Category Archives: Ladki

ભાગઃ 2 | પેઈન્ટિંગ, સંગીત અને નાઈટ ક્લબઃ જિંદગીનો કાર્ડિયોગ્રામ

નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ દુનિયાની દરેક સફળ સ્ત્રીની જિંદગી કાર્ડિયોગ્રામના રિપોર્ટની જેમ ઊંચી-નીચી થતીજ હશે. હૃદય ત્યાં સુધી જ ધબકે છે જ્યાં સુધી એ કાર્ડિયોગ્રામ ઊંચો-નીચો થતો રહે. આપણીજિંદગી પણ જ્યાં સુધી સમસ્યાઓ અને મુશ્કેલીઓની ઊંચા-નીચા ગ્રાફમાંથી પસાર થતી રહે ત્યાંસુધી જ એ રસપ્રદ હોય છે… મારી […]

ભાગઃ 1 | તમિલ બ્રાહ્મણ પરિવારની દીકરી, હિન્દી પોપની મહારાણી

નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ ચઢતી લહર જૈસે ચઢતી જવાનીખિલતી કલી સા ખિલા રૂપજાને કબ કૈસે કહાઁહાથોં સે ફિસલ જાયે જૈસેઢલ જાએ ચઢી ધૂપOnce in every lifetimeComes a love like thisI Need you, you need meOh my honey, can’t you seeहरि ॐ हरि… તમને બધાને યાદ હશે, આ […]

ભાગઃ 5 | જે કારણે મને મૃત્યુદંડ આપ્યો એ કહેવાતા ષડયંત્ર વિશે મને જાણ પણ નથી

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ (કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ કેટલીક બદનસીબી આપણા જન્મથી આપણા અંતિમ શ્વાસ સુધી આપણી સાથે રહેછે. ગમે તેટલો પ્રયાસ કરવા છતાં આપણે નિયતિએ નિશ્ચિત કરેલી કેટલીક બાબતોને બદલી શકતાનથી, એ વાત મને મારા જીવનના પ્રત્યેક વળાંકે વધુ ને વધુ દૃઢતાથી સમજાતી રહી છે. હું સ્કોટલેન્ડની રાજકુમારી, ફ્રાન્સની રાણી, ઇંગ્લેન્ડની રાણીની સાથે […]

ભાગઃ 4 | મારા પ્રેમી અને પતિ બેઉની હત્યા થઈ, હું ફરી એકલી થઈ ગઈ…

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ મોટાભાગના લોકો માને છે કે એક ‘રાજકુમારી’નું જીવન પરિકથા જેવું હોય છે. એ જેમાંગે એ બધું જ એને મળતું હોય છે અને અન્ય છોકરીઓ કરતાં એના જીવનમાં આનંદ, સુખ અનેસ્વપ્નો માટે ખૂબ વધુ અવકાશ હોય છે… પરંતુ આ વાત સત્ય નથી અથવા મારા જીવન માટે આવાત સત્ય […]

ભાગઃ 3 | 17 વર્ષની રાણીઃ17 વર્ષની વિધવા

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ ઇંગ્લેન્ડની રાજગાદી હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહી. એલિઝાબેથ(પ્રથમ) રાણી બની ત્યાં સુધીહેનરી(એઈટ્થ) ઇંગ્લેન્ડની રાજગાદીને એક એવું પ્યાદું બનાવી દીધી હતી, જેના પર લગભગ દરેક દેશના રાજાનીનજર હતી. સ્કોટલેન્ડ નાનું રાજ્ય હતું, તેમ છતાં સ્કોટલેન્ડ અને ફ્રાન્સના સંબંધોને કારણે યુરોપના ઇતિહાસમાંક્યારેય તેનું મહત્ત્વ ઘટ્યું નહોતું. મારી મા ઇચ્છતી હતી […]

ભાગઃ 2 | એલિઝાબેથ (પ્રથમ)ને મારો ભય હતો…

નામઃ મેરી સ્ટુઅર્ટ (સ્કોટ ઓફ ઈંગ્લેન્ડ)સ્થળઃ ટુટબેરી કેસલ (કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, સ્પેઈન, ફ્રાન્સ અને આયર્લેન્ડ આ ચાર દેશો એકમેકની સાથે સતતયુધ્ધ કરતા રહ્યા. સહુને એકમેક પર સત્તા પ્રસ્થાપિત કરવી હતી. સહુ જાણતા હતા કે, જો આ પાંચદેશોમાંથી કોઈપણ બે કે ત્રણ ઉપર સત્તા મેળવી શકાય તો સમગ્ર યુરોપ ઉપર શાસન કરવું સરળ […]

ભાગઃ 1 | કેથલિક વિરુધ્ધ પ્રોટેસ્ટન્ટઃ ઈંગ્લેન્ડનું ધાર્મિક વિભાજન

નામઃ મેરી સ્ટુઅર્ટસ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)સમયઃ 1569ઉંમરઃ 27 વર્ષ આજે મને ટુટબેરીના કિલ્લામાં લઈ જવામાં આવી છે, સ્કોટલેન્ડની રાણી છું હું, પરંતુમને એક કેદી બનાવીને એવી જગ્યાએ રાખવામાં આવી છે જ્યાંથી હું કોઈનો સંપર્ક ન કરી શકું. ઈંગ્લેન્ડના સ્ટેફોર્ડશાયરમાં આ કિલ્લો એક ભયાનક કેદખાના જેવો છે. લેન્ગસાઈડનુંયુધ્ધ હું હારી ગઈ છું. ઈંગ્લેન્ડના રાજસિંહાસન પરનો મારો દાવો […]

ભાગઃ 4 | મારે રિયાઝ કરતાં કરતાં આ જગત છોડવું છે

નામઃ કિશોરી અમોનકરસ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્રસમયઃ નવેમ્બર, 2016ઉંમરઃ 83 વર્ષ સિનેમામાં ગાવું (પાર્શ્વ ગાયન) મને ક્યારેય બહુ એક્સાઈટિંગ કે રસપ્રદ લાગ્યું નથી.શાંતારામજીના આગ્રહને કારણે મેં ‘ગીત ગાયા પથ્થરોં ને’માં એક ગીત ગાયું, પરંતુ એ પછી અનેકઓફર્સ આવી જેની મેં ના પાડી. સાચું પૂછો તો મારી માઈ પણ એવું માનતી કે, ફિલ્મોમાં ગાવું એમારી શાસ્ત્રીય સંગીતની ગાયિકી […]

ભાગઃ 3 | અવાજ અને રવિન્દ્રઃ બંનેને ગૂમાવવાના વર્ષો…

નામઃ કિશોરી અમોનકરસ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્રસમયઃ નવેમ્બર, 2016ઉંમરઃ 83 વર્ષ હું થોડી અઘરી વ્યક્તિ છું. મારી ભીતરની કિશોરી જુદી છે અને એક કલાકાર તરીકેમારું વ્યક્તિત્વ તદ્દન અલગ છે. લોકો મને વિદ્રોહી કહે છે, પણ મને નથી લાગતું કે હું વિદ્રોહી છું. હુંએક અધિરી વ્યક્તિ છું, એ સાચું. મોઢે સાચું કહી દઉ છું એ પણ સાચું, પરંતુ […]

ભાગઃ 2 | શાસ્ત્રીય સંગીતને ગ્લેમર અને ગૌરવ મળે એવો પ્રયાસ કરનારી હું પ્રથમ સ્ત્રી કલાકાર

નામઃ કિશોરી અમોનકરસ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્રસમયઃ નવેમ્બર, 2016ઉંમરઃ 83 વર્ષ મારી મા મોગુબાઈ ગોવાની કલાવંત જ્ઞાતિમાં જન્મી હતી. આજે પણ એ જ્ઞાતિઓબીસીમાં ગણાય છે. મંદિરમાં ‘સેવા’ આપવાનું કામ કરતી આ જ્ઞાતિની સ્ત્રીઓ સાથેસમયસમયાંતરે દુર્વ્યવહાર થતો, એમનો દુરુપયોગ પણ કરવામાં આવતો. મારી મા મને કહેતી, કે એનેજુદા બેસીને ખાવું પડતું. માત્ર સ્ત્રી હોવાને કારણે નહીં, પરંતુ કલાવંત […]