છેલ્લા થોડા સમયથી આપણી પાસે વાત કરવાના વિષયો ખૂટી ગયા છે. મોટાભાગના લોકો એકબીજા સાથે વાત કરવાનું ટાળી રહ્યાં છે. નજર સામે પડેલા સેલફોનમા રિંગ વાગતી હોય તો પણ ફોન ઉપાડવાનું મન ન થાય એવું ઘણાં સાથે થઇ રહ્યું છે. કેટલાકને કશું ગમતું નથી. કોરોના ન થયો હોય તો પણ જાણે જીભનો સ્વાદ મરી ગયો […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
લગ્નની 50મી વર્ષગાંઠે એક દંપતિ પોતાના જીવન વિશે વાતો કરતા હતાં. ”હું સુમિ (સુમિત્રા)ને મળવા 4 કિલોમીટર સાઇકલ ચલાવીને જતો, મળવાનું ઝાઝુ થતુ નહીં. એમની સ્કૂલની બહાર ઉભેલી સુમિત્રાને બહેનપણીઓની વચ્ચે ઘેરાયેલી હોય ત્યારે નજરથી જોવાનુ બનતું હતું. એમા પણ જાણે સંતોષ થઇ જતો. ક્યારે તક મળે તો બે વાક્યની વાત થાય… તે દિવસે તો […]
કોવિડ-19ના ચાર મહિનામાં રેડીમેડ કપડાંની ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન થયું છે. ઓનલાઈન શોપિંગથી શરૂ કરીને રેડીમેડ કપડાંની દુકાનોમાં અત્યારે બિલકુલ ઘરાકી નથી. કારણ કદાચ એ છે કે લોકો બહાર નથી જતાં, ઉત્સવો, લગ્નો કે બીજા પ્રસંગો ઉજવાતા નથી. તહેવારો પણ આ વખતે ફિક્કા પસાર થવાના છે એવી સૌને ખાતરી છે… નવા કપડાં ખરીદીને માણસ જાય […]
1998માં રિલિઝ થયેલા જગજીતસિંગના આલ્બમ જાવેદ અખ્તરની એક નઝ્મ સમાવી લેવાઈ હતી… જિંદગીના સંબંધોને આ નઝ્મ બહુ જુદી રીતે અને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. આપણે આ નઝ્મને સ્ત્રી-પુરુષના સંબંધથી બહાર નીકળીને જોઈએ તો એ દરેક સંબંધ સાથે જોડી શકાય એવી યુનિસેક્સ અને યુનિવર્સલ કવિતા છે. મૈં ભૂલ જાઉં તુમ્હે, અબ યહી મુનાસિબ હૈ, મગર ભુલાના […]
એક ફકીર રસ્તો પરથી પસાર થઈ રહ્યો હતો. એણે એક મોટો આશ્રમ જોયો. જમવાનો સમય થયો હતો, એટલે આશ્રમમાં જમવા માટે દાખલ થયો. આશ્રમના સંચાલક અથવા મહંત જમવા બેઠેલા દરેક માણસ પાસે આવીને પ્રણામ કરતા, ભોજન પીરસતા અને કહેતા, “હું તમારા ચરણની ધૂળ છું.” બાકીના લોકો ઉભા થઈ જતા, મહંતને પગે લાગતા, સામે નમ્ર થઈને […]
ગુરુને બાત સુનાયા, બે ! મુજકું ફકીર બનાયા, બે ! ઈ.સ. ૧૪૪૦ની આસપાસ એક વણકરને ત્યાં એક દીકરો જન્મ્યો. જેના જન્મ વિશે અનેક લોકવાયકાઓ છે… એ વણકરની પત્નીને મળ્યો, કોઈ બ્રાહ્મણીનો દીકરો હતો કે પછી વણકરનો જ દીકરો હતો… જન્મ વિશેની અટકળો અને લોકવાયકાઓ અનેક હોઈ શકે, પણ જીવન વિશેનું સત્ય એટલે કર્મ ! આ […]
લગભગ પોતાની જ ઉંમરની ‘મા’ પોતાની સાથે ઘરમાં રહેતી હોય, પિતાની ગેરહાજરી હોય અને એ પિતાથી જન્મેલા પોતાના સાવકા ભાઇઓને ઉછેરવાનું કામ જ્યારે કોઈ એક વ્યક્તિ ઉપર આવી જાય, ત્યારે એને શું કહેવાય ? ભીષ્મ ! પિતા શાન્તનુના મનમાં જન્મેલી મત્સ્યગંધા – સત્યવતી માટેની ઝંખનાને પૂર્ણ કરવા દીકરો લગ્ન નહીં કરવાનું નક્કી કરે છે. ગંગાપુત્ર […]
એક વાચકનો ઈ-મેઈલ છે, “રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનના સંબંધ વિશે કંઈ બોલો અથવા લખો…” એમનો ઈ-મેઈલ તો ખૂબ લાંબો છે. જેમાં એમણે પોતાની બહેન સાથે થયેલા પ્રોપર્ટીના ઝઘડા વિશે વિગતો લખી છે. પિતા ગુજરી ગયા ત્યારે બહેનની ઉંમર અગિયાર વર્ષની હતી. ઓગણીસ વર્ષના ભાઈએ શિક્ષણની સાથે નોકરી કરીને બહેનને મોટી કરી, ભણાવી અને પરણાવી. કરમસદના ઘર […]
“તને મેં પીડી છે, અવશ બની ઉત્ક્રાન્ત તનથી, તને મેં ચાહી છે વિવશ બની ઉદભ્રાન્ત મનથી, પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો…” વિનોદ જોશીનું દીર્ઘ કાવ્ય ‘શિખંડી’ની આ પંક્તિઓ મહાભારતના ઉદ્યોગપર્વમાં આવતા ‘અંબોપાખ્યાન’ના કથાનકનો આધાર લઈને લખાઈ છે. એમણે એમના પ્રાકકથનમાં લખ્યું છે, “પ્રતિજ્ઞાબદ્ધ ભીષ્મના જીવનમાં કેવળ […]
“હું રોજ મારી પત્નીના પગ દબાવું છું.” જાણીતા ક્રિકેટર હાર્દિક અઠવાડિયે ગયે અઠવાડિયે કરેલા આ વિધાન પછી ઘણા લોકોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા છે. એમણે કહ્યું હતું કે, “ક્રિકેટને જેન્ટલમેન્સ ગેમ કહે છે, કારણ કે જે વ્યક્તિ સારો માણસ હોય એ જ સારો ક્રિકેટર બની શકે !” આ વાત માત્ર ક્રિકેટ માટે જ લાગુ પડે છે […]