સ્વધર્મ, સનાતન કે શાશ્વત ધર્મઃ જડતા કે જીવનશૈલી ?

2018માં રજૂ થયેલી ફિલ્મ ‘પદમાવતી’ને જ્યારે ‘પદમાવત’ તરીકે રજૂ કરવામાં આવી ત્યારે
ધાર્મિક લાગણી દુભાઈ છે એવી દલીલ કરીને થિયેટર પર તોડફોડ કરવામાં આવી. હવે, એવો જ સવાલ
‘રાવણલીલા’ વિશે ઊભો થયો. ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ રાખવાની પ્રોડ્યુસર-દિગ્દર્શકને ફરજ
પડી. પ્રતીક ગાંધીએ ફિલ્મમાં બોલેલા ડાયલોગની વિરુધ્ધ અનેક લોકોએ કેસ કર્યા.

એની સામે જીસસની સાથે જોડાયેલી ફિલ્મ ‘ધ લાસ્ટ ટેમ્પટેશન’ 1988માં રજૂ થઈ ત્યારે એની
સામે પણ અનેક દેખાવો અને તોફાનો થયાં હતાં. એ ફિલ્મને વખોડી કાઢવામાં આવી હતી. વાત કોઈપણ
ધર્મની હોય, એને સમજવી કે સંભાળવી અઘરી હોય છે. ગીતાના ત્રીજા અધ્યાયના 35મા શ્લોકમાં
‘स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह:’ કહ્યું છે, પરંતુ ‘સ્વધર્મ’ની વ્યાખ્યા મોટાભાગના લોકો
પોતાની રીતે કરે છે. જે ધારણ કરે છે તે ધર્મ છે… એવું આપણા શાસ્ત્રો અને વેદોમાં કહ્યું છે. જે પોતે
ધારણ કરે છે અથવા ટકાવે છે એને કોઈપણ કેવી રીતે નુકસાન પહોંચાડી શકે ?

આપણે અંગત અભિવ્યક્તિ ઉપર રોક લગાવીને એવું માની લઈએ છીએ કે આપણે ધર્મની રક્ષા
કરીએ છીએ. જેની સામે સત્ય તો એ છે કે, ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ સદીઓથી અંગત
અભિવ્યક્તિ અને વ્યક્તિ સ્વાતંત્ર્યને મહત્વ આપતાં રહ્યાં છે. આજથી સદીઓ પહેલાં જન્મેલો રાવણ
બ્રાહ્મણ હતો. એક કથા કહે છે કે, જ્યારે રામસેતુનું વાસ્તુ પૂજન કરવાનું હતું ત્યારે એ વિસ્તારમાં અન્ય
કોઈ બ્રાહ્મણ ન હોવાથી રાવણે એનું વાસ્તુ પૂજન કરાવીને શ્રીરામને ‘વિજયી ભવઃ’ના આશિષ આપેલા
! જેણે શિવ તાંડવની રચના કરી એની બુધ્ધિ કે ભક્તિ વિશે તો પ્રશ્ન ન જ ઊઠવો જોઈએ…

તો, સવાલ ક્યાં છે ? સવાલ એ છે કે છેલ્લા ઘણા વખતથી આપણે ‘વિલન’ ને ‘હીરો’ તરીકે
ચિતરવા લાગ્યા છીએ. લાયન, ગબ્બર, મોગેમ્બો, શાકા, ડૉક્ટર ડેન્ગ જેવાં નામો અને એમના ગેટઅપ
ઉપર જેટલું કામ કરવામાં આવ્યું એટલું કદાચ હીરોના પાત્ર પર નથી થયું ! ટી.વી. પર બી.આર.
ચોપરાના ‘રામાયણ’માં રાવણનો રોલ કરતા અરવિંદ ત્રિવેદીને જીવનભર ‘લંકેશ’ તરીકે સન્માન મળ્યું, તો
પછી આ ફિલ્મ ‘રાવણલીલા’ને શા માટે નામ બદલવાની ફરજ પડી ?

ચોપરાના ‘રામાયણ’માં રાવણનો રોલ કરતા અરવિંદ ત્રિવેદીને જીવનભર ‘લંકેશ’ તરીકે સન્માન મળ્યું, તો
પછી આ ફિલ્મ ‘રાવણલીલા’ને શા માટે નામ બદલવાની ફરજ પડી ?

ચોપરાના ‘રામાયણ’માં રાવણનો રોલ કરતા અરવિંદ ત્રિવેદીને જીવનભર ‘લંકેશ’ તરીકે સન્માન મળ્યું, તો
પછી આ ફિલ્મ ‘રાવણલીલા’ને શા માટે નામ બદલવાની ફરજ પડી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *