Category Archives: Vaat Ek Raat Ni

વાત એક રાતની । પ્રકરણ – 5

ડ્રોઈંગરૂમમાં ઊભેલી વૈશ્નવી થોડીક ક્ષણો માટે જમીન પર પડેલા માધવ સામે જોતી રહી,પછી અચાનક કોઈક કપાયેલા વૃક્ષનું થડ તૂટી પડે એમ એ જમીન પર પછડાઈ. એને મોટા અવાજેરડતી સાંભળીને નારાયણ એની પાસે જઈને ઊભો રહ્યો. દીદીને હાથ લગાડીને આશ્વાસન આપવું કેનહીં, એનો નિર્ણય કરવામાં એને બે-ચાર ક્ષણ લાગી. એણે વૈશ્નવીને થોડીવાર રડીને હૈયું હળવું કરીલેવા […]

વાત એક રાતની । પ્રકરણ – 4

વેસ્ટ ફેસિંગ બાલ્કનીમાં મૂકેલા બધાં કૂંડાના પાંદડાં તડકામાં તગતગવા લાગ્યાં હતાં. દરિયા કિનારાના પવનનેકારણે બધા છોડ ડોલી રહ્યા હતા. બાલ્કનીના પડદા ઉડી રહ્યા હતા.બાલ્કનીમાં બેઠેલા માધવની વાત સાંભળી રહેલી વૈશ્નવી પિસ્તાલીસ મિનિટ દરમિયાન વૈશ્નવી એક પણશબ્દ બોલી નહોતી. એની ભાવવિહીન, સ્થિર આંખોમાં ધીમે ધીમે માધવ માટેનો સ્નેહ પાછો ફરી રહ્યો હતો. એનેસમજાયું હતું કે આ […]

વાત એક રાતની । પ્રકરણ – 3

મયૂર પારેખના ફોન પછી વૈશ્નવી એક ક્ષણ માટે પણ ચેનથી બેસી શકી નહોતી. માધવે પાંચ કરોડનું દેવું કેવીરીતે કરી નાખ્યું, શેના કારણે થયું… આ સવાલોના જવાબો ન મળે ત્યાં સુધી વૈશ્નવી માટે પ્રત્યેક પળ એક કલાક જેવીવિતી રહી હતી.માધવને જ્યાં શોધી શકાય ત્યાં બધે શોધવાનો પ્રયત્ન એ કરી ચૂકી હતી. હવે જ્યાં સુધી એ પાછો […]

વાત એક રાતની । પ્રકરણ – 2

આજે પાંચ બેડરૂમના લક્ઝરી એપાર્ટમેન્ટના બેડરૂમમાં સૂતેલી વૈશ્નવી વિચારી રહીહતી કે પોતે જેને છેલ્લા પાંચ વર્ષથી દિલ ફાડીને ચાહતી હતી એ માણસ સાચો હતો કેગઈકાલે રાત્રે શરાબના નશામાં ધૂત્ત પાછો ફરેલો માધવ? પિતાનું ઘર, પૈસા અને પ્રતિષ્ઠાદાવ પર લગાડીને પોતે જેને પરણી હતી એ માધવ, અને ગઈકાલ રાત્રે બેફામ બરાડીરહેલા માધવ બંને જાણે જુદા માણસો […]

વાત એક રાતની । પ્રકરણ – 1

સૂરજ હજી આકાશમાં દેખાયો નહોતો. સૌરાષ્ટ્રમાં જેને ‘મ્હોં સુઝણું’ કહે તેવું અજવાળું થઈ ગયું હતું. પૂર્વનુંઆકાશ લાલ હતું. કોઈપણ ક્ષણે સૂરજદાદા દેખા દેવાની તૈયારીમાં હતા. મુંબઈ શહેરમાં ટ્રાફિક શરૂ થઈ ગયો હતો.આમ પણ મુંબઈ ભાગ્યે જ ઊંઘે છે, સવારના ત્રણથી ચાર-સાડા ચાર કદાચ દોઢેક કલાક માટે સહેજ પોરો ખાતું આશહેર ચોવીસ કલાક ટ્રાફિકમાં શ્વાસ લે […]