Category Archives: DivyaBhaskar

યહ કહાની હૈ દીયે કી ઔર તૂફાન કી…

1976માં આવેલી એક ફિલ્મ, ‘ધ ઓમેન’. હોલિવૂડની હોરર ફિલ્મોમાં એક મહત્વની અનેસફળ થયેલી ફિલ્મ, જેમાં ડેમિયન (ડેમોન-રાક્ષસ અથવા શૈતાન)નો જન્મ છઠ્ઠી જૂને સવારે છ વાગ્યેથયો હતો. એના માથા ઉપર 666નું નિશાન હતું. આ કથાની સિક્વલમાં પછી અનેક ફિલ્મો બની, જેમાંશૈતાનના પુત્ર તરીકે જન્મેલો આ, ડેમિયન કઈ રીતે શૈતાનનું સામ્રાજ્ય ફેલાવે છે અને ક્રિશ્ચાનિટીઅથવા ધર્મનો નાશ […]

પ્રકરણ – 8 | આઈનામાં જનમટીપ

‘લાઈફ કેર’ હોસ્પિટલની બહાર આખા મુંબઈનું અને નેશનલ મીડિયા ટોળે વળ્યું હતું. ડૉ. શ્યામાની ‘હ્યુમન સ્ટોરી’નું કવરેજકરવા માટે સૌ પડાપડી કરતાં હતાં. શ્યામાનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ સૌને જોઈતો હતો. જે માણસ સામે બળાત્કારની ફરિયાદ કરી એનો જ જીવ બચાવ્યો! એક ડૉક્ટરે પોતાની ફરજ પૂરી કરી, હવે એને ન્યાય મળશે કે નહીં? જેનો એક્સિડન્ટ થયો છે એ […]

ફિર આપ કે નસીબ મેં યે બાત હો ન હો…

હિન્દી સિનેમાના સુવર્ણકાળમાં જે દિગ્દર્શકોએ યાદગાર ફિલ્મો આપી એમાંના એક રાજખોસલા. એમનો જન્મ લુધિયાણામાં થયો. શાસ્ત્રીય સંગીતમાં ટ્રેઈન, ઓલ ઈન્ડિયા રેડિયો પરસંગીત વિભાગ સંભાળતા રાજ ખોસલાએ જીવનમાં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે, એ ફિલ્મોબનાવશે… ફિલ્મોમાં એમનો રસ જરૂર હતો. એ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમની મુલાકાત દેવઆનંદ અને ગુરૂદત્ત સાહેબ સાથે થઈ. મિત્રતામાં એક દિવસ […]

કમલા દાસઃ પ્રામાણિકતા માત્ર પુરુષનો ઈજારો નથી

વર્જિનિયા વૂલ્ફે પોતાના લેખ પ્રોફેશન્સ ફૉર વીમેનમાં લખ્યું છે કે, ‘દુનિયાની કોઈ પણ સ્ત્રીલેખક બનવા માગે ત્યારે એણે પોતાની અંદર રહેલી એન્જલ ઈન ધ હાઉસનો ભોગ આપવો પડે છે.એણે પોતાના દૈહિક અનુભવો અંગે જે સચ્ચાઈ ઉચ્ચારવાની હોય છે એ કહેતી વખતે એનામાં રહેલીઅત્યંત સહાનુભૂતિપૂર્ણ, અત્યંત સ્વરૂપવાન અને તદ્દન નિઃસ્વાર્થ એવી ગૃહલક્ષ્મીને ક્યારેક આગવીઈચ્છા કે આગવા […]

પ્રકરણ – 7 | આઈનામાં જનમટીપ

‘પાપુ!’ ત્રણ રાતના ઉજાગરા પછી ઘસઘસાટ ઊંઘી ગયેલી શ્યામાને જોઈને ભાસ્કરભાઈ પાછા વળતા હતા, પણ કાચી નિંદરમાં સૂવા ટેવાયેલી શ્યામાની આંખ ખૂલી ગઈ. એને જાગેલી જોઈને ભાસ્કરભાઈ એની નજીક આવ્યા, શ્યામાના માથે હાથ ફેરવીને એમણે કહ્યું, ‘શ્યામુ આઈ એમ પ્રાઉડ ઓફ યુ’. કાઉચમાં બેઠી થઈની શ્યામા પિતાના ગળે વળગી પડી. અત્યાર સુધી રોકી રાખેલા આંસુ […]

સિસ્ટમમાં વિશ્વાસ કરીએ, સિસ્ટમ આપણામાં વિશ્વાસ કરશે

“શાહરૂખ- સમીર સાહેબ, હું તમારી સાથે થોડી મિનિટો માટે વાત કરી શકું છું. હું જાણું છું કે આકાયદેસર રીતે યોગ્ય નથી, પરંતુ એક પિતા તરીકે હું તમારી સાથે વાત કરવા માગું છું. તમે મનેઆપેલી માહિતી માટે હું તમારો જેટલો આભાર માનું છું એટલો ઓછો છે. હું આશા રાખું છું કે તે(આર્યન) એક એવી વ્યક્તિ બનશે, […]

આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં…

એક જાણીતા ગુજરાતી પરિવારના દીકરાના લગ્ન થયાને હજી એક વર્ષ થયું, પતિ-પત્ની વચ્ચેખટરાગ થયો અને હવે વાત છૂટાછેડા સુધી આવી ગઈ. દીકરીનાં માતા-પિતા છોકરા ઉપર જાતભાતનાઆક્ષેપો અને આરોપો કર્યાં, પરંતુ છોકરાના પિતાએ ખૂબ શાંતિથી કહ્યું, ‘વાંક બંનેનો હશે, પણ અમારાદીકરાનો વધારે છે કારણ કે, એણે ગુસ્સામાં કોઈની દીકરી પર હાથ ઉપાડ્યો છે.’ એટલું જ નહીં, […]

પ્રકરણ – 6 | આઈનામાં જનમટીપ

શ્યામા આઈસીયુનો દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ ગઈ. હતપ્રભ જેવો દિલબાગ ત્યાં જ ઊભો હતો.જિતો ધીરેથી દિલબાગ પાસે આવ્યો, ‘ચલે બાઉજી’ એણે હતી એટલી હિંમત એકઠી કરીને પૂછ્યું. દિલબાગે કશુંબોલ્યા વગર ચાલવા માંડ્યું. લિફ્ટ લેવાને બદલે એણે સડસડાટ સીડીઓ ઉતરવા માંડી. દિલબાગનું મગજ ભયાનકતેજ અને ધારદાર હતું. જો શફક ગાડીમાં ન મળી તો એ ક્યાં […]

પેપર લીક, ડમી ઉમેદવારઃ ક્યા હમ સબ ચોર હૈ?

ગુજરાતમાં તલાટીની પરીક્ષાઓ વિના વિઘ્ને પસાર થઈ ગઈ. ધોરણ 10 અને 12નીપરીક્ષાઓ પણ પૂરી થઈ. પેપર લીક થવાની ફરિયાદો કે ચોરી, પક્ષપાત કે અન્યાયની ફરિયાદો આવખતે નથી થઈ… ગૃહમંત્રીએ અને શહેરના પોલીસ પ્રશાસને એટલી કાળજી રાખી કે આપરીક્ષાઓમાં કોઈ સમસ્યા ઊભી ન થાય, ગુડ! ગુજરાતમાં આ સમસ્યા નવી છે. આજથી પહેલાંગુજરાતમાં આવી રીતે પેપર લીક […]

પ્રકરણ – 5 | આઈનામાં જનમટીપ

એમએચ 1 એમએસ 9999 મર્સિડિસ જી ક્લાસ એસયુવી ગાડી જુહુતારા રોડ પર રસ્તાની વચ્ચોવચ ઊંધીપડી હતી. દોઢ દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો હતો. મુંબઈ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું હતું. ટ્રાફિક વધુ ને વધુઅઘરો બની રહ્યો હતો ત્યારે રસ્તા પર પડેલા આ તોતિંગ હાથીને તરત હટાવવા માટે 100 પર આઠ-દસ ફોન આવીચૂક્યા હતા. સામેની ફૂટપાથ […]