ રહે હો યે રંગીન જિંદગી? હીરે, મોતી, જવાહરાત સે લદી હુઈ ઔરતે, ઠહા કેલગાતે યે મર્દ… કૌન હે યે લોગ? જાનતે હો? યે વો લોગ હૈં જિન્હેં સડકોં પર બટુએ મિલે, ઔરઉન્હોંને લૌટાયે નહીં.’ ‘અનાડી’ ફિલ્મમાં રાજ કપૂરની સાથેના આ દૃશ્યમાં પોતાની સ્ટાઈલ અનેસોફેસ્ટિકેશનથી છવાઈ જતા અભિનેતાનું નામ મોતીલાલ રાજવંશ છે. ચાર ડિસેમ્બર, 1910એમનો […]
આજે, અમિતાભ બચ્ચન એક લિવિંગ લેજન્ડ છે. એમના કરોડો ફેન છે, પરંતુ એ પોતેએમના ‘બાબુજી’ના ફેન છે. એમની દરેક વાત કે વ્યાખ્યાનમાં એ એમના બાબુજીને કોટ કરે છે.એમના ઉપર, એમના વિચારો, વ્યવહાર અને વ્યક્તિત્વ ઉપર એમના બાબુજીની ઊંડી અસર છે. હવેતો એમના વસ્ત્રપરિધાન પણ હરિવંશરાય જેવા થતા જાય છે. આજે, 27મી નવેમ્બરે, હરિવંશરાયબચ્ચનને 115 વર્ષ […]
ફેબ્રુઆરી, 1947 હૈદરાબાદમાં એક મુશાયરો હતો. મુશાયરામાં એક ખૂબસુરત છોકરી બેઠીહતી. સફેદ કુર્તો, સફેદ સલવાર અને ઈન્દ્રધનુષી રંગનો દુપટ્ટો. એ મુશાયરામાં જ્યારે એક ઊંચો-પાતળો છોકરો પોતાના બુલંદ અને ઘૂંટાયેલા અવાજ સાથે શેર પઢવા લાગ્યો ત્યારે એ ખૂબસુરતછોકરી સ્તબ્ધ થઈને એને સાંભળતી રહી. એની નઝમ પૂરી થઈ અને લોકોનું ટોળું કૈફી આઝમી,સરદાર જાફરી અને મજરૂહ સુલ્તાનપુરીના […]
જીસસનો અંગત શિષ્ય જુડાસ એમના વિશે માહિતી આપીને એમના મૃત્યુનું કારણબન્યો. પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરીને કંસ મથુરાની ગાદી પર બેસી ગયો, પોતાના જ ભાઈવાલીની હત્યા કરીને સુગ્રીવ સિંહાસન પર બેઠો અને રાવણની વિરુધ્ધ માહિતી આપનાર બીજું કોઈનહીં, પરંતુ એનો ભાઈ વિભિષણ હતો. ઝાંસીની રાણીનો અંગત વિશ્વાસુ વ્યક્તિ પીર અલીઅંગ્રેજોનો મુખબીર બની ગયો, નવાબ સિરાજ […]
એક વ્યક્તિ કે વિચાર પોતાના જીવનને કઈ રીતે બદલી શકે એનો સૌથી મોટો દાખલોઆપણી નજર સામે સરદાર વલ્લભભાઈ પટેલનો છે. બાળપણથી જ એમનું મનોબળ દૃઢ હતું, એવાત સૌ જાણે છે, પરંતુ એમણે એ દૃઢ મનોબળનો ઉપયોગ કરવાની શરૂઆત કરી એ પહેલાંના સમયવિશે બહુ ઓછું લખાયું કે કહેવાયું છે. બેરિસ્ટર થયેલી એક વ્યક્તિ જેને ભારતના ઈતિહાસમાં […]
કોઈ એક દેશ કે ધર્મ સામે જ્યારે આપણને અણગમો કે વિરોધ હોય ત્યારે એ દેશનું સાહિત્ય,કલા અને સંગીત પણ આપણને ક્યારેક વિરોધ કરવા પ્રેરે છે… સત્ય એ છે કે, કલા, સંગીત અનેસાહિત્યને દેશકાળ કે ધર્મના સીમાડા ન હોવા જોઈએ. કલા સારી અથવા ખરાબ હોય, સ્વધર્મી કેવિધર્મી ન હોઈ શકે! 1947માં જ્યારે ભાગલા પડ્યા ત્યારે મુંબઈ […]
‘તુમ એક અજીબ ઔરત હો. બહોત હી એટ્રેક્ટિવ હો, એક ફાયર હૈ તુમમેં… લેકિન તુમ્હારેસાથ જી સકે, તુમકો ઝેલ સકે ઐસા મર્દ નહીં મિલેગા તુમ્હે !’ રાજકપૂરે જ્યારે આ વાત એમને કહીહતી ત્યારે એ હસી પડેલા, પરંતુ 75 વર્ષની ઉંમર સુધી એકલાં રહેલાં નાદિરાજીને કદાચ પછીથીરાજ સા’બની વાત સાચી લાગી હશે. કેડબરીઝની બાજુમાં વસુંધરા નામના […]