Category Archives: Ladki

ભાગઃ 1 | નૃત્યાંગના બનવા માગતી હતી, પણ પગ કપાઈ ગયો

નામઃ સુધા ચંદ્રનસ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈસમયઃ 2023ઉંમરઃ 57 વર્ષ હજી હમણાં જ શુટિંગમાંથી પાછી ફરી છું… મેક-અપ ઉતારતા અરીસામાં જોયું ત્યારે જાણેવિતેલા દિવસોનો એક પ્રવાસ મારી નજર સામેથી પસાર થઈ ગયો. લગભગ રોજ આવું થાય છે,મોડી રાત્રે નાયગાંવ કે ફિલ્મ સિટીના સ્ટુડિયોથી પાછી ફરતી હોઉં ત્યારે મુંબઈનો ટ્રાફિક અને રોજબદલાઈ જતું આ શહેર જોઈને […]

ભાગઃ 3 | પહેલાં ડાકણ, પછી સંતઃ સ્ત્રીનાં સમર્પણની કેવી અવહેલના!

નામઃ જૉન ઓફ આર્કસ્થળઃ રૂઆન, ફ્રાંસસમયઃ 24 મે, 1431ઉંમરઃ 19 વર્ષ ફ્રાંસ, મારો દેશ, મારું વતન, મારી જન્મભૂમિ… મેં મારા દેશની સ્વતંત્રતા માટે જીવજોખમમાં મૂક્યો. આટલો રક્તપાત કર્યો. મરણિયા પ્રયાસ કરીને ચાર્લ્સ સાતમાને પાટવી કુંવરમાંથીકિંગ ઓફ ફ્રાંસ બનાવ્યા. મારે બદલામાં કંઈ જ નહોતું જોતું. મારા દેશની સ્વતંત્રતા અને મારીજન્મભૂમિની મુક્તિ એ જ મારે માટે કોઈપણ […]

ભાગઃ 2 | સ્વતંત્રતા સેનાનીઃ 18 વર્ષની છોકરી સેનાપતિ

નામઃ જૉન ઓફ આર્કસ્થળઃ રૂઆન, ફ્રાંસસમયઃ 24 મે, 1431ઉંમરઃ 19 વર્ષ જેલની આ કાળમીંઢ દિવાલોની વચ્ચે હું કેદ છું, પણ એથી ફ્રાંસને સ્વતંત્ર કરવાનું મારુંસ્વપ્ન કેદ નહીં કરી શકું. આજે અમારા રાજા ચાર્લ્સ કે ઈંગ્લેન્ડના રાજા હેનરી સાતમા, મારે વિશે કંઈપણ વિચારે કે લોકોના મનમાં મારી વિરુધ્ધ ગમે તેટલી કડવાશ અને ભય જગાડે-મને ખાતરી છે […]

ભાગઃ 1 | સ્વપ્નદૃષ્ટા કે પાગલઃ ફ્રાંસના ઈતિહાસનું એક ગૂંચવાયેલું પાનું

નામઃ જૉન ઓફ આર્કસ્થળઃ રૂઆન, ફ્રાંસસમયઃ 24 મે, 1431ઉંમરઃ 19 વર્ષ આજે આ જેલની અંધારી કોટડીમાં બેઠી છું ત્યારે મને જીવનનું એક સત્ય સમજાયું છે. એકસ્ત્રી, ગમે તેટલો પ્રયાસ કરે તો પણ પુરુષોના આ વિશ્વમાં એનો અવાજ દબાવી દેતાં કોઈ રોકી શકતુંનથી! માન-સન્માન કે પદવીઓની અપેક્ષા રાખ્યા વગર મેં મારા દેશને આઝાદ કરવા માટે મારું […]

ભાગઃ 3 | આત્મહત્યા પણ ખૂન હોઈ શકે?

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ પાવર બહુ ભયાનક ચીજ છે. એકવાર માણસના હાથમાં પાવર, સત્તા કે સંપત્તિ આવી જાયપછી એને કોઈની પરવાહ રહેતી નથી. 45 વર્ષે માઓ-ત્સે-તુંગ 22 વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા.એ છોકરી […]

ભાગઃ 2 | સિનેમા, સંબંધો અને સ્ટેટસઃ ટૂંકાગાળામાં લાંબો પ્રવાસ

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ જિંદગી આપણને દરેક વખતે નવા વળાંકે લાવીને મૂકતી હોય છે. દરેક નવો વળાંક ક્યાંકપહોંચે જ એવાં વચન તો જિંદગી પાસેથી માગી શકાતા નથી, પરંતુ એ વળાંક નહીં વળવાનોઅધિકાર […]

ભાગઃ 1 | ચીનના સૌથી શક્તિશાળી પુરુષની પત્ની-છતાં અસહાય અને એકલી

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ બેઈજિંગના હરિયાળા પહાડોની વચ્ચે એક મોટા સફેદ પત્થરની કબર છે. એ કબર ઉપર મારુંસૌથી પહેલું નામ લખ્યું છે. ‘લી હ્યુન્હે – 1914 થી 1991’. મારા અનેક નામ છે, […]

ભાગઃ 4 | ડૉક્ટર થઈ, પણ સ્વયંને જ ન બચાવી શકી!

નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ ક્યારેક વિચારું તો મને સમજાય છે કે, મારી આસપાસની બધી સ્ત્રીઓની જિંદગી અત્યંતપીડાદાયક હતી. રસોડા અને સુવાવડના ખાટલા વચ્ચે એમની જિંદગી પૂરી થઈ જતી જ્યારે હુંસ્ટીમરમાં બેસીને અમેરિકા જઈ રહી હતી! મારી જિંદગીના આ મહત્વના બદલાવ માટે હુંગોપાળરાવ સિવાય કોનો આભાર માનું? પરંતુ, હું એમના પર […]

ભાગઃ 3 | પહેલી ભારતીય સ્ત્રીને પેન્સિલવેનિયા (યુએસએ) કોલેજમાં એડમિશન મળ્યું (1882)

નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ ગોપાળરાવે જે કર્યું એનાથી ઘરની પરિસ્થિતિ તો જાણે બદલાઈ. એમની પહેલી પત્નીનાંમાતુશ્રીએ ઘરની ઘણી ખરી જવાબદારી ઉપાડી લીધી અને હું નિશ્ચિંત થઈને ભણવા લાગી, પણમારા ભણતરમાં ક્યાંકને ક્યાંક અડચણ આવવાની જ હતી, કદાચ મારા નસીબમાં જ એવું લખ્યું હશે! અલીબાગથી ગોપાળરાવે પોતાની બદલી કોલ્હાપુર કરાવી. મને […]

ભાગઃ 2 | હું આનંદી જોશીનાં પતિ તરીકે ઓળખાઈશ તો મને ગૌરવ થશેઃ ગોપાળરાવ જોશી (1875)ભાગઃ 2 |

નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ આજે, જ્યારે સફેદ એપ્રન પહેરીને હું એલ્બર્ટ એડવર્ટ હોસ્પિટલમાં દાખલ થવું છું ત્યારેમારા પતિ ગોપાળની આંખોમાં દેખાતો આનંદ અને ગૌરવથી મારી આંખોમાં પાણી આવી જાય છે.કોઈ દિવસ કલ્પના નહોતી કરી કે, હું અમેરિકા જઈને મેડિકલનું જ્ઞાન મેળવીશ. પાછી ફરીને મારાદેશમાં સ્ત્રીઓ અને બાળકોની ચિકિત્સા કરીશ… આજે […]