અમદાવાદ અને વડોદરા વચ્ચેના પંચોતેર માઈલની બરાબર અધવચ્ચે આબંને શહેરોને જોડતી નકશારેખા પર નડિયાદ શહેર વસેલું છે. આડીઅવળીગલીકૂંચીઓ અને પચ્ચીસ હજારની વસતી ધરાવતા આ શહેરમાં વલ્લભભાઈપટેલનો જન્મ થયો હતો, પણ તેની નક્કી તારીખ આપણે જાણતા નથી. સન1897માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા ત્યારે તેમણે પોતે પાછળથી કબૂલ કરેલું છે તેમ,‘મનમાં આવ્યું તે સન 1875ના ઓક્ટોબરની એકત્રીસમી તારીખ […]
Category Archives: Madhurima
‘માણસની ઓળખ એના મિત્રથી નહીં, એના શત્રુથી થાય છે કારણ કે,મિત્ર આપણી હેસિયતથી મોટો કે નાનો હોઈ શકે, પરંતુ શત્રુ આપણીહેસિયતથી મોટો જો રાખવો. શત્રુ આપણને ઉશ્કેરે છે, વધુ મજબૂત અનેશક્તિશાળી બનવાનું કારણ આપે છે. શત્રુ આપણી ભીતર રહેલા સ્વમાનનાઅગ્નિને જગાડે છે. શત્રુ આપણને કપરા સંજોગોમાં સંઘર્ષ કરવાની પ્રેરણાઆપે છે…’ દેહ ત્યાગ કરી રહેલા રાવણ […]
17 ઓક્ટોબર સ્મિતા પાટીલનો જન્મદિવસઃ આજે હોત તો 69 વર્ષનાં હોત!એમણે લખ્યું છે, ‘પ્રેગનન્સીના છેલ્લા દિવસોમાં મને વિચિત્ર સપનાં આવતાં. મારીતાઈ, અનિતા મારી બાજુમાં સૂતી. હું અચાનક બેઠી થઈ જતી, હાંફવા લાગતી…પરસેવે રેબઝેબ થઈ જતી. મારી બહેન ડૉક્ટર હતી, એટલે એ કહ્યા કરે, ‘આવું થાય,આને પ્રેગનન્સી બ્લ્યૂઝ કહેવાય.’ એક દિવસ વહેલી સવારે હું બહાર જોઈ […]
આમ તો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ યુનિવર્સિટી અનેઈન્સ્ટાગ્રામ, ફેસબુક માનસિક ત્રાસ ફેલાવવાનું જ કામ કરે છે. અત્યાર સુધી ગામનાચોરા પર બેસીને લોકો જે કરતાં હતા એ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં થાય છે.બીજાની પંચાતને હવે પોસ્ટ અને નિંદા અને અપમાનને હવે ટ્રોલિંગ કહેવાય છે! આજ સોશિયલ મીડિયાએ કેટલાય ખોવાયેલા મિત્રોને ભેગાં કર્યા છે, તો કેટલાય […]
માણસ માત્ર ‘સુખી’ થવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સુખની, સગવડની અનેસંતોષની સૌની પોતપોતાની વ્યાખ્યાઓ છે, અને દરેક પોતાની વ્યાખ્યામાં રહીને પોતાનાસુખને શોધે છે. એવી જ રીતે, ‘દુઃખ’ની પણ સૌની આગવી વ્યાખ્યા છે. મોટાભાગના લોકોનેજોઈએ ત્યારે સમજાય કે, એમની પાસે જે છે એમાં એ સુખી નથી! પત્ની હોય કે પતિ, પોઝિશનહોય, પૈસા હોય કે પ્રવૃત્તિ, […]
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ આ મંત્ર બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયમાંથી છે અને ઈશાવાસ્યોપનિષદનાશાંતિ પાઠનો ભાગ છે. એનો અર્થ છે કે, સચ્ચિદાનંદ, પરમાનંદ, પરમબ્રહ્મ, પુરુષોત્તમપરમાત્મા-એ તેજ જેનો આપણે સૌ અંશ છીએ એ સદા પરિપૂર્ણ છે. એની પૂર્ણતા આપણનેપૂર્ણતા તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે, પરંતુ આપણે અંશ છીએ માટે આપણે પૂર્ણ નથી. આજગત એ જ પરમબ્રહ્મના તેજથી પૂર્ણ છે […]
એ 38 વર્ષના હતા, જ્યારે હું એમને પહેલી વાર મળી… ને, હું 16ની.એમને જોતાં જ હું ડઘાઈ ગયેલી. 1916નો એ ઉનાળો હતો. મારા પિતાજીનું દાર્જીલિંગમાં ઘરહતું. મારા પિતા ‘જે’ ક્લાયન્ટ હતા. એમણે ‘જે’ને ઈન્વાઈટ કરેલા-રજાઓ ગાળવા. અમે બે જણાંપહેલી વાર ત્યાં મળેલાં. એમ.સી. ચાગલા એ વખતે ‘જે’ને આસિસ્ટ કરતા. દાર્જીલિંગમાં એ પણહતા. અમારો સંબંધ વિકસતો […]
કોઈ અત્યંત નિકટની વ્યક્તિ આપણી સાથે જુઠ્ઠું બોલે, આર્થિક રીતે નુકસાન પહોંચાડે, વિશ્વાસતોડે કે આપણા વિશે આપણે કહેલી કોઈ અંગત વાત બીજાને કહી દે… ત્યારે દુઃખ થાય, થવું જ જોઈએકારણ કે આપણે માણસ છીએ. આપણે બધા આવી પરિસ્થિતિમાંથી ક્યારેક ને ક્યારેક પસાર થયા જ છીએ.દરેક વખતે દરેક વ્યક્તિ આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં જુદો જુદો પ્રતિભાવ આપે […]
‘કોન્ડોમ એટલે શું?’ બાર વર્ષના એક બાળકે જાહેરાત જોઈને માને પૂછ્યું. ટીવી જોઈરહેલા મા અને પિતા બંને ઝંખવાઈ ગયા, ‘એ તો છે ને…’ શું જવાબ આપવો એ એમને સૂઝ્યોનહીં. આડી-તેડી, ગોળ ગોળ વાત કરીને એમણે એ વખતે તો વાત ટાળી દીધી, પરંતુ બાર વર્ષનાબાળકે ‘કોન્ડોમ’ શબ્દ પર સર્ચ કર્યું અને એ પોર્નના ચક્કરમાં પડી ગયો. […]
‘અરે! એ તો અમારા મહેમાન છે, ચોર નથી. તમે એમને ખોટા હેરાન કર્યા.’ કહીનેપાદરીએ બાજુમાં ઊભેલા ઊંચા-પહોળા ચીંથરેહાલ યુવાનના ખભે હાથ મૂક્યો, ‘ભાઈ, તમે ડીશલઈ ગયા, પણ આ ચાંદીના, મીણબત્તીના સ્ટેન્ડ તો ભૂલી ગયા, જે મેં તમને ભેટ આપ્યાં છે.’આ ચાર વાક્યોએ એક માણસની જિંદગી બદલી નાખી… અને એમાંથી ઉદભવી એક અમરકથા, ‘લા મિઝરેબલ.’ ફ્રેન્ચ […]