મૌત કા એક દિન મુઅચ્યન હૈ, નીંદ ક્યું રાત ભર નહીં આતી

1988માં નસરુદ્દીન શાહને મિર્ઝા ગાલિબના પાત્રમાં રજૂ કરીને, જગજિતસિંઘ પાસે ગાલિબની ગઝલો
સ્વરબદ્ધ કરાવીને ગુલઝાર સાહેબે મિર્ઝા ગાલિબને એક જુદી જ ભૂમિકા પર મૂકી આપ્યા. એમની જિંદગી અને ગઝલ
વિશે અનેક લોકો સુધી, ખાસ કરીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો શ્રેય આપણે ગુલઝાર સાહેબને આપવો પડે.

ગાલિબ વિશે ઘણું લખાયું છે, કહેવાયું છે અને બોલાયું છે, પરંતુ એ જ્યારે જીવિત હતા ત્યારે દિલ્હીની
ગલીઓમાં એમના નાનકડા ઘરમાં એમણે ગરીબીમાં દિવસો ગુજાર્યા. એમની આર્થિક તકલીફ એક પછી એક બાળકોનું
ગુજરી જવું અને એમના સમયમાં એમની કલમને મળવો જોઈતો આદર એમને ન મળ્યો એ વિશે આપણે બધા જ આજે
વાત કરીએ છીએ. એમણે પોતે પણ કદાચ દરબારમાં જઈને પોતાની કવિતાઓને અમુક રીતે રજૂ કરવાનો પ્રયાસ ન કર્યો.
એમના ઉદ્દામવાદી વિચારો અને ધર્મ વિશે એમની કેટલીક સ્પષ્ટ માન્યતાઓએ એમને એમના સમયના ગઝલકારો વચ્ચે
થોડાક અપ્રિય બનાવી દીધા એમ કહીએ તો ખોટું નથી, પરંતુ આ સ્થિતિ માત્ર ગાલિબની હતી? નરસિંહ મહેતા, મીરાં કે
કબીર સાથે પણ એમના સમયમાં આ થયું જ છે… વ્યક્તિને પોતાના સમયમાં યોગ્ય આદર ન આપવો એ કદાચ આપણા
સમયની ફિતરત હશે. આપણે બધા જ વ્યક્તિના ગયા પછી એનું મહત્ત્વ સમજતાં અથવા સમજી શકતાં માણસોના
ટોળામાં ઊભા છીએ. ગાલિબની જીવનકથા તો સહુ જાણે છે. મિર્ઝા અસદુલ્લાહ ખાં એમનું નામ અને એમણે અસદ અને
ગાલિબના નામે અનેક ગઝલો લખી. બાળપણમાં અનાથ થઈ ગયેલા, સાચી તરબિયત (શિક્ષણ કે સંસ્કાર) એમને નહીં
મળ્યા હોય એમ માનવામાં આવે છે. કહેવાય છે કે, મીર તકી મીર નામના એક દરબારી, લોકપ્રિય શાયરે કહ્યું હતું કે, જો
ગાલિબને સારો ઉસ્તાદ મળી જશે તો એ અદ્ભુત શાયર બનશે અને જો નહીં મળે તો એનામાં રહેલી કવિત્વની સંપૂર્ણ
શક્તિ વેડફાઈ જશે…

આ વાત કદાચ આપણા સૌ માટે સાચી નથી ? આપણને સૌને આપણી અંદર રહેલા ગુણને તરાસીને સાચી
તરબિયત આપીને ક્યાંક પહોંચાડે એવા એક ઉસ્તાદની આવશ્યક્તા હોય છે. આપણા બધાની ભીતર એક ગાલિબ, એક
કબીર, એક મીરાં, એક હુસૈન કે એક રહેમાન હોય જ છે… ઈશ્વર સૌને એક ખાસ ગુણ આપીને મોકલે છે. એ ગુણને જે
ઓળખી લે છે એને કદાચ પોતાના જીવનનું લક્ષ્ય અથવા ધ્યેય મળી રહે છે. જેને પોતાના એ ગુણ વિશે જાણ નથી થતી
અથવા જે પોતાની ભીતર રહેલા એ ગુણને શોધવાનો કે તરાસવાનો પ્રયાસ નથી કરતા એ બધાં સમય જતાં એક અફસોસ
અથવા એક અધૂરપનો શિકાર બનીને રહી જાય છે.

ગાલિબના જે શે’રથી આપણે શરૂઆત કરી, એ શે’રનો અર્થ બહુ ગૂઢ છે. એની પહેલી લાઈન કહે છે કે, મૃત્યુનો
એક દિવસ મુકરર છે, નિશ્ચિત છે. બાળક જન્મે અને આપણે એને હાથમાં ઉપાડીએ, એક ક્ષણથી જ નક્કી હોય છે કે
એનું મૃત્યુ થવાનું છે, પરંતુ આપણે જન્મ લેતા બાળક સાથે આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ કરીએ છીએ, એના મૃત્યુનો
શોક નથી મનાવતા. સહુ જાણે છે કે, આપણે બધાએ એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે તેથી દુનિયામાં રહેલી સુંદર
વસ્તુઓ, વ્યક્તિઓ અને વિચારોમાં રસ લેવાનું છોડી દેવું ? આપણે બધાં જ જે થવાનું છે એના વિચારમાં શોકમગ્ન થઈને
જે થઈ રહ્યું છે એનાથી વિમુક્ત થઈ જઈએ છીએ. જીવન અત્યંત ખુબસુરત છે એ વાત આપણે વારંવાર ભૂલી જઈએ
છીએ… અને, આવનારા ભવિષ્યના ભયમાં ફફડતા રહીએ છીએ. રૂમીનો એક શે’ર કહે છે કે, “જે અદ્ભુત ઘટનાઓને કે
ચમત્કારોને આપણે આપણી બહાર શોધીએ છીએ એ બધું જ ખરેખર તો આપણી ભીતર હોય છે.” આપણે બધાં ભીતર
કશું જોતાં નથી અને આપણી બહારના જગતમાં કંઈક એવું તલાશ કરતા રહીએ છીએ જે ત્યાં છે જ નહીં !

જ્યારે ઓક્સિજનની તંગી ઊભી થાય છે ત્યારે આપણને પહેલીવાર સમજાય છે કે, હવામાં રહેલા આટલા બધા
વાયુઓમાંથી આપણું શરીર આજ સુધી ઓક્સિજન છૂટું પાડીને લેતું રહ્યું, પરંતુ આ ટેકનોલોજી વિશે આપણે કદી સભાન
થવું પડ્યું નથી ! જ્યાં સુધી આંખો કામ કરે છે ત્યાં સુધી આપણે જે જોઈ રહ્યા છીએ એ દૃશ્યોની સુંદરતા વિશે આપણે
સભાન નથી, પરંતુ જો એવી ખબર પડે કે હવે આપણી પાસે આ જગતને જોઈ શકવા માટે માત્ર થોડોક સમય છે તો
સમજાય કે, દૃષ્ટિનું શું મહત્ત્વ છે. જે લોકો નથી ખાઈ શકતા, નથી પચાવી શકતા એમને અચાનક સ્વાદનું અને ભોજનનું
મહત્ત્વ સમજાય છે… હાસ્યાસ્પદ બાબત એ છે કે આપણે બધા જ જ્યારે ખોવા બેસીએ ત્યારે માણસ તરીકે આપણને
મળેલી સ્પેશ્યલ ભેટનું મૂલ્ય કરવા તૈયાર થઈએ છીએ !

માણસ તરીકે લગભગ સૌ પોતાની સાથે કશુંક એવું લઈને આવ્યા છે જે એને આ જગતમાં વહેંચીને પાછા
જવાનું છે. આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે તદ્દન શુદ્ધ, સ્વચ્છ શરીર અને નિર્દોષ હૃદય સાથે જન્મ લઈએ છીએ.
એ પછી જે બદલાતું જાય છે એ બદલાવમાં ધીરે ધીરે કશુંક મેલું, કશુંક કરપ્ટ અને કશુંક સ્વાર્થી ઉમેરાતું જાય છે. પાછા
જઈએ ત્યારે આપણે જેવા આવ્યા હતા તેવા નથી જઈ શકતા, અને એટલે જ કદાચ આપણને પાછા જતી વખતે ભય
લાગે છે… જે લાવ્યા હતા એ તો ખોઈ બેઠા !

ऐ हिज्र वक़्त टल नहीं सकता है मौत का,
लेकिन ये देखना है कि मिट्टी कहाँ की है।

अब तो घबरा के ये कहते हैं कि मर जाएँगे 
मर के भी चैन न पाया तो किधर जाएँगे 
-शेख़ इब्राहीम ज़ौक़   

ज़िंदगी इक हादसा है और कैसा हादसा
मौत से भी ख़त्म जिसका सिलसिला होता नहीं
-जिगर मुरादाबादी

डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे
ज़र्द सा चेहरा लिये जब चांद उफक तक पहुँचे
दिन अभी पानी में हो, रात किनारे के करीब
ना अंधेरा ना उजाला हो, ना अभी रात ना दिन
-गुलज़ार

हर चीज़ का खोना भी बड़ी दौलत है,
बेफिक्री से सोना भी बड़ी दौलत है। 
-अमजद हैदराबादी 

मिट्टी का जिस्म ले के चले हो तो सोच लो,
इस रास्ते में एक समंदर भी आएगा। 
-सलीम शाहिद 

किसी के काम न आये तो आदमी क्या है? 
जो अपनी फ़िक्र में गुज़रे वो ज़िंदगी क्या है? 
आदमी आदमी को क्या देगा, जो भी देगा वही खुदा देगा
जिंदगी को क़रीब से देखो, इसका चेहरा तुम्हें रुला देगा
-सुदर्शन फ़ाकिर
 
ऐ आसमान तेरे ख़ुदा का नहीं है ख़ौफ़
डरते हैं ऐ ज़मीन तिरे आदमी से हम
-अज्ञात

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *