Category Archives: DivyaBhaskar

રક્તરંજિત જમીન અને ક્રૂર શાસકોઃ મુઘલ ઈતિહાસ શર્મનાક છે

‘બેટા નહીં હૈ વો, બાગી હૈ… ઉસે પકડના ઔર ખત્મ કરના અબ મુઘલિયા સલ્તનત કે લિયેજરૂરી હો ગયા હૈ’ બાદશાહ અકબર પોતાના દીકરા સલીમ વિશે આ વાત કહે છે. શેખ સલીમચિશ્તી પાસે ઉઘાડા પગે રેતીમાં ચાલતા જઈને માંગ્યો હતો એ પુત્ર જ્યારે એક કનીઝ-એની પ્રિયતમામાટે પિતાની વિરુધ્ધ થઈ ગયો ત્યારે ભારતીય સિનેમાને ‘મુઘલ-એ-આઝમ’ જેવી ફિલ્મ […]

સુરક્ષિત ભવિષ્ય એટલે આર્થિક સુરક્ષા કે મનની શાંતિ?

આપણે બધા ભવિષ્ય માટે બચાવીએ છીએ. પૈસા હોય કે સ્વાસ્થ્ય, અંતે બધું ભવિષ્ય તરફજોઈને કરવામાં આવે છે. સંતાનો માટે વીમાની યોજના કે મકાન, શિક્ષણ કે સેવિંગ્સ, માતા-પિતા માટેએમના ભવિષ્યની સુરક્ષા જ સૌથી અગત્યની છે, પરંતુ એક મહત્વનો સવાલ એ છે કે, શું આ બધુંકરવાથી ભવિષ્ય સુરક્ષિત થાય છે? આપણે આપણા સંતાનો માટે આર્થિક સુરક્ષા ઊભી […]

પ્રકરણ – 11 | આઈનામાં જનમટીપ

‘જેણે તમારી સાથે આટલું ખરાબ કર્યું એનો જીવ કેમ બચાવ્યો?’ ટોળે વળેલાં મીડિયામાંથી કોઈ એક જણેમાઈક આગળ ધરીને શ્યામાને સવાલ પૂછ્યો.સવાલ સાંભળતાં જ શ્યામા હસી પડી, ‘મેં મારું કામ કર્યું છે. દરેક માણસે પોતાનું કામ સાચી અને સારી રીતેકરવું જ જોઈએ, એવું મારા પિતાએ મને શીખવ્યું છે.’ ટોળે વળેલું મીડિયા શ્યામાને સવાલો પૂછી રહ્યું હતું. […]

પબ્લિક ટોઈલેટ અને પબ્લિક બિલ્ડીંગઃ ગંદકીના આદર્શ નમૂના

જામનગરથી સો કિલોમીટર અંતરિયાળ જામજોધપુર. એની નજીક ત્રાફા ગામ. ત્રાફામાં એકસમાજનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ત્રાફાની આસપાસથી વીસેક હજાર જેટલા લોકોડાયરો સાંભળવા, કાર્યક્રમ માણવા, પ્રસાદ લેવા આવ્યા, પરંતુ માઈકમાંથી સતત જાહેરાત કરવી પડતીહતી કે, ‘પાનમસાલા ખાઈને અહીં-તહીં થૂંકશો નહીં’ તેમ છતાં આખા મંડપના ખૂણેખૂણાપાનમસાલા ખાઈને થૂંકેલા લાલ ડાઘાથી ગંદો થઈ ગયો હતો. ભારતના કોઈપણ […]

સ્વયં સાથેના લગ્નઃ કેટલું યોગ્ય, કેટલું જોખમી?

અમૃતા પ્રિતમની એક નવલકથા ‘નાગમણિ’માં નાયિકા એના નાયકને કહે છે, ‘આપણી વચ્ચે એક જપ્રોબ્લેમ છે, આપણે બંને એક જ જણને પ્રેમ કરીએ છીએ. હું તને પ્રેમ કરું છું ને તું પણ તને જ પ્રેમ કરે છે…’ આમતો સેલ્ફ લવથી નાર્સિસિઝમ સુધીના તબક્કા હોય છે, પરંતુ આ પોતાની જ સાથે લગ્ન કરવાનો એકનવો વિચાર થોડો હાસ્યાસ્પદ […]

પ્રકરણ – 10 | આઈનામાં જનમટીપ

અંધેરી ઈસ્ટની એક પોશ હોટેલના રૂમમાં ચાલી રહેલી ‘એજન્ટ્સ’ અથવા ‘દલ્લા’ઓની મિટિંગમાંદિલબાગસિંઘ વ્યસ્ત હતો. એ જ વખતે એના માણસ વિક્રમજીત પર એક ફોન આવ્યો. વિક્રમજીતે ફોન ઉપાડ્યો. એકંઈ બોલે તે પહેલાં સામેથી હાંફતા અવાજે ડ્યૂટી પરના કોન્સ્ટેબલે કહ્યું, ‘હલ્લા ઝાલા સાહેબ, હલ્લા’. એ કહેતોરહ્યો, ‘એક આદમીને આકે મંગલસિંઘ કો મારને કી કોશિશ કી, કુછ હુઆ […]

પ્રોહિબિશનને પડકારઃ શરાબ એ અંગત પસંદગીની બાબત છે?

ભારતીય બંધારણે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં કોણે શું ખાવું એની સ્વતંત્રતા આપી છે… ગુજરાતમાંએક વ્યક્તિએ કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠમાં પિટિશનકરીને દાદ માગી છે, જેના જવાબમાં એમણે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા માટે નોટિસ પાઠવી છે.શું છે આ પિટિશન? અને રાજ્ય સરકારે શેની સ્પષ્ટતા કરવાની છે? એક અરજદારે હાઈકોર્ટમાં પિટિશન કરી છે કે, […]

વહી પૂરાના… તેરા બહાના…

દુનિયાના લગભગ દરેક માણસ પાસે એક બહાનું હોય છે, ક્યારેક એક કરતાં વધારે પણ હોય છે!જે લોકો જવાબદારી નથી લેવા માગતા એ બધાએ બહાનાબાજીની આવડતને વધુ ને વધુ અપગ્રેડ કરતાંજવું પડે છે. સફળતા-નિષ્ફળતા, સત્ય-અસત્યના દરેકના પોતાના ધોરણો હોય છે. પોતાની જિંદગી કેવીરીતે જીવવી એ વિશે પસંદગી કરવાનો અધિકાર દરેકને મળે છે, પરંતુ આપણે શું પસંદ […]

પ્રકરણ – 9 | આઈનામાં જનમટીપ

‘તમે અહીંયા કોને મળવા આવ્યા છો?’ લાઈફ કેર હોસ્પિટલની બહાર એકઠા થયેલા મીડિયાના અનેક લોકોથીબચવા માટે સનગ્લાસિસ અને હેટ પહેરીને ઉતરેલી શફક રિઝવીને ઓળખી લેતાં કોઈને વાર લાગી નહીં. મીડિયાટોળે વળી ગયું. ટેલિવિઝનના કેમેરા એની તરફ મંડાયા અને માઈક્સ કોઈ હથિયારની જેમ એનાં ઉપર ઝીંકાવા લાગ્યા.શફક ગભરાઈ ગઈ. તેમ છતાં, નાર્વેકરે એને આપેલી સૂચના મુજબ […]

સાઉન્ડ ઓફ મ્યુઝિકઃ સાડા છ દાયકાની લોકપ્રિયતા

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની એક સાંજ… ગ્રાન્ડ થિયેટર જે જિયો વર્લ્ડ સેન્ટરમાંઆવેલું છે ત્યાં, માતા-પિતા, બાળકો, વડીલોથી આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું છે. ‘સાઉન્ડ ઓફમ્યુઝિક’નો લાઈવ મ્યુઝિકલ શો જોવા માટે આ બધા એકઠા થયા છે. ઓડિયન્સમાં સંજીવ કપૂર,ટીવીના કેટલાક જાણીતા સ્ટાર્સ અને કરીના કપૂર એના બંને બાળકો સાથે ઓડિટોરિયમમાં પ્રવેશવાનીરાહ જોઈ રહ્યાં છે.અત્યાર સુધી આપણે […]