Category Archives: DivyaBhaskar

મૂએ પીછે મત મિલૌ કહૈ કબીરા રામ…

સમય, બહુ વિચિત્ર શબ્દ છે. એક રીતે જોવા જઈએ તો તદ્દન અસ્થિર અને અનપ્રેડીક્ટેબલ છેઆ, સમય. બીજી તરફ આ સમય જ માણસના ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને એના જીવનની પહેલાંકે પછી અસ્તિત્વ ધરાવે છે. આવા સમયમાં જ્યારે ડોકિયું કરીએ ત્યારે સમજાય કે જે-તે સમયમાં જીવેલાલોકોનું મૂલ્ય એમના સમયમાં થતું નથી. મોટાભાગના લોકો જ્યારે એમનો જીવનકાળ […]

પ્રકરણ – 1 | આઈનામાં જનમટીપ

શ્યામાએ આંખો ખોલી. ડૉક્ટર્સ રૂમના આછા બ્લ્યૂ રંગના પ્રકાશમાં ધોળી દિવાલો પણ ભૂરીદેખાતી હતી. આખા રૂમ ઉપર જાણે ભૂરા રંગની ચાદર ઢાંકી દીધી હોય એમ ફર્નિચર, વસ્તુઓ,કારપેટ, ફર્શ બધું જ બ્લ્યૂ રંગનું દેખાતું હતું. શ્યામાએ ટેબલ પર પડેલા મોબાઈલને હાથમાં લઈનેસમય જોયો, બેને દસ…એ.એમ. હોસ્પિટલની કાચની મોટી બારીઓ પર લગાવેલી ફિલ્મને કારણે બહારનો પ્રકાશ ભીતરઆવતો […]

સલીમ દુર્રાનીઃ સ્ટાર, યાર, કલાકાર!

ભારતીય ક્રિકેટ વિશે બનેલી બહુચર્ચિત અને લોકપ્રિય ફિલ્મ ’83’માં એક જગ્યાએ સુનીલગાવસ્કર એના ‘અંકલ’ ક્રિકેટરનો ઉલ્લેખ કરે છે, એ કહે છે કે, ‘એક ઐસા ક્રિકેટર થા જો દર્શકો કીડિમાન્ડ પે છક્કે લગાતે થે. સ્ટેડિયમ મેં જીસ કૌને સે ડિમાન્ડ આતી, વો ઉસ તરફ છક્કે માર સકતેથે.’ આ ક્રિકેટર, એટલે બીજું કોઈ નહીં, પરંતુ ટૂંકી કારકિર્દીમાં […]

પાલતુ પ્રાણીઃ સ્નેહ અને જવાબદારીની સાથે ડિપ્રેશન પણ…

ડૉ. મુકુલ ચોકસીનો એક લેખ, 2002માં પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં મારા હાથે ચઢ્યો, “વાતત્રીસ વર્ષ પહેલાંની છે. હું પાંચમાં-છઠ્ઠા ધોરણમાં ભણતો હોઈશ. મારી સોસાયટીમાં એક રખડતું કૂતરુંઆવી ચડ્યું. સવારે છ વાગ્યે દૂધવાળા માટે ઘરનાં બારણાં ખૂલે કે એ ચોરપગલે ઘરમાં ઘૂસી જાય અનેપલંગ નીચે ભરાઈ જાય. હું ઊંઘમાંથી જાગું કે તરત બુચકારા ભરી એને બોલાવવાની […]

વિયેટનામઃ રક્તરંજિત ઈતિહાસ, ઉજ્જવળ ભવિષ્ય

છેલ્લા કેટલાય વર્ષોથી જે દેશે અનેક આક્રમણોનો સામનો કર્યો છે, જેનો ઈતિહાસ લોહિયાળછે. એ દેશનો યુવા હજી પોતાની જાતને કોઈ એક ધર્મ સાથે જોડી શકતા નથી. અહીં પેગોડા છે, ચર્ચછે, ખૂણે ખાચરે ક્યાંક મસ્જિદ પણ છે. પરંતુ કમ્યુનિઝમ અને લોકશાહી વચ્ચે ક્યાંક અટકી ગયેલોઆ દેશ હજી મધ્યમવર્ગીય માનસિકતા સાથે સંઘર્ષ સાથે વિકાસ તરફ આગળ વધી […]

સર્વ ઈતિહાસોનો એક ઈતિહાસ છે, સૌને પોતાનું એક પાનું જોઈએ

1960માં ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમર થઈ ગયેલી ફિલ્મ ‘મુઘલ-ઐ-આઝમ’ માત્રફિલ્મ તરીકે જ નહીં, એ પછી ફિરોઝ અબ્બાસ ખાન દિગ્દર્શિત મ્યુઝિકલ નાટ્ય સ્વરૂપે પણ ખૂબ સફળરહી. અનારકલી નામની દાસીની દીકરી (કનીઝ) અને બાદશાહના દીકરાની પ્રણયકથા એક વિદ્રોહ કથા,ક્લાસ કોન્શિયસનેસને પડકારતી અને બાદશાહના ન્યાયની સામે સવાલ ઉઠાવતી આ એવી કથા હતી જેઆઝાદ થયેલા ભારતમાં લગભગ દરેક રૂઢિચુસ્ત […]

ટોળે વળે છે કોઈની ‘બદનામી’ ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે

શાહરૂખ ખાનના દીકરાને ડ્રગ્સ માટે પકડવામાં આવ્યો ત્યારે એણે સિમી ગરેવાલના એકશોમાં કહેલા શબ્દોના વીડિયોને ખૂબ વાયરલ કરવામાં આવ્યો. મોટેભાગે એણે મજાકમાં જ કહ્યું હતુંતેમ છતાં એના જ શબ્દો એને જ પાછા મારવામાં આવ્યા! હજી હમણા જ એક ગુજરાતી સિંગરનુંએન્ગેજમેન્ટ તૂટ્યું, સાટાપાટામાં થયેલા આ એન્ગેજમેન્ટમાં કોણ કેટલું ગુનેગાર છે-તોડવું જોઈએ કેનહીં, એ વિશે ખૂબ ટ્રોલિંગ […]

ગ્રાહકની માનસિકતાઃ પૈસાથી વસ્તુ મળે, વ્યક્તિ નહીં

રાતના 1.05 am ની મુંબઈથી ઉપડતી ઈન્ડિગોની ફ્લાઈટ ઉપડવા માટે તૈયાર હતી. દિવસઆખાના થાકેલા લોકો, કે પછી ઈન્ટરનેશનલ પ્રવાસ કરીને મોડી રાત્રે પાછા ફરેલા લોકો માટે આ1.05ની ફ્લાઈટ એકદમ આદર્શ છે. બે-સવા બે વાગ્યે અમદાવાદ ઉતારી દે એટલે માણસ ઘેર જઈનેસૂઈ શકે. સહુ ઘેર પહોંચવાની પ્રતીક્ષા કરતા હતા, બસ! હવે વિમાન ઉપડશે એવી માનસિક તૈયારી […]

એક પ્રેમપત્રઃ કસ્તૂરનો મોહનને…

આજે 11 એપ્રિલ, કસ્તૂર મોહનદાસ ગાંધીનો જન્મદિવસ. એમણે બાપુને નહીં લખેલો, એકપત્ર… આજે, એમના જન્મદિવસે! પ્રિય મોહન,સંબોધન વાંચીને તમને નવાઈ લાગશે ને લખતા મનેય સંકોચ તો થાય છે… પણ હવે બધાયએકબીજાને નામ લઈને બોલાવે છે. મીઠું ય લાગે છે. 62 વર્ષના લગ્નજીવનમાં મેં કોઈ દિવસ તમારુંનામ લીધું નથી. જોકે તમે એવો આગ્રહ રાખતા ને કહેતા […]

“પ્રસાદ” ઈશ્વરને ધરાવેલું આપણું અસ્તિત્વ છે

‘દુનિયામાં ચોવીસ કલાકમાંથી કોઈપણ સમયે ક્યાંકને ક્યાંક થોડાક લોકો ભેગા થઈને ઈશ્વરનાનામે ભોજન વહેંચી કે આરોગી રહ્યા છે. આ ભોજન આધ્યાત્મિક પોષણ અને લોકોને એકમેકનીનિકટ લાવતું એક એવું તત્વ છે જે ક્રિએટર (સર્જનહાર)ને ઓફર કરીને (ધરાવીને) આપણે આપણીઊર્જા તરીકે આરોગીએ છીએ. એ ભોજન સમાજના લોકોને એકમેકની નિકટ લાવે છે અનેસર્જનહાર પરત્વેની આપણી શ્રધ્ધાને દૃઢ કરે […]