જિંદગીની કોઈ એક સવારે, કે સાંજે… કે અડધી રાત્રે અથવા ખરા બપોરે આપણને કોઈ પૂછે કે “તમે જે છો, તે ન રહેવું હોય તો તમે શું બનો ?” લગભગ દરેક વ્યક્તિનો જવાબ આ સવાલ વિશે જુદો જ હોય ! કોઈને જે છે તે નથી રહેવું, તો કોઈને જે છે તે જ રહેવું છે… કોઈકને કોઈ […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
દશેરાના દિવસે હરિવંશરાય બચ્ચનના નામનો ચોક પોલેન્ડના ‘વ્રોક્લો’ શહેરમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યાં વસતા ભારતીય પરિવારોએ સિટી કાઉન્સિલને વિનંતી કરીને બચ્ચન સાહેબ માટે આ ચોકનું નામકરણ કરાવ્યું. બચ્ચન સાહેબે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પોલેન્ડમાં એક ચોકને મારા પિતાનું નામ આપવામાં આવ્યું. આનાથી મોટા આશીર્વાદ દશેરાના દિવસે મને શું મળી શકે ! મારા પરિવાર માટે આ […]
ગઈકાલે એક શાકભાજીવાળાની દુકાન પાસે થોડા લોકો ટોળે વળ્યા હતા. ત્રણ-ચાર યુવાન છોકરાઓ પોલીસ સાથે દલીલ કરી રહ્યા હતા. માસ્ક વગર બહાર નીકળેલા એ છોકરાઓ દંડ ભરવાની ના પાડતા હતા. પોલીસ એમને દંડ ભર્યા વગર જવા દેવા તૈયાર નહોતી. ટોળે વળેલા લોકોમાં થોડા છોકરાઓના પક્ષે હતા તો થોડા પોલીસના પક્ષે… એ છોકરાઓમાંથી એક યુવાને કહ્યું, […]
“હું આવું માનું છું…” અથવા “મને આવું લાગે છે…” જેવા વાક્યોનો પ્રયોગ આજકાલ ઓછો થવા લાગ્યો છે. મોટાભાગના લોકો “આમ જ હોય” અથવા “આ જ રીતે જોઈ, વિચારી કે જીવી શકાય” એવા આગ્રહ સાથે જીવતા થયા છે. આપણી પાસે આપણા પ્રિકન્સિવ્ડ વિચારો છે, જે આપણને ઉછેર સાથે, અનુભવો સાથે મળ્યા છે. આ વિચારો અથવા આપણી […]
બહારથી લોખંડી, હિંમતવાળી અને મજબૂત દેખાતી સ્ત્રીની ભીતરમાં ક્યાંક અત્ત ઋજુ, યં સંવેદનશીલ અને કોઇનો આધાર શોધતી અત્યંત પ્રેમાળ સ્ત્રી પણ વસતી હોય છે! પાપુએ ફિરોઝને કહું, ‘તમે અહીંયા આવીને કેમ નથી રહેતા?’ ફિરોઝે તોછડાઇ પૂર્વક જવાબ આપેલો, ‘મને મ્યુઝિયમ માં રહેવાની ફાવટ નથી.’ પાપુ એ દિવસે જમતાં જમતાં ડાઇનિંગ ટેબલ છોડીને ચાલી ગયેલા ફિરોઝે […]
સાવકી મા એક બાળકને વિશાળ હવેલીના ભોંયરામાં બંધ કરી દે અને એ બાળકની સાથે સમય વિતાવતી એની આયા જે વારંવાર પુરુષોથી શોષીત અને અપમાનિત થઈ છે. એ આયા આ નાનકડા છોકરાને ધીમે ધીમે શીખવે છે કે, “પુરુષ ભયાનક પ્રાણી છે. મોટો થાય ત્યારે તું પુરુષ નહીં બનતો, મારી દોસ્ત બનજે. એક સરસ મજાની સ્ત્રી બનજે…” […]
‘મને બાળકો નથી જોઈતાં. મારે મારી કારકિર્દીનો વિચાર કરવો છે.’ એક ઘરમાં પુત્રવધૂએ ધડાકો કર્યો. લગ્નને થોડો સમય થયો ત્યાં સુધી તો સાસુ-સસરા ધીરજથી પ્રતિક્ષા કરતાં હતાં. એ એમ વિચારતાં હતાં કે હરવા-ફરવાની ઉમર છે, તો કદાચ થોડા વખત પછી બાળકનું પ્લાનિંગ કરશે, પરંતુ જ્યારે લગ્નને સાત વર્ષ પૂરાં થયાં ત્યારે માતા-પિતાએ મોકળા મને ચર્ચા […]
માણસની સરેરાશ જિંદગીમાં એ કેટલા માણસોને મળતો હશે ? ઓળખીતા, મિત્રો, સ્નેહી, સ્વજન, સગાં અને પ્રિયજન… આવા અનેક વિભાગમાં આપણે આપણી જિંદગીમાં રહેલા લોકોને વહેંચી શકીએ. કેટલાક લોકો આપણને મળે પછી તરત વિસરાઈ જાય છે, જ્યારે કેટલાક લોકો એક વાર મળે તો પણ ભૂલાતા નથી. સાથે રહેતા માણસોને આપણે પૂરા ઓળખી નથી શકતા. જ્યારે કેટલીક […]
આપણે આપણા રસ્તે, આપણી રીતે સાવ શાંતિથી ચાલ્યા જતા હોઈએ… આસપાસની દુનિયામાં કોઈને બને ત્યાં સુધી ન નડવાના આપણા નિષ્ઠાપૂર્ણ પ્રયત્નો છતાં જો કોઈક અદકપાંસળિયો વગર કારણે આપણને છંછેડે તો શું કરવું ? આ સવાલ ઘણાને થતો હશે ! આપણે જે કરીએ એમાં અમુક લોકોને વાંધો પડે જ, તો અંતે કરવું શું ? આ સવાલ […]
“લોકડાઉનના સમયમાં માણસોની અવર-જવર વગર ઝૂના પ્રાણીઓ એકલાં પડી ગયાં છે. ત્યાં પાંજરામાં પૂરાયેલા સિંહ અને વાઘનું વધુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે એમને અત્યારે ઈમોશનલ અપ એન્ડ ડાઉન થયા કરે છે.” અમદાવાદના એક અખબારમાં છપાયેલા સમાચાર પછી જ્યારે ઝૂના એક કર્મચારી સાથે વાત કરી ત્યારે એમણે બહુ રસપ્રદ માહિતી આપી, “પ્રાણીઓ જ્યારે જંગલમાં […]