નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ મારી જીવનકથા વાંચનાર વ્યક્તિને કદાચ લાગે કે, હું લફરાબાજ, નક્કામી અને કુટુંબનેસાચવી ન શકું એવી બેજવાબદાર સ્ત્રી હતી… પણ સત્ય એ નથી. હું મુક્ત હતી, સ્વચ્છંદ નહીં.લગ્ન કરવાનો નિર્ણય કબીરનો હતો. મારે તો એની સાથે લગ્ન કર્યા વગર જ ખુશ રહેવું હતું. એ વાતહું […]
Author Archives: kaajal Oza Vaidya
કોઈ અત્યંત નિકટની વ્યક્તિ આપણી સાથે જુઠ્ઠું બોલે, આર્થિક રીતે નુકસાન પહોંચાડે, વિશ્વાસતોડે કે આપણા વિશે આપણે કહેલી કોઈ અંગત વાત બીજાને કહી દે… ત્યારે દુઃખ થાય, થવું જ જોઈએકારણ કે આપણે માણસ છીએ. આપણે બધા આવી પરિસ્થિતિમાંથી ક્યારેક ને ક્યારેક પસાર થયા જ છીએ.દરેક વખતે દરેક વ્યક્તિ આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં જુદો જુદો પ્રતિભાવ આપે […]
‘કોઈ દિવસ પાછી નહીં આવતી…’ એ સ્ત્રી રડતાં રડતાં શામ્ભવીને કહી રહી હતી, ‘પ્લીઝ…’ એણેશામ્ભવીને હાથ જોડ્યા.‘તું મારી મા છે ને?’ શામ્ભવી હજી પણ આ સત્યને સ્વીકારી શકતી નહોતી.‘ના.’ એ સ્ત્રીએ અચાનક આંસુ લૂછી નાખ્યા. એનો ચહેરો બદલાઈ ગયો. ક્ષણભર પહેલાં જે ચહેરા પરમમતા ઊભરાઈ પડતી હતી એ ચહેરો જાણે પત્થરનો બન્યો હોય એમ ભાવવિહીન […]
સ્કોટલેન્ડના એક શાંત સરોવરમાં ઊંચા ઊંચા વૃક્ષોના પડછાયા પડે છે. ભૂરા આકાશનાપ્રતિબિંબને ઝીલતું સરોવરનું પાણી થોડું વધારે ભૂરું અને છેક તળિયું દેખાય એટલું સ્વચ્છ છે.તળાવનો આખો કિનારો નિર્જન છે. એક વ્યક્તિ ત્યાં બેસીને શાંતિથી સ્પંદનો જોઈ રહ્યો છે, વૃક્ષોનાહલતા પડછાયા, આકાશના વાદળો અને આથમતી સાંજના રંગો બરાબર માણી રહ્યો છે ત્યારે જએક ગાડીમાં થોડા લોકો […]
‘એક જંગલ હૈ તેરી આંખો મેં, મેં જહાં રાહ ભૂલ જાતા હૂંતુ કિસી રેલ-સી ગુજરતી હૈ, મેં કિસી પૂલ-સા થરથરાતા હૂં’સંબંધોનો આવું સરસ રૂપક આપનાર કવિ બીજી તરફ લખે છે,‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી,હો કહીં ભી આગ, લેકિન […]
“તું ફસાઈ ગયો, બસ!” કહેતી વખતે પણ કબીરના ચહેરા પર કોઈ કડવાશ નહોતી… એણેસાવ સ્વાભાવિક રીતે કહ્યું હતું. સહજ મોહક સ્મિત સાથે.છ ફૂટ બે ઈંચ જેટલી ઊંચાઈ, કસરતી પહોળા ખભા પણ કોઈ હન્ક જેવું, અકુદરતી રીતેબનાવેલું સિક્સ પૅક બોડી નહોતું એનું. એનું શરીર સરસ શૅપમાં હતું. એને પહેરેલા કપડાં શોભતાં,કંઈ પણ પહેરે એ સારો જ […]
ઘર તરફ જઈ રહેલી ગાડીમાં બેઠેલો અનંત બારીની બહાર પસાર થતું શહેર જોઈ રહ્યો હતો. એ થોડોકખોવાયેલો અને ચૂપ હતો. એના મગજમાં સેંકડો વિચારો એક સાથે ચાલી રહ્યા હતા. પલ્લવીથી પોતાના દીકરાની આચૂપકીદી બહુ સહેવાઈ નહીં એટલે એણે અનંતનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો, ‘સો! મારું બેબી અપસેટછે.’ પલ્લવીએ ધીમેથી અનંતની નજીક સરકીને એના […]
ભારત સરકારે રેલવેની સેવાઓને વધુને વધુ બહેતર બનાવવા માટે અનેક પ્રયાસોહાથ ધર્યા, જેમાં વંદે ભારત જેવી ટ્રેન સહિત ટ્રેનની ગુણવત્તા સુધારવાનો પણ પ્રયાસ કર્યો.હવે મુંબઈ-અમદાવાદની વચ્ચે છથી સાત ટ્રેનો એવી છે જે પાંચ-છ કલાકમાં એક શહેરથીબીજા શહેર પહોંચાડે છે. મોટાભાગે આ બધી ટ્રેન ફૂલ હોય છે. ફ્લાઈટ કરતા અડધા પૈસા,છતાં ફ્લાઈટથી વધુ સુવિધા છે એમ […]
અલ્હાબાદ (પ્રયાગરાજ) યુનિવર્સિટીમાં અંગ્રેજી લિટરેચરનો ક્લાસ ચાલી રહ્યો હતો.છેલ્લા થોડા દિવસ ગેરહાજર રહેલા એક પ્રોફેસરે આવીને કહ્યું, ‘ફિરાક કુછ દિનોં સે બિમાર થા.’ક્લાસમાં બેઠેલા એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, ‘ફિરાક ખુદ એક બિમારી હૈ…’ વિદ્યાર્થીઓ હસી પડ્યા(ફિરાકનો અર્થ વિરહ થાય છે એટલે વિદ્યાર્થીનું કહેવું હતું કે વિરહ પોતે જ એક બિમારી-તકલીફ-પીડાછે). ખરી રીતે તો પ્રોફેસરે ખીજાઈ […]
કબીરનો ફોન ડિસકનેક્ટ થઈ ગયો. માધવ અને વૈશ્નવી કોઈ ચિત્રમાં દોર્યા હોય એવાનિઃશબ્દ, સ્તબ્ધ ઊભાં હતાં, “હું જઈને આવું.” માધવે કહ્યું, “મેં નહોતું કહ્યું…”“તેં નહીં મેં કહ્યું હતું.” વૈશ્નવીએ જરાક કડવાશથી કહ્યું, “કબીરને ફોન કરવાનું મેં કહ્યું તને.”માધવ કંઈ કહેવા ગયો, પણ એણે હાથ ઊંચો કરીને એને અટકાવ્યો, “આ રમતમાં એકલો કબીરનથી.” વૈશ્નવીની આંખોમાં મયૂર […]