મનુઃ માનવ અસ્તિત્વનું મૂળ

જાણીતા હિન્દી કવિ જયશંકર પ્રસાદના પુસ્તક ‘કામાયની’માં ‘મનુ’ એનું મુખ્ય પાત્ર છે…
દેવસૃષ્ટિના સંહાર પછી ચિંતામાં મગ્ન મનુ મહાભારતમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વૈવસ્વત
મનુ છે. ‘શ્રદ્ધા’ની પ્રેરણાથી એ જીવનમાં રસ લેતા થાય છે, પરંતુ શ્રદ્ધાથી અસંતુષ્ટ થઈને એ એને મૂકીને
ચાલી જાય છે. સારસ્વત પ્રદેશ પહોંચે છે ત્યાં એ ‘ઈડા’ ને મળે છે. એક નવી વૈજ્ઞાનિક માનવ સભ્યતાનું
આયોજન કરે છે, પરંતુ માનવીય સ્વભાવ મુજબ એ ઈડાના માલિક બનવાનો પ્રયાસ કરે છે… બીજી
તરફ શ્રદ્ધા પોતાના પુત્ર માનવને લઈને મનુને શોધતી શોધતી સારસ્વત પ્રદેશ પહોંચે છે. માનવને
‘ઈડા’ના સંરક્ષણમાં છોડીને અંતે શ્રદ્ધા મનુને લઈને હિમાલય ચાલી જાય છે… આ કથા રસપ્રદ છે.

સનાતન ધર્મ અનુસાર મનુ સંસારના સૌથી પહેલાં યોગી પુરુષ હતા. આજથી લગભગ ચાર
હજાર વર્ષ પૂર્વ પ્રથમ મનુનો જન્મ થયો એમ માનવામાં આવે છે. જે સ્વયંભૂ મનુ હતા. એમની સાથે
પહેલી સ્ત્રી હતી શતરૂપા. માતા-પિતા વિના ઉત્પન્ન થયેલા આ મનુ પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રીનાં
સંતાનોથી સમગ્ર વિશ્વની રચના થઈ એમ માનવામાં આવે છે. મનુના સંતાન હોવાને કારણે આપણે સૌ
માનવ કહેવાઈએ છીએ. સ્વયંભૂ મનુ સહિત હિન્દુ ધર્મમાં 14 મનુનો ઉલ્લેખ મળે છે. મહાભારતમાં
આઠ, શ્વેતવરાહ કલ્પમાં 14 મનુનો ઉલ્લેખ છે. સ્વયંભુવ મનુ, સ્વરોચિષ મનુ, ઉત્તમ મનુ, તામસ મનુ
યા તાપસ મનુ, રૈવત મનુ, ચાક્ષુષી મનુ, વૈવસ્વત મનુ કે શ્રાદ્ધદેવ મનુ (વર્તમાન મનુ), સાવર્ણિ મનુ, દક્ષ
સાવર્ણિ મનુ, બ્રહ્મ સાવર્ણિ મનુ, ધર્મ સાવર્ણિ મનુ, રુદ્ર સાવર્ણિ મનુ, દેવ સાવર્ણિ મનુ કે રૌચ્ય મનુ, ઇન્દ્ર
સાવર્ણિ મનુ કે ભૌત મનુ.

મહાભારતના સંભવ પર્વમાં જે વિગતો છે તે પ્રમાણે મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ
અને ક્રતુ એ છ બ્રહ્માજીના માનસપુત્રો છે. મરીચિના પુત્ર કશ્યપ અને એ કશ્યપમાંથી સર્વ પ્રજાજનની
એમ માનવામાં આવે છે. દક્ષ પ્રજાપતિને 13 કન્યાઓ હતી. અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ,
શિવહિકા, ક્રોધા, પ્રાધા, વિશ્વા, વિનતા, કપીલા, મુનિ અને કદ્રુ. આ દક્ષ કન્યાઓને અનેક પુત્ર અને
પૌત્રો થયા. અદિતિને 12 આદિત્યો જન્મ્યા, જેમાં ધાતા, મિત્ર, અર્યમા, શુક્ર, વરુણ, અંશ, ભગ,
વિવસ્વાન, પુશા, ત્વષ્ટા, સવિતા અને બારમો વિષ્ણુ… દિતિનો એક પુત્ર હિરણ્યકશિપુ જન્મ્યા. એને
પ્રહલાદ, સંહલાદ, અનુહલાદ, શિબી અને બાષ્કલ નામના પુત્રો થયા. પ્રહલાદને વિરોચન, કુંભ અને
નિકુંભ એમ ત્રણ પુત્રો થયા અને વિરોચનનો પુત્ર બલિ, બલિનો પુત્ર બાણ (જેની પુત્રી ઉષા અંતે કૃષ્ણના
પ્રપૌત્રને પરણે છે). દિતિના પુત્રો દાનવ અને અદિતિના પુત્રો દેવ કહેવાયા. અસુરોના આચાર્ય શુક્રાચાર્ય
ઋષિપુત્ર હતા. વિનતાના પુત્રો સર્પ, શેષ, અનંત, વાસુકી, તક્ષક, કુર્મ અને કુલિક થયા… આ બધી કથાઓ
વાંચવા અને સમજવા જેવી છે. પ્રસિદ્ધ છ મહર્ષિઓ બ્રહ્માના માનસ પુત્રો હતા.

બ્રહ્માજીનો માનસ પુત્ર મનુ અને એનો પુત્ર પ્રજાપતિ છે. એમાંથી આઠ વસુ પુત્રો જન્મ્યા. આ
વસુઓ જ્યારે ગાય ચોરીને ભાગતા હતા ત્યારે એમને માનવ યોનિમાં જન્મ લેવાનો શાપ મળ્યો. સાત
વસુઓને ગંગાએ ડૂબાડ્યા અને આઠમા વસુ ભિષ્મ તરીકે પ્રસિદ્ધ થયા. એમને એમના પિતાએ ઈચ્છા
મૃત્યુનું વરદાન આપ્યું…

બીજી એક કથા કહે છે કે, મનુ અને શતરૂપાને પાંચ સંતાનો થયાં. બે પુત્રો પ્રિયવ્રત અને
ઉત્તાનપાદ, ત્રણ કન્યાઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિનો વિવાહ પ્રજાપતિ સાથે, પ્રસૂતિનો દક્ષ
પ્રજાપતિ સાથે અને દેવહૂતિનો વિવાહ પ્રજાપતિ કર્દંભ સાથે થયો. આ કન્યાઓએ સંસારના માનવોને
જન્મ આપ્યો. મનુના બે પુત્રો ઉત્તાનપાદને સુનિતિ અને સુરુચિ નામની બે પત્નીઓ હતી. સુનિતાના
પુત્ર ધ્રુવએ તપસ્યા કરીને અચળ તારા સ્વરૂપે પોતાનું સ્થાન મેળવ્યું.

શતપથ બ્રાહ્મણમાં મનુને ‘શ્રદ્ધાદેવ’ કહ્યા છે. શ્રીમદ્ ભાગવતમાં વૈવસ્વત મનુ અને શ્રદ્ધાથી
માનવીય સૃષ્ટિનો પ્રારંભ થયો એમ માનવામાં આવે છે. મહારાજ મનુએ આ પૃથ્વી પર અનેક વર્ષ રાજ્ય
કર્યું અને એમણે મનુસ્મૃતિ નામના ગ્રંથની રચના કરી. મહારાજ મનુ અને બ્રહ્માના પુત્ર છ ઋષિઓ
મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુ એ સાથે મળીને માનવ જીવનને સભ્ય, સંપન્ન અને
સુસંસ્કૃત બનાવવા માટે કેટલાક ગ્રંથોની રચના કરી છે.

આપણા શાસ્ત્રો બહુ જ રસપ્રદ છે. એમાં માનવ જીવનને કઈ રીતે જીવવું જોઈએ, કઈ
સમસ્યાઓ આવશે અને એનો ઉકેલ કઈ રીતે શોધવો એની અનેક વિગતો આપવામાં આવી છે. નખ
દાંતથી ન કાપવા જોઈએ, જુતા હાથમાં ઊંચકીને ન ચાલવું જોઈએ, એક રાજાએ શું કરવું જોઈએ અને
એક ગૃહસ્થએ શું કરવું જોઈએ, એક સ્ત્રીએ શું કરવું જોઈએ અને એક માતાએ શું કરવું જોઈએ, એક
પત્નીએ કઈ રીતે જીવવું જોઈએ અને એક પતિએ પોતાની પત્નીને કયા અધિકારો આપવા જોઈએ, એક
સંન્યાસીએ શું કરવું જોઈએ, એક ક્ષત્રિયએ, એક બ્રાહ્મણે શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ જેવા અનેક
જીવન ઉપયોગી શ્લોક આપણને ‘મનુસ્મૃતિ’માં મળે છે. 160,154,150,

પરિત્યજેદર્થકામૌ યૌ સ્યાતાં ધર્મવર્જિતૌ,
ધર્મ ચાપ્યસુખોદર્કં લોકસંક્રુષ્ટમેવ ચ.

અધાર્મિક સાધનોથી પ્રાપ્ત કરેલું સુખ, ધન કે સંપત્તિ છોડી દેવું જોઈએ. વૃદ્ધ થયા પછી પુત્રો કે
પૌત્રોને ન ગમે એવું (ધન સંપત્તિનું દાન-ઘરમાં કીર્તન કે ભજનનો અવાજ) ધાર્મિક કૃત્ય પણ ન કરવું
જોઈએ.

ન ધર્મસ્યાપદેશને પાપં કૃત્વા વ્રતં ચરેત,
વ્રતેન પાપં પ્રચ્છાદ્ય કુર્વન્ સ્ત્રી શૂદ્રદમ્ભનમ્.

પાપ કર્યા પછી એને છુપાવવા માટે વ્રત, ઉપવાસ કે દાન વગેરે કરવું વ્યર્થ છે. આવા પ્રકારના
દંભથી મુર્ખ અંજાઈ જાય છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિને સત્ય સમજાતા વાર લાગતી નથી.

યજ્ઞોડનૃતેન ક્ષરતિ તપઃ ક્ષરતિ વિસ્મયાત્,
આયુર્વિપ્રાપવાદેન દાનં ચ પરિકીર્તનાત્.

અસત્ય બોલવાથી યજ્ઞનું ફળ નષ્ટ થાય છે. અવિશ્વાસથી તપનું ફળ સમાપ્ત થાય છે. વિદ્વાનની
નિંદા કરવાથી ઉંમર ઘટે છે અને પોતાના જ દાનના વખાણ કરવાથી દાનનું ફળ નિષ્ફળ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *