Category Archives: Madhurima

ભારતીય રાજકારણનું એક વિસરાયેલું પાનું…

ત્રેવીસમી માર્ચ, 1910ના દિવસે ડૉ. રામમનોહર લોહિયાનો જન્મ થયો હતો. ભારતીય ઈતિહાસમાં અનેરાજકારણમાં એમનું પ્રદાન બહુ મોટું છે, પરંતુ જેમના મૃત્યુને માત્ર અડધી સદી વિતી છે એને ભારતીય રાજકારણસહજતાથી ભૂલી ગયું છે, એ સાચે જ દુઃખદ બાબત છે. રાજનેતાઓ અને રાજકારણ ભલે એમને ભૂલી ગયા, પરંતુ 54વર્ષ પહેલાં જેમનું દેહાવસાન થયું હતું તે વ્યક્તિ આજે […]

પાંચ પેઢીની લોકપ્રિયતા… વૈભવ અને વારસો

સૈફઅલી ખાન પટૌડી અને કરીના કપૂરને ત્યાં જન્મેલું બીજું સંતાન, પુત્ર- ચાર-પાંચ દિવસમાં એક મહિનાનો થશે. શર્મિલા ટાગોર અને મન્સુરઅલી ખાન પટૌડીનો આ પૌત્ર, ક્રિકેટર બનશે કે એક્ટર એવી અટકળ મિડિયાએ અત્યારથી લગાવવાની શરૂ કરી દીધી છે ! કરીના કપૂરના મોટા દીકરા તૈમૂરઅલી ખાનના ફોટા સતત વાઈરલ થતા રહે છે. એ નાનકડા બાળકને કદાચ ખબર […]

ક્યા કહેના હૈ, ક્યા સુનના હૈ…

“બેટા ! આવી રીતે રોજ ખાવાનું બગડે એ સારું નહીં. તું સમયસર જણાવી દેતો હોય તો…” મમ્મીએ ધીમેથી કહ્યું.“કાલથી મારું ખાવાનું નહીં બનાવતી…” દીકરાએ જવાબ આપ્યો.“હું એમ નથી કહેતી… બગડે નહીં એટલા માટે…” માનો સ્વભાવ અને માતૃત્વએ ફરી એકવાર પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો.“હા, હા એટલે જ કહું છું. હું મારી વ્યવસ્થા કરી લઈશ.”* “બેટા ! […]

આપણે ધાર્મિક છીએ ? એકવાર ચેક કરી લો…

છેલ્લા થોડા સમયથી, ખાસ કરીને કોરોના પછી લગભગ દરેક માણસ ફિલોસોફર બની ગયો છે… દરેકે પોતાના જીવનને નવેસરથી જોવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં ભૂલ હતી કે ખોટું હતું એ બદલીને દરેકે પોતાની જિંદગીમાં કંઈક ફેરફાર કર્યો છે. દોડતો માણસ શાંત થયો છે અને આળસુ, રોજની જિંદગી જીવનારા માણસને તકલીફ અથવા સમસ્યાના સમયમાં જરૂર પડશે માટે […]

પ્રેમઃ બદલાતી પેઢી, બદલાતી વ્યાખ્યાઓ…

વિતેલા વર્ષમાં કોરોનાએ કોઈ ઉત્સવ આનંદથી ઉજવવા દીધો નહીં. ગણેશ ચતુર્થી હોય કે ઉત્તરાયણ, સરકારી નિયંત્રણો અને કરફ્યુએ સહુની મજા બગાડી. હવે જ્યારે થિયેટર્સ ખુલ્યા છે ત્યારે પણ પંદરથી વીસ ટકા હાજરી જોવા મળે છે. આ સ્થિતિમાં એરકન્ડિશન, સ્ટાફ અને મેઈન્ટેનન્સનો ખર્ચો કાઢવો થિયેટરના માલિકો માટે અઘરો છે. કોરોનાની રસી બજારમાં હોવા છતાં હજી એ […]

બદમાશ દિલ તો ઠગ હૈ બડા…

‘બદમાશ દિલ મેરી સુને, ન જીદ પે અડા… બદમાશ દિલ તો ઠગ હૈ બડા…’ સ્વાનંદ કિરકિરે રચિત ‘સિંઘમ’ ફિલ્મનું આ ગીત બહુ લોકપ્રિય થયું હતું. કોઈપણ ગીત કે ફિલ્મ જ્યારે લોકપ્રિય થાય છે ત્યારે એના અનેક કારણ હોય છે. એમાંનું એક કારણ એ છે કે એ ફિલ્મની વાર્તા, પાત્રો કે ગીતના શબ્દો સાથે ક્યાંક દરેક […]

જ્હોન જીવર્ગીસઃ એક કેરાલિયન ગુજરાતી

Jhon-Vargis

જિંદગીની કોઈ એક સવારે, કે સાંજે… કે અડધી રાત્રે અથવા ખરા બપોરે આપણને કોઈ પૂછે કે “તમે જે છો, તે ન રહેવું હોય તો તમે શું બનો ?” લગભગ દરેક વ્યક્તિનો જવાબ આ સવાલ વિશે જુદો જ હોય ! કોઈને જે છે તે નથી રહેવું, તો કોઈને જે છે તે જ રહેવું છે… કોઈકને કોઈ […]

ક્યા ભૂલું, ક્યા યાદ કરું…

દશેરાના દિવસે હરિવંશરાય બચ્ચનના નામનો ચોક પોલેન્ડના ‘વ્રોક્લો’ શહેરમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યાં વસતા ભારતીય પરિવારોએ સિટી કાઉન્સિલને વિનંતી કરીને બચ્ચન સાહેબ માટે આ ચોકનું નામકરણ કરાવ્યું. બચ્ચન સાહેબે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પોલેન્ડમાં એક ચોકને મારા પિતાનું નામ આપવામાં આવ્યું. આનાથી મોટા આશીર્વાદ દશેરાના દિવસે મને શું મળી શકે ! મારા પરિવાર માટે આ […]

અત્યારે તો માસ્ક જ વેક્સિન છે…

ગઈકાલે એક શાકભાજીવાળાની દુકાન પાસે થોડા લોકો ટોળે વળ્યા હતા. ત્રણ-ચાર યુવાન છોકરાઓ પોલીસ સાથે દલીલ કરી રહ્યા હતા. માસ્ક વગર બહાર નીકળેલા એ છોકરાઓ દંડ ભરવાની ના પાડતા હતા. પોલીસ એમને દંડ ભર્યા વગર જવા દેવા તૈયાર નહોતી. ટોળે વળેલા લોકોમાં થોડા છોકરાઓના પક્ષે હતા તો થોડા પોલીસના પક્ષે… એ છોકરાઓમાંથી એક યુવાને કહ્યું, […]

ચશ્મા ઉતારો ફિર દેખો યારો…

“હું આવું માનું છું…” અથવા “મને આવું લાગે છે…” જેવા વાક્યોનો પ્રયોગ આજકાલ ઓછો થવા લાગ્યો છે. મોટાભાગના લોકો “આમ જ હોય” અથવા “આ જ રીતે જોઈ, વિચારી કે જીવી શકાય” એવા આગ્રહ સાથે જીવતા થયા છે. આપણી પાસે આપણા પ્રિકન્સિવ્ડ વિચારો છે, જે આપણને ઉછેર સાથે, અનુભવો સાથે મળ્યા છે. આ વિચારો અથવા આપણી […]