Category Archives: Ek Bija Ne Gamta Rahiye

ફેક પ્રોફાઈલઃ સોશિયલ મીડિયામાં, જીવનમાં અને સંબંધોમાં

એક બીજી વ્યક્તિનું નામ ધારણ કરીને એના નામે પોતાનો ડેટિંગ પ્રોફાઈલ બનાવીને એકપરિણિત પુરુષ, એક સ્ત્રીને મળે છે. બંને જણાં પ્રેમમાં પડી જાય છે. પુરુષ બે સંતાનનો પિતા છે, પરંતુપોતાના લગ્નજીવન વિશે કે બીજી કોઈ વાત એ પેલી સ્ત્રીને જણાવતો નથી જ્યારે સ્ત્રી પોતાનાજીવનની એક એક વાત એને પૂરી પ્રામાણિકતાથી જણાવે છે… પ્રેમમાં પડેલો પુરુષ […]

મા એટલે નવ રસ, નવ રાત્રિ અને નવજીવન

સ્તનદાત્રી, ગર્ભદાત્રી, ભક્ષ્યદાત્રી, ગુરુપ્રિયા, અમિષ્ટદેવપત્ની ચ પિતુઃ પત્ની ચ કન્યકાસગર્ભા યા ભગિની પુત્રપત્ની પ્રિયા પ્રસુઃ માતૃર્માસા પિતૃર્માસા સો દરસ્ય પ્રિયા તથામાતુઃ પિતૃસ્ચ ભગિની માતુલાનિતથૈવ ચ જનાનાંવેદવિહિતાઃ માતરઃ શોડષઃ સ્મૃતાઃ(બ્રહ્મવૈતર્પુરાણ) સ્તનથી દૂધ પીવડાવનાર, ગર્ભ ધારણ કરનાર, ભોજન કરાવે તે, ગુરુપત્ની, ઈષ્ટદેવતાની પત્ની,પિતાની પત્ની (સાવકી મા), પિતાની દીકરી (સાવકી બહેન), સગીર બહેન, પુત્રવધૂ, સાસુ, નાની દાદી,ભાઈની પત્ની, […]

સમય ક્યારેય ખોટો કે સાચો નથી હોતો, નિર્ણય હોય છે

આપણે ઘણા લોકોને ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે, ‘મારો સમય સાચો નહોતો’ અથવા ‘એસમય જ ખોટો હતો માટે મારી પડતી થઈ…’ સત્ય તો એ છે કે જીવનમાં ક્યારેય સમય સાચો કે ખોટો હોતોજ નથી. એ સમયે કરેલા નિર્ણયો સાચા કે ખોટા હોય છે. આપણે બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તોએવી જગ્યાએ પહોંચ્યા જ છીએ […]

હરિલાલ હોત તો કદાચ કહેત, ‘હેપ્પી બર્થ ડે બાપુ’

ગઈકાલે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ હતો. 154 વર્ષના આ ખાદીધારી સ્વાતંત્ર્યસેનાનીના જીવનનો એક પ્રકરણ જેનું નામ ‘હરિલાલ ગાંધી’ છે… એના સૌથી મોટા પુત્ર, જેની સાથેબાપુને મતભેદ હતા અને પછી કદાચ મનભેદ પણ થયા! કસ્તુરબાએ હરિલાલ પર લખેલો પત્ર કોઈપણમાતાના હૃદયને વલોવી નાખે એવો અને પિતા-પુત્રના મતભેદમાં પિસાતી માની પીડાના એવા શબ્દો છેજે કસ્તુરબાના હૃદયને આપણી […]

હારના મના હૈ…

દેવ આનંદ અને ગુરૂ દત્ત બંને એક જ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એક જ લોકલ ટ્રેનમાં પ્રવાસકરતાં કરતાં દોસ્તી થઈ, બંનેને ખબર પડી કે બંનેનો રસ ફિલ્મ લાઈનમાં છે. બંને મિત્રોએ એકબીજાનેવચન આપ્યું કે, બેમાંથી જે વહેલો સફળ થશે એ બીજા મિત્રને આગળ લાવવામાં મદદ કરશે. ગુરૂ દત્તકરતાં દેવ આનંદ વહેલા સફળ થયા. એમની […]

વિક્ટિમ છીએ કે, વિક્ટિમ કાર્ડ રમવાની મજા આવે છે?

એક જગ્યાએ બધી સ્કૂલની બહેનપણીઓ સ્લીપ ઓવર માટે ભેગી થઈ હતી. સૌની ઉંમર 55નીઉપર, સૌ પોતપોતાની જગ્યાએ સફળ-જિંદગી જોઈ ચૂકેલી અને અનુભવી! વાતમાંથી વાત ચાલી અનેએક બહેનપણીએ પોતાની જીવનકથા કહેવાનું શરૂ કર્યું. પીડા, પ્રશ્નો, સમસ્યાઓ, છેતરપિંડી, અપમાનઅને પક્ષપાતની કથા… સૌ સાંભળતા રહ્યા! પરંતુ, બીજા-ત્રીજા દિવસે બધી જ બહેનપણીઓએ ફોનઉપર એકબીજાની સાથે ચર્ચા કરી ત્યારે નિષ્કર્ષ […]

સુંદર એટલે ‘ગોરી’ નહીં…

ગુજરાતના એક જાણીતા સ્કીન ક્લિનિકમાં લગ્ન પહેલાં એક છોકરી ટ્રીટમેન્ટ કરાવવા જાય છે.બ્રાઈડલ પેકેજમાં એને એક એવી સ્કીમ ઓફર કરવામાં આવે છે જેમાં એની ત્વચા ત્રણ શેડ બ્રાઈટર(ગોરી) થઈ જશે… છોકરીની બહુ ઈચ્છા નથી, પરંતુ એની સાથે આવેલા એના સાસુ એ માટે ખૂબઆગ્રહ કરે છે. છોકરી કમને તૈયાર થાય છે. અમુક પ્રકારના ઈન્જેક્શન અને લોશનના […]

શિક્ષક દિને કેટલાંક સત્યો…

ભારતીય એન્ટરટેઈનમેન્ટ-મનોરંજનની વ્યાખ્યા ધીમે ધીમે બદલાઈ રહી છે. નગ્નતા,એલજીબીટી અને હિંસા હવે મનોરંજનની વ્યાખ્યામાં આવે છે ત્યારે પારિવારિક મનોરંજન તો લગભગશૂન્ય થઈ ગયું છે. શાળા કે કોલેજમાં, વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાથે શિક્ષક સાથેના સંબંધો ઉપર પણક્વેશ્નમાર્ક મૂકાયો છે, કારણ કે હવે ઉંમર, પદ કે ગરિમા વગર શારીરિક સંબંધો બાંધવા એ આધુનિકમાનસિકતાનો એક ભાગ બનતો જાય […]

મારા અને દુશ્મનમાં ફરક છે એક જ,ટીકાથી એ બેપરવા, હું તારીફથી પર

મરીઝ સાહેબનો આ શે’ર જિંદગીની એક એવી ફિલોસોફી છે જે આપણને સૌને જીવવાનો એકજુદો જ અભિગમ-પર્સપેક્ટિવ કે વિચાર આપે છે. મોટાભાગના લોકોને દુનિયાની બહુ પરવાહ હોય છે.‘લોકો શું કહેશે’ એ વિચારી વિચારીને મોટાભાગના લોકો પોતાના વાણી, વર્તન અને વ્યવહાર સતત ચેકકર્યા કરે છે. મજાની વાત એ છે કે, આપણે ગમે તેટલા પરફેક્ટ રહેવાનો પ્રયત્ન કરીએ […]

ઈર્ષા પોઝિટિવ હોય?

રૂક્મિણીને રાધાની ઈર્ષા થાય ત્યારે આપણને એક સવાલ થાય, રાધાને તો કૃષ્ણ મળ્યો નથી…રૂક્મિણી એને પતિ તરીકે પામી, તો પછી રાધા પાસે એવું શું છે-જેનાથી રૂક્મિણીને ઈર્ષા થાય! ઘણીવારબે બહેનપણીઓમાં એક મધ્યમવર્ગીય, સાવ ગરીબ હોય તેમ છતાં એનો ઘરનો આનંદ, શાંતિ, સ્નેહ અનેપારિવારિક સંપ જોઈને એક કરોડપતિ બહેનપણીને એની ઈર્ષા થાય… ત્યારે એક સવાલ થાય […]