મયૂરભાઈએ કહ્યું, ‘વૈશ્નવી હજી તમારી થઈ શકે છે, મોડું નથી થયું…’પોતાની જ કંપનીના ફ્લેટમાં, માધવ દેસાઈના ઘરમાં ઊભેલો કબીર આ સાંભળીનેઆશ્ચર્યચકિત થઈ ગયો. આ મયૂરભાઈનો ઈગો હતો કે એમની અદમ્ય ઝંખના! કબીરને સમજાયુંનહીં. વાત પોતાના ફાયદાની હતી એટલું એ સમજી શક્યો કારણ કે, એ નખશિખ વેપારી હતો, ધાર્યુંકરવું કે ઝંખ્યું તે મેળવવું, એ કબીરની પ્રકૃત્તિ […]
Category Archives: Vaat Ek Raat Ni
‘વૈશ્નવી હવે મારી પત્ની નથી. જે ક્ષણે એ બીજા માણસ સાથે રાત વિતાવી આવી એ ક્ષણે અમારીવચ્ચેનો સંબંધ તો પૂરો જ થઈ ગયો છે…’ માધવ બોલ્યો. મીડિયા માટે તો જાણે મિજબાની થઈ ગઈ!માધવે એ રાતનું રહસ્ય ખોલી નાખ્યું! વૈશ્નવીને ભયાનક આઘાત લાગ્યો. આ વિશે કોઈને નહોતુંકહેવાનું, એવું નક્કી થયું હતું, બંને વચ્ચે! પોતે તો માધવને […]
‘અરે! ટીવી ચાલુ કરો…’ પડોશીની બૂમ સાંભળીને રમણભાઈ ચોંક્યા, ‘મુંબઈમાં મોટો કાંડથયો લાગે છે.’ આખી શેરી સાંભળે એવી રીતે એમણે કહ્યું, ‘માધવ જેલમાં છે…’રમણભાઈને ફાળ પડી. એમણે ઉતાવળા પગલે જઈને ટીવી ચાલુ કર્યું. ચેનલ આગળ-પાછળકરીને એમણે ન્યૂઝ શોધી કાઢ્યા. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલો કબીર નરોલા કહી રહ્યોહતો, ‘હું પ્રેમ કરું છું, એને.’ વાતાવરણમાં અચાનક ગરમી […]
‘માધવ!’ વૈશ્નવીએ આંખો ખોલતાંની સાથે પૂછ્યું, ‘માધવ ક્યાં છે?’‘મરી ગયો.’ મયૂરભાઈએ ઉશ્કેરાઈને કહ્યું. વૈશ્વનીનો હાથ પકડીને સંધ્યાબેન બેઠા હતા.મયૂરભાઈ સામે, ખુરશી પર બેઠા હતા. માતા-પિતાને પોતાની આસપાસ જોઈ વૈશ્નવીની આંખોભરાઈ આવી, પરંતુ પિતાનો જવાબ સાંભળીને એ બેઠી થઈ ગઈ. હજી નબળાઈ અને ચક્કરે એનોપીછો છોડ્યો નહોતો એટલે ઝટકાથી બેઠી થયેલી વૈશ્નવી પથારીમાં પાછી પછડાઈ. મયૂરભાઈએગુસ્સો […]
ફરી એકવાર ઘરનો બેલ વાગ્યો ત્યારે બાલ્કનીની બહાર દેખાતા દરિયાના પાણી ચાંદીની જેમચમકવા લાગ્યા હતા. સૂરજ માથે ચઢી આવ્યો હતો. માધવ બેચેન હતો. એ મનોમન ઈચ્છતો હતો કે,કબીર કોઈપણ રીતે એના ઘરમાંથી જાય, પરંતુ કબીરે નક્કી કરી લીધું હતું કે, જ્યાં સુધી વૈશ્નવીઆંખો ન ખોલે ત્યાં સુધી એ માધવના ઘરમાંથી નહીં જાય.એકવાર માધવ અકળાયો પણ […]
માધવને દરવાજાની બહાર ઊભેલો જોઈને નારાયણની આંખોમાં પાણી આવી ગયાં, ‘આ ગયેસા’બ?’ એણે પૂછ્યું, એનાથી કહેવાઈ ગયું, ‘મેડમ કી તબિયત બહુત ખરાબ હૈ…’ એનું વાક્ય પૂરુંથાય એ પહેલાં એને બારણાની વચ્ચેથી હટાવીને માધવ અંદરની તરફ દોડ્યો.માધવ બેડરૂમમાં દાખલ થયો. આંખો મીંચીને સૂતેલી વૈશ્નવીનો ચહેરો તદ્દન સફેદ થઈ ગયોહતો. ઊંઘની ગોળીઓ બહાર કાઢવા માટે કબીરે જે […]
મયૂરભાઈએ ફોન પર જે કહ્યું એનાથી વૈશ્નવી ડઘાઈ ગઈ. જે વાતની ત્રણ જણ સિવાયકોઈને ખબર નહોતી એ ડીલ, એ ઘટના, એ રાતના સમાચાર મયૂરભાઈ પાસે કઈ રીતે પહોંચ્યા એવૈશ્નવીને સમજાતું નહોતું છતાં, માધવની ‘ઓકાત’ પર મયૂરભાઈએ કરેલી કમેન્ટના જવાબમાંવૈશ્નવીએ કહી જ નાખ્યું, ‘ઔકાત તો બંનેની સમજાઈ ગઈ, પપ્પા.’ વૈશ્નવી પણ એમની જ દીકરીહતી, ‘માધવ એની […]
બે રાતના ઉજાગરા પછી માંડ પથારીમાં પડેલો માધવ લગભગ 12 કલાક ઊંઘ્યો. એની ઊંઘઊડી ત્યારે અમરેલી ગામના રસ્તાઓ પર અંધારું ઉતરી ચૂક્યું હતું. એ ઉપરથી નીચે ઉતર્યો ત્યારેરમણભાઈ ચોકમાં બેસીને માળા કરી રહ્યા હતા. સવિતાબેને તુલસી ક્યારે પ્રગટાવેલો દીવો આછોઆછો ટમટમતો હતો. ઘરના મંદિરમાં કરેલી અગરબત્તીની સુગંધ છેક ચોક સુધી આવતી હતી. માધવઆવીને પિતાની બાજુમાં […]
‘ભગવાન પણ જો કોઈને ત્યાં રહી આવેલી પોતાની પત્નીને સ્વીકારતાં અચકાય તો તમારીદીકરી તો એની મરજીથી આખી રાત કોઈને ત્યાં રહી આવી. ઝેર પીને મરી ગઈ હોત તો પૂરા માન-સન્માનથી ઘરની વહુ તરીકે અગ્નિદાહ દીધો હોત અમે… પણ, એને તો આ બધું ગમતું જ હશે બાકીકોઈ જાય?’ કહીને સવિતાબેને પૂરી તાકાતથી હથોડો માર્યો, ‘મને તો […]
અમરેલીના કેરિયા રોડ વિસ્તારમાં આવેલા નાનકડા બંગલી જેવા મકાનના ચોકની ડેલીનોડોકાબારી જેવો દરવાજો ખુલ્લો હતો. ખુલ્લા દરવાજામાંથી દાખલ થયેલો માધવ એની મા,સવિતાબેનને ભેટીને રડી રહ્યો હતો. સવિતાબેને રડતા માધવની પીઠ પર હાથ ફેરવતાં કહી નાખ્યું,‘મને તો ખબર જ હતી… એ મયૂર પારેખની દીકરી એક દિવસ તને રાતે પાણીએ રોવડાવશે, પણ એદિવસ આટલો જલ્દી આવશે એવું […]