રાતના નવ વાગ્યે શામ્ભવી અને અનંત મળવાના છે એ જાણ્યા પછી શિવને કોઈ રીતે ચેન નહોતું પડતું. જોઅનંત શામ્ભવીની મદદ કરશે તો શામ્ભવી અજાણતાં જ એના પર વધુ આધારિત થઈ જશે, આભારવશ શામ્ભવીજાણે-અજાણે લગ્નની હા પાડી બેસે, તો એ નવાઈ નહીં એ વિચાર માત્ર શિવને વિચલિત કરી રહ્યો હતો. સાડાઆઠનો પ્રાઈમ શો પતાવીને એ સીધો […]
Category Archives: Mid Day Mumbai
ઘરની બહાર નીકળીને અનંત ગાડીમાં બેઠો. એનું મન ઉદ્વિગ્ન હતું. શામ્ભવીએ મૂકેલા વિશ્વાસને અકબંધ રાખવો કે પિતાનાપ્રશ્નોના જવાબ આપવા એની વચ્ચે ગૂંચવાતો-અટવાતો અનંત ઓફિસ પહોંચ્યો ત્યાં સુધી એ કોઈ નિર્ણય કરી શક્યો નહીં. ઓફિસમાંઆખો દિવસ એના મનમાં આ જ વાત ઘૂમરાતી રહી.લંચ વખતે જ્યારે પિતા-પુત્ર ભેગાં થયા ત્યારે અખિલેશે ફરી પાછી વાત શરૂ કરી, ‘શું […]
‘મારા ફેમિલીની સિક્રેટ છે.’ શામ્ભવીની વાત સાંભળીને અનંત બેહોશ થવાની તૈયારીમાં હતો, ‘ડાર્ક સિક્રેટ.’શામ્ભવીએ કહી નાખ્યું.‘દરેક અમીર ઘરોની ડાર્ક સિક્રેટ હોય જ.’ અનંતે પોતાની પ્રિયતમાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘થોડું ઘણુંલોહી ને થોડો ઘણો પરસેવો મળીને જ એમ્પાયર ઊભાં થાય.’ એણે વહાલથી કહ્યું, ‘બહુ સિરિયસલી નહીં લેવાનું.સિધ્ધાંતવાદી લોકો ભૂખે મરે છે આ દેશમાં…’ અનંત હવે ઓફિસે […]
‘એક શર્ત છે.’ શામ્ભવીએ કહ્યું.મોહિનીએ નીચું જોઈને કહ્યું, ‘બોલ!’‘હું જાણું છું કે મારી મા જીવે છે…’ મોહિનીએ વિસ્ફારિત આંખે એની સામે જોયું, એના કપાળ પર પરસેવો હતો, એ લગભગધ્રૂજવા લાગી. શામ્ભવીએ આગળ કહ્યું, ‘તું પણ આ વાત જાણે છે.’ એણે મોહિનીની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, ‘હા કે ના?’‘હું નથી જાણતી.’ મોહિની પવનમાં પાંદડું ધ્રૂજે એમ […]
‘ચૌધરી રેસિડેન્સ’ પર એ રાત જાણે કોઈ ભયાવહ અભિશાપની જેમ ઉતરી હતી. સામાન્ય રીતે બધા ડાઈનિંગ ટેબલ પરજમતા, પરંતુ એ દિવસે કોઈ નીચે ઉતર્યું નહીં. સહુએ પોતપોતાના રૂમમાં જમી લીધું એટલું જ નહીં, કોઈએ પોતાના રૂમનો દરવાજોપણ ખોલ્યો નહીં. રોજ એકબીજાને ‘ગુડનાઈટ’ કહ્યા વગર છુટા નહીં પડનારા પિતા-પુત્રી પણ આજે પોતપોતાના રૂમમાં બંધ રહ્યાં. * […]
હજી તો કમલનાથ કાચી ઊંઘમાં હતા ત્યાં સવારે સાડા છ વાગ્યે એમના બેડરૂમના દરવાજા પર ટકોરા પડ્યા. કમલનાથે ઝીણીઆંખો ઊઘાડીને ઘડિયાળમાં જોયું. કોણ હશે અત્યારે! જોકે, આવી રીતે દરવાજો નૉક કરવાની હિંમત શામ્ભવી સિવાય બીજું કોઈ કરીશકે નહીં, ‘કમ ઈન બેટા’ એમણે કહ્યું. આશ્ચર્ય, અથવા આઘાત સાથે એમણે જોયું કે શામ્ભવી નાહી-ધોઈને તૈયાર હતી. એના […]
‘કોઈ દિવસ પાછી નહીં આવતી…’ એ સ્ત્રી રડતાં રડતાં શામ્ભવીને કહી રહી હતી, ‘પ્લીઝ…’ એણેશામ્ભવીને હાથ જોડ્યા.‘તું મારી મા છે ને?’ શામ્ભવી હજી પણ આ સત્યને સ્વીકારી શકતી નહોતી.‘ના.’ એ સ્ત્રીએ અચાનક આંસુ લૂછી નાખ્યા. એનો ચહેરો બદલાઈ ગયો. ક્ષણભર પહેલાં જે ચહેરા પરમમતા ઊભરાઈ પડતી હતી એ ચહેરો જાણે પત્થરનો બન્યો હોય એમ ભાવવિહીન […]
ઘર તરફ જઈ રહેલી ગાડીમાં બેઠેલો અનંત બારીની બહાર પસાર થતું શહેર જોઈ રહ્યો હતો. એ થોડોકખોવાયેલો અને ચૂપ હતો. એના મગજમાં સેંકડો વિચારો એક સાથે ચાલી રહ્યા હતા. પલ્લવીથી પોતાના દીકરાની આચૂપકીદી બહુ સહેવાઈ નહીં એટલે એણે અનંતનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો, ‘સો! મારું બેબી અપસેટછે.’ પલ્લવીએ ધીમેથી અનંતની નજીક સરકીને એના […]
‘તો? શું નક્કી કર્યું તમે બંને જણાંએ?’ શામ્ભવી અને અનંત થોડીકવાર ઈધરઉધરની વાતો કરીનેગઝીબોમાં પહોંચ્યાં કે તરત પલ્લવીએ પૂછ્યું, ‘મારો દીકરો તો આજે એન્ગેજમેન્ટની તારીખ નક્કી કરીનેજવાની જીદ કરતો હતો.’ બધા એક સાથે હસી પડ્યાં. કમલનાથની આંખોમાં આતુરતા હતી અને મોહિનીનીઆંખોમાં કુતૂહલ. શામ્ભવી શું જવાબ આપે છે એ સાંભળવા માટે સહુ બેચેન હતા.‘મમ્મી! મને લાગે […]
‘રાકેશ સર એમની કેબિનમાં બોલાવે છે.’ શિવ ઓફિસમાં પહોંચ્યો ત્યારે બધા જાણે એની પ્રતીક્ષા કરીરહ્યા હોય એમ એની તરફ વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. હજી એ પોતાના ક્યૂબિકલમાં જઈને એની બેગ અનેવોટર બોટલ મૂકે એ પહેલાં ઓફિસના હેલ્પરે એને કહ્યું, ‘કદાચ, ગુસ્સામાં છે.’ શિવ જે ચેનલ સાથે કામ કરતોહતો એ ચેનલના ગુજરાતના હેડ રાકેશ અવસ્થી […]
- 1
- 2