‘એક જંગલ હૈ તેરી આંખો મેં, મેં જહાં રાહ ભૂલ જાતા હૂં
તુ કિસી રેલ-સી ગુજરતી હૈ, મેં કિસી પૂલ-સા થરથરાતા હૂં’
સંબંધોનો આવું સરસ રૂપક આપનાર કવિ બીજી તરફ લખે છે,
‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.
મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી,
હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ.’
આ કવિનું નામ છે દુષ્યંત કુમાર ત્યાગી. 42 વર્ષની નાની ઉંમરે આ જગતને છોડી
જનાર દુષ્યંત કુમારનો આજે (1 સપ્ટેમ્બરે) જન્મદિવસ છે. હિન્દી સાહિત્યમાં એમએ કરીને
કમલેશ્વર અને માર્કંડેય સાથે અલ્હાબાદ (પ્રયાગરાજ)માં વસી ગયા હતા. આ એ સમય હતો જ્યારે
બચ્ચન, ધર્મવીર ભારતી, ઉપેન્દ્રનાથ, સર્વેશ્વર દયાલ જેવા અન્ય સાહિત્યકારો પણ પ્રયાગરાજમાં
સક્રિય હતા. એમણે સાદી સરળ ભાષામાં ગઝલો લખી. એમ કહેવામાં આવે છે કે, દુષ્યંત કુમારે
ગલીઓ, સડકો, ઓફિસ, રેસ્ટોરાં, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને પરિવારોમાં બોલવામાં આવતી
હિન્દીને પોતાની ગઝલમાં જગ્યા આપી અને જનસામાન્યની ભાષાને ગઝલમાં વણી લીધી. આપણે
હિન્દી ભાષાના સાહિત્યકારો વિશે બહુ ઓછું જાણીએ છીએ કારણ કે, હિન્દીનું વાંચન ગુજરાતી
પરિવારોમાં પ્રમાણમાં ઓછું હોય છે. રાષ્ટ્રભાષા તરીકે હિન્દીને ભલે મહત્વ આપીએ, પરંતુ આપણા
સૌની હિન્દી ભાષા માત્ર ગુજરાતીઓની મજાક ઉડાવવા માટે વપરાય છે, સાચે જ હિન્દી વાંચનારા
અને સમજનારા લોકો ગુજરાતી પરિવારોમાં ઓછા જ જોવા મળે છે. મધ્યપ્રદેશના સાંસ્કૃતિક
વિભાગમાં ભાષા વિભાગ સાથે જોડાયેલા દુષ્યંત કુમાર સરકારી સેવક હોવા છતાં સરકાર વિરોધી
કાવ્યો લખતા. એમનો અવાજ જનસામાન્યનો અવાજ હતો.
1950-55ની આસપાસ જ્યારે એ 20 વર્ષના હશે ત્યારે ભારતની આઝાદીને પણ થોડાક જ
વર્ષો થયા હતા. ડગુમગુ થતો દેશ હજી સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જે લોકોએ
આઝાદીની લડતમાં પોતાની યુવાની ખપાવી દીધી, સ્વપ્નો, કારકિર્દી અને પ્રણયને કોરે મૂકીને
સ્વાતંત્ર્ય મેળવવા માટે લડ્યા એ સહુને ચાર-પાંચ વર્ષમાં સમજાઈ ગયું હતું કે દેશના ભાગલા
દરમિયાન થયેલું નુકસાન, જાનહાનિ અને માનહાનિ પણ આ દેશને હવે આવનારા બે દાયકા સુધી
બેઠો નહીં થવા દે. એની સાથે જ એક બીજો મહત્વનો મુદ્દો એ પણ ઊભો થયો કે, દેશને સ્વતંત્રતા
મળ્યા પછી આ દેશની લગામ જેમના હાથમાં આવી એમાં સરદાર પટેલનું નિધન થતાં 1950 પછી
આ દેશનું ભવિષ્ય વધુ ધૂંધળું થઈ ગયું. દુષ્યંત કુમાર ત્યાગી એ જ સમયે યુવાન થયા! 1930માં
જન્મેલો છોકરો આઝાદી સમયે 18 વર્ષનો હોય, અને 1955માં 25નો… એ વખતની સરકાર અને
સમાજ સામેનો એમનો આક્રોશ, નારાજગી અને નિરાશા એમની કવિતાઓમાંથી પ્રગટ થતાં રહ્યાં.
દુષ્યંત કુમારે ફક્ત કવિતાઓ જ નહીં, કાવ્યનાટક, નાટક, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ પણ લખ્યા. આ
બધામાં પણ એમને સરકાર અને સમાજ તરફથી મળેલી નિરાશા કોઈ આગની જેમ ભભૂકે છે. નિદા
ફાઝલીએ એમના વિશે લખ્યું છે, ‘દુષ્યંતની નજરમાં એના યુગની નવી પેઢી ગુસ્સો અને નિરાશાથી
ભરેલી છે. આ ગુસ્સો, અન્યાય અને રાજનીતિક ગેરરીતિઓ સામે નવા લોહીનો અવાજ છે જે
સમાજના મધ્યમવર્ગીય દંભ અને નીચલા વર્ગની મહેનત, નામોશી અને અપમાન સામેનો આક્રોશ
છે.’ એમના મૃત્યુ પછી સાહિત્યિક મેગેઝિન ‘સરિતા’નો એક આખો અંક દુષ્યંત કુમારના નામે પ્રગટ
થયો, જેમાં મોટા મોટા લેખકોએ પોતાના સંસ્મરણો રજૂ કર્યા. એ અંકમાં એમના પત્ની રાજેશ્વરી
ત્યાગીએ પણ પોતાના સંસ્મરણ આલેખ્યાં છે.
એ દિવસો સરકારી સરમુખત્યારશાહી અને આમજનતા ઉપર થઈ રહેલા અત્યાચારના
દિવસો હતા. સંજય ગાંધી, વિદ્યાચરણ શુક્લ અને ઈન્દિરા ગાંધી સામે પોતાનો વિરોધ પ્રગટ કરતાં
અનેક લેખો લખીને દુષ્યંત કુમારે સરકારી નોકરી ગૂમાવી. એમના પત્ની રાજેશ્વરીદેવીએ ઘણા સમય
સુધી ઘર ચલાવવાની જવાબદારી ઊઠાવી, અને પતિના આ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું.
પતિના મૃત્યુ પછી બે દીકરાઓને ભણાવીને એકને બેન્કમાં ઓફિસર અને બીજાને સેનામાં ઓફિસર
બનાવવાનું કાર્ય પણ એમણે પૂર્ણ કર્યું.
જાણીતા હાસ્યલેખક શરદ જોશીએ લખ્યું છે, ‘લતીફે (જોક) કો સત્ય ઘટના ઔર સત્ય ઘટના કો
લતીફા બના ઉડા દેના, કિસી અનજાન પર મુગ્ધ હો ઉસકી પ્રશંસા ગાતે જાના ઔર ઈન સબકે સાથ બાર-બાર
લૌટકર બાર-બાર કવિતાએં યા ગઝલ લિખના, અપને બચ્ચોં પર પ્યાર ઉંડલતે હુએ અતિ કર જાના, નિરંતર
દોસ્તોં કો યાદ કરના, બલ્કિ સાહિત્ય કો કુલ મિલાકર ચંદ દોસ્તોં ઔર દુશ્મનોં કી ગતિવિધિયોં સે અધિક ન
માનના ઔર ઇસ સબકે બાવજૂદ કિસી શ્રેષ્ઠ તથા મહાન લેખન કે સપને સંજોના, દુષ્યન્ત કા સ્વભાવ થા. મેરી
ઇસ બાત પર બડા પ્રસન્ન હોતા થા કિ તૂ કવિતા સમાપ્ત કરતે હી ગુંડા હો જાતા હૈ.’
25 જૂન, 1975ના દિવસે ઈમરજન્સી જાહેર કરવામાં આવી. એ પછીના થોડા મહિના
દુષ્યંત કુમારે ડર્યા વગર કે કોઈપણ પ્રકારના દબાણ હેઠળ આવ્યા વગર ઈમરજન્સીનો વિરોધ કર્યો
એટલું જ નહીં, મુક્ત અવાજે કવિતાઓ લખી, જાહેરસભાઓ સંબોધી અને આક્રોશથી ભરપૂર
કવિતાઓનું પઠન કર્યું.
મૈંને સોચા થા-જબ કિસી કો દિખાઈ નહીં દેતા
મૈં ભી બંદ કર લૂં અપની આંખેં
ન સોચૂં
એક જ્વાલામુખી ફૂટ રહા હૈ.
ઘુલ જાને દૂં લાવે મેં
તડપ-તડપકર એક શિશુ-
પ્રજાતંત્ર કા ભવિષ્ય-
જો મેરે ભીતર મીઠી નીંદ સો રહા હૈ.
મુઝે ક્યા પડી હૈ
જો મૈં દેખૂં, યા બોલૂં યા કહૂં કિ મેરે આસપાસ
નરહત્યાઓં કા એક મહાયજ્ઞ હો રહા હૈ.
એમની એક બીજી કવિતા,
જ્યોતિ કી મશાલ પ્રાપ્ત કરને કે યત્ન કિયે
બચન કે નહીં,
તો ક્યા ઇન ટટકી બંદૂકોં સે ડર જાઉંગા?
તુમ મુઝકો દોષી ઠહરાઓ
મૈંને તુમ્હારે સુનસાન કા ગલા ઘોંટા હૈ
પર મૈં ગાઉંગા
ચાહે ઈસ પ્રાર્થના સભા મેં
તુમ સબ મુઝપર ગોલિયાં ચલાઓ
મૈં મર જાઉંગા
લેકિન મેં કલ ફિર જનમ લૂંગા
કલ ફિર આઉંગા.