Category Archives: DivyaBhaskar

પ્રકરણ – 5 | આઈનામાં જનમટીપ

એમએચ 1 એમએસ 9999 મર્સિડિસ જી ક્લાસ એસયુવી ગાડી જુહુતારા રોડ પર રસ્તાની વચ્ચોવચ ઊંધીપડી હતી. દોઢ દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો હતો. મુંબઈ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું હતું. ટ્રાફિક વધુ ને વધુઅઘરો બની રહ્યો હતો ત્યારે રસ્તા પર પડેલા આ તોતિંગ હાથીને તરત હટાવવા માટે 100 પર આઠ-દસ ફોન આવીચૂક્યા હતા. સામેની ફૂટપાથ […]

જસ્ટ એ હાઉસવાઈફઃ ગૃહ જેનું ઋણી છે તે ગૃહિણી

હજી હમણા જ રજૂ થયેલી એક ઓટીટી ફિલ્મ ‘મિસિસ અન્ડરકવર’નું લેખન અને નિર્દેશનઅનુશ્રી મહેતાએ કર્યું છે. ફિલ્મના એક સીનમાં જ્યારે એક પતિ પોતાની પત્નીને ‘શી ઈઝ જસ્ટ એહાઉસવાઈફ’ કહીને એની અવગણના કરે છે ત્યારે રેસ્ટોરાંના વેઈટરના ગેટઅપમાં આવેલા સ્પેશિયલફોર્સના ચીફ એને સમજાવે છે કે, ‘જસ્ટ એ હાઉસવાઈફ’ કેટલું બધું કરે છે! અનુશ્રી મહેતાની કલમેલખાયેલી આ […]

કન્ફ્યૂઝ્ડ સાસુ-મોર્ડન મમ્મી અને આજની પુત્રવધૂ

ભારતીય સમાજમાં સાસુ-વહુના સંબંધો વિશે જાતભાતની વાતો લખાઈ છે, બોલાઈ છે…લોકસાહિત્ય, નવલકથાઓ, નાટકોની સાથે સાથે કેટલા બધા પ્રહસનો પણ સાસુ-વહુના સંબંધોનેઆપણી સામે જુદી જુદી રીતે મૂકે છે. લડતાં-ઝઘડતાં, એકમેકને ભાંડતાં સાસુ-વહુથી શરૂ કરીને દીકરો કેપતિ જીવિત ન હોય તેમ છતાં એકમેકનો સાથ નિભાવતાં, મા-દીકરીની જેમ જીવતાં સાસુ-વહુનાદાખલા આપણા આસપાસના જગતમાંથી જ આપણને મળે છે. નવાઈ […]

પ્રકરણ – 4 | આઈનામાં જનમટીપ

આજે જે નિઃસહાય, બેહોશ અને સંપૂર્ણપણે નિર્દોષ દેખાઈ રહ્યો હતો એ મંગલસિંઘ યાદવે ડૉ. શ્યામા પરબળાત્કાર કર્યો હતો. એના પિતાની પહોંચ અને ધાકને કારણે મંગલસિંઘ નિર્દોષ પૂરવાર થયો. દેશભરના મીડિયામાં એઘટના એટલી ચૂંથાઈ કે થોડાં અઠવાડિયાં તો શ્યામા માટે કોઈ રેસ્ટોરાં, સિનેમા થિયેટર કે મૉલમાં જવું અસંભવ બનીગયું હતું. સોશિયલ મીડિયા, ન્યૂઝ મેગેઝિન્સના કવર અને […]

ટૂંકું બાળપણ અને લાંબી કારકિર્દીઃ અરૂણા ઈરાની

”હું ‘બોબી’નું શુટિંગ કરી રહી હતી અને એક દિવસ થોડું માથું દુખવા લાગ્યું. હું દવા લઈનેબેઠી હતી ત્યાં રાજ સા’બ આવ્યા. એમણે પૂછ્યું, ‘ક્યા બાત હૈ અરૂણા?’ મેં કહ્યું, ‘થોડું માથું દુખે છે’અને એમણે તરત જ કહ્યું, ‘પેક-અપ.’ હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, ‘નહીં નહીં ઠીક હો જાએગા.’ રાજસા’બે હસીને કહ્યું, ‘અરૂણા, હમ આર્ટિસ્ટ હૈં, […]

તમે પણ કિટી અને ગોસિપમાં દિવસ પૂરો કરો છો?

શહેરની એક જાણીતી રેસ્ટોરાંમાં લગભગ બારએક સ્ત્રીઓ એક મોટા ટેબલ પર બેઠી છે. ઉચ્ચમધ્યવર્ગ કે શ્રીમંત પરિવારની આ સ્ત્રીઓ બપોરના સમયની કિટી કે ‘ગર્લ્સ લંચ’ માણી રહી છે. આમાંનીમોટાભાગની સ્ત્રીઓ ગૃહિણી છે, કદાચ એટલે જ એમને બપોરે આવો સમય મળે છે! એમની વાતોમાંપુત્રવધૂ વિશે, બાઈ વિશે અને પુત્રવધૂના પરિવાર-ખાસ કરીને એની મા વિશેની ફરિયાદો ચાલ્યા […]

પ્રકરણ – 3 | આઈનામાં જનમટીપ

શ્યામાની નજર સામે સૂતેલો મંગલ, અત્યારે તો બેહોશ હતો. એના શરીર પર મોનિટર્સના વાયર અને નસોમાંનળીઓ હતી. ગઈકાલે રાત્રે એ આવ્યો ત્યારે કોઈને ખાતરી નહોતી કે એ બચી જશે. ફેફસાંમાં કાચના ટૂકડા અનેછાતીમાં પેસી ગયેલા સ્ટિયરિંગ પછી ડૉ. શ્યામાએ એને બચાવ્યો તો ખરો, પરંતુ અત્યારે એની સામે જોઈ રહેલીશ્યામાને એ રાત, એ રાતની ભયાનકતા અને […]

સત્યમેવ જયતેઃ અથર્વવેદનો મંત્ર છે

મા દુર્ગાની ઉત્પત્તિ ચાર વેદોના સંરક્ષણ માટે થઈ. દુર્ગમ નામનો રાક્ષસ જ્યારે વેદોની ચોરીકરીને ભાગ્યો ત્યારે સિંહવાહિની, અષ્ટભુજાધારી દુર્ગાનું પ્રાગટ્ય થયું. વેદોનું રક્ષણ કરવા માટે જેપ્રગટ્યા, તે સ્વયં શક્તિ, જગતજનની મા દુર્ગા છે. આ ચાર વેદો એટલે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એવું માનવામાં આવે છે કે, અથર્વવેદ સૌથી છેલ્લે રચાયો. અથર્વવેદમાં કુલ 5987 ઋચાઓછે. […]

યે કહાં આ ગયે હમ, યૂં હી બદહવાસ ચલતે…

શામળાજી જતાં રસ્તા ઉપરનું એક ટોલબૂથ… એક વૈભવી કારમાં બેઠેલા વ્યક્તિ પોતાનું બીજાસ્ટેટની પોલીસનું આઈડી કાર્ડ બતાવીને ટોલ નહીં ચૂકવવાની પેરવી કરતા રહ્યા, પાછળ ગાડીઓનીલાઈન લાગી ગઈ. હોર્ન પર હોર્ન વાગવા લાગ્યા, પરંતુ એ ભાઈને કોઈ અસર નહીં! ટોલબૂથનો સંચાલકએને વારંવાર સમજાવતો રહ્યો કે, આવા આઈડી કાર્ડથી ટોલમાં માફી ન મળે, પરંતુ એ ભાઈ તો […]

પ્રકરણ – 2 | આઈનામાં જનમટીપ

“કિલ હીમ…” પાવન કહી રહ્યો હતો. એના અવાજમાં કોઈ રાક્ષસી ઉદ્વેગ હતો. સેલફોન હાથમાં પકડીને ઊભેલી શ્યામા બસ, સાંભળી રહી હતી. ડૉ. રાજેશ, ડૉ. શિરીન,પાવન અને ડૉ. પરેશના શબ્દો એકબીજાની સાથે અથડાતાં હતા જાણે. બે પત્થર ઘસાય એમ એ બધાશબ્દો એકબીજા સાથે ઘસાતા હતા અને તણખા ઝરતા હતા શ્યામાની ચારેતરફ. એનું મગજ ગોળગોળ ઘૂમતું હતું. […]